Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

Previous | Next

Page 12
________________ પ્રસ્તાવના સિદ્ધાન્ત મહોદધિ સુવિશાળગચ્છનિર્માતા સ્વ.પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા., ન્યાય વિશારદ વર્ધમાનતપોનિધિ સ્વ.પૂ.આ.શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા., અધ્યાત્મરસિક સહજાનંદી સ્વ. પૂ. આ.ભ. શ્રી વિજય ધર્મજિતસૂરીશ્વરજી મ.સા. તથા દક્ષિણ મહારાષ્ટ્ર પ્રભાવક શ્રી સૂરિમંત્રના પરમ સાધક સ્વ. પૂ. આ.શ્રી વિજય જયશેખરસૂરીશ્વરજી મ.સા.... આ સુવિહિત ગુરુ પરંપરાને આ પળે ભાવપૂર્વક વંદન કરું છું. સંસ્કૃત ભાષામાં સુંદર પ્રસ્તાવના લખનાર મુનિરાજ શ્રી હૃદયવલ્લભ વિજયજીને તથા સંયમ સાધનાના અને શ્રુતસાધનાના દરેક તબક્કે અનેક રીતે સહાયક બનનાર સહવર્તી શિષ્યાદિવૃન્દને પણ કેમ ભૂલી શકાય? પરમ પરમાત્મભક્ત, ગુરુભક્ત અને શ્રુતભક્ત દીર્થસંયમી પૂજ્યપાદ પ્રવર્તક શ્રી જંબૂવિજયજી મ.સા. દ્વારા સંપાદિત શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા પ્રકાશિત પ્રકાશનને મૂળ અને વૃત્તિગ્રન્થના આધારભૂત પ્રકાશન તરીકે રાખ્યું છે, ને તેથી મેં નથી કોઈ હસ્તલિખિત પ્રત વગેરેનો આધાર લીધો કે નથી કોઈ પાઠાન્તર વગેરે આપ્યા. પૂજ્યશ્રીના ચરણોમાં ભાવભરી વંદના. શ્રી જિન આગમોના રહસ્યો પામવા માટે નિયુક્તિ-ભાષ્ય વગેરે ગ્રન્થોનો આધાર લીધા વિના છૂટકો નથી એ સુપેરે જ્ઞાત છે. આ પંચાંગી જિનાગમોમાં પ્રવેશ માટે શ્રી અનુયોગદ્વાર એ ખરેખર દ્વાર સમાન છે. એના રહસ્યો પામવા માટે શ્રી જિનદાસમહત્તરવિરચિત ચૂર્ણિ, સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત વિવૃતિ તથા મલધારી શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજ વિરચિત વૃત્તિની સાથે પ્રસ્તુત ટિપ્પણીનો પણ આધાર લઈને અધિકારી જિજ્ઞાસુઓ સ્વકીયબોધને વિશદ રીતે નિર્મળ કરે એવી નમ્ર વિનંતી સાથે, તથા આ ટિપ્પણીઓમાં ક્યાંય પણ પરમ પવિત્ર શ્રી જિનાજ્ઞાથી વિપરીત ટિપ્પણ થયું હોય તો એનું હાર્દિક મિચ્છામિ દુક્કડ દેવા સાથે સંવિગ્ન ગીતાર્થ મહાત્માઓને એનું સંશોધન કરી મને જણાવવાની વિનંતી સાથે. ..... ગુરુપાદપઘરેણુ, અભયશેખર સોળમાં શ્રી શાંતિનાથદાદાની પ્રતિષ્ઠાનો મંગળ દિવસ. મહાસુદ-૬ વિ.સં. ૨૦૬૩ ભોર. (જિ. પુના) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 372