Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01 Author(s): Kamalsanyamvijay, Vajrasenvijay Publisher: Bhadrankar Prakashan View full book textPage 9
________________ પ્રકાશકીય “દુષમકાળ જિનબિંબ જિનાગમ ભવિયણકું આધારા”...!! અનંતકાળચક્ર છે, દરેક કાળચક્રમાં ઉત્સર્પિણી–અવસર્પિણી હોય છે. તેમાં ત્રીજા અને ચોથા આરામાં તારક તીર્થંકર પરમાત્માઓ ઉત્પન્ન થઈને સર્વવિરતિ અંગીકાર કરીને, કેવલજ્ઞાનને પામીને શાસનની સ્થાપના કરે છે અને પરમાત્મા અર્થથી જે દેશના આપે છે તેને ગણધરભગવંતો સૂત્રમાં ગૂંથે છે, એ આગમ તરીકે પ્રસિદ્ધ થાય છે. આ આગમગ્રંથોમાં પ્રથમ ગ્રંથ “ઉત્તરાધ્યયન” છે. જે સાધુ-સાધ્વીજી ભગવંતોને આરાધનામય સંયમજીવન જીવવા માટે અત્યંત ઉપયોગી ગ્રંથ છે. ઉત્તરાધ્યયનસૂત્ર ઉપર પૂર્વના મહર્ષિઓએ ઘણી ટીકાઓ રચી છે. તેમાંથી આ બૃહખરતરગચ્છીય પૂજ્યશ્રીજિનભદ્રસૂરિશિષ્ય-મુનિશ્રીકમલસંયમઉપાધ્યાયવિરચિત તથા શાસ્ત્રવિશારદ જૈનાચાર્યશ્રીવિજયધર્મસૂરિશિષ્ય-મુનિશ્રીજયંતવિજયસંશોધિત “સર્વાર્થસિદ્ધિ ટીકા છે. આ “સર્વાર્થસિદ્ધિટીકા સરળ, સુબોધ અને ભાવગર્ભિત છે. આમાં કથાનકો સંસ્કૃત ભાષામાં છે, પદ્યલાલિત્ય ખૂબ સુંદર છે. આગ્રામાં રહેનાર ઉપકેશજ્ઞાતિના શ્રેષ્ઠિ છોગમલ્લના સુપુત્ર લક્ષ્મીચંદ્રવૈદે કરેલ જ્ઞાનપંચમી ઉદ્યાપન નિમિત્તે આવેલ દ્રવ્યની સહાયથી “લક્ષ્મીચંદ્ર જૈન લાયબ્રેરી” નામની સંસ્થા દ્વારા આ “સર્વાર્થસિદ્ધિ'ટીકા સહિત ઉત્તરાધ્યયન'સૂત્ર પ્રતાકારે ચાર ભાગમાં વીરસવ–૨૪૪૯, વિક્રમ સંવત્–૧૯૮૦, સન્ ૧૯૨૩માં પ્રકાશિત થયેલ છે. ઘણા વર્ષો પૂર્વે પ્રકાશિત થયેલ ઉત્તરાધ્યયનસૂત્ર ઉપરની આ ટીકા સ્વ-પરને વાંચન માટે ઉપયોગી બને તે હેતુથી અમારા ઉપકારી અધ્યાત્મયોગી પંન્યાસપ્રવર Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 500