Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Part 01
Author(s): Kamalsanyamvijay, Vajrasenvijay
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ છે. પરમ પૂજ્ય શ્રીજિનદાસગણિ મહત્તરે આ ગ્રંથ ઉપર “ચૂર્ણિ” લખી છે, પરમપૂજય વાદિવેતાળ શ્રી શાંતિસૂરિમહારાજાએ આ ગ્રંથ ઉપર “શિષ્યહિતા' નામની બૃહદ્દીકાની રચના કરી છે, પરમપૂજય આચાર્યભગવંત શ્રીનેમિચંદ્રસૂરિમહારાજાએ બૃહટ્ટીકાના આધારે આ ગ્રંથ ઉપર “સુખબોધા' નામની ટીકા રચી છે. પરમપૂજય શ્રીભાવવિજયજી મહારાજાએ આ ગ્રંથ ઉપર ટીકા રચી છે, પરમપૂજય આચાર્યભગવંત શ્રી લક્ષ્મીવલ્લભસૂરિ મહારાજાએ લક્ષ્મીવલ્લભા' ટીકા રચી છે. પરમ પૂજ્ય શ્રી જયકીર્તિમહારાજે ઉત્તરાધ્યયનદીપિકા' નામની ટીકા રચી છે. પરમપૂજ્ય ઉપાધ્યાય શ્રીકમલસંયમવિજયમહારાજે “સર્વાર્થસિદ્ધિ ટીકા રચી છે. આ રીતે અનેક આચાર્યભગવંતો અને વિદ્વાનોએ સમયે સમયે આ ગ્રંથ ઉપર ટીકાઓ લખી છે અને આ બધી ટીકાઓ અનેક સંસ્થાઓ દ્વારા અત્યાર સુધી પ્રકાશિત થયેલ છે. પૂજ્ય ઉપાધ્યાય કમલસંયમવિજયરચિત ઉત્તરાધ્યયન સર્વાર્થસિદ્ધિવૃત્તિ – બૃ.ખ.પૂ.જિનભદ્રસૂરિમહારાજાના શિષ્ય પૂજય ઉપાધ્યાય શ્રીકમલસંયમવિજય મહારાજાએ સં. ૧૫૪૪માં ઉત્તરાધ્યયનસૂત્ર ઉપર “બૃહટ્ટીકા'ના આધારે “સર્વાર્થસિદ્ધિ’ નામની વૃત્તિ સંક્ષેપથી રચી છે." પૂજ્ય ઉપાધ્યાય કમલસંયમવિજયમહારાજ રચિત અન્ય કૃતિઓ - - સં. ૧૫૪૯માં કર્મસ્તરવિવરણની રચના કરેલ છે. તે ઉપરાંત તેમણે સિદ્ધાંતસારોદ્ધાર, સમ્યક્તોલ્લાસ ટિપ્પન (ગૂ. ગદ્યમાં) રચ્યું છે આ સિવાય એમના ઉપદેશથી અન્ય ગ્રંથો પણ લખાવાયા છે. - ૫. “શ્રીવત્તરાધ્યયનસૂત્રસમસત્કૃત, સ્પષ્ટપવિવૃત્તિpi Vર્વે .. नानार्थसार्थमहतीरुपजीव्य टीकाः, श्रौतार्थलीनभविकोपचिर्कीषयाऽयम्" ॥ -सर्वार्थसिद्धिटीका-भूमिकायाम् अयमर्थो निक्षेप-नयानुयोगादिविस्तरश्च विस्तारार्थिना बृहट्टीकातः परिकलनीयः । -सर्वार्थसिद्धिटीका-भूमिकायाम् ૬. આ. પૂ. ઉપા. કમલસંયમ મ.ના ઉપદેશથી અણહિલ્લપુર પત્તનમાં સ્થાનાંગવૃત્તિ સં. ૧૫૭૦માં જિનહર્ષસૂરિના પટ્ટધર જિનચંદ્રસૂરિના રાયે લખાઈ. (સંઘનો ભં. પાટણ) -જૈ.સા.સ.ઈ. નવી આ. પૃ. ૩૪૦ - સં. ૧૫૨૪માં ખ. કમલસંયમ ઉપાધ્યાયે રાજગૃહીના વૈભારગિરિ પર જિનભદ્રસૂરિની પાદુકા પ્રતિષ્ઠિત કરી કે જે હાલ વિદ્યમાન છે. - સં. ૧૫૨૬માં તે ઉપાધ્યાયના ઉપદેશથી યવનપુરમાં (જોનપુર? માં) શ્રીમાલી મલ્લરાજે સર્વ સિદ્ધાંતો લખાવ્યા. તે પૈકી ભગવતીની પત્ર ગુ.નં. ૩૬૮માં વિદ્યમાન છે –.સા. સં. ઈ.–નવી આ. પૃ. ૩૩૦-૩૩૧ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 500