Book Title: Agam 42 Mool 03 Dashvaikalik Sutra Shwetambar Agam Guna Manjusha Author(s): Gunsagarsuri Publisher: Jina Goyam Guna Sarvoday Trust Mumbai View full book textPage 9
________________ TO સરળ ગુજરાતી ભાવાર્થ (૮) અધ્યયન : આચાર – પ્રણિધિ આમાં ષડ્જવ-નિકાયની યતનાવિધિ, આઠ સૂક્ષ્મ સ્થાનો, પ્રતિલેખન અને પ્રતિષ્ઠાપનનો વિવેક, ખાન-પાન સંગ્રહનો નિષેધ, ભોજન- લોભ અને અપ્રાસુ - ભોજનનો નિષેધ, કષાયના પ્રકારો અને તેનો ત્યાગ, વિનય આચાર, ચાર ઈન્દ્રિય સંયમ, સ્ત્રીની ભયાનકતા, પુરાકૃત મલવિશોધન ઉપાય વગેરે આચારોનું પ્રણિધાન કરવામાં આવ્યું છે. (૯) અધ્યયન : વિનય / સમાધિ (૧) વિનય ઉદ્દેશક – આ ઉદ્દેશમાં વિનયથી પ્રાપ્ત થતી માનસિક સ્વસ્થતાનું વર્ણન છે. (૨) સમાધિ ઉદ્દેશક - આમાં અવિનીત (અવિનયી)ની આપત્તિઓ અને સુવિનીત (વિનયી)ની સંપદાઓ જણાવી અંતે અવિનયીને મોક્ષ અશક્ય ,જ્યારે વિનયકોવિદ (વિનય ને જાણનાર)ને મોક્ષની સુલભતા દર્શાવી છે. (૩) વિનય-સમાધિ ઉદ્દેશક - આમાં પૂજ્યના લક્ષણ, તેમની અહંતા (યોગ્યતા)નો ઉપદેશ, તેમના પ્રત્યે નમ્રતા, વંદનશીલતા, આજ્ઞાપાલક્તા વગેરે બાબતો જણાવીને અંતે ગુરુની પરિચર્યા અને તેનું ફળ બતાવવામાં આવ્યું છે. (૪) ઉદ્દેશક - આમાં સમાધિના વિનય, શ્રુત, તપ અને આચાર એમ ચાર પ્રકારો તેમજ તે પ્રકારના ચાર-ચાર પેટા પ્રકારો વર્ણવીને તે બધાની આરાધના અને તેનું ફળ બતાવવામાં આવ્યાં છે. (૧૦) અધ્યયન : સભિક્ષુ આ અધ્યયનના આરંભમાં ચિત્તસમાધિ, સ્ત્રી-મુક્તતા, ભોગોનું અનાસેવન, કષાય ત્યાગ, ધ્રુવ-યોગિતા, અકિંચનતા, શ્રામણ્ય-રતતા, નિઃસંગતા, ઉછચારિતા (વીણીને ખાવું) વગેરેનું વર્ણન કરી અંતે ભિક્ષુની ગતિનું નિરૂપણ છે. (૧) રતિવાક્યા ચૂલિકા ( તેની પ્રથમ ચૂલિકામાં સંયમમાં અસ્થિર થયેલાને સ્થિર કરનારો ૧૮ સ્થાનોનું અવલોકનનો ઉપદેશ, ભોગના માટે સંયમ-ત્યાગ કરનારના ભવિષ્યની અનિશ્ચિતતા, પશ્ચાત્તાપપૂર્ણ મનોવૃત્તિનું નિરૂપણ, ભોગાસક્તિથી નીપજતા કુફળ, સંયમમાં મનને સ્થિર કરવાનું ચિંતનસૂત્ર અને અંતે માનસિક સંકલ્પનું નિરૂપણ છે. (૨) વિવિક્તચર્ચા ચૂલિકા : આ ચૂલિકામાં વિવિક્ત (અલગ-અલગ) ચર્ચાનો ઉપદેશ છે. સાધુને માટે ચર્ચા તેમજ ગુણો અને આવશ્યકતા, અનિકેતવાસ વગેરેની ચર્યા, ભિક્ષા-વિશુદ્ધિના અંગો, એકાકી વિહાર, ચાતુર્માસ અને માસ૫, આત્મનિરીક્ષણ આત્મરક્ષાનો ઉપદેશ તેમજ અરક્ષિત અને સુરક્ષિત આત્માની ગતિનું નિરૂપણ છે. 行 श्री आगमगुणमंजूषा ५४ 555555555CRPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55