________________
TO સરળ ગુજરાતી ભાવાર્થ
(૮) અધ્યયન : આચાર – પ્રણિધિ
આમાં ષડ્જવ-નિકાયની યતનાવિધિ, આઠ સૂક્ષ્મ સ્થાનો, પ્રતિલેખન અને પ્રતિષ્ઠાપનનો વિવેક, ખાન-પાન સંગ્રહનો નિષેધ, ભોજન- લોભ અને અપ્રાસુ - ભોજનનો નિષેધ, કષાયના પ્રકારો અને તેનો ત્યાગ, વિનય આચાર, ચાર ઈન્દ્રિય સંયમ, સ્ત્રીની ભયાનકતા, પુરાકૃત મલવિશોધન ઉપાય વગેરે આચારોનું પ્રણિધાન કરવામાં આવ્યું છે. (૯) અધ્યયન : વિનય / સમાધિ
(૧) વિનય ઉદ્દેશક – આ ઉદ્દેશમાં વિનયથી પ્રાપ્ત થતી માનસિક સ્વસ્થતાનું વર્ણન છે. (૨) સમાધિ ઉદ્દેશક - આમાં અવિનીત (અવિનયી)ની આપત્તિઓ અને સુવિનીત (વિનયી)ની સંપદાઓ જણાવી અંતે અવિનયીને મોક્ષ અશક્ય ,જ્યારે વિનયકોવિદ (વિનય ને જાણનાર)ને મોક્ષની સુલભતા દર્શાવી છે.
(૩) વિનય-સમાધિ ઉદ્દેશક - આમાં પૂજ્યના લક્ષણ, તેમની અહંતા (યોગ્યતા)નો ઉપદેશ, તેમના પ્રત્યે નમ્રતા, વંદનશીલતા, આજ્ઞાપાલક્તા વગેરે બાબતો જણાવીને અંતે ગુરુની પરિચર્યા અને તેનું ફળ બતાવવામાં આવ્યું છે.
(૪) ઉદ્દેશક - આમાં સમાધિના વિનય, શ્રુત, તપ અને આચાર એમ ચાર પ્રકારો તેમજ તે પ્રકારના ચાર-ચાર પેટા પ્રકારો વર્ણવીને તે બધાની આરાધના અને તેનું ફળ બતાવવામાં આવ્યાં છે.
(૧૦) અધ્યયન : સભિક્ષુ
આ અધ્યયનના આરંભમાં ચિત્તસમાધિ, સ્ત્રી-મુક્તતા, ભોગોનું અનાસેવન, કષાય ત્યાગ, ધ્રુવ-યોગિતા, અકિંચનતા, શ્રામણ્ય-રતતા, નિઃસંગતા, ઉછચારિતા (વીણીને ખાવું) વગેરેનું વર્ણન કરી અંતે ભિક્ષુની ગતિનું નિરૂપણ છે. (૧) રતિવાક્યા ચૂલિકા
(
તેની પ્રથમ ચૂલિકામાં સંયમમાં અસ્થિર થયેલાને સ્થિર કરનારો ૧૮ સ્થાનોનું અવલોકનનો ઉપદેશ, ભોગના માટે સંયમ-ત્યાગ કરનારના ભવિષ્યની અનિશ્ચિતતા, પશ્ચાત્તાપપૂર્ણ મનોવૃત્તિનું નિરૂપણ, ભોગાસક્તિથી નીપજતા કુફળ, સંયમમાં મનને સ્થિર કરવાનું ચિંતનસૂત્ર અને અંતે માનસિક સંકલ્પનું નિરૂપણ છે. (૨) વિવિક્તચર્ચા ચૂલિકા :
આ ચૂલિકામાં વિવિક્ત (અલગ-અલગ) ચર્ચાનો ઉપદેશ છે. સાધુને માટે ચર્ચા તેમજ ગુણો અને આવશ્યકતા, અનિકેતવાસ વગેરેની ચર્યા, ભિક્ષા-વિશુદ્ધિના અંગો, એકાકી વિહાર, ચાતુર્માસ અને માસ૫, આત્મનિરીક્ષણ આત્મરક્ષાનો ઉપદેશ તેમજ અરક્ષિત અને સુરક્ષિત આત્માની ગતિનું નિરૂપણ છે.
行
श्री आगमगुणमंजूषा ५४
555555555CR