Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Author(s): Muktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 13
________________ શ્રુત સેવાનો સત્કાર શ્રુતાધાર (મુખ્યદાતા) માતુશ્રી જયાબેન શાંતિલાલ કામદાર. માતુશ્રી રમાબેન છોટાલાલ દફતરી. એક કહેવત પ્રચલિત છે કે કૂવામાં હોય તે એવેડામાં આવે. વડ એવા ટેટા, બાપ એવા બેટા. માતા – પિતાના દેહપિંડથી વ્યક્તિનો દેહપિંડ રચાય છે અને માતા – પિતાના સંસ્કાર દેહથી વ્યક્તિનો સંસ્કાર દેહ તૈયાર થાય છે. માતુશ્રી જયાબેન અને પિતાશ્રી શાંતિભાઇ કામદાર તથા માતુશ્રી રમાબેન અને પિતાશ્રી છોટાલાલભાઇ દફ્તરી દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે અવિહડ શ્રદ્ધા ધરાવતા હતાં. તેઓના શ્વાસ સાથે નવકાર મંત્રનું સ્મરણ જોડાયેલું હતું. ધર્મવાંચન, ધર્મ શ્રવણ, સત્સંગના રંગે રંગાયેવલું તેઓનું જીવન હતું. આવા સંસ્કારી, ધર્મનિષ્ઠ, પરાર્થપરાયણ માતા - પિતાના સુસંતાન ડૉ. પ્રેમીલાબેન અને શ્રી કિરીટભાઇ અમેરિકામાં વસવાટ કરવા છતાં ભૌતિકતાના વાતાવરણ વચ્ચે ધાર્મિકતાની સુવાસ ફેલાવી રહ્યા છે. શ્રી કિરીટભાઇ વર્ષોથી જૈના (જૈન ફેડરેશન ઓફ અમેરિકા) માં સેવા આપી રહ્યાં છે. જૈન ધર્મના પ્રચાર અને પ્રસાર માટે પાર્લામેન્ટ ઓફ જૈન રીલીઝયનમાં પાર્ટ લઇ રહ્યા છે. છેલ્લા ઘણાં વર્ષોથી ભારતમાં આવીને પર્યુષણ મહાપર્વની સાધના – આરાધના સંત – સતીજીઓના સાંનિધ્યે કરી રહ્યા છે. જૈના, જૈન સેન્ટર, પાર્લામેન્ટ ઓફ જૈન રીલીઝયન આદિ ધાર્મિક - સામાજિક કાર્યના સહકાર્યકર શ્રી ગિરીશભાઇ શાહે આગમ રીપ્રિન્ટનું કાર્ય સ્વીકાર્યુ છે, તે જાણીને તેઓએ શ્રુતાધાર બનવાનું નિશ્ચિત કર્યુ અને ભવિષ્યમાં જિનશાસન પ્રાપ્ત થાય તેવું પુણ્ય કર્મ ઉપાર્જિત કર્યુ છે. આપની આ શ્રુત સેવાને ધન્યવાદ આપતા અમે આનંદ અનુભવીએ છીએ. ગુરુપ્રાણ પ્રકાશન PARASDHAM 7

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 696