________________
श्री सिद्धाचलमण्डन-श्री ऋषभदेवस्वामिने नमः । श्री शान्तिनाथस्वामिने नमः । श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ।
श्री महावीरस्वामिने नमः । श्री गौतमस्वामिने नमः । पूज्यपादाचार्यमहाराजश्रीमद्विजयसिद्धिसूरीश्वरजीपादपद्मभ्यो नमः । पूज्यपादाचार्यमहाराजश्रीमद्विजयमेघसूरीश्वरजीपादपद्येभ्यो नमः । पूज्यपादसद्गुरुदेवमुनिराजश्रीभुवनविजयजीपादपद्येभ्यो नमः ।
જિન આગમ જયકારા (પ્રસ્તાવના)
અનંત ઉપકારી પરમકૃપાળુ અરિહંત પરમાત્માની પરમ કૃપાથી તથા પૂજ્યપાદ પરમ ઉપકારી પિતાશ્રી તથા સદગુરુદેવ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજની પરમકૃપા તથા સહાયથી પંચમ ગણધરભગવાન સુધર્માસ્વામિવિરચિત દ્વાદશાંગીના ચતુર્થ અંગ સમવાયાંગસૂત્રને તથા તેના ઉપર આ.ભ. શ્રી અભયદેવસૂરિ વિરચિત ટીકાને પ્રાચીન-પ્રાચીનતર-પ્રાચીનતમ તાડપત્ર ઉપર તથા કાગળ ઉપર લખેલા હસ્તલિખિત આદર્શોને આધારે સંશોધિત તથા સંપાદિત કરીને આગમપ્રેમી જગત સમક્ષ રજુ કરતાં અમને અપાર આનંદનો અનુભવ થાય છે.
આગમગ્રંથોને સમજવા તથા શુદ્ધ કરવા માટે ટીકાગ્રંથો અત્યંત જરૂરી છે, તેમજ ટીકાઓ પણ શુદ્ધપાઠવાળી હોય એ અત્યંત જરૂરી છે, આવો અનુભવ અમને વારંવાર થતો રહ્યો છે. એટલે ટીકા ગ્રંથો પણ શુદ્ધ કરીને મુદ્રિત કરવાનો અને પ્રારંભ કર્યો છે.
પ્રાચીન પ્રતિઓને આધારે અમે સંશોધિત, સંપાદિત કરેલાં મૂલમાત્ર સ્થાનાંગસૂત્ર તથા સમવાયાંગસૂત્ર શ્રી મહાવીર જૈન વિદ્યાલય-મુંબઈ તરફથી શ્રી જૈન આગમ ગ્રંથમાલા ગ્રંથાંક ૩ માં અનંગસુત્ત સવાયંસુનં આ ગ્રંથમાં વિક્રમ સં.૨૦૪૧ (ઈ.સ.૧૯૮૫) માં પ્રકાશિત થયાં છે. એમાં જે મૂળ સમવાયાંગસૂત્ર છપાયેલું છે તે જ આ સટીક સમવાયાંગ સૂત્રમાં લીધું છે. છતાં કોઈક સ્થળે યથાયોગ્ય સુધારો પણ આમાં કરેલો છે.
તથા તે મૂળમાત્ર સમવર્ષાસુત્ત માં વિવિધ પાઠાંતરો અને અનેક અનેક પરિશિષ્ટો આપેલાં છે. તેમજ પ્રસ્તાવનામાં પણ ઘણી ઘણી વાતો જણાવી છે. એટલે સ્થાનાંગ-સમવાયાંગટીકાના અભ્યાસીઓએ પણ એ ટાઈi સુત્ત સમવાયંભુવં ૨ ગ્રંથ સામે રાખીને જ વાંચન કરવું જોઈએ. કારણ કે મૂલ ગ્રંથોના સંશોધન-સંપાદનમાં અમે મૂળ ઉપર જ વિશેષ ધ્યાન આપીએ છીએ. અને ટીકાના સંશોધન-સંપાદનમાં ટીકાને જ શુદ્ધ-સ્પષ્ટ-વિશદ બનાવવા તરફ તેમ જ તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org