Book Title: Aetihasik Ras Sangraha Part 4 Author(s): Vijaydharmsuri Publisher: Abhaychandra Bhagwandas Gandhi View full book textPage 8
________________ પ્રસ્તાવના. પ્રાચીન જૈન રાસાઓ ઈતિહાસમાં કેટલું મહત્વનું સ્થાન ભોગવે છે, એ સંબંધી પૂજ્યપાદ પરમ ગુરૂ આચાર્ય શ્રીવિજયધમસૂરીશ્વરજી મહારાજે ઐતિહાસિકરાસસંગ્રહ ભા. ૧ ની પ્રસ્તાવનામાં બહુ સારી રીતે સમજાવ્યું છે, એટલે તે સંબંધી અહિં કહેવાની કંઈ આવશ્યક્તા નથી. આ રાસ-વિજયતિલકસૂરિરાસ–પણ ઐતિહાસિક દૃષ્ટિએ ઘણે ઉપયોગી રાસ હોવાથી જ “ઐતિહાસિકરાસસંગ્રહના ચોથા ભાગ” તરીકે બહાર પાડે ઉચિત ધાર્યો છે. જહે વખતે આ રાસ મ્હારા જોવામાં આવ્યું, તે વખતે આ રાસનો વર્ણિત વિષય જોઈ તે છપાવો કે કેમ ? એ સંબંધી “હા” “ના” નું માનસિક યુદ્ધ ઘણે વખત ચાલ્યું હતું. છેવટે ઐતિહાસિક દૃષ્ટિએ આની અત્યુપયોગિતા જણાયાથી “હા” ની જ છત થઈ. રાસાન્તર્ગત વિષય સંબંધી નિરીક્ષણ જુદું લખવામાં આવેલું છે, એટલે તે સંબંધી આ પ્રસ્તાવનામાં ઉલ્લેખ કરવાની કંઈ જરૂર નથી. આ પ્રસ્તાવનામાં જે કંઈ કહેવાનું છે, તે કેવળ કવિ-રાસકાર કવિ-સંબંધી જ છે. રાસના કર્તા કવિ દર્શનવિજયજીએ, આ રાસની અંતમાં આપેલા પિતાના પરિચય ઉપરથી જણાય છે કે-તેઓ રાજવિમલવાચકના શિષ્ય મુનિવિજય ઉપાધ્યાયના શિષ્ય થતા હતા. આ રાજવિમલ તે છે, કે જહેઓ હીરવિજયસૂરિ ( હીરહર્ષ ) અને ધર્મસાગરજીની સાથેજ દક્ષિણમાં ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કરવાને ગયા હતા. કવિ દર્શનવિજયજીની કવિત્વશક્તિ જાણુવાને માટે આ રાસ ઉપયોગી છે, તેમ હેમને બનાવેલ “પ્રેમલાલચ્છી રાસ’ પણ અતીવ ઉપયોગી છે, આ રાસ (પ્રેમલાલચ્છી રાસ) હેમણે સં. ૧૬૮૯ માં બનાવ્યા હતો અને તે દેવચંદ લાલભાઈપુસ્તકેદારફંડ તરફથી આનંદ વ્યમાધિ મૌક્તિક ૧ લામાં બહાર પડે છે. કવિની આ બે પ્રસિદ્ધ કૃતિઓ સિવાય અન્ય કોઈ કૃતિઓ જાણવામાં આવી નથી. અને તેથી કવિને આથી વધારે-હેમનું ગામ-નામમાત-પિતા વિગેરે સંબંધી-પરિચય આપવાને અસમર્થ નિવડ્યો છું. પ્રસ્તુત રાસ-વિજયતિલકસૂરિ રાસ-કવિએ બે અધિકારમાં વિભક્ત કર્યો Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 302