Book Title: Aetihasik Ras Sangraha Part 4 Author(s): Vijaydharmsuri Publisher: Abhaychandra Bhagwandas Gandhi View full book textPage 9
________________ છે, અને તે બન્ને અધિકાર જુદા જુદા સમયમાં પૂરા કર્યા છે. હવે આ સં. ૧૬૭૯ ના માગશર વદિ ૮ મે પૂરો કર્યો છે, જ્યારે બીજો અધિકાર ૧૬૯૭ ના પિસ સુદિમાં પૂરો કર્યો છે, એટલે બન્ને અધિકારો પૂરા કરવા અઢાર વર્ષનું અંતર પડેલું છે, તેમ છતાં કવિએ બને અધિકારની સંકલ જહેવી જોઈએ હેવી જાળવીજ રાખેલી છે. આ રાસ, માત્ર એકજ પ્રતિ ઉપરથી, કે જે લીંબડીના ભંડારમાં પ્રાપ્ત થઈ હતી, સંશોધન કરવામાં આવ્યો છે, પરંતુ હે પ્રતિ ઉપરથી સંશે ધન કરવામાં આવ્યો છે, તે પ્રતિમાં ખાસ એક વિશેષતા છે, કે જે વિશેષત કવચિત જ પ્રાપ્ત થાય છે. આ વિશેષતા એ છે કે આ પ્રતિ ખુદ રાયકા કવિ દર્શનવિજયજીએ પોતે લખેલી છે. અને તેથી જ આ પ્રતિના પ્રથમ પત્ર ફોટે પણ આ સાથે મૂકવાનું ઉચિત ધારવામાં આવ્યું છે. અહિં એક ખુલાસે કર સમુચિત સમજું છું. યદ્યપિ આ રાસ (આ ચોથા ભાગ ) ને છપાવવાનું કાર્ય લગભગ ચારેક વર્ષ ઉપર શરૂ કર વામાં આવ્યું હતું, પરંતુ આનું કામ પૂરૂ થાય તે દરમીયાન સૂરીશ્વર અને સાદનું કામ હાથ ધરવાથી અને તે ઐતિહાસિક ગ્રંથને પૂરું કરવામાં અને બહાર પાડવામાં લાંબો સમય જવાથી આ રાસનું કાર્ય અટકી પડયું હતું અને તેથી આ ભાગની પ્રતીક્ષા કરી રહેનારાઓની ઇચછી જલદી પૂર્ણ શકાઈ નહિ, તે માટે દિલગીર છું, પરંતુ વિલંબથી પણ રાસના વિષય સાથે સંબંધ રાખનારાં અન્યોન્ય સાધના નિરીક્ષણ પૂર્વક આ ભાગ બહાર પડતે હાઈ વાચકને સંતોષપ્રદ નિવડશે, એવી ઉમેદ રાખું છું. એક બીજી વાત–આ રાસનો વિષય. પરસ્પરના વિવાદને વિષ છે, અને તેથી આ પુસ્તકમાં કોઈપણ ગઈ કે વ્યક્તિઓ પ્રત્યે જે કંઈ શબ્દો નો ઉલ્લેખ થયો છે, તે મૂલરાસકારના શબ્દોને આશ્રીનેજ થયેલ છે, અત એવ હેને આપ મારા ઉપર નહિં લઈ જવાની સૂચના અસ્થાને નહિં ગણાય. આ રાસનું સંશોધન માત્ર એકજ પ્રતિ ઉપરથી કરવામાં આવ્યું છે. તેથી સંપૂર્ણ કાળજીથી સંશોધન કરવા છતાં કેઈ સ્થળે શબ્દો છૂટા પાડવાની કે એવી બીજી કોઈ ભૂલ રહેવા પામી હોય, તે તે સુધારીને વાંચવાની ભલામણ કરું છું. આ પ્રસંગે ઇતિહાસતત્વમદધિ ઉપાધ્યાયજી શ્રી વિજયજી મહારા Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 302