________________
પણ પહેલેથી તે જીર્ણ થઈ ગયેલા હોવાથી કેટલીક લાઈનાના ઘણાખરા અક્ષરે બીલકુલ ઘસાઈ ગયા છે. અક્ષર નાગરી છે. અને હેનું માપ ૩ ઇંચ છે. લેખની ભાષા સંસ્કૃત છે. અને તે
કબદ્ધ છે. એક જ પત્થર ઉપર બે લેખ જેવાય છે. પહેલે સં. ૧૫૩ ના માઘ શુદિ ૧૩ રવિવારનો છે, હારે બીજે વિ. સં. ૬ ના માઘ વદિ ૧૧ ને છે. પહેલો લેખ ૨૨ લાઈનમાં છે, મ્હારે બીજે ૧૦ માં છે. એકંદર એકજ પત્થર ઉપર ૩૨ લાઈને કતરેલી છે.
વાચકેની સુગમતાની ખાતર લાઈન પ્રમાણે આ લેખ ન આપતાં લેકની ગોઠવણ પ્રમાણે અહિં આપવામાં આવે છે.
વિ (?)- – –ાને (?) [રાસંસ્થાનવત: ! પરિશાસિતુ ના– –ારા [ર્થહ્યા ? ] ના નિના: છે ?
અહિં મહાવીરનું મંદિર હોવાનું કહે છે. આમાં પણ લગાર વિચારવા જેવું છે, લાવણ્યસમયના આ વચનથી, બે કલ્પનાઓ થાય છે. વ્યા તો લાવણ્યસમયે બીજા કોઈ પ્રાચીન ગ્રંથ-લેખના આધારે મહાવીરસ્વામીના મંદિરનું નામ લખ્યું હશે. અથવા તે હેમના પિતાના સમયમાં મહાવીરસ્વામીનું મંદિર હેવાથી હેનું નામ લીધું હશે.
ગમે તેમ, પણ અત્યારે લેખમાં વર્ણવેલ અષભદેવસ્વામીની પ્રતિમા વાળું અહિં વર્તમાનમાં એક મંદિર નથી. અને જે છે તે ગામથી અડધો ગાઉ દૂર રાતા મહાવીરનું મંદિર છે. ગામમાં શ્રાવકનું માત્ર એક જ ઘર છે.
પહેલાં અહિં રાઠોડેનું રાજ્ય હતું. હેમાંના કેટલાક રાઠેડે જૈન થયા હતા, કે જેઓ હથુંડીયા કહેવાયા હતા. વાલી, સાદડી, સાંડેરાવ વિગેરે મારવાડનાં કઈ કઈ ગામમાં આ હથુંડીયા શ્રાવકેની થોડી ઘણી વસ્તી જોવામાં આવે છે. વળી આ હસ્તિકુંડીના નામથી સ્થપાયેલા હસ્તિડીગચ્છમાં થયેલા વાસુદેવાચાર્યો (ઉપરના લેખમાં વર્ણવેલ વાસુદેચાય નહિં, પરતુ હેમની પાટ પરંપરામાં થયેલ) સં૦ ૧૩૨૫ ના ફાગુનસુદિ ૮ ને ગુરૂવારે કરેલી પ્રતિષ્ઠાવાળી શ્રીષભદેવસ્વામીની મૂર્તિ ઉદેપુ૨ના બાલાના મંદિરમાં છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org