Book Title: Acharanga Sutram Uttar Bhag
Author(s): Tattvadarshanvijay, 
Publisher: Parampad Prakashan

View full book text
Previous | Next

Page 3
________________ કિંચિત્ : 294 જૈન શાસનના જગવિખ્યાત જ્યોતિર્ધર પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રભાવક | સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાની આજ્ઞા-આશિષથી પૂ. આચાર્ય ભગવંત શ્રી. રામચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના પ્રવચનપ્રભાવક શિષ્યરત્નો પૂજ્ય મુનિપ્રવર શ્રી મોક્ષરતિવિજયજી મ.સા. અને પૂજ્ય મુનિપ્રવર શ્રી તત્ત્વદર્શનવિજયજી મ. સા.નો વિ.સં. ૨૦૫૫ અષાઢ સુદ છઠે ચાતુમસ પ્રવેશ થયો ત્યારથી આનંદોલ્લાસની લહેર ફરી વળી હતી. અષાઢ સુદ ૬ના રવિવારે વિશાલ માનવ મહેરામણથી સુશોભિત ભવ્ય ચાતુમાસ પ્રવેશ પ્રસંગે શ્રીફળ + ૧૪ રૂ. સંઘપૂજનથી મંગલ કાર્યોનો સિલસિલો શરૂ થયો, સામૂહિક દશવિધ યતિધર્મ તપ અને અન્ય રવિવારીય અનુષ્ઠાનોમાં અકલ્પનીય ઉત્સાહ વરતાતો ગયો. પૂજ્યપાદ સ્વ. પરમતારક ગુરુદેવશ્રીની આઠમી સ્વગરિોહણ તિથિ પ્રસંગે બૃહદ્ અષ્ટોત્તરી. સ્નાત્ર સહ પંચાલિકા મહોત્સવ સાથે અભૂતપૂર્વ ગુણાનુવાદ સભા, સંઘપૂજન, પ્રભાવના સુંદર થયા. | શ્રી ભરતભાઈ શાંતિલાલ શ્રોફ પરિવાર આયોજિત શ્રી શત્રુંજ્ય તીર્થની ભરચક ભાવયાત્રા પ્રસંગ તથા શ્રી વીરચંદજી જાદવજી દોશી વડોદરા પરિવાર આયોજિત શ્રી સ્વૈભણ પાર્શ્વનાથ પ્રભુના વિકમ સર્જક ૩૧૪ અઠ્ઠમ તપની ભાવોલ્લાસ પ્રેરક આરાધના તથા સામુદાયિક અષ્ટ પ્રકારી મહાપૂજાનું ભવ્ય દિવ્ય આયોજન થયું. પવિિધરાજમાં વિપુલ સંખ્યામાં નાના બાળકોએ કરેલી અઢાઈ ૧૧-૧૬-૩૦-૩૨ ઉપવાસની ભીખ તપસ્યાઓ થઈ. આ સર્વેમાં શિરર સ્થાને શ્રી બાબુલાલ ફૂલચંદ શાહ પરિવાર આયોજિત શ્રી ઉપધાનતપ પણ ૩૦ વર્ષ બાદ ખંભાતના આંગણે થતાં ૩૦૦ની સંખ્યામાં આરાધકો જોડાયા. ૨૫૦ જેટલી સંખ્યામાં માળારોપણનો પ્રસંગ પણ અતિ ભવ્ય અને અવિસ્મરણીય બની ગયો. ઉપધાન તપના વરઘોડા શાસનપ્રભાવક રહ્યો અને છેલ્લે શિખર પર કળશ સમાન છ'રી પાલક યાત્રા સંઘનું આયોજન ( કાન્તિલાલ સોમચંદ ચોકસી પરિવાર આયોજીત) ખંભાત-રાળજ તીર્થની યાત્રા સંઘ ખંભાત- વટાદરા તીચનો યાત્રા સંઘ અને છેલ્લે ખંભાતથી સિદ્ધાચલ તીર્થનો છ'રી પાલક યાત્રા સંઘે ચાર ચાંદ લગાવી દીધા. . ખંભાત શહેરને અને અન્ય શહેરોમાં વસતા ખંભાતી જેનોને ભાવિત પ્રભાવિત અને અહોભાવિત કરી જનાર વિ. સં. ૨૦૫૫ની સાલના શાનદાર યાદગાર યશસ્વી તેજસ્વી ચાતુમતિની સ્મૃતિમાં ભગવદ્ વાણી સ્વરુપ શ્રી આચારાંગસૂત્રના દ્વિતીય ભાગને પુનઃ પ્રકાશિત કરતાં આનંદ અનુભવીએ છીએ. % વિ.સં. ૨૦૫૬ માગશર સુદ ૨ ..લી. તપગચ્છ અમર જૈન શાળા સંઘ, ટેકરી, ખંભાત.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 250