Book Title: Acharanga Sutram Purv Bhag Author(s): Tattvadarshanvijay, Publisher: Parampad Prakashan View full book textPage 3
________________ કિંચિત છે જૈન શાસનના જગવિખ્યાત જ્યોતિર્ધર પૂજ્યપાદ ગુરુદેવ આચાર્યદિવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પપ્રભાવક કુપાવતાર ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાની આજ્ઞા-આશિષ લઈને અમારે આંગણે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્નો પૂજ્ય મુનિપ્રવર શ્રી મોક્ષરતિવિજયજી મ. અને પૂજ્ય મુનિપ્રવર શ્રી તત્ત્વદર્શનવિજયજી મ. વિ.સં. ૨૦૫૪ની સાલે ચાતુમસ પધાર્યા અને એ સાથે એમના દૈનિક પ્રવચનથી અમારે ત્યાંના વિશાલ આરાધક વર્ગના હર્દયમાં શ્રી જિનવચનો પધાય. આરાધકોના તીવ્ર આગ્રહથી પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીજીની આજ્ઞાપૂર્વક માત્ર પાંચ જ વર્ષમાં તેઓશ્રીનું આ બીજું ચોમાસું હોવા છતાં પુખરાજ રાયચંદ આરાધના ભવનનો વિશાલ વ્યાખ્યાન હોલ અને ગેલેરી શ્રોતાઓથી ભરચક થતાં હતાં. સામુદાયિક શ્રી પાર્શ્વજિનગણધર તપ અને અન્ય તપશ્ચયઓિમાં આરાધકો ઉમટી પડ્યા હતા. પર્યુષણા દરમિયાન તો કેટલાય શ્રોતાઓને જગ્યાના અભાવે નિરાશ થવું પડ્યું હતું. પર્યુષણા પછી બે શ્રી જિનભક્તિ મહોત્સવો થયા. આ મહોત્સવમાં ભક્તોની ભીડ પહેલેથી છેલ્લે સુધી રહી. અવિસ્મરણીય આ ચાતુમસની સ્મૃતિ ચિરસમય સુધી રણક્યા કરશે. તે બન્ને પરમોપકારી પૂજ્યોના ચતુમસની સ્મૃતિં નિમિત્તે અમારા જ્ઞાનદ્રવ્યની ઉપજમાંથી પરમપવિત્ર આગમગ્રન્થ “શ્રી આચારાંગસૂત્ર”ના પુનર્મુદ્રણનો મુખ્ય લાભ લેતાં અમે હર્ષ અનુભવીએ છીએ. (લિખિતંગો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આરાધક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શ્રી પુખરાજ રાયચંદ આરાધના ભવનના આરાધકો, સાબરમતી, અમદાવાદ. SHUGHUSHUSHUSHUSUPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 668