Book Title: Aatmsidhi Shastra Author(s): Vasantbhai Khokhani Publisher: Shrimad Rajchandra Gyanmandir View full book textPage 5
________________ શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર આત્મમુક્તિ સ્તોત્ર વિનય પાઠ આજ્ઞા પાઠ વર્તમાનમાં કાળદોષના કારણે સધર્મની વિશેષ હાનિ થવાથી પરમાર્થ પ્રાપ્તિનો જોગ દુર્લભ થતા પ્રયોજનભૂત એવા “અંતમાંર્ગ”નું જ્ઞાન વિચ્છેદ થવાથી સનાતન અને શાશ્વત એવા મોક્ષમાર્ગનો બહુ પ્રકારે લોપ થયેલ છે. જિનના મૂળમાર્ગથી લોકો લાખો ગાઉ દૂર છે. આવા વિષમકાળમાં શ્રી જિનેશ્વરદેવના મૂળમાર્ગના પ્રકાશક પરમકૃપાળુ સદ્દગુરૂદેવ શ્રીમદ્ રાજચંદ્રજી એ, આત્માની પ્રતીતિ અને સિદ્ધિરૂપ, આત્માના છપદની સંક્ષેપ છતાં અગોપ્ય પ્રરૂપણા દ્વારા દર્શનના સારરૂપ “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર”ની રચના કરેલ છે. પરમપદના પંથ સમી આ આત્મસિદ્ધિમાં કોઈપણ પંથ, ગચ્છ કે મતસંપ્રદાયના દાર્શનિક કે વ્યવહારિક ભેદથી પર કેવળ આત્માની મુક્તિ હેતુ શુદ્ધ આત્મસ્વરૂપની ઓળખાણ, આરાધના તથા તેની સિદ્ધિનો મૂળ માર્ગ અચૂક ઉપાય સાથે એક પણે અને અવિરુદ્ધ રૂપમાં આલોકિત થયેલ છે. | હે ! પરમકૃપાળુદેવ, જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો આત્યંતિક ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષોનો મૂળમાર્ગ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના રૂપમાં આપ શ્રીમદ્ અનંતકૃપા કરી અમોને આપ્યો છે; તથાપિ પરમાર્થ માર્ગનું પરમ રહસ્ય છે કે પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેને દઢ નિશ્ચય વર્તે છે તેને જ સત્પષનો આત્મબોધ સમ્યક્ પરિણામી થાય છે. આથી તે આત્મબોધ અમોને સમ્યક્ પરિણામી થાય તે હેતુથી આપના પરમ ઉપકારનું સ્મરણ કરી મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં અત્યંત ભક્તિથી નમસ્કાર કરી આપની આજ્ઞામાં રહેવાનો શુદ્ધ ભાવ દઢ કરી આ આત્મસિદ્ધિ શાસ્ત્ર અર્થાત્ આત્મમુક્તિ સ્તોત્રના મંગલપાઠ માટે, અમો આપની આજ્ઞા આદેશ અને અનુગ્રહની યાચના કરીએ છીએ. સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. ૐ શાંતિઃ [5].Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 254