Book Title: Aatmsidhi Shastra Author(s): Vasantbhai Khokhani Publisher: Shrimad Rajchandra Gyanmandir View full book textPage 3
________________ પ્રસ્તાવના > પરમકૃપાનિધાન શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત “શ્રી આત્મસિદ્ધિ-શાસ્ત્ર’ એટલે સકળ શાસ્ત્રોનો સાર, તત્ત્વજ્ઞાનનો નિચોડ અને વિતરાગનો અગોપ્ય મોક્ષમાર્ગ. પરમકૃપાળુદેવના પરમસખા શ્રી સોભાગભાઈએ “છ પદના પત્રને કંઠસ્થ કરવો કઠિન હોવાથી તેના પદ્યરૂપની પ્રભુ પાસે માંગણી કરી અત્યંત કરુણાશીલ પ્રભુએ એ યાચનાના ફળસ્વરૂપ નડિયાદ નગરમાં માત્ર દોઢ કલાક જેટલા ટૂંકા સમયમાં “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું પ્રાગટ્ય કર્યું. ભગીરથ રાજાએ જેમ સ્વર્ગમાંથી ગંગાનું અવતરણ કરાવ્યું તેમ કૃપાળુ પ્રભુએ વિતરાગ પુરુષોના હૃદયમાં રહેલ માર્ગબોધરૂપી ગંગાનું પતિત જનોનાં ઉદ્ધાર માટે અવતરણ કરાવ્યું. જે પવિત્ર ભૂમિ પર કૃપાળુદેવના પવિત્ર દેહના પરમાણુઓ છૂટા પડ્યા છે ત્યાંથી સંવત ૨૦૫ર (શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર શતાબ્દિ વર્ષ)ના પર્યુષણ પર્વમાં “શ્રી આત્મસિદ્ધિ દશાન્ડિકા મહોત્સવમાં દસ દિવસ સુધી આ ‘આત્મસિદ્ધિ' રૂપી સુરસરિતાનું આચમન આ. શ્રી વસંતભાઈ ખોખાણીએ ખૂબ જ રસપ્રદ, ભાવસભર અને પ્રભાવક શૈલીથી કરાવ્યું. આપશ્રીનો વચનામૃતજીનો અભ્યાસ ખૂબ જ ગહન અને વિસ્તૃત છે જેનો લાભ ભારત વર્ષના અને તેની બહાર વસવાટ કરતા હજારો મુમુક્ષુઓ લઈ ચૂક્યા છે. નાદુરસ્ત તબિયત હોવા છતાં આપ નિત્ય પ્રતિ રાજકોટના મુમુક્ષુઓને સ્વાધ્યાય વર્તુળમાં આપના ગહન અભ્યાસ અને વિશાળ જ્ઞાનનો લાભ આપો છો, જે આપની પરમકૃપાળુદેવના વચનો પ્રત્યેની નિષ્ઠા, પ્રતિબદ્ધતા અને પ્રેમ જ સૂચવે છે. પરમ ઉપકારી રાજપ્રભુના ૧૫૦માં જન્મજયંતિ વર્ષને અત્યંત ઉત્સાહથી અને ભાવપૂર્વક ઉજવવા માટે વિવિધ સંસ્થાઓએ યથાશક્તિ પ્રયાસ કર્યો છે. શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીમંડળે કરેલા આવા જ અનેક પ્રયાસોમાંનો એક વિશિષ્ટ પ્રયાસ એટલે આ. શ્રી વસંતભાઈના ભિન્ન-ભિન્ન અવસરે અપાયેલા સ્વાધ્યાયની અમૂલ્ય રચનાઓના પુસ્તકરૂપી ચાર પુષ્પથી બનેલા પુષ્પગુચ્છને પ્રભુચરણે અર્પણ કરવાનો છે. જેનું પ્રથમ પુષ્પ એટલે ‘અપૂર્વ અવસર', બીજુ પુષ્પ “શુદ્ધ સમક્તિનું સરનામું – આત્માના છ પદ અને ત્રીજુ પુષ્પ એટલે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર.” શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના પરમ પાવન ૧૫૦માં જન્મદિને, જે દિવસે પ્રભુ આ અવનીમાં અવતર્યા તે જ દિવસે એટલે કે કારતક સુદ પૂર્ણિમાના દિવસે જ તેમની આ અમૂલ્ય અને ચમત્કારી કૃતિ પરના પુસ્તકનું વિમોચન કરતા અમે અત્યંત ગૌરવ તથા હર્ષની લાગણી અનુભવીએ છીએ. [3]Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 254