Book Title: Aatmsidhi Shastra Author(s): Vasantbhai Khokhani Publisher: Shrimad Rajchandra Gyanmandir View full book textPage 9
________________ હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ; તેહ મતાર્થી લક્ષણો, અહીં કહ્યાં નિર્પક્ષ. ૨૩ મતાથ લક્ષણ બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય; અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. ૨૪ જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ; વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. ૨૫ પ્રત્યક્ષ સગુરુયોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ; અસદ્ગુરુને દઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. ૨૬ દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; માને નિજ મત વેષનો, આગ્રહ મુક્તિનિદાન. ૨૭ લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. ૨૮ અથવા નિશ્ચયનય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોપે સદલ્યવહારને, સાધન રહિત થાય. ૨૯ જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈ; પામે તેનો સંગ જે, તે બૂડે ભવમાંહી. ૩૦ એ પણ જીવ મતાર્થમાં, નિજ માનાદિ કાજ; પામે નહિ પરમાર્થને, અન-અધિકારીમાં જ. ૩૧ નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય; સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. ૩૨ લક્ષણ કહ્યાં મતાર્થીનાં, મતાર્થ જાવા કાજ; હવે કહું આત્માર્થીનાં, આત્મ-અર્થ સુખસાજ. ૩૩ [9]Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 254