Book Title: Virahani no Ek Anubhav vishesh
Author(s): Hiraben R Pathak
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Catalog link: https://jainqq.org/explore/230235/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વિરહિણનો એક અનુ ભાવવિશેષ શ્રીમતી હીરાબહેન રા૦ પાઠક આપણા દેશનું શૃંગારરસનું–તેમાં યે વિરહોત્કટતાનું–રસિક કાવ્યસાહિત્ય મબલખ પ્રમાણમાં છે : * પ્રાચીન તેમ જ મધ્યકાલીન બન્ને પ્રકારનું એટલે કે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને અમુક સમય સુધીના ગુજરાતીનો તેમાં સમાવેશ થાય છે. વળી આપણું ઘણીખરી પ્રાદેશિક ભાષાઓ સંસ્કૃતમાંથી ઉદ્દભવેલી હોઈ કેટલીક જે અતૂટ પરંપરા તેમાં જળવાઈ રહી છે તેમાં રસોચિત વૈવિધ્ય સાથે, તેની ભાવભંગિઓમાં અનુભાવ વગેરેની એક સમાન નિરૂપણઆયોજનાને અવિચ્છિન્ન તંતું ચાલ્યો આવતો જણાય છે; જે આપણું કાવ્યની, શાસ્ત્રની અને તેથી યે આગળ આપણી સંસ્કૃતિની એક અનોખી મુદ્રા પ્રગટ કરી આપે છે. અર્વાચીન શૃંગાર સાહિત્ય પશ્ચિમ તેમ જ અન્ય બળોથી પ્રભાવિત હોઈ, તેની મુદ્રા નિરાળી છે. વિરહનું આ સમગ્ર કાવ્યસાહિત્ય પાર વિનાનું છે–એક મહાનિબંધની ગુંજાશવાળું છે–એટલે તે તમામ તો ક્યાંથી જોઈ શકાય? અહીં માત્ર, આ લખાણનું મથાળું સૂચવે છે તે મુજબ, તેનો એક વિશિષ્ટ અંશ જ જોઈ શકાય; અને તે પણ, આપણા પ્રાદેશિક કાવ્યસાહિત્યની કેટલીક પરંપરાનું મૂળ જેમાં પડેલું છે તેવી તે પ્રકારની સંસ્કૃત કવિતાના પરિચયની ભૂમિકા ઉપર–તેના સંદર્ભમાં–તે જેવું ક થશે. - ભરતે સંસ્કૃત સાહિત્યમાં નાયિકાની વિવિધ અવસ્થા સૂચવતાં મુખ્ય આઠ પ્રકારો–વાસસજજ, વિરહોલ્ડંહિતા, સ્વાધીનપતિકા, કલહાન્તરિતા, ખડિતા, વિપ્રલબ્ધા, પ્રોષિતભર્તૃકા અને અભિસારિકા આપેલા છે. પાછળથી તેના અન્ય પ્રભેદો ઠીકઠીક સંખ્યામાં પડેલા છે; એટલું જ નહિ, તેને અન્ય વર્ગીકરણ જોડે સાંકળવામાં આવ્યા છે. ભારતનું આ વર્ગીકરણ શૃંગારદષ્ટિએ નાયકને અવલંબીને નાયિકાને ઉદ્ભવેલા રતિભાવ પરથી રચાયેલું છે, જે તેને આપેલા પારિભાષિક નામકરણથી સ્પષ્ટ થઈ જાય છે. અહીં આપણે જે નિરૂપણ જેવાનાં છીએ તેમાં વિરહોન્કંઠિતા અને પ્રોષિતભર્તકા ઉપરાંત વિપ્રલબ્ધા અને અન્ય નાયિકાનો સમાવેશ થઈ શકે, કારણ, ઓછામાં ઓછું, જ્યાં કૃષ્ણ નાયકરૂપે હોય Page #2 -------------------------------------------------------------------------- ________________ વિરહિણીનો એક અનુભાવવિશેષ : ૨૭૩ તેવા આપણા દેશના સાહિત્યમાં નિરૂપિત ગોપીઓની દશા કેટલીક વેળા વિપ્રલખ્યાની છે, તો કેટલીક વેળા ખંડિતાની પણ જાય છે, કારણ, વિપ્રલન્ધા ગાયાને કારણે વંચિતા છે; તો ખંડિતાને માટે પતિ કે પ્રિયનું અન્યગમન તે વિરહનું અને અન્યોપભોગ બાદનું આગમન તેના માનખંડનનું કારણ છે; જ્યારે કલહાંતરિતા, પતિના કરેલા અવમાનને કારણે પશ્ચાત્તાપ અનુભવતી પતિસ્નેહવંચિતા છે. આ પાંચે પ્રકારની નાયિકાની સ્નેહદશાનું એક સમાન તત્ત્વ તે વિરહ છે. એ વિરહ, તેનાં સ્વરૂપ, સમય અને ગુણબળની કક્ષામાં અલગ પ્રકારનો ને તરતમ કોટિનો હોય, એ સ્વાભાવિક છે; કેમકે આ નાયિકાઓનાં વિરહનાં નિમિત્તકારણો અલગઅલગ હોઈ, તેમની અવસ્થા ચે નિરનિરાળી છે. એટલે આપણે અહીં મુખ્યત્વે પ્રોષિતભર્તૃકા અને વિરહોત્કંઠિતાના વિરહને જ જોઈશું એમ નિશ્ચિતપણે નહિ કહી શકાય. તેનું એક બીજું કારણ પણ છે. અહીં આપવા ધારેલાં કેટલાંક અવતરણો તે પ્રકીર્ણ સુભાષિતો–દુહાઓગાથાઓ છે, જે સંદર્ભેરહિત હોવાને કારણે, તેમાંથી નાયિકાનો પ્રકાર અવશ્ય કળાય જ, એમ નહિ. એટલે વધારે ચોક્ક્સપણે વિષયને આડે બાંધી લેવા માટે એમ કહીશું કે જ્યાં નાયક અને નાયિકા ઉભયાનુકૂલ છે—મનોમેળવાળાં—અનુરક્ત છે, પણ બાહ્ય પરિસ્થિતિ પ્રતિકૂળ છે, તેમના વિરહની અભિવ્યક્તિનું એક સામાન્ય સ્વરૂપ આપણે તપાસીશું. એ દિષ્ટએ, તેવાં ઉદાહરણો જેમાંથી સહેલાઈથી મળી શકે તેવી નાયિકાઓ વિરહોત્કંઠિતા અને પ્રોષિતભર્તૃકાને લેખી શકાય. માટે સહુ પહેલાં, આપણે વિરહોત્કંઠિતા અને પ્રોષિતભર્તૃકાની વ્યાખ્યાથી પરિચિત થઈએ, કારણ, આપણે જોવા ધારેલ અવતરણો તે બન્નેની—તે તેમાં યે પ્રોષિતભર્તૃકાની—અવસ્થા દેખીતી રીતે વ્યક્ત કરી આપશે. ભરતે કથેલી વિરહોત્કંઠિતાની વ્યાખ્યા જોઈ એ ઃ अनेककार्यव्यासङ्गाद्यस्या नागच्छति प्रियः । तस्यानुगमदुःखार्ता विरहोत्कंठिता मता ॥ અર્થાત “અનેક કાર્યના રોકાણને લીધે જેનો પ્રિય આવતો નથી તેથી ઉદ્ભવતા દુ:ખથી આર્ત તે વિરહોત્કંઠિતા મનાય છે. ’ ભરતની વ્યાખ્યાથી સાહિત્યદર્પણકારની વિરહોત્કંઠિતાની વ્યાખ્યામાં જરા ફેર છે. તે કહે છે : “ આવવાની ઇચ્છા કરેલી છતાં, દૈવે કરી જેનો પ્રિય આવી શકતો નથી તેના ન આવવાથી જે દુ:ખિત હોય તે વિરહોત્કંઠિતા કહેવાય.” ૧ વિશ્વનાથે દેવની પ્રતિકૂળતા કહી, સ્પષ્ટ રીતે નાયકની પત્નીપ્રવણુતા બતાવી છે, જે ભરતની વ્યાખ્યામાં નથી. પણ ઉભયના નિરૂપણમાં નાયિકાનો વિરહસંતાપ નિશ્ચિત છે. ~~~ભરતનાટ્યશાસ્ત્રમ્, અધ્યાય ૨૪, શ્લોક ૨૦૬. પ્રોષિતભર્તૃકાની વ્યાખ્યા તેના સ્વરૂપોલ્લેખસહિત ભરતે નીચે મુજબ આપી છે गुरुकार्यान्तरवशाद्यस्या विप्रोषितः प्रियः । सा रूक्षालककेशान्ता भवेत्प्रोषितभर्तृका ॥ १ आगन्तुं कृतचित्तोऽपि देवान्नायाति यत्प्रियः । तदनागमदुःखार्ता विरहोत्कंठिता तु सा ॥ ૦૨૦૧૮ —એજન, ૨૪મો અધ્યાય, શ્લોક ૨૧૧. —વિશ્વનાથપ્રણીત સાહિત્યદર્પણ, તૃતીય પરિચ્છેદ, શ્લોક ૮૬. Page #3 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચર્થી અર્થાત– “કોઈ બીજા ગુરુ કહેતાં મહત્વના કાર્ય અર્થે જેનો પ્રિય પ્રવાસે ગયો હોય અને જેના કેશ ઋક્ષ અને સ્ટા પડી ગયા હોય (કેશસંસ્કારવિનાની હોય) તે પ્રોષિતભર્તક છે.” ત્યારે સાહિત્યદર્પણકાર તે વધારે ટપણે પ્રગટ કરીને કહે છે : “નાનાવિધ કાર્યવશાત જેનો પતિ દર દેશ ગયો હોય તેથી કરીને કામપીડાર્તિ નાયિકા તે પ્રોષિતભર્તૃકા કહેવાય.” ર ભાનુદત્ત મુજબ હેરાનગતે પ્રેરિ સંતાવ ચાલુ ઘોષિતમાં ૩ મતિરામે એ જ ભાવાર્થ હિન્દીમાં આમ મૂકી આપ્યો છે : “ના વિજ પહેરામે વિરદ વિવાતિય હોય.” (૨૦ ર૦ : ૧૧૧). આ મુજબ શાસ્ત્રનિરૂપિત ઉભય નાયિકાઓનું વિરહસ્વરૂપ છે. ભરતે વર્ણવેલ આ અષ્ટનાયિકાપ્રકારને સાહિત્યદર્પણકારે ચાલુ રાખેલ છે. દશરૂપકમાં પણ તે છે. એ બન્ને ગ્રન્થો ભરતના નાટ્યશાસ્ત્ર બાદ રચાયા છે એટલું જ નહિ, એ બને ગ્રંથોમાં ભારતના નાયિકા પ્રકાર ઉપરાંત નવા નાયિકાભેદોનાં વર્ગીકરણ ઉમેરાયાં છે અને તે ભારતના વર્ગીકરણને લાગુ પાડેલાં છે, જે આપણે પછીથી જોઈશું. આ નાયિકાઓ, વિરહને કારણે, જે અનુ' કહેતાં પશ્ચાદ્ધત કાયિક, માનસિક આહાર્ય (વેશને લગતા) તથા વાચિક અભિવ્યક્તિનાં પ્રયોજક પરિણામો- ગિતો અનુભવે તેને અનુભાવ કહે છે. આ અનુભાવો, નાયિકાના ભાવરૂપ કારણનાં, પ્રત્યક્ષ થતાં ગિતો-કાર્યો છે. હિન્દી સાહિત્યકોશમાં કોઈ દેવ’ની અનુભાવ વિશેની નીચે મુજબ વ્યાખ્યા છે: જિનકો નિરખત પરસ્પર રસકો અનુભવ હોઈI ઇનહીંકો અનુભાવપદ કહત સયાને લઈ | આવા અનુભવો અસંખ્ય છે. પણ આપણે તેમાંથી એક વિશિષ્ટ અંશ જેવા ધાય છે; અને તે નાયિકાના એક જ અંગને લગતા મર્યાદિત અનુભાવો જોઈશું. આ અંગે તે હાથ છે–ગુજરાતીમાં આપણે જેને આખા હાથ લેખે ઓળખીએ છીએ તે. તેનાં ઉપાંગો છે બાહુ, કોણી, કાંડું, હસ્ત ને કરતલ તથા આંગળીઓ. નાયિકાનાં એ અંગોનું સ્વરૂપ એટલે કે દશા, તેનો વિન્યાસ તેમ જ તેના કાર્યોવડે જે અનુભાવો સર્જાય તે તેની વિરહદશાના દ્યોતક છે. પ્રથમ આપણે સંસ્કૃત કવિતામાંથી તેવા નમૂના પર ઊડતી નજર નાખીએ. ત્યાં અને પ્રાકૃત ઇત્યાદિમાં તે મુખ્યત્વે અતિશયોક્તિઅલંકાર તથા ઉક્ષા, પરિણામ અને કાવ્યલિંગ ઈત્યાદિ અલંકારોની ભંગીવડે નિરૂપાયા છે. આવાં અવતરણોનો સંચય અભ્યાસીને સંસ્કૃત સંદર્ભગ્રંથ “સુભાષિતરત્નભાંડાગારમ માં પ્રત્યેક નાયિકાવિભાગ હેઠળ સાહિત્યમાંથી તારવી લઈ મૂકેલો જોવા મળશે. તે જોઈએ તે પહેલાં, કાવ્યપ્રકાશકારે અમરુશતકનો એક શ્લોક, પ્રોષિતભર્તુકાના દષ્ટાંતરૂપે તેવા અનુભાવના વર્ણનવાળો હોઈ ટાંકયો છે તે લઈએ: प्रस्थानं वलयैः कृतं प्रियसखैरौरजस्रं गतं धृत्या न क्षणमासितं व्यवसितं चित्तेन गन्तुं पुरः। यातुं निश्चितचेतसि प्रियतमे सर्वे समं प्रस्थिता गन्तब्ये सति जीवित ! प्रियसुहृत्सार्थः किमु त्यज्यते ॥ –કાવ્યપ્રકાશ, ઉલાસ ૪, શ્લોક ૩૫. २ नानाकार्यवशायस्या दूरदेशं गतः पतिः । सा मनोभवदुःखार्ता भवेत्प्रोषितभर्तृका ॥ –એજન, તૃતીય પરદ, શ્લોક ૮૪. ૩ હિન્દી સાહિત્યકોશ: ખોષિતપતિકા (નાયિકા), પૃ. ૪, ૪ એજન. Page #4 -------------------------------------------------------------------------- ________________ તેનો ગુજરાતી અનુવાદ ** વિરહિણીનો એક અનુભાવિશેષ “ વ્હાલાં કંકણ નીસર્યાં, વહી રહ્યાં ચોધાર આંસુ, ઘડી એસી ના રહી ધીર, આગળ જવા ચિત્તે થયું આકળું; જાવાનો કરતાં વિચાર પિયુજી સાથે બધાં નીકળ્યાં, જાવું છે જીવ ! તો પછી ક્યમ જવા દે સાથ વ્હાલાંતો ?” અહીં એ પ્રોષિતભર્તૃકા બને તે પહેલાં જ, એને “ હૈડે તે શોષ ન માય રે ” એવી વિરહદશા અને તેને અંગેના અનુભાવો ઉદ્ભવ્યા. તેમાં નાયિકાનો હાથ દૂબળો પડતાં ને વલય મોઢાં પડતાં ઊતરી જવા લાગ્યાં; એવો, હાથને લગતો અનુભાવ છે. અહીં વલયવડે નાયિકાનું ક્ષીણુત્વ–ક્ષામપણું સૂચવાયું છે. આપણે આગળ જોઇશું કે આ વલયવડે સૂચવાતી ક્ષીણતાનું પરિમાણ ઠેરઠેર—બધા સાહિત્યમાં હોવાનું માલમ પડે છે. સાથેસાથે આપણને મેદૂતનો નાયક યક્ષ, પત્નીવિરહને કારણે નવજીચભ્રંશરિત્તપ્રોષ્ઠઃ અવસ્થા અનુભવતો બતાવાયો છે, તેનું સ્મરણ થાય; અથવા વિરહોત્કંઠિત રાજા દુષ્યન્તના • જ્ઞસ્તાન વચ્ ’નું પણ સ્મરણ થાય. તેમ છતાં એકંદર વિરહિણીના નિરૂપણની તુલનાએ નાયકના વિરહનું નિરૂપણ જૂજ હોય એ સહજ છે. આ વલયો પણ એ સ્થાનના નિર્દેશક બનીને આવે છે. એક, બાવડા પરનું, જેને આપણે બાજુબંધ તથા કડું કહીએ છીએ. બીજું, કાંડા પર રમતું—કંકણસ્વરૂપનું. ખાવડા પરના વલય અંગેનું એક કૃષ્ણ પ્રત્યેના પ્રેમનું સુંદર અવતરણુ એ સંદર્ભગ્રંથમાં છે; અને તે પ્રોષિતભર્તૃકા ગોપીની કૃશતાનું અતિશયોક્તિ અલંકારમાં વર્ણવાયેલું. કેવળ ગુજરાતી ભાષાન્તર જોઈએ—શક્ય તેટલા મૂળ સંસ્કૃત શબ્દની રજૂઆતથી, તેની કાવ્યસુવાસ જળવાઈ રહે તે રીતે જોઈ એ ઃ — કાવ્યપ્રકાશ, ગુજરાતી અનુવાદ, ગુજ॰ પુરાતત્ત્વ મંદિર ગ્રંથાવલિ. હરિના પ્રયાણથી, એ સુબ્રૂની કમળની કળીઓની પાંખડીઓથી બનાવેલી માળા અને મોતીના હારનો કંદોરો નીચે સરી પડ્યાં. અને વધુમાં કહીએ તો...” જુઓ મૂળ સંસ્કૃતમાં— 66 r : ૨૫ अन्यद् ब्रूमः किमपि धमनी वर्तते वा न वेति ज्ञातुं बाहोरहह वलयं पाणिमूलं प्रयाति ॥ એટલે કે, “ એની નાડી ચાલે છે કે નહિ તે જોવાને માટે (બાવડા પરનું) વલય છેક પાણિમૂલ-કાંડા સુધી પહોંચી ગયું.’ "" —′ સુભાષિતરત્નભાંડાગારમ’, પ્રોષિતભર્તૃકા ખંડ, શ્લોક ૮૪. અહીં વલય, બાહુ–બાવડા પરનું છે; અને તો જ ચમત્કૃતિવાળી અતિશયોક્તિ નીપજી શકી છે, કેમકે, કવિનો આશય એમ કહેવાનો છે કે છેક ખવડેથી સરતુંસરતું તે કાંડાલગી ઊતરી આવ્યું એટલી કૃશ થઈ ગઈ ! અહીં અતિશયોક્તિ સંગે સજીવારોપણ સુભગપણે સંયોજાયો છે, જે કવિતાની માત્રાને દુહરાવી આપે છે. ખીજે એક સ્થળે ખેદસૂચક હસ્તમુખવિન્યાસવડે કાયિક અનુભાવ વર્ણવાયો છે, અને સાથેસાથે ત્યાં, હાથ પરના અલંકારરૂપે મૃણાલના વલયનું નિરૂપણ છે. મોતીઓની સાથે હરીફાઈ કરતાં એવાં પાપોમાંથી ગરતાં આંસુઓનાં બિન્દુસમૂહથી મહાદેવના અટ્ટહાસ્યનું અનુકરણ કરતા હારાવલિરૂપ ભૂષણને હૃદય પર રાખી, કુમળા મૃણાલના વલયથી Page #5 -------------------------------------------------------------------------- ________________ ર૭૬ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રન્થ અલંકૃત થયેલા હાથ ઉપર મુખને ગોઠવીને આયતાક્ષી બાલે! ક્યા પુણ્યશાળીને તું સ્મરી રહી છે?” –સંરકૃત–મરાઠી સુભાષિત કોશ, ખંડ દુસરા, પ્રકરણ ૩૧, પ્રવાસ વિરહ ઈ. વિભાગ. અહીં વિરહિણનો વલયાભૂષિત હસ્ત જોયો, તો એક અન્ય બ્લોકમાં ખિન્ન વિયોગિની પ્રિય પ્રયાણને કારણે આભરણેને અંગે સુદ્ધાં અડાડતી નથી તે જણાવતાં કહ્યું છે: પીનસ્તનકલશ પર લહેરાતા હારને ધારણ કરતી નથી અને વીંટીને પણ (આંગળી વડે) સ્પર્શતી નથી.” –સુભાષિત, વિયોગિન્યા અવસ્થાવર્ણનમ , શ્લોક ૪૨. તે પછી, પોતે જ પોતાના બાહુને આશ્લેષતી એક વિરહોત્કંઠાનું, તેની ઉત્સુક દશાનું વર્ણન જુઓ : પ્રિયનો સંગ સૂચવતા ફુરણવાળી એવી વામબાહુ લતાને, પુલકથી મુકુલિત બનેલાં અંગોવાળી તે વિયોગિની, પુનઃ પુનઃ આશ્લેષે છે, જુએ છે અને ચૂમે છે.” –એજન, શ્લોક ૯. એક શ્લોકમાં નાયિકાની વિરહવ્યગ્ર દશા સુંદર રીતે નિરૂપાઈ છે. તે નીચે જણાવ્યા મુજબ ચન્દ્રની શીતલતાના સંતાપ હાથથી દૂર કરતી હોય છે : કોઈ એક કૃશાંગી, વનનાં વૃક્ષોની છાયામાં વિસામો લેતી લેતી, હાથથી પકડી રખાયેલા ઉત્તરીયથી ચન્દ્રનાં કિરણોને નિવારતી નિવારતી ચાલતી હતી.” –એજન, શ્લોક ૧૬. પ્રસ્તુત અવતરણમાં હાથના ઉપયોગ વડે વિરહદશા સૂચવાઈ છે, તો એક અન્ય શ્લોકમાં તેથી વિપરીતપણે–એટલે કે હાથનો ઉપયોગ ન કરીને–નિષેધાત્મક અનુભાવવડે વિરહ વ્યક્ત થાય છે ? “સાસુ જે પદ્મદલ આપે છે તેને પોતાના હાથથી ગ્રહે તો તેના ચચરાટથી તે બળી જાય એવી આશંકાએ તે હાથથી ન લેતાં ભૂસંજ્ઞાથી સ્વીકારે છે.” –સુભાષિત, પ્રોષિતભર્તૃકાવર્ણનમ, શ્લોક ૮૭ પણ આ હાથ અને તેની આંગળીઓને આથી વિશેષ રસિકપણે ને સર્જનાત્મકપણે પ્રયોજવાનું સંસ્કૃત કવિઓએ કરેલું છે! યક્ષપત્ની વિશેન મેઘદૂતનો પેલો પ્રસિદ્ધ ક– शेषान्मासान्विरहदिवसस्थापितस्यावधेर्वा विन्यस्यन्ती भुवि गणनया देहलीदत्तपुष्पैः । –ઉત્તરમેઘ, શ્લોક ૨૪ (પૂર્વાર્ધ પંક્તિઓ) અથવા તેથી આગળ– मत्साहश्यं विरहतनु वा भावगम्यं लिखन्ती। –એજન, શ્લોક ૨૨.૫ જુઓ કીલાભાઈ ઘનશ્યામ અનુવાદિત મધદૂતમાંથી ઉપરની પંકિતઓનું ભાષાંતર : પર પહેલાં બાંધી અવધમહીં જે માસ બાકી રહેલા. બેઠી હશે ગણતી કુસુમો મૂકીને ઉંબરામાં.” પત્ર “ કલ્પી મારી કૃશ છબી, હશે કાઢતી ચિત્રમાંહે.” Page #6 -------------------------------------------------------------------------- ________________ વિરહિણનો એક અનુભાવવિશેષ : ૨૭૭ આમ હાથવડે ઉંબરે ફૂલો મૂકીને અવધિસમય ગણતી અથવા પ્રિયનું ચિત્ર આલેખતી–સર્જતી નાયિકા કેમેકેમે પોતાના વિરહવસમા દિવસો વિતાવતી નજરે પડે છે. પણ જેને કદાચ રીતસર અક્ષરજ્ઞાન નહિ કે અ૮૫ હશે એવી નાયિકા માટે પ્રિયપ્રયાણના દિવસો ગણવાની તો ખાસ એક અન્ય રૂઢિ હતી અવધિદિવસોની રેખાઓ ભીંત પર આંકવાની ને પછી ગણવાની! પણ એક શ્લોકમાં એ આંકેલી રેખાઓને ન ગણવાનું–નકારાત્મક નિરૂપણ તેની વિરહભીરુતાનું સૂચક છેઃ “ ઝરણાંની જેમ વહેતાં આંસુઓથી જેનાં લમણાં ધોવાયાં છે એવી એ બાલા અવધિના દિવસોની સંખ્યાની રેખાઓ કે છે ખરી, પણ ગણતી નથી—એવી આશંકાથી, રખે ને અવધિ-દિવસ વીતી જાય!” - સુભાષિત, વિયોગિન્યા અવસ્થાવર્ણનમ, શ્લોક ૬. અહીં નાયિકાનો પોતાનો ભય પ્રગટ થયો છે, તો પ્રાકૃત સાહિત્યની એક ગાથામાં નાયિકા અર્થે તેની સખીઓનો ઉચાટપૂર્વકનો ભય પ્રગટ થયો છે, એટલું જ નહિ, તે નાયિકાથી અજાણપણે સખીકૃત્ય બજાવી તેને મિથ્યા ધારણ આપી રહી છે : ઓહિદિસહાગમાસ કિરીહિ સહિઆહિં કલિહિઆઓ દો તિણિ તહિં ચિએ ચોરિઆએ રેહા પુસિજર્જતિ ” અર્થાત—“અવધિના દિવસો પૂરા થતાં એનું આગમન થશે કે કેમ એવી આશંકા ધરતી સખીઓ ભીંત પર દોરેલી (દિવસ સૂચક) રેખાઓમાંથી બેત્રણ ચોરીછૂપીથી ભૂંસી નાખે છે.” આ અવધિરેખા વિશેની વિશેષ સુંદર બીજી બે પ્રાકૃત ગાથાઓ આ રહી ઃ ઝંઝા-વાઉત્તિણિઅ-ઘર-વિવર–પલોટ્ટ-સલિલ ધારાહિં. કુલિહિઓહિ-દિઅહં રખઈ મુધ્ધા કરઅલેહિ.” “ઝંઝાવાતથી છાજ ઉડાડી દેવાયાને કારણે ઘરનાં વિવરમાંથી, એટલે કે છાપરાનાં બાકોરાંમાંથી, પડતી સલિલધારાથી ભીંત પર આળખેલી અવધિ-દિવસની રેખાઓનું, મુગ્ધા કરતલવડે રક્ષણ કરે છે.” આ ગાથા ખેતીપ્રધાન જીવનરીતિના પરોક્ષ સૂચનવડે વિરહભાવને વ્યક્ત કરે છે. જેમ આજે ને તેથી વિશેષ જૂના સમયમાં વર્ષારંભ પૂર્વે ઘર પરનું છાજ સરખું કરવામાં આવતું, જેથી વરસાદના જલથી ઘરનો અંદરનો ભાગ સુરક્ષિત રહી શકે. પણ જે ગૃહસ્થ તે સમયે પ્રવાસે હોય તેનું જ ઘર જર્ણ છાજવાળું હોય ને? તેવા ગૃહવાળી પ્રોષિતભર્તૃકાનું અનુકંપા જગાડે તેવું આ તાદશ ગતિમાન ચિત્ર છે. અહીં એકાકિની વિરહિણીનું મુશળધાર વર્ષારાત્રી સમયની નોધાર અવસ્થાનું અને પ્રિયને કારણે જીવ ટકાવી રાખ્યાનું હૃદયદ્રાવક ચિત્ર નથી ? નહિતર શા માટે તે વર્ધાજલથી પોતાને ઉવેખીને રેખાઓનું રક્ષણ કરે? કેટલું બધું વિશિષ્ટ વીગતરેખ અને ભાવસભર ચિત્ર! જાણે કે સાક્ષાત રંગરેખાસંપન્ન તેજછાયામિશ્ર ચિત્ર ! અથવા કહો કે ચિત્રને કાવ્યની પરિભાષા સાંપડી ! તો એક બીજી એવી ભાવપ્રબલ ગાથા : અજજ ગત્તિ, અજર્જ ગત્તિ, અજર્જ ગત્તિ, ગણિરીએ પઢમે ચિએ દિઅહધે કુ રેહાહિ ચિત્ત લિઓ. અર્થાત—““આજ ગયો', “આજ ગયો, “આજ ગયો’ એમ ગણીગણીને પહેલા દિવસના અર્ધભાગમાં જ તેણે) રેખાથી ભીંત ચીતરી મૂકી !!” અહીં “આજ ગયો’ એ પદ માત્ર ત્રેવડાવીને, નાયિકાના મનના તીવ્ર રટણ દ્વારા વિરહના તાજા ઘાની બળતરા કેટલી ભારપૂર્વક પ્રગટ કરી છે ! ભાવની સ્વકીય પ્રબળતાએ સ્વભાવોકત નિરૂપણથી Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૮: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચન્થ સચોટતા સાધી છે અને વાચિક તેમ જ કાયિક બને અનુભાવથી ભાવની વેધકતા-માર્મિકતા સરળતાથી સિદ્ધ થઈ શકી છે. હવે અવધિ દિવસોની ઉત્સુક ગણતરીનો, એક અપભ્રંશ સાહિત્યનો દુહો જોવાનો રહે છે. હેમચંદ્રના વ્યાકરણના અવતરણરૂપે તે ત્યાં ટાંકેલો છે? “જે મહુ દિણ દિઅહડી દઈએ પવસંતેણી તાણ ગણુંતિએ અંગુલિઉ જજજરિઆઉ નહેણા” અર્થાત –“પ્રવાસે જતાં પ્રિયતમે મને (અવધિના) જે દિવસો દીધેલા, તે ગણતાં (ગણતાં મારી) આંગળીના નખ જર્જરિત થઈ ગયા.” –સિદ્ધહેમ ગત અપભ્રંશ વ્યાકરણ, સંપાદક હ૦ ચુભાયાણી, ૫૦ ૬. સંભારો મીરાંના બેએક પદની કંઈક આવા જ-મળતા આવતા અનુભાવવાળી પંક્તિ : “આઉ આઉં કર ગયા સાંવરા, કર ગયા કૌલ અનેક ગિતા ગિતા ધિસ ગઈ રે મ્હારા આંગલિયારી રેખ.” –સસ્તું સાહિત્ય સંપાદિત મીરાંબાઈનાં ભજનો, પદ ૧૩૨. મીરાંની આમાંની પહેલી પંક્તિનો બીજે પાઠ, અન્ય સંગ્રહોના આ જ પદમાં, નીચે મુજબ મળે છે : “સાવન આવન કહ ગયા બાલા, કર ગયા કૌલ અનેક” તો એક બીજા, વિરહના ઉચ્ચારવાળા ને શબ્દમાધુર્યવાળા પદમાં પેલી બિના ફરી પાછી આવે છે? “દેશવિદેશ સંદેશ ન પહુંચ, હોય અંદેશા ભારી : ગિનતા ગિનતા ધિસ ગઈ રેખા, આંગુરિયાકી સારી : અજહૂં ન આયે મુરારી.” –“મીરાંબાઈ–એક મનન', લેખકઃ મંજુલાલ મજમુદાર એવી આ મીરાંની પંક્તિઓનો ભાવસગડ છેક અપભ્રંશ સાહિત્યમાંથી મળી આવે છે. વિરહના આવા સંતાપથી કેવળ નાયિકા જ બળઝળી નથી, તેના સંબંધક જડ પદાર્થો પણ જળે તેવું આગળ આવેલા કમળના દષ્ટાંતે પ્રતીત કર્યું. હેમચન્દ્રના વ્યાકરણના વળી એક અપભ્રંશ દુહામાં એ અન્ય પદાર્થનો ઉલ્લેખ થયો છે–પણ, પણ તેને જડ કેમ કહેવાય? કારણ તે તો નાયિકાનો સૌભાગ્યસૂચક ચૂલો હોઈ વિશેષ જતનને યોગ્ય ! વિરહવ્યથાના આકરા સંતાપથી અને પછી અશ્રુજળથી તે સિંચાય, તો નંદવાઈ જ જાય ને ! એ વૈજ્ઞાનિક બિનાને આધારે, તેની જાતને વિરહવ્યથાથી વારી લેવા અહીં સમજાવાયું છે: “ચુડુલ્લી ચુણીહોઇસઈ મુધ્ધિ કવોલિ નિહિત્તઉ| સાસાનલ–જાલ-ઝલકિકાઉ બાહ–સલિલ–સંસિત્તઉં !” અર્થાત–મુગ્ધા! ગાલ નીચે (= ગાલે) રાખેલો (ને તેથી) નિ:શ્વાસાગ્નિની ઝાળથી તપી ગયેલો (અને) અશ્રુજળથી સીંચાયેલો (તારા) ચૂડલો ચૂરો બની જશે.” સિદ્ધહેમગત અપભ્રંશ વ્યાકરણ, સંપાદક : હ૦ ચુત ભાયાણી, પૃ. ૫૮. Page #8 -------------------------------------------------------------------------- ________________ વિરહિણનો એક અનુભાવવિશેષઃ ર૭૯ આ ઉપરાંત નાયિકાની વિરહદશાએ અલ્પચેતન પદાર્થના પ્રતિભાવો યે જગાડ્યા છે એક પ્રાકૃત ગાથાનું દૃષ્ટાંત : “પાસાકી કાઓ ઋદિ દિણું પિ પહિઅઘરિણીએ સંત–કર લોગલિઅ-વલએ મઝ–દ્વિએ પિંડે.” અર્થાત—“પથિકની ગૃહિણીએ આપેલો (અને) જે નમતા હાથમાંથી સરી પડેલા કંકણ વચ્ચે રહેલો એવો બલિપિંડ (તેને) ફાંસાની આશંકાથી કાગડો (ખાવા) ઇચ્છતો નથી.” - એથી યે આગળ નાયિકા સાથે સંબંધ ધરાવનાર જીવંત, વિશિષ્ટ–અરે! વિશેષપણે કહીએ તો એક ઉગ્ર વ્યક્તિનો પ્રતિભાવ-સમભાવ જાણવા જેવો છે ! જુઓ ગાથા : અઈકોવણા વિ સાસુ આવિઆ ગાવાઈઅસોહાએ પાઅ–પડણોણઆએ દોસુ વિ ગલિએસુ વલએસુ ” અર્થાત–પગે પડવા નમી ત્યારે બંને કંકણુ સરી પડતાં, પ્રોષિતપતિકાએ ઉગ્ર સ્વભાવની સાસુની આંખમાંયે આંસુ આણી દીધાં!” આવાં, વલયે સૂચવેલી ક્ષીણતાનાં ભાતભાતનાં ચિત્રો સંસ્કૃત, પ્રાકૃત વગેરે તમામ સાહિત્યમાંથી સાંપડે છે. કેટલાંક તો ઘણાં સુંદર છે. એક ભાવસુંદર ગાથામાં પ્રોષિતભર્તુકાની મુગ્ધ મૂંઝવણ તળે ચંપાયેલો-દબાયેલો તેને વિવાદ ઘણું સુકુમાર ભાવથી–તેની મૃદુ વાણીથી પ્રગટ થાય છે. કૌતુક અને વિષાદથી, તે પોતાની પરથી અન્ય પ્રોષિતપતિકાઓની કૃશતાની સંભાવના કરી, અંતે તો પોતાનો જ વિરહ વ્યક્ત કરતી હોય છે! ત્યાં સર્વને ઓથે પોતાનો ભાવ વ્યક્ત કરતી એ નાયિકાનો અર્ધરસ્ફટમુગ્ધ વિવાદ સવિશેષ વેધક બને છે : સહિ! સાહસુ સભાવેણુ પુષ્ટિમો કિં અસેસ મહિલાણું વતિ કર-ઠિઅ રિયા વલઆ દઇએ પલ્વમિ. એટલે કે—“હે સખી! કહે તો ખરી, હું સાચે જ પૂછું છુંશું પ્રિયતમ પ્રવાસે જતાં બધી ય સ્ત્રીઓનાં કંકણ (આમ) હાથમાં પડ્યાં પડ્યાં જ મોટાં થઈ જતાં હશે ?” એક બીજે છે વલયનો સંદેશદુહો : “સંદેશા ગુણ વત્તડી હું કહિવા અસમર્થ એકઈ વલઇ જાણિજ્યો, સન્માણ બે હથ.” અર્થાત “હે પ્રિય! હું સંદેશામાં ગુણકથા કહેવા અસમર્થ છું. માત્ર એટલું જાણજે કે એક જ વલયમાં મારા બન્ને હાથ હવે સમાઈ જાય છે.” પણ આ દુહાની પહેલાં, બરાબર આ જ અર્થનો–કહેવાપૂરતા શબ્દ ફેર–અપભ્રંશ સાહિત્યનો દુહો જોવા મળે છે. તેની પછી ઉપરનો દુહો રચાયો છે. એ દુહો ૧૩મી સદીના અબ્દુલ રહમાનકૃત સદેશરાસક માં છે. પ્રસ્તુત અવતરણમાં પોતાના બન્ને હાથો એક જ વલયમાં સમાઈ જવાની કૃશતા ૬ જુઓ સંદેશરાસક– “ સંદેશડઉ સવિસ્થરઉ હઉ કહણડ અસત્ય ભણ પિય ઇકત બલિયડ બે વિ સમાણ હO.” | ૮૦ // એટલે કે “સંદેશો સવિસ્તર (છે એટલે) હું કહેવા અસમર્થ છું. કહેજે પિયને (હ) એક જ વલયમાં બે ય હાથ સમાઈ જાય છે.” Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચન્થ પ્રત્યક્ષ કરી છે. એવી સંપૂર્ણ—સોએ સો ટકાની, અને તે ય સમાન અંગોની તુલનાવડે વ્યંજિત થતી એ કશતા છે. પણ પોતાનાં બે જુદાં જુદાં અંગો વડે સૂચવાતી તુલનાત્મક ક્ષામતાના નિરૂપણનો એક સંદેશાસકનો બીજો–આગળનાની પડખે જ મૂકેલો દુહો છે : સંદેશsઉ સવિત્થર૩, પર મઈ કશું ન જાઈ જે કાલગુલિ મુંદડઉ સો બાહડી સમાઈ | ૮૧ | એટલે કે “સંદેશો સવિસ્તર (છે) પણ મારાથી કહ્યો ન જાય. જે ટચલી આંગળીની મુદ્રિકા તે બાહુમાં સમાઈ જાય છે.” આ ને આ કૃશતાની બિના મીરાંના એક પદમાં, તેની આગળ આવેલી પંક્તિને કારણે વિશેષ તીવ્રતાથી કહેવાઈ છે ? માંસ ગેલે ગલ છાજિયા રે, કરક રહ્યા ગલ આહિ; આંગલિયારી ચૂંદડી વ્હારે આવણા લાગી બાંહી.” –મીરાંનાં પદો, સંપાદકઃ ભૂપેન્દ્ર ત્રિવેદી, પૃ. ૧૮૬, પદ ૨૧ (પાંતરવાળું) આપણે જોયાં એ દષ્ટાંતોમાં તો, એક કે વિભિન્ન પ્રકારનાં પણ નાયિકાનાં પોતાનાં ને પોતાનાં જ બે અંગોને સમીપ મૂકી બતાવી તુલનાથી ક્ષીણતા પ્રત્યક્ષ કરી. પણ એથી છે એક દુશ્યમ દષ્ટાંત, જેણે વિશેષ ચમત્કૃતિ સાધી છે. કોઈ એક પરંપરાના રાધાકૃષ્ણવિરહના માસના સાંભળેલા ગીતની તે પંક્તિઓ છે? “મહા મહિને મન મારું, મળવાને મન અકળાય રે; હરિની ટચલી આંગળીકરી મુંદ્રિકા, મારી દશે આંગળીયો સમાય રે; હો રામ ! શ્રીકૃષ્ણ દ્વારકામાં જઈ રહ્યા.” અહીં કૃષ્ણની એક અને તે ય ટચલી–જે ટચૂકડી આંગળી, તેની બરાબર પોતાની દશ આંગળીઓની, પરસ્પર સંગેની તુલનાથી ક્ષીણતાની માત્રા ઘેરી બની છે. અને એ અતિશયોક્તિ, વિરહતીવ્રતાની બાઢ બતાવે છે. હવે એક છેલ્લો વલય વિશેનો, વિરહ અને મિલનની ભાવસંધિવાળો હેમચંદ્ર ઉદ્દત કરેલો અપભ્રંશ સાહિત્યનો પ્રચલિત સુંદર દુહો જોઈએ: વાયસ ઉઠ્ઠાવતિઅએ પિઉ દિઠઉ સહસત્તિ, અદ્ધા વલયા મહિહિ ગય, અદ્ધા સુદ તડત્તિ” કામચલાઉ ગુજરાતીમાં વાયસને ઉડાડતા પિયુ દીઠો સહસાજ, અર્ધ વલય મહી પર અને અર્ધ તડાક તૂટત. હવે રહે છે છેવટે જોવાનો એક હસ્તાવલંબી અનુભાવ ? અને તે પત્રલેખનનો. શાકુન્તલમાં વિરહોસ્પંદિતા શકતલાનો “ શકોદરસુકુમાર નલિનીપત્ર” પરનો પત્રલોક આપણે વાંચ્યો છે. એટલું જ નહિ, મીરાં જેવીના પદમાં પ્રોષિતભર્તૃકા વિશેના પરદેશ વસતા પિયુને “લિખિલિખિ ભેજત બાંતી”ના Page #10 -------------------------------------------------------------------------- ________________ વિરહિણીનો એક અનુભાવિવશેષ : ૨૮૧ ઉલ્લેખ યે જાણીએ છીએ. એ મીરાંના એક ખીજા, સંગ્રહિત નહિ થયેલા અને પહેલી જ વાર પ્રસિદ્ધ થતા પદમાં હસ્તવડે થતા પ્રત્યક્ષ પત્રલેખનનો ઉલ્લેખ મળે છે તે આપણે જોઇ એ : પદ ૧. રાગ સોરઠ * · *સે લિખું, લિખાયો ન જાય, પતીયાં; કૈસે લિખું કલમ ભરત મેરો કર કંપત હૈ, હિયો રહ્યો. થરરાય––પતીયાં વાત કરું તો મુઝે ખાત ન આવૈ, મૈણુ રા ઝરરાય—પતીયાં મીરાં કે પ્રભુ ગિરધર નાગર, રહી ૢ મધુ પર છાય-— પતીયાં ૭ ’ 1 3 કિત્તો શાહીમાં બોળવા માટે ઉપાડેલો કર કંપે છે અને હાથ સાથે હૈયું પણ થરકે છે : એવી વિરહઅમૂંઝણ અનુભવતી નાયિકા છે. આપણી પ્રાચીન કાળની સામાજિક સ્થિતિ અને સ્ત્રીનું અપ અક્ષરજ્ઞાન છતાં પત્રલેખનને પણ વિરહિણીનો એક સ્વાભાવિક હસ્તાવલંબી અનુભાવ લેખી શકાય. २ અહીં આપણે સંસ્કૃતથી માંડી ગુજરાતી સાહિત્યના હસ્તાવલંખી વિવિધ અનુભાવોનાં અવતરણો જોયાં. તેમાં નાયિકાનો શોકસંતાપ, કૃશતા, આભરણો અંગે ય ન અડાડવા જેવું તેમ જ જગતના પદાર્થો ન ભોગવવા જેવું ઉત્કટ અસુખ, મિલનોત્સુકતા, અવધિદિવસોની ઉત્સુકતાપૂર્વકની ગણતરી કે ન ગણુવાની વિરહભીરુતા, વિરહવર્ધક પદાર્થોં પ્રતિ અભાવ, પત્રસંદેશ, પ્રિયમિલનની આરત અને તેને અભાવે તેના ઉપસ્થિત કરેલા આભાસથી થતું સુખ ને તેય રચવાની નાનાવિધ રીતિઓ—આવા વિરહનિવેદનના ભાતભાતના ભાવોની—કહો કે અનુભાવોની રંગપૂરણી થયેલી છે. આવી ભાવસમૃદ્ધિને કારણે રસશાસ્ત્રની દૃષ્ટિએ શૃંગારનું રસ તરીકે આધિક્ય સ્વીકારાયું છે; અને તેમાંયે વિયોગના ભાવને વિશેષ આધિક્ય મળે એ સહજ નથી ? આ વિજન્ય અપ્રાપ્ય પ્રેમ તીવ્ર ઝંખનાની તીક્ષ્ણ સરાણે ચઢીને વેદનાના અવિરત ધસરકા વેઠીવેઠીને તેમાંથી આવા કોઇક શ્લોકગાથાદુહાગીતરૂપે જે તિખારવા ઉડાડે છે તે જ શૃંગારને સંવેદનાની ધારવડે સહેજ કરે છે. માનસશાસ્ત્રની દૃષ્ટિએ અવરોધને કારણે ‘વેદનાના માધ્યમ વડે પ્રેમને પણ ગરિમા પ્રાપ્ત થાય છે.’ એ ગરિમા પાછળ જેટલી ભાવની તીવ્રતા વેધકતા-માર્મિકતા રહી છે, તેટલી ખીજી બાજુથી એનાં અન્તર્ગત વર્ણનોમાં અધિક ભાવાત્મક વિસ્તારની સમૃદ્ધિ ય રહી છે. વિરહને કારણે ઉદ્ભવતી ભાવાકુલતા, ભાવિડ્વલતા, શારીરિક ઉદ્વેગ તેમ જ વર અને દુર્બળતા પાણુતા ૪૦ વ્યાવિ, માનસિક ક્લેશ, સંતાપ, વ્યથા, પીડા, વેદના (આ બધા શબ્દો સમાનાર્થી છતાં, આ સંદર્ભમાં તે વિવિધ અર્થચ્છાયાઓથી યોજાય છે), વિવિધ ઋતુઓના ઉદ્દીપક સ્વરૂપથી જન્મતા પ્રતિભાવો, વિયોગસમ્બન્ધિત ૧૦-૧૧ દશાઓ જેવી કે અભિલાષ, ચિન્તા, સ્મૃતિ, ગુણકથન, ઉદ્વેગ, પ્રલાપ, ઉન્માદ, વ્યાધિ, જડતા, મૃતિ અથવા મૃત્યુ અને મૂર્છા—આ અને આવી વિવિધ સ્થિતિઓનું સુંદર વ્યંજનાપૂર્ણ સંવેદક ચિત્રણ–અંકન થયેલું છે. વિરહનિવેદનના સાહિત્યનિરૂપણમાં આવી સભર અને સંતર્પક વિવિધતા છે. વળી, આપણે જોયેલા એક વિશિષ્ટ અંશમાં પણ સારી એવી ભાવસમૃદ્ધિ છે. ૭ લેખનું નામ : પ્રાચીન દેશીભાષાગ્રથિત પ્રકીર્ણ સાહિત્ય; સંપાદક : મુનિશ્રી જિનવિજયજી; ‘ ભારતીય વિદ્યા’ ( સંશોધનવિષયક હિંદી-ગુજ૰ ત્રૈમાસિક પત્રિકા), વર્ષ ૧, અંક ૪. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ અને આમ છતાં એમ નથી જણાતું કે આપણી તમામ ભાષાઓમાં તેની રજૂઆત એક વિશિષ્ટ અને સમાન નિરૂપણરીતિથી ાવ પામી છે? કંઇક નવીન કાવ્યાત્મક-ચમત્કૃતિસહિત એ જ અંગ, અંગસંચાલન કે એવી તેની કોઈ દશાથી વિરહભાવ વ્યકત થયો છે? ઉપર્યુક્ત ઉદાહરણો તેનો પુરાવો છે. આ પ્રમાણે એકસરખી નિરૂપણુપરંપરા પાછળ કંઈ કારણ? આગળ કહ્યું તેમ સમાન સંસ્કૃતિથી તે મુદ્રાંકિત છે. ભારતવર્ષે જેવા વિશાલ દેશની એક સમાન સંસ્કૃતિ પાછળ, સૈકાઓ લગી તેનું સમાન પ્રકારનું સમાજજીવન એકધારું ચાલુ રહ્યું હતું, જે આપણને ખબર છે. મુસલમાનોનાં આક્રમણો છતાં તેના હાડમાંથી તે કદી હચમચી ઊઠયું નહોતું. છેક અંગ્રેજોના–પશ્ચિમના સંપર્ક પછી જ તેમાં ઊથલો આવ્યો. ત્યાં લગી દેશ, વ્યાપક એવા રૂઢિનિયંત્રિત અને ધર્મશાસ્ત્રબદ્ધ જીવનાચારવડે ટકી રહ્યો હતો, ટકી રહેવા મથ્યો હતો. અને છાપખાનાંના પ્રચારની શક્યતા ન હોવાથી સમાજની એ રૂઢિપરસ્તી તે શાસ્ત્રપરસ્તીને પોષણ મળ્યું. જે કંઈ નવો ઉન્મેષ સમાજજીવનમાં ઉત્પન્ન થતો તે ધીમી, પણ સ્થિર ગતિએ પ્રસરતો. તેને રૂઢ બનતાં સારો એવો સમય પસાર થતો. એટલે તે જો પ્રાણબળવાળો હોય તો ભલે ધીરે ધીરે પણ એકથી બીજે સ્થળે પ્રચાર પામી પ્રસરતો ને વતો; ને સંસ્કૃતિના બળરૂપે સચવાતો. એટલે શરૂ થયેલી કોઈ પણ લઢણુ પ્રમાણે ચાલવામાં મહિમા ગણાતો. વળી મુદ્રણયંત્રની નીપજરૂપ મુદ્રા જેટલી નિશ્ચિત અની, રૂઢ થઈ, પછી અપખે પડી લોકરુચિમાંથી ઊતરી જાય, તેવું બનવા પામતું નહિ, આ રૂઢિહિમાને કારણે કવિને ય કોઈનું લઈ ને ચાલવામાં, આજે લાગે છે તેવી, નાનમ જણાતી નહિ. કોઈ સભર નદી જેમ સ્થળે સ્થળેથી એકઠા થતા ભરપટ્ટે કાંપ સાથે આગળ ચાલે, તેવું જીવનકવનની રસમની બાબતમાં અનતું. આ રૂઢ પરંપરાનું આત્યંતિક સ્વરૂપ તે જૂનાં કાવ્યોમાં આવતાં–મુકાતાં રૂઢ યાદીરૂપ વર્ણનો છે; જે આપણી મધ્યકાલીન સાહિત્યની અનેક કૃતિઓમાં બેઠાં ને એમાં મૂકી દેવાતાં, અને તેમાં શિષ્ટમાન્ય વિદ્વત્તા લેખાતી. પ્રેમાનંદ જેવો પણ અમુક સદ્ય ને હદ અંશે તેમ કરવામાંથી બાકાત રહ્યો નથી. આ જ કારણે વિરહસાહિત્યની, આપણે જોઇ તેવી નિરૂપણપરંપરાને ટકાવી રાખી હતી. પણ તેનું સાચું સાહિત્ય રૂઢ છતાં નિર્જીવ નથી તેની પ્રતીતિ આપણને અહીંનાં અવતરણોથી થઈ છે અને તે જ આપણી સંસ્કૃતિની જીવંત મુદ્રા છે. આ પૂરું કરીએ તે પહેલાં, સંસ્કૃત કાવ્યશાસ્ત્રના નાયિકાભેદના વર્ગીકરણ અંગે એક સંશયપ્રશ્ન, અભ્યાસી સમક્ષ વિશેષ નિરીક્ષણપરીક્ષણ માટે મૂકી જોવો આવશ્યક જણાય છે. તે પહેલાં, આપણા કાવ્યશાસ્ત્ર વિશે એક બાબત કહી દેવી જોઈ એ કે તેની એકંદર યોજનામાં જે સૂક્ષ્મ તેમ જ સારી એવી માનસશાસ્ત્રીયસમાજશાસ્ત્રીય સૂઝ રહેલી છે તે તેની તત્ત્વવિમર્શ શક્તિને આભારી છે. આપણા કાવ્યશાસ્ત્રકારો ષગ્દર્શન અને તેમાંના ન્યાય વગેરેના અ ંગ અભ્યાસી હોઈ પ્રબળ એવી પ્રમાણુશાસ્ત્રની શિસ્તમાં પલોટાયેલા હતા. ને તેથી તેમની કાવ્યશાસ્ત્રપ્રવૃત્તિ સહર હોઈ નિઃશંક ટકી રહેશે. પ્રશ્ન છે પ્રોષિતભર્તૃકા અથવા પ્રોષિતપતિકા નાયિકા અંગેનો. આગળ જોઈ ગયા તેમ ભરતે વર્ણવેલા અષ્ટ નાયિકાપ્રકારો ઉપરાંત નાયિકાના અન્ય પ્રકારના ભેદો પાછળથી ઉમેરાયા અને તેને લાગુ કરાયા છે, કારણ, સમાજજીવનની ઘટનાઓ કાવ્યમાં ઝિલાતી, તો કાવ્ય પરથી શાસ્ત્રે તેવાં નવાંનવાં વર્ગીકરણો જેમજેમ સૂઝતાં જાય તેમ રચવા માંડ્યાં. આમ, સ્વીયા કે સ્વકીયા, પરકીયા અને સામાન્યાના પ્રકારનું એક વર્ગીકરણ ભરતના વર્ગીકરણબાદ જોવા મળે છે. અને ભરતના પ્રત્યેક પ્રકારને પેલા ‘લાલ પીળો ને વાદળી' જેવા ત્રણે પ્રકાર લાગુ પાડેલા છે. આપણા મુદ્દાપૂરતું સ્પષ્ટ કરીએ તો, કાવ્યશાસ્ત્ર સ્વીકારેલ છે તે મુજબ પ્રોષિતભર્તૃકાને સ્વકીયા, પરકીયા તે સામાન્યા——એવા ત્રણે પ્રકારના વર્ગીકરણ હેઠળ મૂકી શકાય એવું એને વિક્ષિત જણાય છે. પણ એમ Page #12 -------------------------------------------------------------------------- ________________ વિરહિણીને એક અનુભાવવિશેષઃ ૨૮૩ એક વર્ગીકરણને બીજું વર્ગીકરણ દરવેળા ને સાંગોપાંગ લાગુ પડી શકે ખરું? અને લાગુ પડતાં, દરવેળા તેમાં સુસંગતિ જળવાય ખરી? આ પ્રશ્નની દૃષ્ટિએ, ભરત અને તેની પછીના કાવ્યશાસ્ત્રીઓનાં વર્ગીકરણોના યોજેલા સંબંધની ચકાસણી થવી જોઈએ, જે ઊંડો અભ્યાસ માગી લે તેવું છે. અહીં આપણે સહેજ ઊડતી નજરે ભરત અને પાછળથી થયેલા સાહિત્યદર્પણકાર વિશ્વનાથની વ્યાખ્યા વડે તપાસી જેવા પ્રયત્ન કરીએ, જે વ્યાખ્યાઓથી આગળ આપણે પરિચિત થયેલાં છીએ. ભરતના કથન મુજબ જે નાયિકાનો પ્રિય પ્રવાસે છે તે કારણે તે કેશસંસ્કાર વિનાની છે, તો સાહિત્યદર્પણકારના કથન મુજબ, તેથી કરીને તે “મનોભવદુઃખાર્તા” છે, એટલે કે કામાર્ત છે. સાહિત્યદર્પણકારે “પ્રિય'ને બદલે “પતિ” શબ્દ મૂક્યો છે તે લક્ષમાં રાખવા જેવો છે. આ બન્ને વ્યાખ્યાનો એકસાથે વિચાર કરીએ તો પ્રવાસી પતિની વિરહિણી, “સંતાપવ્યાકુલા હોઈ વિકલાંગવેશે છે એમ કહી શકાય. અહીં નાયિકાના વિરહદુઃખનું નિમિત્તકારણ દેશાન્તર ગયેલો નાયક એટલે કે તેનો પોતાનો પતિ છે, કોઈ અન્ય પુરુષ નથી. કારણ વિશ્વનાથની વ્યાખ્યામાં નિશ્ચિતપણે “પતિ” શબ્દ છે. માનો કે તેનો પતિ પ્રવાસે છે અને તે પરકીયા ને સામાન્ય પણ છે. તો ઊલટાનું તેવીને માટે, દેશાન્તરિત પતિનું–ને એથી કરીને પોતાનો માર્ગ મોકળો––અનુકૂળ–થયાનું સુખ હોય કે દુઃખ ? આ એક સાદી સમજમાંથી નીપજતો પ્રશ્ન છે. એક બીજે મુદ્દો : ભરતે આપેલ “પ્રોષિતભર્તૃકા” એવા પારિભાષિક નામલક્ષણ મુજબ, તે પ્રવાસે ગયેલા નાયકની એટલે કે પતિની-ભર્તાની વિવાહિતા પત્ની-નાયિકા છે. પ્રોષિતપતિકા એવો શબ્દ પણ પ્રચલિત છે. તેમાંના આ “ભ” અને ખાસ કરીને “પતિ', એ પર્યાયો શું વિવાહિત દશાના સાંકેતિક શબ્દો નથી? છે. આગળ જણાવી ગયા તે મુજબ નાયિકાભેદનું એ આખું યે વર્ગીકરણ નાયકને અવલંબીને ઉદ્ભવતી નાયિકાના રતિભાવની અવસ્થા પરથી યોજાયું છે. અને એ દૃષ્ટિએ પણ તે, નાયકની વિરહિણી. નાયિકારૂપે જ હોય; સાથે સાથે, તે અન્ય સ્વરૂપ એટલે કે સામાન્યા-કે પરકીયા-સ્વરૂપે કેમ હોય? પણ માને કે એકવાર આપણે વાસ્તવિક જગતમાં તેમ બને માટે કોઈક પ્રોષિતભર્તુકાને પરકીયા કે સામાન્ય લેખવામાં બાધ ન જોઈએ. તો, તે લક્ષમાં લઈને નાયિકાલક્ષણ અને નાયિકા વિશેનાં વર્ગીકરણોનું પરસ્પર-સંકલન (co-ordination) થવું જોઈએ. પણ અહીં વ્યવહારનો પ્રશ્ન પ્રસ્તુત નથી–એટલા માટે કે વ્યવહારથી સાહિત્ય ને શાસ્ત્રનું સ્વરૂપ અલગ પ્રકારનું છે. કારણ વ્યવહારનો અનુભવ અને સાહિત્યનો અનુભવ એક પ્રકારના નથી. અને શાસ્ત્ર સાહિત્યને અવલંબીને ચાલે છે એ દષ્ટિએ કલાકૃતિમાંથી નીતરી આવતા માનવજીવનના નિર્ભેળ સત્યમાંથી આસ્વાદ્ય એવો જે શુદ્ધ ભાવ વ્યક્ત થાય છે તે જોતાં, પ્રોષિતભર્તુકાની સ્વીકાર્ય યોજનામાં એ લોકોએ પરકીયા-સામાન્યાનો કઈ રીતે સમાવેશ કર્યો હશે, તેની તમામ કાવ્યશાસ્ત્રના ગ્રંથમાંથી તુલનાત્મક અભ્યાસ વડે તપાસ કરવા જેવી આ બાબત જણાય છે. કારણ, જે નાયિકા નિભેળપણે પ્રોષિ નું ભાવેદાન્ત છે તે એકીસાથે અન્ય–તેથી વિપરીત –-ચોકઠામાં કેમ બેસી શકે? કારણ, કાવ્યનો ભાવ-અરે ! ભાવસંધર્ષ કે ભાવશબલતા પણુ, શુદ્ધ પ્રકારનાં હોવાં જોઈએ. તે કવિના કે “સમાજના કોઈ પણ વ્યાવહારિક પ્રયોજનથી અબાધિત હોઈ...શદ્ધ સ્વરૂપ”ના હોય તો જ તે અવિદ્યકરપણે આસ્વાદ્ય બની શકે. કાવ્યની તેવાં શુદ્ધ ભાવસત્યો નીપજાવવાની ગુંજાયેશ છે : તેથી જ તેમાંથી તર્કસંગત કાવ્યશાસ્ત્ર ઉદ્ભવી શકયું છે. એટલે, વ્યવહારમાં છે માટે કરીને પ્રોષિતભર્તુકાને પરકીયા વગેરે તરીકે સ્વીકારીએ તો ઉપર્યુક્ત મુશ્કેલી ઊભી થાય. તો પછી શાસ્ત્રમાં તેને આવશ્યક એવા અલગ અલગ વિષયના પાડેલાં નિશ્ચિત આકારવાળાં વર્ગીકરણની ચોકસાઈ રહે નહિ. એવા ભેળસેળિયા વર્ગીકરણને--તેના ખ્યાલને-- રૂઢ કરવામાં ભલીવાર હોઈ શકે નહિ. પછી તે તર્કસંગત–શાસ્ત્રીય વર્ગીકરણ રહી શકે નહિ. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ વળી, માનો કે વાસ્તવિક પરિસ્થિતિને અનુલક્ષીને પ્રોષિતભર્તૃકા માટે પરકીયા વગેરે અવસ્થાની શક્યતા સ્વીકારી લઈ એ તો તેવી નાયિકાનો રતિભાવ શૃંગારના એટલે કે રસના સંબંધનો નહિ, પણ રસાભાસની કોટિનો લેખવો જોઈ એ. કારણ, આપણા કાવ્યાચાર્યોએ કેટલાંક અનુચિત રતિભાવનાં નિરૂપણને રસનિષિદ્ધ લેખ્યાં છે અને તેને રસાભાસની કોટિનાં ગણાવેલાં છે. તેનું યે કારણ છે; આપણી સંસ્કૃતિથી મુદ્રાંકિત આપણી રસરુચિએ નીતિથી વિભકત એવી કલાયોજના કે વર્ગીકરણો સ્વીકાર્યો નથી. માનવસમાજમાં મનુષ્યની નૈતિક દૃષ્ટિનો એક છેડો સર્વજનકલ્યાણના પ્રદેશ સાથે સંબંધિત છે; તો ખીજો છેડો નીતિ સાથે સંબંધિત હોવાને કારણે જ, તે મનુષ્યચેતનાની અત્યંત સુક્ષ્મ ને નાજુક સુરુચિના પ્રદેશ જોડે સંકળાયેલો છે. આપણા કાવ્યશાસ્ત્રે આવી સૂક્ષ્મ કલારુચિ અને જીવન વિશેની પાવિત્ર્યની બુદ્ધિથી પ્રેરાઈ ને દેવ, ગુરુ, માતાપિતા, પશુ વગેરેના એક કે બીજે કારણે અનુચિત શૃંગારનિરૂપણને તેમ જ બહુનાયકવિષયક રતિનો અભિલાષ સેવનારી સ્ત્રીને પણ, શૃંગારરસ નહિ પણ તેના રસાભાસના વિભાવ તરીકે ઠરાવેલ છે. આમ આપણે ઉપર્યુક્ત કોઇપણ પ્રકારના અનુચિત રતિભાવને સૂઝપૂર્વક કુત્સિત લેખી તેને અલગ તારવી, રસાભાસ તરીકે અલાયદું સ્થાન આપ્યું છે. તો પછી, એ દૃષ્ટિએ પરકીયા કે સામાન્યા પ્રોષિતભર્તૃકા શૃંગારરસનો આલંબનનિવભાવ શી રીતે હોઇ શકે ? તો બીજી બાજુ એવી સૂક્ષ્મ રુચિ ધરાવનાર આપણી સંસ્કૃતિએ છેક અંગ્રેજોના આગમન સુધી, બહુનાયિકાવિષયક રતિઅભિલાષ સેવનાર એવા કોઈ નાયકના નિરૂપણને ક્યાંય નિષિદ્ધ લેખ્યું નથી ! સંસ્કૃત સાહિત્યનાં નાટકોમાં કેટલાંય રાજાનાં તેવાં પાત્રો છે તેને પણ આપણી સંસ્કૃતિની એક તાસીર જ સમજવી જોઈ એ ને? આ ઉપરાંત શાસ્ત્ર પણ કાવ્યની જેમ કાવ્યનો અર્થ ઘટાવવા માટે પોતાની પ્રેરણા તેમ જ સામગ્રી, મહદંશે ભલે કાવ્યમાંથી પણ અમુક અંશે જીવનમાંથી—જીવનના નિરીક્ષણમાંથી—વાસ્તવિક પરિસ્થિતિમાંથી ઉપાડે છે અને તે પરથી નમૂનાદાખલ કોઈ આદર્શ રજૂ કરે છે. એટલે કે એ આદર્શ ઘડવામાં શાસ્ત્રને કાવ્ય ઉપરાંત વાસ્તવિક જગતની મદદ લેવી પડે છે. કાવ્ય ઉપરાંત વ્યવહાર જગતમાં નજરે પડતી અનેક પ્રોષિતભર્તૃકાઓમાંથી કોઈક કોઈક તેવી સ્ત્રી અથવા તેનું કોઈક કોઈક લક્ષણ, આદર્શ પ્રોષિતભર્તૃકાના ખરનાં હોઈ શકે. વિચિત્ત પોતાની ભાવજરૂરત મુજબ તે બધાં દૃષ્ટાંતોના સમુચ્ચયરૂપ એક આદર્શભૂત નમૂનો ઉપસાવે છે. શાસ્ત્ર પણ સાહિત્ય અને જીવનનો આશ્રય લઈ, વર્ગીકરણ અથવા વ્યાખ્યા તૈયાર કરે છે. તેવી છૂટકટક નિયકાઓનાં દૈનિદન જીવન પરથી અને સાહિત્યમાં થતા તેના રસદાયી સમર્થન પરથી જેમ કાવ્યશાસ્ત્ર તેમ સ્મૃતિ અને ધર્મશાસ્ત્રો પણ જીવનાચાર ધડે છે. તે મુજબ, પ્રોષિતભર્તૃકા નારી માટે કેટલાક આદર્શ આચારનાં સૂચનો નીચેના પ્રચલિત શ્લોકમાં કરેલાં છે : क्रीडां शरीरसंस्कारं समाजोत्सवदर्शनम् । हास्यं परगृहे यानं त्यजेत्प्रोषितभर्तृका ॥ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, ૧, શ્લોક ૮૪, એટલે કે—‹ પ્રોષિતભર્તૃકાએ ક્રીડા, શરીરસંસ્કાર-પ્રસાધન, સમાજ તથા ઉત્સવ, હાસ્યદર્શન, પરગૃહગમન—તે ત્યજવું.” આ સૂચન પાછળ વાસ્તવિક જીવનનું તથ્ય કંઈક અંશે રહેલું નથી જણાતું ? જો નાયિકા પતિને કારણે વિરહસંતપ્ત નારી હોય તો સ્વાભાવિકપણે ‘ શ્ત્રાવેશાન્તા ’—કેશસંસ્કાર વગેરે વિનાની હોય. માનવસ્વભાવનો આપણો અનુભવ સાખ પૂરે છે કે જે કોઈ વિરહી છે તેનો જીવનરસ કેટલો શોષાઈ જાય છે! અને આ પ્રકારનું વર્ણન જાણે ભાષ્યરૂપે સાહિત્યદર્પણકારની પ્રોષિતભર્તૃકાને—એવી કોઈ Page #14 -------------------------------------------------------------------------- ________________ વિરહિણનો એક અનુભાવવિશેષ : 285 અંતઃપુરવાસિની પતિનિછા કુલવધૂને નથી નિર્દેશકું? તેવી વિરહિણને પછી પાછળથી પરકીયાસામાન્યા તરીકે કેવી રીતે યોજી હશે? એક બાબત ઉમેરવી જોઈએ : ભરતની વ્યાખ્યામાં નાયક માટે “પ્રિય” શબ્દ છે. પણ સાહિત્યદર્પણકારની વ્યાખ્યા સ્પષ્ટપણે નાયકના પતિસ્વરૂપનો બોધ કરે છે, જે આપણે આગળ જોયેલ છે. પણ ભરતના વર્ગીકરણને આ પરકીયાવાળું વર્ગીકરણ પાછળથી લાગુ પાડવામાં આવ્યું છે તે આપણને સાહિત્યદર્પકારના નિરૂપણ પરથી જોવા મળે છે. તેથી જીવનમાં ને સાહિત્યમાં વ્યક્ત થતી વાસ્તવિક પરિસ્થિતિની ભાગને અનુલક્ષીને એટલી વિશેષ વીગત ધીરેધીરે પાછળથી પુરાઈ માલૂમ પડે છે. તો પછી તેવી પ્રોષિતભર્તૃકા જ્યારે પરકીયા કે સામાન્યા હોય ત્યારે રસાભાસનો વિભાવ બને કે શૃંગારનો? એ પ્રશ્ન વિચારવાનો રહે. આમ “પતિ” શબ્દને કારણે સાહિત્યદર્પણમાં વ્યાખ્યાબદ્ધ થયેલી વિરહસ્સાન પ્રોષિતભર્તૃકા, પતિ વિના સિઝાતી સ્વકીયા હોવાનો ખ્યાલ ઉત્પન્ન કરે છે. તેને પછી પરકીયા ઈડ હોવાને કઢંગો સંભવ ઊભો થવાનું કારણ છૂટે છૂટે હાથે અને સમયે થયેલાં જુદાં જુદાં વર્ગીકરણોને એક સમગ્ર યોજનામાં તાણીતૂસીને માનવું? પણ તે સિદ્ધ કરતાં પહેલાં આપણું પ્રાચીન કાવ્યશાસ્ત્રના તમામ ગ્રંથોનો સમયાનુક્રમ મુજબ અને સમાજશાસ્ત્રીય દષ્ટિએ વિસ્તૃત તેમ જ ઊંડો અભ્યાસ થવો જોઈએ. આ મર્યાદિત નિરૂપણવાળા લખાણમાં તેવી સવીગત તપાસ અને તે પરથી થનાર નિર્ણય શક્ય નથી. તેથી માત્ર સંશયપ્રશ્નરૂપે અહીં તેનો નિર્દેશ કર્યો છે. છતાં આ વર્ગીકરણ સંબંધમાં આટલું સૂચન કરી શકાય તેમને સુસંગત રહી શકે તે મુજબ તમામને સાંકળવા જતાં અસંગતિ ઊભી થવાનો ભય રહેલો છે. કારણ, માનવપ્રકૃતિની નિરવધિ—પારાવાર, હરક્ષણે પરિવર્ત પામતી શક્યતાઓ છે. તેને ઝીલનાર સાહિત્યને, તેથી સર્વાગીણપણે અને સર્વ કાલ માટે કોઈપણું વર્ગીકરણના જડ ચોકઠામાં બધી બાજુ બંધબેસતું આવે તે રીતે નિયંત્રિત કરી શકાય નહિ. કારણ, કાવ્ય ભલે તીવ્રતાથી, અને તેની સાથે શાસ્ત્ર પોતાની રીતિએ માનવજીવનનો જે તાગ લેવાનો પ્રયત્ન કરે છે તે અંશત: જ કરી શકે છે. કંઈક આકાશને આચ્છાદવા બિછાવેલા કપડાની મર્યાદા જેવો તેનો ઘાટ છે. એક બાજુ ઢાંકવા જતાં બીજી બાજુ ખૂટે ને ઉઘાડું પડે ! પણ મનુષ્ય, સમગ્ર નહિ છતાં પોતાના મસ્તક ઉપરનું મયૉદિત આકાશ જેમ ઢાંકવાની ચેષ્ટા કરી શકે છે, તેમ કાવ્ય અને શાસ્ત્ર જીવનનું મર્યાદિત આકલન જરૂર કરી શકે. સમયે સમયે તેમાં ફેરફારો કે ઉમેરા થાય. ક્યારેક તે નકામા ય નીવડે. તે સત્યવેધી હોય એટલે બસ. પણ તેથી નિરપેક્ષ, આપણું વિરહસાહિત્યનો અહીં રજૂ થયેલો એક સુકુમારભાવ–કહો કે અનુભાવઅંશ, કાવ્યાનંદ આપી શકે તેવો અભ્યાસીને અવશ્ય જણાશે. ઘણી વેળા કાવ્યનું વિવેચનગુણદર્શન એ રત્નમંજૂષા છે તે આ અર્થમાં કે, વિવેચનનિમિત્તે તેને અનુષંગે સુંદર અવતરણોને એક સ્થાને મૂકી તેની ઝળાંહળાં કાવ્યકાંતિ મનભર માણી શકાય. * * પ્રસ્તુત લખાણ માટે જરૂરી અવતરણો, તેનાં સંદર્ભસ્થાન ને ગ્રંથો વગેરેને મમતાથી ને ચીવટાઈથી સુકર કરી આપનાર નીચેના સજજનબંધુઓનો સઋણ ઉલ્લેખ કરવો ધટે : 1 પ્રાકૃત તથા અપભ્રંશ વગેરે માટે શ્રી હ૦ યુ. ભાયાણ. 2 સંસ્કૃત માટે પ્રો. ગૌરીશંકર ઝાલા તથા ભારતીય વિદ્યાભવનના સંશોધનવિભાગના સંસ્કૃતના અધ્યાપક સુરેશ ઉપાધ્યાય, તથા ત્યાંની સંસ્કૃત પાઠશાળાના શ્રી પુરોહિત. 3 ભારતીય વિદ્યાભવન પુસ્તકાલયના ગ્રંથપાલ શ્રી નયન પંડથા.