SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ વળી, માનો કે વાસ્તવિક પરિસ્થિતિને અનુલક્ષીને પ્રોષિતભર્તૃકા માટે પરકીયા વગેરે અવસ્થાની શક્યતા સ્વીકારી લઈ એ તો તેવી નાયિકાનો રતિભાવ શૃંગારના એટલે કે રસના સંબંધનો નહિ, પણ રસાભાસની કોટિનો લેખવો જોઈ એ. કારણ, આપણા કાવ્યાચાર્યોએ કેટલાંક અનુચિત રતિભાવનાં નિરૂપણને રસનિષિદ્ધ લેખ્યાં છે અને તેને રસાભાસની કોટિનાં ગણાવેલાં છે. તેનું યે કારણ છે; આપણી સંસ્કૃતિથી મુદ્રાંકિત આપણી રસરુચિએ નીતિથી વિભકત એવી કલાયોજના કે વર્ગીકરણો સ્વીકાર્યો નથી. માનવસમાજમાં મનુષ્યની નૈતિક દૃષ્ટિનો એક છેડો સર્વજનકલ્યાણના પ્રદેશ સાથે સંબંધિત છે; તો ખીજો છેડો નીતિ સાથે સંબંધિત હોવાને કારણે જ, તે મનુષ્યચેતનાની અત્યંત સુક્ષ્મ ને નાજુક સુરુચિના પ્રદેશ જોડે સંકળાયેલો છે. આપણા કાવ્યશાસ્ત્રે આવી સૂક્ષ્મ કલારુચિ અને જીવન વિશેની પાવિત્ર્યની બુદ્ધિથી પ્રેરાઈ ને દેવ, ગુરુ, માતાપિતા, પશુ વગેરેના એક કે બીજે કારણે અનુચિત શૃંગારનિરૂપણને તેમ જ બહુનાયકવિષયક રતિનો અભિલાષ સેવનારી સ્ત્રીને પણ, શૃંગારરસ નહિ પણ તેના રસાભાસના વિભાવ તરીકે ઠરાવેલ છે. આમ આપણે ઉપર્યુક્ત કોઇપણ પ્રકારના અનુચિત રતિભાવને સૂઝપૂર્વક કુત્સિત લેખી તેને અલગ તારવી, રસાભાસ તરીકે અલાયદું સ્થાન આપ્યું છે. તો પછી, એ દૃષ્ટિએ પરકીયા કે સામાન્યા પ્રોષિતભર્તૃકા શૃંગારરસનો આલંબનનિવભાવ શી રીતે હોઇ શકે ? તો બીજી બાજુ એવી સૂક્ષ્મ રુચિ ધરાવનાર આપણી સંસ્કૃતિએ છેક અંગ્રેજોના આગમન સુધી, બહુનાયિકાવિષયક રતિઅભિલાષ સેવનાર એવા કોઈ નાયકના નિરૂપણને ક્યાંય નિષિદ્ધ લેખ્યું નથી ! સંસ્કૃત સાહિત્યનાં નાટકોમાં કેટલાંય રાજાનાં તેવાં પાત્રો છે તેને પણ આપણી સંસ્કૃતિની એક તાસીર જ સમજવી જોઈ એ ને? આ ઉપરાંત શાસ્ત્ર પણ કાવ્યની જેમ કાવ્યનો અર્થ ઘટાવવા માટે પોતાની પ્રેરણા તેમ જ સામગ્રી, મહદંશે ભલે કાવ્યમાંથી પણ અમુક અંશે જીવનમાંથી—જીવનના નિરીક્ષણમાંથી—વાસ્તવિક પરિસ્થિતિમાંથી ઉપાડે છે અને તે પરથી નમૂનાદાખલ કોઈ આદર્શ રજૂ કરે છે. એટલે કે એ આદર્શ ઘડવામાં શાસ્ત્રને કાવ્ય ઉપરાંત વાસ્તવિક જગતની મદદ લેવી પડે છે. કાવ્ય ઉપરાંત વ્યવહાર જગતમાં નજરે પડતી અનેક પ્રોષિતભર્તૃકાઓમાંથી કોઈક કોઈક તેવી સ્ત્રી અથવા તેનું કોઈક કોઈક લક્ષણ, આદર્શ પ્રોષિતભર્તૃકાના ખરનાં હોઈ શકે. વિચિત્ત પોતાની ભાવજરૂરત મુજબ તે બધાં દૃષ્ટાંતોના સમુચ્ચયરૂપ એક આદર્શભૂત નમૂનો ઉપસાવે છે. શાસ્ત્ર પણ સાહિત્ય અને જીવનનો આશ્રય લઈ, વર્ગીકરણ અથવા વ્યાખ્યા તૈયાર કરે છે. તેવી છૂટકટક નિયકાઓનાં દૈનિદન જીવન પરથી અને સાહિત્યમાં થતા તેના રસદાયી સમર્થન પરથી જેમ કાવ્યશાસ્ત્ર તેમ સ્મૃતિ અને ધર્મશાસ્ત્રો પણ જીવનાચાર ધડે છે. તે મુજબ, પ્રોષિતભર્તૃકા નારી માટે કેટલાક આદર્શ આચારનાં સૂચનો નીચેના પ્રચલિત શ્લોકમાં કરેલાં છે : क्रीडां शरीरसंस्कारं समाजोत्सवदर्शनम् । हास्यं परगृहे यानं त्यजेत्प्रोषितभर्तृका ॥ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, ૧, શ્લોક ૮૪, એટલે કે—‹ પ્રોષિતભર્તૃકાએ ક્રીડા, શરીરસંસ્કાર-પ્રસાધન, સમાજ તથા ઉત્સવ, હાસ્યદર્શન, પરગૃહગમન—તે ત્યજવું.” આ સૂચન પાછળ વાસ્તવિક જીવનનું તથ્ય કંઈક અંશે રહેલું નથી જણાતું ? જો નાયિકા પતિને કારણે વિરહસંતપ્ત નારી હોય તો સ્વાભાવિકપણે ‘ શ્ત્રાવેશાન્તા ’—કેશસંસ્કાર વગેરે વિનાની હોય. માનવસ્વભાવનો આપણો અનુભવ સાખ પૂરે છે કે જે કોઈ વિરહી છે તેનો જીવનરસ કેટલો શોષાઈ જાય છે! અને આ પ્રકારનું વર્ણન જાણે ભાષ્યરૂપે સાહિત્યદર્પણકારની પ્રોષિતભર્તૃકાને—એવી કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230235
Book TitleVirahani no Ek Anubhav vishesh
Original Sutra AuthorN/A
AuthorHiraben R Pathak
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages14
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy