SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ અને આમ છતાં એમ નથી જણાતું કે આપણી તમામ ભાષાઓમાં તેની રજૂઆત એક વિશિષ્ટ અને સમાન નિરૂપણરીતિથી ાવ પામી છે? કંઇક નવીન કાવ્યાત્મક-ચમત્કૃતિસહિત એ જ અંગ, અંગસંચાલન કે એવી તેની કોઈ દશાથી વિરહભાવ વ્યકત થયો છે? ઉપર્યુક્ત ઉદાહરણો તેનો પુરાવો છે. આ પ્રમાણે એકસરખી નિરૂપણુપરંપરા પાછળ કંઈ કારણ? આગળ કહ્યું તેમ સમાન સંસ્કૃતિથી તે મુદ્રાંકિત છે. ભારતવર્ષે જેવા વિશાલ દેશની એક સમાન સંસ્કૃતિ પાછળ, સૈકાઓ લગી તેનું સમાન પ્રકારનું સમાજજીવન એકધારું ચાલુ રહ્યું હતું, જે આપણને ખબર છે. મુસલમાનોનાં આક્રમણો છતાં તેના હાડમાંથી તે કદી હચમચી ઊઠયું નહોતું. છેક અંગ્રેજોના–પશ્ચિમના સંપર્ક પછી જ તેમાં ઊથલો આવ્યો. ત્યાં લગી દેશ, વ્યાપક એવા રૂઢિનિયંત્રિત અને ધર્મશાસ્ત્રબદ્ધ જીવનાચારવડે ટકી રહ્યો હતો, ટકી રહેવા મથ્યો હતો. અને છાપખાનાંના પ્રચારની શક્યતા ન હોવાથી સમાજની એ રૂઢિપરસ્તી તે શાસ્ત્રપરસ્તીને પોષણ મળ્યું. જે કંઈ નવો ઉન્મેષ સમાજજીવનમાં ઉત્પન્ન થતો તે ધીમી, પણ સ્થિર ગતિએ પ્રસરતો. તેને રૂઢ બનતાં સારો એવો સમય પસાર થતો. એટલે તે જો પ્રાણબળવાળો હોય તો ભલે ધીરે ધીરે પણ એકથી બીજે સ્થળે પ્રચાર પામી પ્રસરતો ને વતો; ને સંસ્કૃતિના બળરૂપે સચવાતો. એટલે શરૂ થયેલી કોઈ પણ લઢણુ પ્રમાણે ચાલવામાં મહિમા ગણાતો. વળી મુદ્રણયંત્રની નીપજરૂપ મુદ્રા જેટલી નિશ્ચિત અની, રૂઢ થઈ, પછી અપખે પડી લોકરુચિમાંથી ઊતરી જાય, તેવું બનવા પામતું નહિ, આ રૂઢિહિમાને કારણે કવિને ય કોઈનું લઈ ને ચાલવામાં, આજે લાગે છે તેવી, નાનમ જણાતી નહિ. કોઈ સભર નદી જેમ સ્થળે સ્થળેથી એકઠા થતા ભરપટ્ટે કાંપ સાથે આગળ ચાલે, તેવું જીવનકવનની રસમની બાબતમાં અનતું. આ રૂઢ પરંપરાનું આત્યંતિક સ્વરૂપ તે જૂનાં કાવ્યોમાં આવતાં–મુકાતાં રૂઢ યાદીરૂપ વર્ણનો છે; જે આપણી મધ્યકાલીન સાહિત્યની અનેક કૃતિઓમાં બેઠાં ને એમાં મૂકી દેવાતાં, અને તેમાં શિષ્ટમાન્ય વિદ્વત્તા લેખાતી. પ્રેમાનંદ જેવો પણ અમુક સદ્ય ને હદ અંશે તેમ કરવામાંથી બાકાત રહ્યો નથી. આ જ કારણે વિરહસાહિત્યની, આપણે જોઇ તેવી નિરૂપણપરંપરાને ટકાવી રાખી હતી. પણ તેનું સાચું સાહિત્ય રૂઢ છતાં નિર્જીવ નથી તેની પ્રતીતિ આપણને અહીંનાં અવતરણોથી થઈ છે અને તે જ આપણી સંસ્કૃતિની જીવંત મુદ્રા છે. આ પૂરું કરીએ તે પહેલાં, સંસ્કૃત કાવ્યશાસ્ત્રના નાયિકાભેદના વર્ગીકરણ અંગે એક સંશયપ્રશ્ન, અભ્યાસી સમક્ષ વિશેષ નિરીક્ષણપરીક્ષણ માટે મૂકી જોવો આવશ્યક જણાય છે. તે પહેલાં, આપણા કાવ્યશાસ્ત્ર વિશે એક બાબત કહી દેવી જોઈ એ કે તેની એકંદર યોજનામાં જે સૂક્ષ્મ તેમ જ સારી એવી માનસશાસ્ત્રીયસમાજશાસ્ત્રીય સૂઝ રહેલી છે તે તેની તત્ત્વવિમર્શ શક્તિને આભારી છે. આપણા કાવ્યશાસ્ત્રકારો ષગ્દર્શન અને તેમાંના ન્યાય વગેરેના અ ંગ અભ્યાસી હોઈ પ્રબળ એવી પ્રમાણુશાસ્ત્રની શિસ્તમાં પલોટાયેલા હતા. ને તેથી તેમની કાવ્યશાસ્ત્રપ્રવૃત્તિ સહર હોઈ નિઃશંક ટકી રહેશે. પ્રશ્ન છે પ્રોષિતભર્તૃકા અથવા પ્રોષિતપતિકા નાયિકા અંગેનો. આગળ જોઈ ગયા તેમ ભરતે વર્ણવેલા અષ્ટ નાયિકાપ્રકારો ઉપરાંત નાયિકાના અન્ય પ્રકારના ભેદો પાછળથી ઉમેરાયા અને તેને લાગુ કરાયા છે, કારણ, સમાજજીવનની ઘટનાઓ કાવ્યમાં ઝિલાતી, તો કાવ્ય પરથી શાસ્ત્રે તેવાં નવાંનવાં વર્ગીકરણો જેમજેમ સૂઝતાં જાય તેમ રચવા માંડ્યાં. આમ, સ્વીયા કે સ્વકીયા, પરકીયા અને સામાન્યાના પ્રકારનું એક વર્ગીકરણ ભરતના વર્ગીકરણબાદ જોવા મળે છે. અને ભરતના પ્રત્યેક પ્રકારને પેલા ‘લાલ પીળો ને વાદળી' જેવા ત્રણે પ્રકાર લાગુ પાડેલા છે. આપણા મુદ્દાપૂરતું સ્પષ્ટ કરીએ તો, કાવ્યશાસ્ત્ર સ્વીકારેલ છે તે મુજબ પ્રોષિતભર્તૃકાને સ્વકીયા, પરકીયા તે સામાન્યા——એવા ત્રણે પ્રકારના વર્ગીકરણ હેઠળ મૂકી શકાય એવું એને વિક્ષિત જણાય છે. પણ એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230235
Book TitleVirahani no Ek Anubhav vishesh
Original Sutra AuthorN/A
AuthorHiraben R Pathak
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages14
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy