________________
વિરહિણીનો એક અનુભાવિવશેષ : ૨૮૧ ઉલ્લેખ યે જાણીએ છીએ. એ મીરાંના એક ખીજા, સંગ્રહિત નહિ થયેલા અને પહેલી જ વાર પ્રસિદ્ધ થતા પદમાં હસ્તવડે થતા પ્રત્યક્ષ પત્રલેખનનો ઉલ્લેખ મળે છે તે આપણે જોઇ એ :
પદ ૧. રાગ સોરઠ
*
· *સે લિખું, લિખાયો ન જાય, પતીયાં; કૈસે લિખું કલમ ભરત મેરો કર કંપત હૈ, હિયો રહ્યો. થરરાય––પતીયાં
વાત કરું તો મુઝે ખાત ન આવૈ,
મૈણુ રા ઝરરાય—પતીયાં મીરાં કે પ્રભુ ગિરધર નાગર,
રહી ૢ મધુ પર છાય-— પતીયાં ૭ ’
Jain Education International
1
3
કિત્તો શાહીમાં બોળવા માટે ઉપાડેલો કર કંપે છે અને હાથ સાથે હૈયું પણ થરકે છે : એવી વિરહઅમૂંઝણ અનુભવતી નાયિકા છે. આપણી પ્રાચીન કાળની સામાજિક સ્થિતિ અને સ્ત્રીનું અપ અક્ષરજ્ઞાન છતાં પત્રલેખનને પણ વિરહિણીનો એક સ્વાભાવિક હસ્તાવલંબી અનુભાવ લેખી શકાય.
२
અહીં આપણે સંસ્કૃતથી માંડી ગુજરાતી સાહિત્યના હસ્તાવલંખી વિવિધ અનુભાવોનાં અવતરણો જોયાં. તેમાં નાયિકાનો શોકસંતાપ, કૃશતા, આભરણો અંગે ય ન અડાડવા જેવું તેમ જ જગતના પદાર્થો ન ભોગવવા જેવું ઉત્કટ અસુખ, મિલનોત્સુકતા, અવધિદિવસોની ઉત્સુકતાપૂર્વકની ગણતરી કે ન ગણુવાની વિરહભીરુતા, વિરહવર્ધક પદાર્થોં પ્રતિ અભાવ, પત્રસંદેશ, પ્રિયમિલનની આરત અને તેને અભાવે તેના ઉપસ્થિત કરેલા આભાસથી થતું સુખ ને તેય રચવાની નાનાવિધ રીતિઓ—આવા વિરહનિવેદનના ભાતભાતના ભાવોની—કહો કે અનુભાવોની રંગપૂરણી થયેલી છે.
આવી ભાવસમૃદ્ધિને કારણે રસશાસ્ત્રની દૃષ્ટિએ શૃંગારનું રસ તરીકે આધિક્ય સ્વીકારાયું છે; અને તેમાંયે વિયોગના ભાવને વિશેષ આધિક્ય મળે એ સહજ નથી ? આ વિજન્ય અપ્રાપ્ય પ્રેમ તીવ્ર ઝંખનાની તીક્ષ્ણ સરાણે ચઢીને વેદનાના અવિરત ધસરકા વેઠીવેઠીને તેમાંથી આવા કોઇક શ્લોકગાથાદુહાગીતરૂપે જે તિખારવા ઉડાડે છે તે જ શૃંગારને સંવેદનાની ધારવડે સહેજ કરે છે. માનસશાસ્ત્રની દૃષ્ટિએ અવરોધને કારણે ‘વેદનાના માધ્યમ વડે પ્રેમને પણ ગરિમા પ્રાપ્ત થાય છે.’ એ ગરિમા પાછળ જેટલી ભાવની તીવ્રતા વેધકતા-માર્મિકતા રહી છે, તેટલી ખીજી બાજુથી એનાં અન્તર્ગત વર્ણનોમાં અધિક ભાવાત્મક વિસ્તારની સમૃદ્ધિ ય રહી છે. વિરહને કારણે ઉદ્ભવતી ભાવાકુલતા, ભાવિડ્વલતા, શારીરિક ઉદ્વેગ તેમ જ વર અને દુર્બળતા પાણુતા ૪૦ વ્યાવિ, માનસિક ક્લેશ, સંતાપ, વ્યથા, પીડા, વેદના (આ બધા શબ્દો સમાનાર્થી છતાં, આ સંદર્ભમાં તે વિવિધ અર્થચ્છાયાઓથી યોજાય છે), વિવિધ ઋતુઓના ઉદ્દીપક સ્વરૂપથી જન્મતા પ્રતિભાવો, વિયોગસમ્બન્ધિત ૧૦-૧૧ દશાઓ જેવી કે અભિલાષ, ચિન્તા, સ્મૃતિ, ગુણકથન, ઉદ્વેગ, પ્રલાપ, ઉન્માદ, વ્યાધિ, જડતા, મૃતિ અથવા મૃત્યુ અને મૂર્છા—આ અને આવી વિવિધ સ્થિતિઓનું સુંદર વ્યંજનાપૂર્ણ સંવેદક ચિત્રણ–અંકન થયેલું છે. વિરહનિવેદનના સાહિત્યનિરૂપણમાં આવી સભર અને સંતર્પક વિવિધતા છે. વળી, આપણે જોયેલા એક વિશિષ્ટ અંશમાં પણ સારી એવી ભાવસમૃદ્ધિ છે.
૭ લેખનું નામ : પ્રાચીન દેશીભાષાગ્રથિત પ્રકીર્ણ સાહિત્ય; સંપાદક : મુનિશ્રી જિનવિજયજી; ‘ ભારતીય વિદ્યા’ ( સંશોધનવિષયક હિંદી-ગુજ૰ ત્રૈમાસિક પત્રિકા), વર્ષ ૧, અંક ૪.
For Private & Personal Use Only
www.jainelibrary.org