SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ વિરહિણીનો એક અનુભાવવિશેષ : ૨૭૩ તેવા આપણા દેશના સાહિત્યમાં નિરૂપિત ગોપીઓની દશા કેટલીક વેળા વિપ્રલખ્યાની છે, તો કેટલીક વેળા ખંડિતાની પણ જાય છે, કારણ, વિપ્રલન્ધા ગાયાને કારણે વંચિતા છે; તો ખંડિતાને માટે પતિ કે પ્રિયનું અન્યગમન તે વિરહનું અને અન્યોપભોગ બાદનું આગમન તેના માનખંડનનું કારણ છે; જ્યારે કલહાંતરિતા, પતિના કરેલા અવમાનને કારણે પશ્ચાત્તાપ અનુભવતી પતિસ્નેહવંચિતા છે. આ પાંચે પ્રકારની નાયિકાની સ્નેહદશાનું એક સમાન તત્ત્વ તે વિરહ છે. એ વિરહ, તેનાં સ્વરૂપ, સમય અને ગુણબળની કક્ષામાં અલગ પ્રકારનો ને તરતમ કોટિનો હોય, એ સ્વાભાવિક છે; કેમકે આ નાયિકાઓનાં વિરહનાં નિમિત્તકારણો અલગઅલગ હોઈ, તેમની અવસ્થા ચે નિરનિરાળી છે. એટલે આપણે અહીં મુખ્યત્વે પ્રોષિતભર્તૃકા અને વિરહોત્કંઠિતાના વિરહને જ જોઈશું એમ નિશ્ચિતપણે નહિ કહી શકાય. તેનું એક બીજું કારણ પણ છે. અહીં આપવા ધારેલાં કેટલાંક અવતરણો તે પ્રકીર્ણ સુભાષિતો–દુહાઓગાથાઓ છે, જે સંદર્ભેરહિત હોવાને કારણે, તેમાંથી નાયિકાનો પ્રકાર અવશ્ય કળાય જ, એમ નહિ. એટલે વધારે ચોક્ક્સપણે વિષયને આડે બાંધી લેવા માટે એમ કહીશું કે જ્યાં નાયક અને નાયિકા ઉભયાનુકૂલ છે—મનોમેળવાળાં—અનુરક્ત છે, પણ બાહ્ય પરિસ્થિતિ પ્રતિકૂળ છે, તેમના વિરહની અભિવ્યક્તિનું એક સામાન્ય સ્વરૂપ આપણે તપાસીશું. એ દિષ્ટએ, તેવાં ઉદાહરણો જેમાંથી સહેલાઈથી મળી શકે તેવી નાયિકાઓ વિરહોત્કંઠિતા અને પ્રોષિતભર્તૃકાને લેખી શકાય. માટે સહુ પહેલાં, આપણે વિરહોત્કંઠિતા અને પ્રોષિતભર્તૃકાની વ્યાખ્યાથી પરિચિત થઈએ, કારણ, આપણે જોવા ધારેલ અવતરણો તે બન્નેની—તે તેમાં યે પ્રોષિતભર્તૃકાની—અવસ્થા દેખીતી રીતે વ્યક્ત કરી આપશે. ભરતે કથેલી વિરહોત્કંઠિતાની વ્યાખ્યા જોઈ એ ઃ अनेककार्यव्यासङ्गाद्यस्या नागच्छति प्रियः । तस्यानुगमदुःखार्ता विरहोत्कंठिता मता ॥ અર્થાત “અનેક કાર્યના રોકાણને લીધે જેનો પ્રિય આવતો નથી તેથી ઉદ્ભવતા દુ:ખથી આર્ત તે વિરહોત્કંઠિતા મનાય છે. ’ ભરતની વ્યાખ્યાથી સાહિત્યદર્પણકારની વિરહોત્કંઠિતાની વ્યાખ્યામાં જરા ફેર છે. તે કહે છે : “ આવવાની ઇચ્છા કરેલી છતાં, દૈવે કરી જેનો પ્રિય આવી શકતો નથી તેના ન આવવાથી જે દુ:ખિત હોય તે વિરહોત્કંઠિતા કહેવાય.” ૧ વિશ્વનાથે દેવની પ્રતિકૂળતા કહી, સ્પષ્ટ રીતે નાયકની પત્નીપ્રવણુતા બતાવી છે, જે ભરતની વ્યાખ્યામાં નથી. પણ ઉભયના નિરૂપણમાં નાયિકાનો વિરહસંતાપ નિશ્ચિત છે. ~~~ભરતનાટ્યશાસ્ત્રમ્, અધ્યાય ૨૪, શ્લોક ૨૦૬. પ્રોષિતભર્તૃકાની વ્યાખ્યા તેના સ્વરૂપોલ્લેખસહિત ભરતે નીચે મુજબ આપી છે गुरुकार्यान्तरवशाद्यस्या विप्रोषितः प्रियः । सा रूक्षालककेशान्ता भवेत्प्रोषितभर्तृका ॥ १ आगन्तुं कृतचित्तोऽपि देवान्नायाति यत्प्रियः । तदनागमदुःखार्ता विरहोत्कंठिता तु सा ॥ ૦૨૦૧૮ Jain Education International —એજન, ૨૪મો અધ્યાય, શ્લોક ૨૧૧. —વિશ્વનાથપ્રણીત સાહિત્યદર્પણ, તૃતીય પરિચ્છેદ, શ્લોક ૮૬. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230235
Book TitleVirahani no Ek Anubhav vishesh
Original Sutra AuthorN/A
AuthorHiraben R Pathak
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages14
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy