SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચર્થી અર્થાત– “કોઈ બીજા ગુરુ કહેતાં મહત્વના કાર્ય અર્થે જેનો પ્રિય પ્રવાસે ગયો હોય અને જેના કેશ ઋક્ષ અને સ્ટા પડી ગયા હોય (કેશસંસ્કારવિનાની હોય) તે પ્રોષિતભર્તક છે.” ત્યારે સાહિત્યદર્પણકાર તે વધારે ટપણે પ્રગટ કરીને કહે છે : “નાનાવિધ કાર્યવશાત જેનો પતિ દર દેશ ગયો હોય તેથી કરીને કામપીડાર્તિ નાયિકા તે પ્રોષિતભર્તૃકા કહેવાય.” ર ભાનુદત્ત મુજબ હેરાનગતે પ્રેરિ સંતાવ ચાલુ ઘોષિતમાં ૩ મતિરામે એ જ ભાવાર્થ હિન્દીમાં આમ મૂકી આપ્યો છે : “ના વિજ પહેરામે વિરદ વિવાતિય હોય.” (૨૦ ર૦ : ૧૧૧). આ મુજબ શાસ્ત્રનિરૂપિત ઉભય નાયિકાઓનું વિરહસ્વરૂપ છે. ભરતે વર્ણવેલ આ અષ્ટનાયિકાપ્રકારને સાહિત્યદર્પણકારે ચાલુ રાખેલ છે. દશરૂપકમાં પણ તે છે. એ બન્ને ગ્રન્થો ભરતના નાટ્યશાસ્ત્ર બાદ રચાયા છે એટલું જ નહિ, એ બને ગ્રંથોમાં ભારતના નાયિકા પ્રકાર ઉપરાંત નવા નાયિકાભેદોનાં વર્ગીકરણ ઉમેરાયાં છે અને તે ભારતના વર્ગીકરણને લાગુ પાડેલાં છે, જે આપણે પછીથી જોઈશું. આ નાયિકાઓ, વિરહને કારણે, જે અનુ' કહેતાં પશ્ચાદ્ધત કાયિક, માનસિક આહાર્ય (વેશને લગતા) તથા વાચિક અભિવ્યક્તિનાં પ્રયોજક પરિણામો- ગિતો અનુભવે તેને અનુભાવ કહે છે. આ અનુભાવો, નાયિકાના ભાવરૂપ કારણનાં, પ્રત્યક્ષ થતાં ગિતો-કાર્યો છે. હિન્દી સાહિત્યકોશમાં કોઈ દેવ’ની અનુભાવ વિશેની નીચે મુજબ વ્યાખ્યા છે: જિનકો નિરખત પરસ્પર રસકો અનુભવ હોઈI ઇનહીંકો અનુભાવપદ કહત સયાને લઈ | આવા અનુભવો અસંખ્ય છે. પણ આપણે તેમાંથી એક વિશિષ્ટ અંશ જેવા ધાય છે; અને તે નાયિકાના એક જ અંગને લગતા મર્યાદિત અનુભાવો જોઈશું. આ અંગે તે હાથ છે–ગુજરાતીમાં આપણે જેને આખા હાથ લેખે ઓળખીએ છીએ તે. તેનાં ઉપાંગો છે બાહુ, કોણી, કાંડું, હસ્ત ને કરતલ તથા આંગળીઓ. નાયિકાનાં એ અંગોનું સ્વરૂપ એટલે કે દશા, તેનો વિન્યાસ તેમ જ તેના કાર્યોવડે જે અનુભાવો સર્જાય તે તેની વિરહદશાના દ્યોતક છે. પ્રથમ આપણે સંસ્કૃત કવિતામાંથી તેવા નમૂના પર ઊડતી નજર નાખીએ. ત્યાં અને પ્રાકૃત ઇત્યાદિમાં તે મુખ્યત્વે અતિશયોક્તિઅલંકાર તથા ઉક્ષા, પરિણામ અને કાવ્યલિંગ ઈત્યાદિ અલંકારોની ભંગીવડે નિરૂપાયા છે. આવાં અવતરણોનો સંચય અભ્યાસીને સંસ્કૃત સંદર્ભગ્રંથ “સુભાષિતરત્નભાંડાગારમ માં પ્રત્યેક નાયિકાવિભાગ હેઠળ સાહિત્યમાંથી તારવી લઈ મૂકેલો જોવા મળશે. તે જોઈએ તે પહેલાં, કાવ્યપ્રકાશકારે અમરુશતકનો એક શ્લોક, પ્રોષિતભર્તુકાના દષ્ટાંતરૂપે તેવા અનુભાવના વર્ણનવાળો હોઈ ટાંકયો છે તે લઈએ: प्रस्थानं वलयैः कृतं प्रियसखैरौरजस्रं गतं धृत्या न क्षणमासितं व्यवसितं चित्तेन गन्तुं पुरः। यातुं निश्चितचेतसि प्रियतमे सर्वे समं प्रस्थिता गन्तब्ये सति जीवित ! प्रियसुहृत्सार्थः किमु त्यज्यते ॥ –કાવ્યપ્રકાશ, ઉલાસ ૪, શ્લોક ૩૫. २ नानाकार्यवशायस्या दूरदेशं गतः पतिः । सा मनोभवदुःखार्ता भवेत्प्रोषितभर्तृका ॥ –એજન, તૃતીય પરદ, શ્લોક ૮૪. ૩ હિન્દી સાહિત્યકોશ: ખોષિતપતિકા (નાયિકા), પૃ. ૪, ૪ એજન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230235
Book TitleVirahani no Ek Anubhav vishesh
Original Sutra AuthorN/A
AuthorHiraben R Pathak
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages14
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy