Book Title: Vachanamrut 0160 Roj Nishi
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330280/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 160 નોંધબુક ચૈતન્યાધિષ્ઠિત આ વિશ્વ હોવું યોગ્ય છે. 1પાન 1 પાન 2 વિશિષ્ટાદ્વૈતમાં અમારી પરમ રુચિ છે. જોકે એક શુદ્ધાદ્વૈત જ સમજાય છે. અને તેમજ છે. સ ) જડ ચિત હરિ જીવ આનંદ | પરમાત્મા અને એ જ અમારી અંતરની પરમ રુચિ. પરમાત્મા આનંદ, સત્ અને ચિતમય છે. પાન 3 પરમાત્મસૃષ્ટિ કોઈને વિષમ હોવા યોગ્ય નથી. પાન 4 જીવસૃષ્ટિ જીવને વિષમતા માટે સ્વીકૃત છે. પાન 5-6 પરમાત્મસૃષ્ટિ પરમ જ્ઞાનમય અને પરમ આનંદે કરીને પરિપૂર્ણ ભરપૂર છે. 1. એક મુમુક્ષ તરફથી મળેલી શ્રીમના સ્વહસ્તાક્ષરની નોંધબુક, જેમાં આ પ્રમાણેનાં પાન 31 લખાયેલાં છે. પાન 7 જીવ સ્વસૃષ્ટિમાંથી ઉદાસીન થવો યોગ્ય છે. પાન 8 હરિની પ્રાપ્તિ વિના જીવનો ક્લેશ ટળે નહીં. પાન 9 હરિના ગુણગ્રામનું અનન્ય ચિંતન નથી, તે ચિંતન પણ વિષમ છે. પાન 10 હરિમય જ એમ હોવાને યોગ્ય છીએ. 1 એક મુમુક્ષ તરફથી મળેલી શ્રીમદ્ભા સ્વહસ્તાક્ષરની નોંધબુક, જેમાં આ પ્રમાણેના પાન 31 લખાયેલાં છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ પાન 11 હરિની માયા છે તેનાથી તે પ્રવર્તે છે. હરિને તે પ્રવર્તાવી શકવાને યોગ્ય છે જ નહીં. પાન 12 તે માયા પણ હોવાને યોગ્ય જ છે. પાન 13 માયા ન હોત તો હરિનું અકળત્વ કોણ કહેત ? માયા એવી નિયતિએ યુક્ત છે કે તેનો પ્રેરક અબંધન જ હોવા યોગ્ય છે. પાન 14 પાન 15 હરિ હરિ એમ જ સર્વત્ર હો, તે જ પ્રતીત થાઓ, તેનું જ ભાન હો. તેની જ સત્તા અમને ભાસો. તેમાં જ અમારો અનન્ય, અખંડ અભેદ --- હોવો યોગ્ય જ હતો. પાન 16 જીવ પોતાની સૃષ્ટિપૂર્વક અનાદિકાળથી પરિભ્રમણ કરે છે. હરિની સૃષ્ટિથી પોતાની સૃષ્ટિનું અભિમાન મટે છે. પાન 17 એમ સમજાવવા માટે, પ્રાપ્તિ હોવા માટે હરિનો અનુગ્રહ જોઈએ. પાન 18 તપશ્ચર્યાવાન પ્રાણીને સંતોષ આપવો એ વગેરે સાધનો તે પરમાત્માના અનુગ્રહના કારણરૂપ હોય છે. પાન 19 તે પરમાત્માના અનુગ્રહથી પુરુષ વૈરાગ્ય વિવેકાદિ સાધનસંપન્ન હોય છે. પાન 20 એ સાધને યુક્ત એવો યોગ્ય પુરુષ સદ્ગુરૂની આજ્ઞાને સમુસ્થિત કરવાને યોગ્ય છે. પાન 21-22 એ સાધન જીવની પરમ જોગ્યતા અને એ જ પરમાત્માની પ્રાપ્તિનો સર્વોત્તમ ઉપાય છે. પાન 23 બધુંય હરિરૂપ જ છે. તેમાં વળી ભેદ શો ? ભેદ છે જ નહીં. સર્વ આનંદરૂપ જ છે. બ્રાહ્મી સ્થિતિ. સ્થાપિતો બ્રહ્મવાદો હિ, સર્વ વેદાંતગોચર: પાન 24 આ બધું બ્રહ્મરૂપ જ છે, બ્રહ્મ જ છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ એવો અમારો દ્રઢ નિશ્ચય છે. એમાં કંઈ ભેદ નથી, જે છે તે સર્વ બ્રહ્મ જ છે. સર્વત્ર બ્રહ્મ છે, સર્વરૂપ બ્રહ્મ છે. તે સિવાય કંઈ નથી. જીવ બ્રહ્મ છે. જડ બ્રહ્મ છે. હરિ બ્રહ્મ છે, હર બ્રહ્મ છે. બ્રહ્મા બ્રહ્મ છે. ૐ બ્રહ્મ છે. વાણી બ્રહ્મ છે. ગુણ બ્રહ્મ છે. સત્વ બ્રહ્મ છે. રજો બ્રહ્મ છે. તમો બ્રહ્મ છે. પંચભૂત બ્રહ્મ છે. આકાશ બ્રહ્મ છે. વાયુ બ્રહ્મ છે. અગ્નિ બ્રહ્મ છે. જળ પણ બ્રહ્મ છે. પૃથ્વી પણ બ્રહ્મ છે. દેવ બ્રહ્મ છે. મનુષ્ય બ્રહ્મ છે. તિર્યંચ બ્રહ્મ છે. નરક બ્રહ્મ છે. સર્વ બ્રહ્મ છે. અન્ય નથી. જ્ઞાન બ્રહ્મ છે. ધ્યાન બ્રહ્મ છે. જપ બ્રહ્મ છે. તપ બ્રહ્મ છે. સર્વ બ્રહ્મ છે. નામ બ્રહ્મ છે. રૂપ બ્રહ્મ છે. શબ્દ બ્રહ્મ છે. સ્પર્શ બ્રહ્મ છે. રસ બ્રહ્મ છે. ગંધ બ્રહ્મ છે. સર્વ બ્રહ્મ છે. એક બ્રહ્મ છે, અનેક બ્રહ્મ છે. બ્રહ્મ એક છે, અનેક ભાસે છે. સર્વ બ્રહ્મ છે. સર્વ બ્રહ્મ છે. સર્વ બ્રહ્મ છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. પાન 26 સર્વ બ્રહ્મ છે, એમાં સંશય નહીં. Page #4 -------------------------------------------------------------------------- ________________ હું બ્રહ્મ, તું બ્રહ્મ, તે બ્રહ્મ એમાં સંશય નહીં. અમે બ્રહ્મ, તમે બ્રહ્મ, તેઓ બ્રહ્મ એમાં સંશય નહીં. એમ જાણે તે બ્રહ્મ એમાં સંશય નહીં. એમ ન જાણે તે પણ બ્રહ્મ એમાં સંશય નહીં. જીવ બ્રહ્મ છે, એમાં સંશય નહીં. જડ બ્રહ્મ છે, એમાં સંશય નહીં. બ્રહ્મ જીવરૂપે થયેલ છે એમાં સંશય નહીં. બ્રહ્મ જડરૂપે થયેલ છે એમાં સંશય નહીં. સર્વ બ્રહ્મ છે, એમાં સંશય નહીં. ૐ બ્રહ્મ. સર્વ બ્રહ્મ, સર્વ બ્રહ્મ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. પાન 27 સર્વ હરિ છે, એમાં સંશય નહીં. પાન 28 આ સર્વ આનંદરૂપ જ છે, આનંદ જ છે એમાં સંશય નહીં. પાન 29 સર્વરૂપે હરિ જ થયેલ છે. _હરિનો અંશ છું. 1. તેનું પરમદાસત્વ કરવાને યોગ્ય છું, એવો દ્રઢ નિશ્ચય કરવો; એને અમે વિવેક કહીએ છીએ. 2. તેવા દ્રઢ નિશ્ચયને તે હરિની માયા આકુળ કરનારી લાગે છે, ત્યાં શૈર્ય રાખવું. 3. તે સર્વ રહેવા માટે તે પરમરૂપ હરિનો આશ્રય અંગીકાર કરવો, અર્થાત હં સ્થળે હરિને સ્થાપી હું ને દાસત્વ આપવું. 4. એવા ઈશ્વરાશ્રય થઈને પ્રવર્તવું, એવો અમારો નિશ્ચય તમને રુયો. Page #5 -------------------------------------------------------------------------- ________________ પાન 30 કેવળ પદ કક્કા કેવળ પદ ઉપદેશ, કહીશું પ્રણમી દેવ રમેશ. પાન 31 1. કોઈ પણ વસ્તુ કોઈ પણ ભાવમાં પરિણત હોય છે. 2. કોઈ પણ ભાવે પરિણત નહીં એ અવસ્તુ. 3. કોઈ પણ વસ્તુ કેવળ પરભાવને વિષે સમવતરે નહીં. 4. જેનાથી, જે, કેવળ મુક્ત થઈ શકે તે તે નહોતો એમ જાણીએ છીએ.