________________ હું બ્રહ્મ, તું બ્રહ્મ, તે બ્રહ્મ એમાં સંશય નહીં. અમે બ્રહ્મ, તમે બ્રહ્મ, તેઓ બ્રહ્મ એમાં સંશય નહીં. એમ જાણે તે બ્રહ્મ એમાં સંશય નહીં. એમ ન જાણે તે પણ બ્રહ્મ એમાં સંશય નહીં. જીવ બ્રહ્મ છે, એમાં સંશય નહીં. જડ બ્રહ્મ છે, એમાં સંશય નહીં. બ્રહ્મ જીવરૂપે થયેલ છે એમાં સંશય નહીં. બ્રહ્મ જડરૂપે થયેલ છે એમાં સંશય નહીં. સર્વ બ્રહ્મ છે, એમાં સંશય નહીં. ૐ બ્રહ્મ. સર્વ બ્રહ્મ, સર્વ બ્રહ્મ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. પાન 27 સર્વ હરિ છે, એમાં સંશય નહીં. પાન 28 આ સર્વ આનંદરૂપ જ છે, આનંદ જ છે એમાં સંશય નહીં. પાન 29 સર્વરૂપે હરિ જ થયેલ છે. _હરિનો અંશ છું. 1. તેનું પરમદાસત્વ કરવાને યોગ્ય છું, એવો દ્રઢ નિશ્ચય કરવો; એને અમે વિવેક કહીએ છીએ. 2. તેવા દ્રઢ નિશ્ચયને તે હરિની માયા આકુળ કરનારી લાગે છે, ત્યાં શૈર્ય રાખવું. 3. તે સર્વ રહેવા માટે તે પરમરૂપ હરિનો આશ્રય અંગીકાર કરવો, અર્થાત હં સ્થળે હરિને સ્થાપી હું ને દાસત્વ આપવું. 4. એવા ઈશ્વરાશ્રય થઈને પ્રવર્તવું, એવો અમારો નિશ્ચય તમને રુયો.