________________ એવો અમારો દ્રઢ નિશ્ચય છે. એમાં કંઈ ભેદ નથી, જે છે તે સર્વ બ્રહ્મ જ છે. સર્વત્ર બ્રહ્મ છે, સર્વરૂપ બ્રહ્મ છે. તે સિવાય કંઈ નથી. જીવ બ્રહ્મ છે. જડ બ્રહ્મ છે. હરિ બ્રહ્મ છે, હર બ્રહ્મ છે. બ્રહ્મા બ્રહ્મ છે. ૐ બ્રહ્મ છે. વાણી બ્રહ્મ છે. ગુણ બ્રહ્મ છે. સત્વ બ્રહ્મ છે. રજો બ્રહ્મ છે. તમો બ્રહ્મ છે. પંચભૂત બ્રહ્મ છે. આકાશ બ્રહ્મ છે. વાયુ બ્રહ્મ છે. અગ્નિ બ્રહ્મ છે. જળ પણ બ્રહ્મ છે. પૃથ્વી પણ બ્રહ્મ છે. દેવ બ્રહ્મ છે. મનુષ્ય બ્રહ્મ છે. તિર્યંચ બ્રહ્મ છે. નરક બ્રહ્મ છે. સર્વ બ્રહ્મ છે. અન્ય નથી. જ્ઞાન બ્રહ્મ છે. ધ્યાન બ્રહ્મ છે. જપ બ્રહ્મ છે. તપ બ્રહ્મ છે. સર્વ બ્રહ્મ છે. નામ બ્રહ્મ છે. રૂપ બ્રહ્મ છે. શબ્દ બ્રહ્મ છે. સ્પર્શ બ્રહ્મ છે. રસ બ્રહ્મ છે. ગંધ બ્રહ્મ છે. સર્વ બ્રહ્મ છે. એક બ્રહ્મ છે, અનેક બ્રહ્મ છે. બ્રહ્મ એક છે, અનેક ભાસે છે. સર્વ બ્રહ્મ છે. સર્વ બ્રહ્મ છે. સર્વ બ્રહ્મ છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. પાન 26 સર્વ બ્રહ્મ છે, એમાં સંશય નહીં.