________________ પાન 11 હરિની માયા છે તેનાથી તે પ્રવર્તે છે. હરિને તે પ્રવર્તાવી શકવાને યોગ્ય છે જ નહીં. પાન 12 તે માયા પણ હોવાને યોગ્ય જ છે. પાન 13 માયા ન હોત તો હરિનું અકળત્વ કોણ કહેત ? માયા એવી નિયતિએ યુક્ત છે કે તેનો પ્રેરક અબંધન જ હોવા યોગ્ય છે. પાન 14 પાન 15 હરિ હરિ એમ જ સર્વત્ર હો, તે જ પ્રતીત થાઓ, તેનું જ ભાન હો. તેની જ સત્તા અમને ભાસો. તેમાં જ અમારો અનન્ય, અખંડ અભેદ --- હોવો યોગ્ય જ હતો. પાન 16 જીવ પોતાની સૃષ્ટિપૂર્વક અનાદિકાળથી પરિભ્રમણ કરે છે. હરિની સૃષ્ટિથી પોતાની સૃષ્ટિનું અભિમાન મટે છે. પાન 17 એમ સમજાવવા માટે, પ્રાપ્તિ હોવા માટે હરિનો અનુગ્રહ જોઈએ. પાન 18 તપશ્ચર્યાવાન પ્રાણીને સંતોષ આપવો એ વગેરે સાધનો તે પરમાત્માના અનુગ્રહના કારણરૂપ હોય છે. પાન 19 તે પરમાત્માના અનુગ્રહથી પુરુષ વૈરાગ્ય વિવેકાદિ સાધનસંપન્ન હોય છે. પાન 20 એ સાધને યુક્ત એવો યોગ્ય પુરુષ સદ્ગુરૂની આજ્ઞાને સમુસ્થિત કરવાને યોગ્ય છે. પાન 21-22 એ સાધન જીવની પરમ જોગ્યતા અને એ જ પરમાત્માની પ્રાપ્તિનો સર્વોત્તમ ઉપાય છે. પાન 23 બધુંય હરિરૂપ જ છે. તેમાં વળી ભેદ શો ? ભેદ છે જ નહીં. સર્વ આનંદરૂપ જ છે. બ્રાહ્મી સ્થિતિ. સ્થાપિતો બ્રહ્મવાદો હિ, સર્વ વેદાંતગોચર: પાન 24 આ બધું બ્રહ્મરૂપ જ છે, બ્રહ્મ જ છે.