Book Title: Tejo Murti Bhagini
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249296/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ તેમૂર્તિ ભગિની [૨૪] રચક્ષુ: સ ાળોચનઃ (વા) बागपि सा वक्ति । વીસથી વધારે વર્ષ થયાં હશે, મેં પ્રસિદ્ધ હિંદી પત્રિકા “સરસ્વતી'માં શ્રીમતી હેલનનું સંક્ષિપ્ત પણ અદ્દભુત પુરુષાર્થ અને પ્રતિભાનું સૂચક જીવનચિત્ર વાંચેલું. ત્યારે જ એ બહેન તરફ મારું આકર્ષણ સહજભાવે થયું. એને વિષે વધારે વિગતવાળી સ્પષ્ટ માહિતીની મારી જિજ્ઞાસા અઘપિ જાગતિ જ હતી. પણ મારા મર્યાદિત જીવન અને કાર્યક્ષેત્રમાં એને સંતોષવાની તક મને મળી ન હતી. તેટલામાં ગત મે માસમાં શ્રીયુત ગોપાલદાસભાઈએ મને એક દિવસ કહ્યું કે, વર્ધાથી મગનભાઈ પુછાવે છે કે, તેમણે શ્રીમતી હેલનની જીવનકથાનો ગુજરાતી અનુવાદ કર્યો છે તે તમને અર્પણ કરવા ઈચ્છે છે, ને જે તે સ્વીકારે તે તેના પ્રારંભમાં તમે સ્વીકારરૂપે કાંઈક લખી આપે એમ પણ ઇચ્છે છે. મેં તરત જ કહ્યું, “હું એ વાંચી પછી હા ના કર્યું. જે એના વાચન પછી જરા પણ મને લખવાને મારો અધિકાર જણાશે તે અવશ્ય કાંઈક લખીશ.” મને તરત જ અનુવાદના ફરમા મળ્યા. ભારે ઘણાં વર્ષ પહેલાનું શ્રીમતી હેલન પ્રત્યેનું આકર્ષણ અને તેના જીવન વિષેની જિજ્ઞાસા એ બંને એટલાં બધાં તીવ્રપણે સજીવ થઈ ગયાં કે, તે વખતના ચાલું લેખન અને સતત મનનકાર્યના પ્રવાહો મારા મનને બીજી દિશામાં જતાં રોકી શક્યા નહીં. કાંઈક અંશે સમશીલ જીવનકથા સાંભળતાં જ અનેક વિચારે ઊભરાયા. પણ અહીં તે મર્યાદાનુસાર ટૂંકમાં જ પતાવવું યોગ્ય છે. અનુકૂળતા રહી તે ક્યારેક મારા પિતાના વિદ્યાવ્યવસાય વિષેની જીવનરમૃતિ લખવાની ઈચ્છા મૂર્ત થશે. મેં શ્રીમતી હેલનને “તેજોમૂર્તિ” અને “ભગિની’ એવાં બે વિશેષ આપ્યાં છે, તે સાભિપ્રાય છે. એની જીવનકથામાં પદે પદે પુરુષાર્થ અને પ્રતિભાના તેજ સિવાય બીજું કાંઈ જ દષ્ટિગોચર નથી થતું. એના પુરુષાર્થ અને પ્રતિભારૂપ તેજના અંબારમાં એની શરીરમૂર્તિ અદભૂત થઈ જાય છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૪] દન અને ચિંતન અનેક રીતે જુદાઇ હાવા છતાં ઉંમર અને સમાનશીલતાની દૃષ્ટિએ મેં એને આપેલું ‘ ભગિની ’એ વિશેષણ એની સાથેના મારા સાદશ્ય-સંબંધ ઠીક ઠીક વ્યક્ત કરી શકે. હેલનને દર્શન, શ્રવણ અને વાચનની ત્રણે શક્તિ એક જ સાથે અને તે પણ છેક જ રોશવકાળથી ગઈ, જ્યારે મારી તે માત્ર દર્શનશક્તિ ગયેલી અને તે પણ ગ્રામ્યશાળાસુલભ માતૃભાષાના પૂરા અભ્યાસ તેમ જ આજુબાજુના બધા દૃશ્ય પદાર્થોના પ્રત્યક્ષ અવલોકન તેમ જ તસબંધી ભાષા અને લેખનવ્યવહાર સિદ્ધ થયા પછી લગભગ પંદરેક વર્ષની ઉંમરે. ઈન્દ્રિયવૈકહ્યું અને તે પ્રાપ્ત થવાની ઉંમરની દૃષ્ટિએ હેલન મારા કરતાં અનેક ગણી વધારે લાચાર, વધારે બંધનવાળા ખરી. પણ દેશ, કુટુંબ અને બીજા સયેાગાની દૃષ્ટિએ તેનું સ્થાન મારા કરતાં અનેક ગણું વધારે સાધનસ'પન્ન અને વધારે સ્વતંત્ર. કયાં અમેરિકા કે જ્યાં જન્મથી રાષ્ટ્ર, સમાજ, અર્થ અને ધર્મનાં બંધનોને સ્પર્શ જ નહી, અને કથાં હિંદુસ્તાન કે જ્યાં તેવાં અધના વિના બીજો સહજ અનુભવ જ નહીં ? કયાં હેલનના કૌટુંબિક સયેાગે! અને કાં મારા? એનાં માતાપિતા અને વાસ્તે દરેક જાતને માગ તૈયાર કરવા બુદ્ધિપૂર્વક બધું સર્વસ્વ હોમે છે, જ્યારે મારા પ્રત્યે પૂ દિચ્છાવાળા પણ મારા વડીલો સ્વય' વિદ્યાહીન હેાઈ મારા વિકાસમા ની કાઈ પણ દિશા સ્વયં જાણવા તેમ જ કાઈ જણાવે તો તે સમજવા છેક જ અસમર્થ. કયાં ઇન્દ્રિયવિકલ માનવને વિવિધ રીતે શિક્ષિત અને સસ્કારી અનાવવા કામ કરતા અખૂટ ધીરજવાળા તપસ્વી શિક્ષકાથી શોભતી તપોભૂમિ જેવી અમેરિકાની અપંગ શિક્ષણસંસ્થાએ; અને કયાં અપંગને અનુપયોગી સમજી તેના દુઃખ પ્રત્યેની સાચી સહાનુભૂતિથી એ નિસાસા નાખો, બહુ તો તેને કાંઈક દાન આપી સતેષ માનનાર, પણ એ અપગની ઉપયાગિતા અને તેના વિકાસમાની શકયતાના વિચારથી છેક જ અજાણ અને અશ્રદ્ઘાળુ, એવા પૌહીન પુસ્ખોની જનની કહેવાતી કમ ભૂમિ આર્યાવ ? એક દેશમાં તિથી અબળા ગણાતી અને ત્રણ ત્રણ દૃન્દ્રિયાથી વિલ એવી અપેગ વ્યક્તિને પેાતાનું સુષુપ્ત બધું અધ્ પ્રગટાવવાની પૂરી તક મળે છે તે તે એ દ્વારા પેાતાની જાતને આખા વિશ્વમાં માન્ય બનાવે છે; ત્યારે ખીજા દેશમાં અપંગની તેમ જ અબળાની વાત જ શુ, પૌરુષવાન ગણાતા પૂર્ણાંગ પુરુષા સુદ્ધાંને, પશુતામાંથી મુક્ત થવાની અને માનવતા પ્રગટાવવાની ઓછી અને નવી તક છે. આત્મિક Page #3 -------------------------------------------------------------------------- ________________ તેજોમૃતિ ભગિની [૧૫ દૃષ્ટિએ નહીં પણ દેશ અને સયાગાની દષ્ટએ અમેરિકા અને હિન્દુસ્તાન વચ્ચે જે અંતર છે, તે હેલન અને મારા વનની અનેક શક્તિએ!ના આવિર્ભાવમાં વ્યક્ત થાય છે. એટલી નાની ઉંમરે ત્રણ ત્રણ ઇન્દ્રિયાથી વિકલ એ બાલિકા ૨૧ વર્ષની ઉંમરે પેાતાનું અભ્યાસવિષયક જે ચિત્ર ખેંચે છે તેની તે મને તેથી અમાં વર્ષે પણ બહુ ઓછી ફલ્પના આવી છે. વિશ્વના અને તેને ગ્રહનાર ઇન્દ્રિયના પણ ત્રણ વિભાગ કલ્પી શકાય. દૃશ્ય સ્થૂળ વિશ્વ, કે જેને ભૌતિક યા વ્યક્ત વિશ્વ કહી શકાય, તેને નેત્ર આદિ પાંચ હિરિન્દ્રિયા જાણી શકે છે; દૃશ્ય સૂક્ષ્મ વિશ્વ, કે જેને અવ્યક્ત ભૌતિક વિશ્વ કહી શકાય, તેને અંતરિન્દ્રિય યા મન કલ્પી જાણી શકે છે; અધાર્થી પર એવા અદૃશ્ય ચૈતન્ય વિશ્વને તે માત્ર પ્રજ્ઞા-ન્દ્રિય અધ્યાત્મન્દ્રિય જ સ્પર્શી શકે. પ્રત્યેક મનુષ્યમાં તરતમભાવે પણ ત્રિવિધ ઇન્દ્રિયસામર્થ્ય હાય છે. પૂર્ણ પણે અહિરિન્દ્રિય સપન્ન હૈય તે હિરિન્દ્રિયે! દ્વારા ખારાક મેળવી, પછી તેમાં આંતરિન્દ્રિય દ્વારા પ્રવેશ કરી, વિવિધ ભાવાનું અનુસ’ધાન અને આકલન કરે છે. મેાટે ભાગે હિરિન્દ્રિય સ્થળ વિષયામાં જ માણસને આંધી રાખતી હોઈ, તેની અંતરિન્દ્રિયશક્તિ પ્રમાણમાં ઓછી ખીલે છે. અલબત્ત, એમાં સાધક અને વિશેષ સાધકના અપવાદો તો છે જ. આથી અહિરિન્દ્રિયાની પૂરી સંપત્તિ ધરાવનાર મેટા ભાગને ખાદ્ય વિશ્વના બધા વ્યવહાર પૂરતી યશ્રેષ્ટ સગવડ પ્રાપ્ત હોવા છતાં, તેની અરિન્દ્રિયશક્તિનું જાગરણ પ્રમાણમાં ઓછું રહે છે. તેથી ઊલટુ, એક કે તેથી વધારે અહિરિન્દ્રિયાની વિકલતાવાળા માનવને, બાહ્ય વિશ્વગ્રહણ અને તેના આવશ્યક વ્યવહાર પૂરતી પૂરેપૂરી અગવડ હોવા છતાં, તે તે તીવ્ર પ્રયત્ન સેવે તે તેના અંતરિન્દ્રિયશક્તિનું જાગરણ પ્રમાણમાં વધારે થાય છે. કારણ, આવી વ્યક્તિને આદ્ય વિશ્વ સાથેને બધા જ વ્યવહાર સાધવાની અિિરન્દ્રિયસ પત્તિ અધૂરી હોવાથી તેને તેની ખાટ, અરિન્દ્રિયને વધારે ઉપયોગ કરી પ્રાપ્ત અહિરિન્દ્રિયને વિશેષ વિકાસ સાધવા દ્વારા, પૂરવી પડે છે. આ પ્રયત્નનાં એ પરિણામ આવે છે. એક તેા, ખૂટતી ઇન્દ્રિયનું બધું કાર્ય કરવાનું સામર્થ્ય પ્રાપ્ત ઇન્દ્રિય કે ક્રિયામાં પ્રકટે છે; અને બીજી, અંતરિન્દ્રિયનું સામર્થ્ય પણ કાંઈક જુદી જ પણ વધારે આકર્ષક રીતે આવિર્ભાવ પામે છે. શ્રીમતી હેલનની વિકાસકથા ઉક્ત સિદ્ધાંતના પુરાવેા છે. બાહ્ય વિશ્વમાં પ્રવેશવાનાં એનાં અગત્યનાં ત્રણ ઇન્દ્રિયદ્વારા અધ, અને તાંય એમાં એને પ્રવેશવાને પ્રબળ ઉત્સાહ તેમ જ પુરુષાર્થ, તેથી એણે એ બધું કામ અરિન્દ્રિય ઉપર Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૬] દર્શન અને ચિંતન ભાર મૂકી સાધ્યું. પરિણામે, પ્રાપ્ત ધ્રાણુ અને સ્પેન ઇન્દ્રિય દ્વારા જ એણે ભૌતિક વિશ્વમાં પ્રવેશવાનાં એનાં ત્રણે ખધનાને વટાવી માગ કર્યાં. એની ઘ્રાણુ અને સ્પન શક્તિમાં એવું જાદુઈ બળ પ્રગટયુ' કે, તે એ એ ન્દ્રિયા દ્વારા જ પાંચે ઇન્દ્રિયાનું કામ લેવા લાગી. બીજી ભાજી, તેને આ બધુ કાર્યાં અરિન્દ્રિય ઉપર ભાર આપીને જ કરવાનું હોવાથી, તેની એ શક્તિ એટલી બધી તીત્ર ખીલેલી દેખાય છે, જ્યારે તે કા દૃશ્ય, શ્રવ્ય કે પૃશ્ય પદાર્થનુ વર્ણન કરે છે અગર તેના ભાવાનું વર્ણન કરે છે, ત્યારે તે વાંચતાં એ ઇન્દ્રિયવિકલ છે એ ભાન ભૂલી જવાય છે. આ ઉપરાંત તેની પ્રજ્ઞાન્દ્રિયના એટલા બધા વિકાસ થયો છે કે, તે દેશકાલાતીત સદાસ્થાયી ભાવાનું જ્યારે ચિત્રણ કરે છે ત્યારે તે ત્રણે તેનાં ઉપમા અને રૂપક આદિ અલકારા દ્વારા કવિવર ટાગારનું અનુગમન કરતી હાય એમ લાગે છે. પુરુષાર્થની મૂર્તિ હૅલને છેવટે એ વિકાસ દ્વારા વાણીનુ અધન તેમ તેવુ જ. ક્રિયા પરસ્પર એકબીજાની શાક જેવી છે. જે જાગતી અને અળવતી તે બાકીની ક્રિયાનું સામર્થ્ય પૂર્ણ પણે ખીલવામાં આડી આવે. નેત્ર સૌમાં બળવાન. એના સંચરણુ-અને કાર્ય-પ્રદેશ અતિ વિશાળ, તેથી માણસ નેત્ર હોય તે તેનાથી જ કામ લે, અને સંભવ હેાય ત્યાં પણ સ્પર્શન અને પ્રાણથી કામ લેવાની માથાફેડમાં ન પડે, પણ દૈવયેગે નેત્રનું સામર્થ્ય જાય ત્યારે બધા ભેજો સ્પર્શન ધ્રાણુ ઉપર પડતાં જ તેની ગુપ્ત શક્તિએ બહાર આવી તે ક્રિયા જ નેત્રનુ પ્રધાનત્વ મેળવી લે છે, અને નેત્રવાનની કલ્પનામાં પણ આવી ન શકે એવાં ચમત્કારી કાર્યાં સ્પન દ્રિય પણ બતાવી દે છે. હેલનની સ્પર્શન દ્રિય આ વાતનો પુરાવે છે, એ ના દલાલે હાથમાંના ગણ્યાગાંડચા સકતે! એળખે એટલુ જ હસ્તલેખનથી નથી જાણતી, પણ હસ્તલેખન દ્વારા એ બધું શ્રવણુકા સાધે છે. અને એની ત્વચા ખીજા કાઈના હાથની કે મેટાની રેખાએ પારખી શકે છે એ સાંભળતાં તે ભારેમાં ભારે વિચારક પણ થોડી વાર મૂઝાય ખરી; ખેલતા ખીજા માણસાના હકો ઉપર આંગળી રાખી તેના શબ્દોને ઉકેલવાના તેના ત્વચાસાભર્થના વિચાર કરતાં તે! હું આશ્ચર્યમુગ્ધ બની જાઉં છું. ભાત્ર સ્વરના ભેદવાળા પણ ક્રમિક વ્યંજનની સમાનતાવાળા · પશુ, પાણી, ચળ, ચાળી, હાથી, હાથ' જેવા શબ્દો ઉચ્ચારતા મારા પેાતાના જ હેાટા ઉપર ભેદ પારખવા આંગળી મૂકી પ્રયત્નો કર્યાં અને એ દિશામાં શૂન્યતા જ અનુભવી, ત્યારે તા હેલન એક દિવ્ય તેજપે જ સામે આવી. અલબત્ત, . Page #5 -------------------------------------------------------------------------- ________________ તેમતિ ભગિની [૧૬૭ તેજની આ મૂર્તિના સમગ્ર આશ્ચર્યકારી વિકાસનો મૂળ આધાર–ઉપાદાન માત્ર તેને આત્મા જ નથી. તેને આત્મા ગમે તે સામર્થ્યશાળી હેત અને છતાં તેને અમેરિકાસુલભ જડચેતન સગવડ મળી ન હત, તે એ તારે ઊગતાં જ આથમી જાત. ઈદ્રિયોની નિબિડતર અને નિબિડતોબ બેડીઓ છતાં જ્યારે અભ્યાસમાર્ગમાં આગળ ધપવાની હેલનને તાલાવેલી લાગે છે, તેમ જ ખોડ વિનાના સહચારીઓ સાથે રહેવાની અને તેમનાથી પણ આગળ વધવાની ધૂન લાગે છે, ત્યારે જે મુશ્કેલીઓ અને જે નિરાશા અનુભવાય છે, તે ઘણે સ્થળે મારી અને હેલનની એક જેવી છે. એ બધાની સરખામણીને તે આ સ્થળે અવકાશ નથી. છતાં ડીક સરખામણીએ આપવી યોગ્ય થશે. હેલને કોલેજ વાતેની તૈયારી કરવાને વિચાર કર્યો, તેની લાચાર સ્થિતિમાં જે મુશ્કેલીઓ સંભવે તેના વિચારથી. હેલનના હિતૈષીઓએ એ બાબત ભારે વિરોધ કર્યો. પણ ક્યાં એ હિતૈષીને તીવ્ર વિરોધ અને ક્યાં એને દુર્દમ તીવ્રતર કાર્યોત્સાહ ? અતિ હેલન જતી. મારામાં અણધારી કયારેક કાશી જવાની ભાવના પ્રગટી. બધા જ હિતૈષીઓનો પ્રબળતર વિરોધ; પણ અંતે એ ભાવનાના તીવ્રતમ વેગે મને કાશીમાં જ જઈ પટક્યો. પરીક્ષાને પ્રસંગ તે અમારા બંનેને લગભગ એક જેવો છે. હેલન પરીક્ષામાં પ્રથમ બેઠી ત્યારે એને પ્રશ્નપત્ર સમજાવનાર કુશળ, ઉત્તર લખવાનો સમય પૂરત, અને લખ્યા પછી બચત સમયમાં ભૂલ સુધારવાની નિરીક્ષકે કરી આપેલી તક; આ બધી પૂરી સગવડ, પણ પછી જ્યારે તે આગલી પરીક્ષામાં બેઠી ત્યારે સગવડનું તંત્ર અગવડમાં પરિણમ્યું અને હેલનને પરીક્ષાની ભયંકરતાને સાક્ષાત્કાર થયો. મારી પણ એ જ દશા. કાશી કવીન્સ કેલેજમાં પહેલી વાર પરીક્ષા આપવા બેઠે ત્યારે લેખકની ખામીનું ફળ ભોગવવાને પ્રસંગ આવતાં જ એક ભલા નિરીક્ષક બંગાળી ભટ્ટાચાર્ય એ પામી ગયા. અને નવેસર સગવડ થતાં હું ઉચ્ચ ધોરણે જ પસાર થ... પણ આગલા વર્ષોમાં વ્યવસ્થાપક અને પરીક્ષાની બેપરવાઈ તથા અનાવડત, જોઈ મને પણ પરીક્ષાનું મૂલ્ય સમજાયું અને પરીક્ષાને અર્થે રસ્તો કાપ્યા પછી પરીક્ષકના એ જ કમરામાં સંકલ્પ કર્યો કે, આજ પછી પરીક્ષા નિમિતે આ અવિચારી ખાનામાં કે કતલખાનામાં દાસ કે પશુ બની દાખલ ન થવું. મને યાદ છે કે, એ નિશ્ચય પછી લગભગ વીસ વર્ષે હું ફરી એ કવીન્સ કોલેજમાં અભ્યાસક્રમ ઉપર વિચાર કરવાના ત્યાંના રજિસ્ટ્રારના, Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮] દર્શન અને ચિંતન આમંત્રણને સ્વીકારી હિંદુ યુનિવર્સિટીના એક અધ્યાપક તરીકે જ ગયો, પણ પરીક્ષ્ય વિદ્યાર્થી તરીકે નહીં. હેલન સ્કૂલ અને કોલેજના વિદ્યામય વાતાવરણમાંથી જ્યારે જ્ઞાનતૃષા શમાવે છે, ત્યારે એ પિતાની અપંગતાનું ભાન ભૂલી ચિત્ત-શક્તિના અલૌકિક આનંદને અનુભવ કરે છે ને એમાંથી જીવનકથા જેવાં મધુર ફળ પીરસે છે. ભારી પણ લગભગ એ જ દશા રહી છે. બાહ્ય અને આંતરિક વિક્ષેપના મૃત્યુને તટે લાવી મૂકે એવા સંભાર વચ્ચે મને વિવિધ શાસ્ત્રોના અભ્યાસ, ચિંતન અને લેખને જ બચાવી સ્વસંવેદ્ય અલૈકિક આનંદભૂમિકા ઉપર મૂક્યો છે. હેલન કોલેજમાં યાંત્રિક રીતે શીખવતા અધ્યાપકોની શુષ્ક દોડની પિતાની પરિસ્થિતિને કારણે ટીકા કરે છે ત્યારે પણ તેને સમુદ્રમાં મીઠી વીરડી જેવા વિરલ અધ્યાપકે મળે છે, જેઓ હેલનને રસમય શિક્ષણથી તરબોળ કરી દે છે. સાંકડી અભ્યાસકેડમાં સતત પુરાયેલ શાસ્ત્રગાના અર્થહીન શબ્દરતનોમાંથી દૂધને બદલે રાત ખેંચી તેને દૂધ માની–મનાવી પિવરાવનાર પંડિત–પે વચ્ચે મને પણ સતત શુદ્ધ દુધવલ કામદુઘા જેવા વિરલ અધ્યાપક બહુ મોડે મોડે પણ મળેલા અને હજીયે છે. જેમ હેલનનું માનસ વિવિધ વિષયસંચારી શિક્ષણમાં રસ લે છે તેમ મારું માનસ પણ. અભ્યાય ભાષાઓ જુદી છતાં અનેક એ તવ પણું અમારા બંનેનું સમાન. પ્રમાણું અને સાધનને ભેદ બાદ કરતાં વનવિહાર, જલવિહાર, પર્વત પર્યટન, સમુદ્રયાત્રા, પશુપક્ષી પરિચય આદિ રસ બન્નેને સમાન જ. અલબત્ત, એને સાઈકલ-સવારીને તરંગ મને કદી જ આવ્યો નથી, પણ હું ધારું છું ત્યારે અલ્પાહી તરંગ એને ભાગે જ થયો હશે. સમૂહમાં અને એકલાં શેતરંજ રમવાની શોધેલી એની નવી રીતે આજે પણ મારું મન ભાયું. પુસ્તકો અને શિક્ષકે એનાં અને મારાં સમાન મિત્રો. હેલન અંતમાં લખે છે એમ, “મારી જીવનકથા મારા મિત્રોએ ઘડી છે' એ સૂત્ર મારા જીવન વિષે પણ પૂર્ણપણે સત્ય છે. મારા પણ મિત્રોની યાદી ભારે વિશાળ અને તે પણ અનેક આકર્ષક તેજસ્વી નામ અને ગુણના રંગોથી ભૂષિત છે. શ્રત, પરિલિત અને અભ્યસ્ત વિવિધ વિષયોનાં પુસ્તકોની યાદી ભારી ખંત પણ બતાવે અને કાંઈક એકાંગી જડતા પણ. હેલનને પરિચિત ધર્મગુરુઓમાં કોઈ સંકીર્ણ મનને દેખાતા નથી. તેને જે જે બિશપ વગેરે મળ્યા છે તે બધાએ તેને અસાંપ્રદાયિક સત્યને જ માર્ગે દોરવા યત્ન કર્યો છે. સભાગે કે દુર્ભાગ્યે મારી બાબતમાં તેમ નથી બન્યું. છેક લધુવયથી તે બહુ મોડે મોડે સુધી Page #7 -------------------------------------------------------------------------- ________________ સોમૂર્તિ ભગિની { ૧૬૯ આપણા દેશની જડ જનતાને સુલભ એવા જ અતિ સાંકડા મનના અને અંધારામાં પ્રકાશ તેમ જ કૂવામાં સમુદ્ર માની બેઠેલા અનેક ધર્મગુરુએ એક પછી એક મતે મળતા જ રહેલા. છતાં તેમનાં ચરણામાં બેસી ઝીલેલ ધમેધપર ફરી વિચાર કરવાની ફરજ પડે અને આખું માનસ બદલી નાખે એવું વ્યાપક ધર્મભાન કરાવનાર ધર્મપ્રાણ પુરુષોનું પણ મારા જીવનમાં સ્થાન છે. અને તેમાંના ઘણા તે! અત્યારે મેાબૂદ જ છે. * - તે આમ અમારા બંનેનું કેટલુંક સામ્ય છતાં એકવીસ વર્ષ જેટલી નાની ભરે. હેલનના — ‘ એવી ક્ષણુ હોય છે જ્યારે મને એમ લાગે છે કે, શાયલાક તથા ન્યૂડા જેવા લોક અને સેતાન પણ વિશ્વમાં પ્રવર્તમાન સાધુતાના મહાચક્રના ભાંગી ગયેલા આરા છે અને મેગ્ય સમયે પાછા સમારી લેવાશે ’ --આ વાક્યમાં જે મહાવીર, બુદ્ધ, ક્રાઈસ્ટ અને ગાંધીજીની સહજ શ્રદ્દા અને પ્રજ્ઞાઇંદ્રિયના સ્ફુરણનુ ભાન થાય છે, તે આટી પ્રૌઢ ઉમરે પણ સ્વાભાવિક રીતે મારા જીવનક્રમમાં મને દેખાતુ નથી. અલબત્ત, આર્યાવર્તનાં વિવિધ દર્શાનાના અનેક વિષયસ્પર્શી, કામના અને નકામા, જટિલ, કટાંકેલ અને ગ્રંથિલ વાદવિવાદ વચ્ચે પણ મે તેની પારના પ્રજ્ઞામય, શાંત અને સર્વવ્યાપક ભાવનું વિસ્મરણ કદી કર્યું નથી. પણ એ દિશામાં પ્રજ્ઞા દ્રિયનુ જાગરણુ કરવાનું તા હજી મનેાગત જ છે. પ્રસ્તુત પુસ્તક વિષે શ્રીમાન કાકાસાહેબ કાંઈક લખવાના છે એ જો મેં સાંભળ્યું ન હોત તો હું આટલા ટૂંકામાં કદાચ ન પણ પતાવત. છતાં શ્રીયુત મગનભાઈના અનુવાદવાચનથી મારા મન ઉપર પડેલ અનેક છાપામાંની અગત્યની બેએક લખી દેવી ચેાગ્ય છે. અનુવાદ સ્વતંત્ર લખાણ જેવા સીધે છે. અર્થ સમજવામાં શબ્દની, વાકયની કે તેવી ખીજી આંટીઘૂંટી આડે આવતી નથી. અનુવાદક મૂળગત ભાવા સ્પષ્ટ કરવા અને પેાતાની નવશબ્દરચના સમજાવવા જે ક્રૂ કાં પણ મહત્ત્વનાં ટિપ્પા કર્યાં છે તે ન હેાત તા અનુવાદના આત્મા આટલા અર્થપૂર્ણ ન બનત. અનુવાદકમાં જે ભાવપૂર્ણ નવશબ્દસર્જનનું અનુકરણીય સામર્થ્ય દેખાય છે તે ગુજરાતી ભાષાના સમૃદ્ધ અભ્યુદયનાં અનેક લક્ષણામાંનું એક મહત્ત્વનું લક્ષણ છે. એકંદર આખો અનુવાદ અંગ્રેજને ઉચ્ચ શિક્ષણમાં માધ્યમ રાખવાની બળવત્ તરફદારી કરનારને માતૃભાષાના માધ્યમનું સામર્થ્ય સમાવનાર અજિ‚ જવાબ જેવે છે. હું શ્રીયુત મગનભાઈ પાસે એટલી માગણી અવશ્ય કરું છું કે, તેઓ શ્રીમતી હેલનના પછીની વયના ઉત્તરાત્તર પક્વ અને પવતર વિચાર તેમ જ Page #8 -------------------------------------------------------------------------- ________________ 10] દર્શન અને ચિંતઃ અનુભવવાળાં બાકીનાં પુસ્તક અનુવાદિત કરેવાચકે આ અનુવાદમાંથી જીવનરસદાયી ઘણું મેળવી શકશે. તેમ છતાં બહેનને તે આમાંથી ઘણું શીખવાનું મળશે. તેઓ આ અનુવાદ વાંચી એટલું તે વિચારતાં થશે જ કે, જ્યારે ત્રણ ત્રણ બંધનના કિલ્લા પાછળ પુરાયેલ એક લઘુ બાળા તે બંધને તોડી બહાર આવવા દૃઢ નિશ્ચય કરે છે અને તેના જ “મારી એક ક્ષણ પણ જડ સ્થિરતામાં ન ગઈ” શબ્દોમાં કહું તો, તે અનવરત પુરુષાર્થમાં ભાન ભૂલી છેવટે અપંગપણના સહજ બંધનની પેલી પાર રહેલા પિતાના આત્માને પ્રગટાવે છે, ત્યારે એવા એક બંધન વિનાની તે બહેન નિશ્ચય અને પુરુષાર્થ દ્વારા શું શું સાધી ન શંક? શિક્ષણની ધણી માધ્યમિક સંસ્થાઓમાં પાઠય તરીકે નહીં તે છેવટે આ પુસ્તક વાંચવાની ખાસ ભલામણ કરવા જેવું છે. -50 સુખલાલ