________________
સોમૂર્તિ ભગિની
{ ૧૬૯
આપણા દેશની જડ જનતાને સુલભ એવા જ અતિ સાંકડા મનના અને અંધારામાં પ્રકાશ તેમ જ કૂવામાં સમુદ્ર માની બેઠેલા અનેક ધર્મગુરુએ એક પછી એક મતે મળતા જ રહેલા. છતાં તેમનાં ચરણામાં બેસી ઝીલેલ ધમેધપર ફરી વિચાર કરવાની ફરજ પડે અને આખું માનસ બદલી નાખે એવું વ્યાપક ધર્મભાન કરાવનાર ધર્મપ્રાણ પુરુષોનું પણ મારા જીવનમાં સ્થાન છે. અને તેમાંના ઘણા તે! અત્યારે મેાબૂદ જ છે.
*
-
તે
આમ અમારા બંનેનું કેટલુંક સામ્ય છતાં એકવીસ વર્ષ જેટલી નાની ભરે. હેલનના — ‘ એવી ક્ષણુ હોય છે જ્યારે મને એમ લાગે છે કે, શાયલાક તથા ન્યૂડા જેવા લોક અને સેતાન પણ વિશ્વમાં પ્રવર્તમાન સાધુતાના મહાચક્રના ભાંગી ગયેલા આરા છે અને મેગ્ય સમયે પાછા સમારી લેવાશે ’ --આ વાક્યમાં જે મહાવીર, બુદ્ધ, ક્રાઈસ્ટ અને ગાંધીજીની સહજ શ્રદ્દા અને પ્રજ્ઞાઇંદ્રિયના સ્ફુરણનુ ભાન થાય છે, તે આટી પ્રૌઢ ઉમરે પણ સ્વાભાવિક રીતે મારા જીવનક્રમમાં મને દેખાતુ નથી. અલબત્ત, આર્યાવર્તનાં વિવિધ દર્શાનાના અનેક વિષયસ્પર્શી, કામના અને નકામા, જટિલ, કટાંકેલ અને ગ્રંથિલ વાદવિવાદ વચ્ચે પણ મે તેની પારના પ્રજ્ઞામય, શાંત અને સર્વવ્યાપક ભાવનું વિસ્મરણ કદી કર્યું નથી. પણ એ દિશામાં પ્રજ્ઞા દ્રિયનુ જાગરણુ કરવાનું તા હજી મનેાગત જ છે.
પ્રસ્તુત પુસ્તક વિષે શ્રીમાન કાકાસાહેબ કાંઈક લખવાના છે એ જો મેં સાંભળ્યું ન હોત તો હું આટલા ટૂંકામાં કદાચ ન પણ પતાવત. છતાં શ્રીયુત મગનભાઈના અનુવાદવાચનથી મારા મન ઉપર પડેલ અનેક છાપામાંની અગત્યની બેએક લખી દેવી ચેાગ્ય છે. અનુવાદ સ્વતંત્ર લખાણ જેવા સીધે છે. અર્થ સમજવામાં શબ્દની, વાકયની કે તેવી ખીજી આંટીઘૂંટી આડે આવતી નથી. અનુવાદક મૂળગત ભાવા સ્પષ્ટ કરવા અને પેાતાની નવશબ્દરચના સમજાવવા જે ક્રૂ કાં પણ મહત્ત્વનાં ટિપ્પા કર્યાં છે તે ન હેાત તા અનુવાદના આત્મા આટલા અર્થપૂર્ણ ન બનત. અનુવાદકમાં જે ભાવપૂર્ણ નવશબ્દસર્જનનું અનુકરણીય સામર્થ્ય દેખાય છે તે ગુજરાતી ભાષાના સમૃદ્ધ અભ્યુદયનાં અનેક લક્ષણામાંનું એક મહત્ત્વનું લક્ષણ છે. એકંદર આખો અનુવાદ અંગ્રેજને ઉચ્ચ શિક્ષણમાં માધ્યમ રાખવાની બળવત્ તરફદારી કરનારને માતૃભાષાના માધ્યમનું સામર્થ્ય સમાવનાર અજિ‚ જવાબ જેવે છે. હું શ્રીયુત મગનભાઈ પાસે એટલી માગણી અવશ્ય કરું છું કે, તેઓ શ્રીમતી હેલનના પછીની વયના ઉત્તરાત્તર પક્વ અને પવતર વિચાર તેમ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org