________________ 10] દર્શન અને ચિંતઃ અનુભવવાળાં બાકીનાં પુસ્તક અનુવાદિત કરેવાચકે આ અનુવાદમાંથી જીવનરસદાયી ઘણું મેળવી શકશે. તેમ છતાં બહેનને તે આમાંથી ઘણું શીખવાનું મળશે. તેઓ આ અનુવાદ વાંચી એટલું તે વિચારતાં થશે જ કે, જ્યારે ત્રણ ત્રણ બંધનના કિલ્લા પાછળ પુરાયેલ એક લઘુ બાળા તે બંધને તોડી બહાર આવવા દૃઢ નિશ્ચય કરે છે અને તેના જ “મારી એક ક્ષણ પણ જડ સ્થિરતામાં ન ગઈ” શબ્દોમાં કહું તો, તે અનવરત પુરુષાર્થમાં ભાન ભૂલી છેવટે અપંગપણના સહજ બંધનની પેલી પાર રહેલા પિતાના આત્માને પ્રગટાવે છે, ત્યારે એવા એક બંધન વિનાની તે બહેન નિશ્ચય અને પુરુષાર્થ દ્વારા શું શું સાધી ન શંક? શિક્ષણની ધણી માધ્યમિક સંસ્થાઓમાં પાઠય તરીકે નહીં તે છેવટે આ પુસ્તક વાંચવાની ખાસ ભલામણ કરવા જેવું છે. -50 સુખલાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org