Book Title: Tejo Murti Bhagini Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ તેમૂર્તિ ભગિની [૨૪] રચક્ષુ: સ ાળોચનઃ (વા) बागपि सा वक्ति । વીસથી વધારે વર્ષ થયાં હશે, મેં પ્રસિદ્ધ હિંદી પત્રિકા “સરસ્વતી'માં શ્રીમતી હેલનનું સંક્ષિપ્ત પણ અદ્દભુત પુરુષાર્થ અને પ્રતિભાનું સૂચક જીવનચિત્ર વાંચેલું. ત્યારે જ એ બહેન તરફ મારું આકર્ષણ સહજભાવે થયું. એને વિષે વધારે વિગતવાળી સ્પષ્ટ માહિતીની મારી જિજ્ઞાસા અઘપિ જાગતિ જ હતી. પણ મારા મર્યાદિત જીવન અને કાર્યક્ષેત્રમાં એને સંતોષવાની તક મને મળી ન હતી. તેટલામાં ગત મે માસમાં શ્રીયુત ગોપાલદાસભાઈએ મને એક દિવસ કહ્યું કે, વર્ધાથી મગનભાઈ પુછાવે છે કે, તેમણે શ્રીમતી હેલનની જીવનકથાનો ગુજરાતી અનુવાદ કર્યો છે તે તમને અર્પણ કરવા ઈચ્છે છે, ને જે તે સ્વીકારે તે તેના પ્રારંભમાં તમે સ્વીકારરૂપે કાંઈક લખી આપે એમ પણ ઇચ્છે છે. મેં તરત જ કહ્યું, “હું એ વાંચી પછી હા ના કર્યું. જે એના વાચન પછી જરા પણ મને લખવાને મારો અધિકાર જણાશે તે અવશ્ય કાંઈક લખીશ.” મને તરત જ અનુવાદના ફરમા મળ્યા. ભારે ઘણાં વર્ષ પહેલાનું શ્રીમતી હેલન પ્રત્યેનું આકર્ષણ અને તેના જીવન વિષેની જિજ્ઞાસા એ બંને એટલાં બધાં તીવ્રપણે સજીવ થઈ ગયાં કે, તે વખતના ચાલું લેખન અને સતત મનનકાર્યના પ્રવાહો મારા મનને બીજી દિશામાં જતાં રોકી શક્યા નહીં. કાંઈક અંશે સમશીલ જીવનકથા સાંભળતાં જ અનેક વિચારે ઊભરાયા. પણ અહીં તે મર્યાદાનુસાર ટૂંકમાં જ પતાવવું યોગ્ય છે. અનુકૂળતા રહી તે ક્યારેક મારા પિતાના વિદ્યાવ્યવસાય વિષેની જીવનરમૃતિ લખવાની ઈચ્છા મૂર્ત થશે. મેં શ્રીમતી હેલનને “તેજોમૂર્તિ” અને “ભગિની’ એવાં બે વિશેષ આપ્યાં છે, તે સાભિપ્રાય છે. એની જીવનકથામાં પદે પદે પુરુષાર્થ અને પ્રતિભાના તેજ સિવાય બીજું કાંઈ જ દષ્ટિગોચર નથી થતું. એના પુરુષાર્થ અને પ્રતિભારૂપ તેજના અંબારમાં એની શરીરમૂર્તિ અદભૂત થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8