Book Title: Tejo Murti Bhagini Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 5
________________ તેમતિ ભગિની [૧૬૭ તેજની આ મૂર્તિના સમગ્ર આશ્ચર્યકારી વિકાસનો મૂળ આધાર–ઉપાદાન માત્ર તેને આત્મા જ નથી. તેને આત્મા ગમે તે સામર્થ્યશાળી હેત અને છતાં તેને અમેરિકાસુલભ જડચેતન સગવડ મળી ન હત, તે એ તારે ઊગતાં જ આથમી જાત. ઈદ્રિયોની નિબિડતર અને નિબિડતોબ બેડીઓ છતાં જ્યારે અભ્યાસમાર્ગમાં આગળ ધપવાની હેલનને તાલાવેલી લાગે છે, તેમ જ ખોડ વિનાના સહચારીઓ સાથે રહેવાની અને તેમનાથી પણ આગળ વધવાની ધૂન લાગે છે, ત્યારે જે મુશ્કેલીઓ અને જે નિરાશા અનુભવાય છે, તે ઘણે સ્થળે મારી અને હેલનની એક જેવી છે. એ બધાની સરખામણીને તે આ સ્થળે અવકાશ નથી. છતાં ડીક સરખામણીએ આપવી યોગ્ય થશે. હેલને કોલેજ વાતેની તૈયારી કરવાને વિચાર કર્યો, તેની લાચાર સ્થિતિમાં જે મુશ્કેલીઓ સંભવે તેના વિચારથી. હેલનના હિતૈષીઓએ એ બાબત ભારે વિરોધ કર્યો. પણ ક્યાં એ હિતૈષીને તીવ્ર વિરોધ અને ક્યાં એને દુર્દમ તીવ્રતર કાર્યોત્સાહ ? અતિ હેલન જતી. મારામાં અણધારી કયારેક કાશી જવાની ભાવના પ્રગટી. બધા જ હિતૈષીઓનો પ્રબળતર વિરોધ; પણ અંતે એ ભાવનાના તીવ્રતમ વેગે મને કાશીમાં જ જઈ પટક્યો. પરીક્ષાને પ્રસંગ તે અમારા બંનેને લગભગ એક જેવો છે. હેલન પરીક્ષામાં પ્રથમ બેઠી ત્યારે એને પ્રશ્નપત્ર સમજાવનાર કુશળ, ઉત્તર લખવાનો સમય પૂરત, અને લખ્યા પછી બચત સમયમાં ભૂલ સુધારવાની નિરીક્ષકે કરી આપેલી તક; આ બધી પૂરી સગવડ, પણ પછી જ્યારે તે આગલી પરીક્ષામાં બેઠી ત્યારે સગવડનું તંત્ર અગવડમાં પરિણમ્યું અને હેલનને પરીક્ષાની ભયંકરતાને સાક્ષાત્કાર થયો. મારી પણ એ જ દશા. કાશી કવીન્સ કેલેજમાં પહેલી વાર પરીક્ષા આપવા બેઠે ત્યારે લેખકની ખામીનું ફળ ભોગવવાને પ્રસંગ આવતાં જ એક ભલા નિરીક્ષક બંગાળી ભટ્ટાચાર્ય એ પામી ગયા. અને નવેસર સગવડ થતાં હું ઉચ્ચ ધોરણે જ પસાર થ... પણ આગલા વર્ષોમાં વ્યવસ્થાપક અને પરીક્ષાની બેપરવાઈ તથા અનાવડત, જોઈ મને પણ પરીક્ષાનું મૂલ્ય સમજાયું અને પરીક્ષાને અર્થે રસ્તો કાપ્યા પછી પરીક્ષકના એ જ કમરામાં સંકલ્પ કર્યો કે, આજ પછી પરીક્ષા નિમિતે આ અવિચારી ખાનામાં કે કતલખાનામાં દાસ કે પશુ બની દાખલ ન થવું. મને યાદ છે કે, એ નિશ્ચય પછી લગભગ વીસ વર્ષે હું ફરી એ કવીન્સ કોલેજમાં અભ્યાસક્રમ ઉપર વિચાર કરવાના ત્યાંના રજિસ્ટ્રારના, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8