SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮] દર્શન અને ચિંતન આમંત્રણને સ્વીકારી હિંદુ યુનિવર્સિટીના એક અધ્યાપક તરીકે જ ગયો, પણ પરીક્ષ્ય વિદ્યાર્થી તરીકે નહીં. હેલન સ્કૂલ અને કોલેજના વિદ્યામય વાતાવરણમાંથી જ્યારે જ્ઞાનતૃષા શમાવે છે, ત્યારે એ પિતાની અપંગતાનું ભાન ભૂલી ચિત્ત-શક્તિના અલૌકિક આનંદને અનુભવ કરે છે ને એમાંથી જીવનકથા જેવાં મધુર ફળ પીરસે છે. ભારી પણ લગભગ એ જ દશા રહી છે. બાહ્ય અને આંતરિક વિક્ષેપના મૃત્યુને તટે લાવી મૂકે એવા સંભાર વચ્ચે મને વિવિધ શાસ્ત્રોના અભ્યાસ, ચિંતન અને લેખને જ બચાવી સ્વસંવેદ્ય અલૈકિક આનંદભૂમિકા ઉપર મૂક્યો છે. હેલન કોલેજમાં યાંત્રિક રીતે શીખવતા અધ્યાપકોની શુષ્ક દોડની પિતાની પરિસ્થિતિને કારણે ટીકા કરે છે ત્યારે પણ તેને સમુદ્રમાં મીઠી વીરડી જેવા વિરલ અધ્યાપકે મળે છે, જેઓ હેલનને રસમય શિક્ષણથી તરબોળ કરી દે છે. સાંકડી અભ્યાસકેડમાં સતત પુરાયેલ શાસ્ત્રગાના અર્થહીન શબ્દરતનોમાંથી દૂધને બદલે રાત ખેંચી તેને દૂધ માની–મનાવી પિવરાવનાર પંડિત–પે વચ્ચે મને પણ સતત શુદ્ધ દુધવલ કામદુઘા જેવા વિરલ અધ્યાપક બહુ મોડે મોડે પણ મળેલા અને હજીયે છે. જેમ હેલનનું માનસ વિવિધ વિષયસંચારી શિક્ષણમાં રસ લે છે તેમ મારું માનસ પણ. અભ્યાય ભાષાઓ જુદી છતાં અનેક એ તવ પણું અમારા બંનેનું સમાન. પ્રમાણું અને સાધનને ભેદ બાદ કરતાં વનવિહાર, જલવિહાર, પર્વત પર્યટન, સમુદ્રયાત્રા, પશુપક્ષી પરિચય આદિ રસ બન્નેને સમાન જ. અલબત્ત, એને સાઈકલ-સવારીને તરંગ મને કદી જ આવ્યો નથી, પણ હું ધારું છું ત્યારે અલ્પાહી તરંગ એને ભાગે જ થયો હશે. સમૂહમાં અને એકલાં શેતરંજ રમવાની શોધેલી એની નવી રીતે આજે પણ મારું મન ભાયું. પુસ્તકો અને શિક્ષકે એનાં અને મારાં સમાન મિત્રો. હેલન અંતમાં લખે છે એમ, “મારી જીવનકથા મારા મિત્રોએ ઘડી છે' એ સૂત્ર મારા જીવન વિષે પણ પૂર્ણપણે સત્ય છે. મારા પણ મિત્રોની યાદી ભારે વિશાળ અને તે પણ અનેક આકર્ષક તેજસ્વી નામ અને ગુણના રંગોથી ભૂષિત છે. શ્રત, પરિલિત અને અભ્યસ્ત વિવિધ વિષયોનાં પુસ્તકોની યાદી ભારી ખંત પણ બતાવે અને કાંઈક એકાંગી જડતા પણ. હેલનને પરિચિત ધર્મગુરુઓમાં કોઈ સંકીર્ણ મનને દેખાતા નથી. તેને જે જે બિશપ વગેરે મળ્યા છે તે બધાએ તેને અસાંપ્રદાયિક સત્યને જ માર્ગે દોરવા યત્ન કર્યો છે. સભાગે કે દુર્ભાગ્યે મારી બાબતમાં તેમ નથી બન્યું. છેક લધુવયથી તે બહુ મોડે મોડે સુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249296
Book TitleTejo Murti Bhagini
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages8
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size145 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy