Book Title: Tarak Shree Samyktvana 67 Prakar
Author(s): Gunsagarsuri
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Catalog link: https://jainqq.org/explore/230136/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ MI 00000000 તારક શ્રી સમ્યકત્વના સડસઠ પ્રકાર અચલગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય દેવશ્રી ગુણસાગરસૂરીધરજી મ. સા. [ પરમ તારક ગુરુદેવ પૂ॰ આચાર્યં ભગવતશ્રીએ પોતાની અનેકવિધ શાસનપ્રવૃત્તિએ હોવા છતાં આ લેખ તૈયાર કરી આપેલો છે. સમ્યકત્વ એ ધર્માંરૂપી મહેલના પાયેા છે. સમ્યકત્વ વિના સ્વીકારાયેલાં અહિંસાદિ ત્રતા પણ એટલાં તારક બની શકતાં નથી અર્થાત્ નિરક છે. કારણ કે સમ્યકત્વ વિના પરમ તારક શ્રી જિનેશ્વર પરમાત્મા અને એમનાં વચને પર શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી. પોતાના જીવનને ઉર્ધ્વગામી બનાવવા આ લેખ સૌ માટે મનનીય અને છે. - સપાદક ] જીવને ઉપશમ સમ્યક્ત્વ, ક્ષયેાપશમ સમ્યક્ત્વ અને ક્ષાયિક સમ્યક્ત્વ અનુક્રમે દશ નમેાહનીય કર્માંના ઉપશમથી, ક્ષય અને ઉપશમથી તથા ક્ષયથી પ્રાપ્ત થાય છે. દનમેાહનીય કુર્માંના ક્ષયથી ઉત્પન્ન થતુ ક્ષાયિક સમ્યક્ત્વ તદ્ન ચાખ્ખું સમ્યક્ત્વ છે. નિશ્ચયથી તેને ખરેખરું સાચુ' સમ્યક્ત્વ કહેલું છે. એ મેક્ષ અપાવનારું છે. આ સમ્યક્ત્વને સ'પૂર્ણપણે આવરનાર કર્મને મિથ્યાત્વ માહનીય કહેલું છે. સમ્યક્ત્વને અડધું આવરણ કરનાર કને મિશ્રમેહનીય ક` કહેલું છે તથા સમ્યક્ત્વને તદ્દન અલ્પ આવરનાર કને સમ્યકૃત્વમાહનીય કર્મ કહેલું' છે. કાઁની આ ત્રણ પ્રકૃતિએ તથા અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેાભની ચાર પ્રકૃતિએ એમ આ સાત પ્રકૃતિએ દનમોહનીય કર્મોની કહેલી છે. એ દનમેાહનીય કર્મીની સાતે પ્રકૃતિને ક્ષય થાય ત્યારે ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. આ ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય ત્યારે જીવ ચૌદ ગુણસ્થાનકોમાંથી ચેાથા સમ્યક્ત્વ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. એ ક્ષાયિક સમ્યક્ત્વના પ્રતાપે જીવ ચૌદમા ગુણસ્થાનક સુધી પહોંચી મોક્ષ પ્રાપ્ત કરે છે, એટલે સદાને માટે જીવ સ`પૂર્ણપણે કમુક્ત, સંપૂર્ણ દુઃખમુક્ત અવસ્થા પ્રાપ્ત કરીને શાશ્વત કાળ પર્યંત સુખી થઈ જાય છે. શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ Page #2 -------------------------------------------------------------------------- ________________ [ 2 ]bhashshah chased એ ક્ષાયિક સમ્યક્ત્વ જીવને પ્રાપ્ત થયેલ હાય તો તેને સમજવા માટે અને પ્રાપ્ત ન થયેલ હેાય તેા તેને પ્રાપ્ત કરવા માટે અત્યંત ઉપયેાગી એવા આચાર-વિચારાને પણ વ્યવહારથી સમ્યક્ત્વ કહેલ છે. સમ્યક્ત્વ વિના જિનેશ્વર દેવાએ કહેલાં દાન, શીલ, તપ વગેરે ધ આરાધનાએ પણ મોક્ષસુખ આપી શકતી નથી. તેથી મેાક્ષસુખ મેળવવા માટે સમ્યક્ત્વની પ્રાપ્તિ અત્યંત આવશ્યક જ છે. એ સમ્યક્ત્વ આપણામાં છે કે નહીં તે સમજવા માટે અને ન હોય તા એ સમ્યક્ત્વ પ્રાપ્ત કરવા માટે સમ્યક્ત્વના સડસઠ પ્રકારે સમજવા અતિશય ઉપયેગી હેાવાથી, તેમનુ સક્ષિપ્ત વર્ણન આ પ્રમાણે કર્યુ છે : (૧) ચાર સદ્ગુણા, (૨) ત્રણ લિંગ, (૩) દશ પ્રકારને વિનય, (૪) ત્રણ શુદ્ધિ, (૫) પાંચ દૂષણા, (૬) આઠ પ્રભાવક, (૭) પાંચ ભૂષણેા, (૮) પાંચ લક્ષણા, (૯) છ યતનાએ, (૧૦) છ આગારા, (૧૧) છ ભાવનાએ, (૧૨) છ સ્થાન. આ પ્રમાણે ખાર વિભાગોથી સમ્યકૃત્વના સડસઠ પ્રકારો કહેલા છે. asasasasasksasasasasasasasasasasashbas ૧. ચાર સહેણા પહેલા અધિકારમાં કહેલી ચાર સદ્ગુણા એટલે ચાર પ્રકારની શ્રદ્ધા. પહેલી સહા : જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, અંધ અને મેાક્ષ. આ નવ તત્ત્વ! સજ્ઞ અને વીતરાગ થયેલા અનતજ્ઞાની એવા તીર્થંકર પરમાત્માએાએ કહેલાં છે, તેથી તે સત્ય છે. એવી શ્રદ્ધા ધરતેા (જીવ) એ નવ તત્ત્વનું જ્ઞાન મેળવે અને એ નવ તત્ત્વના અર્ધાંને વિચારે. એટલે સર્વજ્ઞાએ કહ્યુ` છે કે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્માંના કર્તા છે, આત્મા કફળના ભક્તા છે, આત્માને મેક્ષ છે અને આત્માને મેાક્ષ પ્રાપ્ત કરવાના ઉપાયે। . આ જગતમાં છે જ. આ રીતે જીવ સ’બધી જાણે અને વિચારે. વળી, અજીવ તત્ત્વ પણ આ જગતમાં ભરેલ છે. જગતમાં અજીવ તત્ત્વ છે, તેથી જ જીવ આ સ`સારીપણાના જીવનને જીવી રહેલા છે. અજીવ સ્વરૂપ પુદ્ગલાસ્તિકાય આ જગતમાં છે, તેથી આ દૃશ્ય જગત દેખાય છે અને આ જીવ ક બંધનાથી અધાઈ ચેાશી લાખ જીવયેાનિએમાં જન્મ-મરણાદિને પામતા તથા ભોગવતા રખડયા કરે છે. પુણ્ય તત્ત્વ પણ જગતમાં છે. એ પુણ્ય તત્ત્વના પ્રતાપે સાંસારિક સુખસગવડો પ્રાપ્ત થાય છે અને મેાક્ષ પ્રાપ્ત કરવા માટેની યોગ્ય સામગ્રી પણ પ્રાપ્ત થાય છે, તેમ જ મેાક્ષ પણ મેળવી શકાય છે. પાપ તત્ત્વ પણ જગતમાં છે. એ પાપ તત્ત્વના પ્રતાપે જીવને અનંતકાળ સુધી અસહ્ય દુઃખો નરક તિય ચાદિ ચારે ગતિમાં ભાગવવાં પડે છે. આ પાપ તત્ત્વ માને પ્રાપ્ત કરવામાં સહાયક નથી. આશ્રવ તત્ત્વ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, શ્રી આર્ય કલ્યાણૌતન્નસ્મૃતિગ્રંથ Page #3 -------------------------------------------------------------------------- ________________ ડusself.ssl-sessssssss.off-sale - s essl-ses slowls so is of s fe f des de sle of dose of sed. ઇદ્રિયો અને મનવચનકાયાને વેગથી આત્મામાં શુભાશુભ આશ્રવને પ્રવેશ થાય છે અને કર્મબંધ થાય છે. અશુભ કર્મબંધ ઉદયમાં આવી આત્માને અનંત કાળ નરકાદિ ચારે ગતિમાં ભમાવે છે. કાંઈક શુભાવ થાય, શુભ કર્મબંધ થાય, તે ઉદયમાં આવે તે સુખપ્રાપ્તિ અને અંતે મોક્ષ સુખની પ્રાપ્તિનાં સાધન મેળવવામાં ઉપયોગી થાય છે. આશ્રવને રોકી નવા કર્મબંધ કરવા ન દેનારું સંવર તત્વ છે અને જૂના કર્મબંધનેને નાશ કરનારું નિર્જરા તત્ત્વ છે. આ સંવર તત્વ અને નિર્જરા તત્ત્વને સંપૂર્ણપણે જીવનમાં વણી લેવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, સર્વ દુઃખથી આત્મ સદાને માટે છૂટી જાય છે અને શાશ્વત સુખમાં મહાલે છે. આ રીતે આ નવ તત્વના અર્થ પરમાર્થ જાણે, વિચારો, માને એ પહેલી સહણા કહેવાય. બીજી સહયું ઃ નવ તત્વના જાણ, વિશુદ્ધ સંયમ માર્ગવાળા સાધુપણાને પાળનાર, મુનિગુણ ગ્રહણ કરવામાં ઝવેરી જેવા, સમતા રસમાં ઝીલનારા અને જિનેશ્વર દેવેએ બતાવેલા વિશુદ્ધ ધર્મને બોધ આપનારા એવા ગુરુઓને તારક સમજીને તેમની સેવા કરવી તે બીજી સહણા-શ્રદ્ધા જાણવી. ત્રીજી સહયું ઃ જિનેશ્વર દેવાએ કહેલ નવ તત્ત્વોની શ્રદ્ધાથી ભ્રષ્ટ થયેલા, સમ્યક્ત્વનું વમન કરનારા, સત્યને છુપાવનારા, સાધુના આચારથી રહિત, સ્વચ્છેદાચારી, સાધુવેશને લજવનારા એવા નિનવ, યથાદ, પાસસ્થા, કુશીલિયા અને વેશ વિડંબકાદિને દૂરથી જ તજવા, એમને સંગ ન કરે, તે ત્રીજી સહણ જાણવી. ચેથી સહણું : અન્ય ધર્મને પ્રચાર કરનારા, જૈન ધર્મથી ચલિત કરી દે તેવા અન્ય ધમીઓને સંગ ન કરે. એવા હીન આત્માઓને સંગ જેઓ તજતા નથી, તેઓ સમુદ્રને સંગ કરનારી ગંગા નદીની જેમ પોતાના ગુણો બેઈ બેસે છે. તેથી અન્ય દર્શનીઓને સંગ તજ, એ જેથી સડણ જાણવી. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે, સમ્યકત્વના બાર અધિકારોમાં (વિભાગોમાં) સડસઠ ભેદ કહેવામાં આવ્યા છે. તેમાંના કેઈ પણ એક અધિકારમાં કહેલા પ્રકારેને બરાબર જીવનમાં ઉતારનારને સમ્યત્વ હોય છે, ન હોય તો તે પ્રાપ્ત થાય છે અને હોય તે તે ટકી રહે છે. શાસ્ત્રમાં નવ તને જે જાણે અથવા જે શ્રદ્ધાપૂર્વક માને તેને સમ્યક્ત્વ હોય છે એમ કહેલું છે. (૧) જિનપ્રણત નવ તત્વ શ્રદ્ધાપૂર્વક સ્વીકારે, જાણે, વિચારે, (૨) જિનપ્રણીત વિશુદ્ધ ચારિત્ર પાળનારા અને તેને ઉપદેશ આપનારા સગુણી, ગીતાર્થ મુનિવરોની સેવા કરે, મિ શ્રી આર્ય કથાણા ગોતમ સ્મૃતિગ્રંથ છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ [x]desteste testostestesteste deste lastestestestestetestetestetestsiestetestetsketestetstestetstestetstesteste siste festestesietenkstedsdagstestet deskto (૩) સમ્યકત્વથી ભ્રષ્ટ મુનિઓનો ત્યાગ કરે અને (૪) અન્ય ધર્મપ્રચારકોને સંગ દૂર તજે. એ ચાર સદ્દતણું ધારનારને સમ્યક્ત્વમાં શંકા શી હોઈ શકે ? આ ચાર પ્રકાર જેમાં હોય, તેમાં બાકીના ૬૩ પ્રકારો પણ ગૌણપણે સમાતા જણાય. દરેક અધિકારમાં એ પ્રમાણે સમજવું. બાર અધિકારમાં સડસઠ પ્રકાર જુદી જુદી રૂચિ, શક્તિ અને યોગ્યતાવાળા જીને ઉદ્દેશીને જણાવ્યા છે, એમ સમજવું. ૨. ત્રણ લિંગ પહેલું લિંગ ઃ જિનેશ્વર દેવાએ કહેલાં શાસ્ત્રોને શ્રવણ કરવાની અતિશય, અનિવાર્ય અભિલાષા હોય. જેમ કોઈ સંગીતજ્ઞ અત્યંત ધનવાન, સુખી, યુવાન, સૌંદર્ય લાવણ્યવતી પોતાની નવયૌવના પત્ની સાથે હોય અને તેને દેવતાઓનું સંગીત સાંભળવા મળી જાય, તે તે સાંભળવામાં તેને એટલે આનંદ આવે, તેના કરતાં અનેકગણે આનંદ જૈન શાસ્ત્ર સાંભળવામાં જીવને આવે, એ મૃત અભિલાષ નામે પહેલું લિંગ જાણવું. બીજુ લિંગ ઃ જિનેશ્વર દેએ કહેલા ધર્મની પ્રાપ્તિનો, ધર્મ આચરવાનો અતિશય આનંદ હોય તે દઢ ધર્મરાગરૂપે બીજું લિંગ છે. જેમ કોઈ દુઃખી બ્રાહ્મણ કઈ ભયંકર અટવીને મહા કષ્ટોથી ઓળંગીને આવતા હોય ત્યારે તેને કઈ લાગણીથી ભેજના માટે ઘેબર આપે, તે તેને કેટલો આનંદ થાય? તેથી અતિશય વધારે આનંદ જૈન ધર્મની પ્રાપ્તિથી થાય, તે જૈન ધર્મ પર દઢ રાગરૂપ બીજું લિંગ જાણવું. ત્રીજ' લિંગ : વિદ્યાસાધકની પેઠે આળસરહિતપણે જૈનદેવગુરુની અપ્રમત્તતાપૂર્વક સતત સેવા, વૈયાવચ્ચ કરે. એ રીતે જૈન ધર્મની આરાધના કરે. તીર્થકર બની જગતને જૈન ધર્મ પમાડનારા દેવ તથા જૈન ધર્મને જીવનમાં વણી લઈ જૈનશાસ્ત્રને અભ્યાસ કરી જગતને જિનેશ્વરેને ધર્મરૂપ સંદેશ પહોંચાડી ઉપકાર કરતા ગુરુઓની અત્યંત રાગપૂર્વક અપ્રમત્તપણે સતત સેવા, વૈયાવચ્ચ કરે, તે દેવગુરુ સેવા વૈયાવચરૂપ ત્રીજું લિંગ જાણવું. આ ત્રણ લિગે જે જીવમાં હોય, તેમાં સમ્યક્ત્વ હોય છે, અથવા તેને તે પ્રાપ્ત થાય છે અને તે સમ્યક્ત્વ રક્ષાય છે. ૩. દશ પ્રકારનો વિનય (૧) અરિહંત પરમાત્માને વિય, (૨) સિદ્ધ પરમાત્માઓનો વિનય, (૩) આચાર્ય ભગવંતોને વિનય, (૪) ઉપાધ્યાય ભગવંતોને વિનય, (૫) સાધુ ભગવંતને વિનય, (૬) 3D શ્રી આર્ય કરયાણગૌતમસ્મૃતિગ્રંથ Page #5 -------------------------------------------------------------------------- ________________ ssad ste............so sisteststes *****.testivists.essess.od...aspossistakesle kioskolso slow lose & s lesje s[1] જિન પ્રતિમાઓ, જિન મંદિરોને વિનય, (7) જેન સિદ્ધાંત, જૈન શાસ્ત્રોને વિનય, (8) દશ પ્રકારના જૈન સાધુધર્મને વિનય, (9) જૈન શાસનના અંગભૂત ચતુવિધ શ્રી જૈન સંઘન, પ્રવચન-તીર્થને વિનય, (10) સમ્યત્વને વિનય એટલે સમ્યકત્વધારી ભવ્યાત્માઓને અને સભ્યત્વ ગુણ તથા તેને પમાડનારાં, ખીલવનારાં સાધનને વિનય. આ દશ પ્રકારને વિનય આ રીતના પાંચ પ્રકારે કરે : (1) ભકિતથી એટલે બહારની સેવા કરવાથી, (2) બહુમાનથી એટલે હાર્દિક પ્રેમથી, (3) ગુણસ્તુતિથી એટલે એમના ગુણગાન કરવાથી, (4) અવગુણ ઢાંકવાથી, (એટલે જે સમયે એમને અમુક અવગુણ ન ઢાંકીએ તો શાસનને ભારે નુકસાન થાય કે જૈન ધર્મની હેલના થાય તેવા વખતે તેવા અવગુણને ઢાંકવો એમ સમજવું) (5) આશાતના ન કરવી, અપમાન ન કરવું. ઉપર જણાવેલા અરિહંતાદિ દશનો ભકિત-બહુમાન વગેરે પાંચ પ્રકારે વિનય કરે. એ દશનો જે વિનય કરે છે, તેને સમ્યકત્વ હોય છે અથવા તેને તે પ્રાપ્ત થાય છે અને તેનું સમ્યક્ત્વ નિર્મળ બને છે. ધર્મનું મૂળ વિનય છે. તેથી આ દશને વિનય કરવામાં સતત ઉદ્યમશીલ રહેવું જોઈએ. 4. ત્રણ પ્રકારની શુદ્ધિ (1) મન શુદ્ધિ, (2) વચન શુદ્ધિ, (3) કાયા શુદ્ધિ. 1. મન શુદ્ધિ : આ જગતમાં કઈ સાચા તારક હોય છે તે જિનેશ્વર દે છે. અને જૈન મત છે. એટલે જિનેશ્વર દે તથા જૈન શાસન, જૈન શાસ્ત્ર, અરિહંત પરમાત્માનો ઉપદેશ તથા એ ઉપદેશને ઝીલનારા, પાળનારા, ઉપદેશનારા જૈન ગુરુઓ તથા જૈન ધર્મ જ તારક છે. બીજા ડુબાડી દેનારા છે એવો જે મનને મક્કમ નિર્ણય હોય તેને મન શુદ્ધિ કહેવાય. - 2. વચન શુદ્ધિ : જે કાર્ય જિનેશ્વર દેવેની ભક્તિથી ન થાય તે બીજાથી ન જ થાય. એ રીતે વચનથી બોલાતું હોય, તેને વચન શુદ્ધિ કહેવાય. 3. કાયા શુદ્ધિ : જિનેશ્વર દેવ સિવાયના દેવને નમાવવા માટે કઈ છેદ હોય, ભેદતે હોય, કષ્ટ આપતો હોય અને અસહ્ય વેદનાઓ કરી દેતા હોય તે પણ જે તારક તરીકે જિનેશ્વર દેવ, જૈન તીર્થો કે જેન ગુરુઓ સિવાય બીજાને નમતું નથી તેની તે કાયા શુદ્ધિ કહેવાય. પ. સભ્યત્વનાં પાંચ દૂષણે (1) શંકા, (2) કાંક્ષા, (3) વિચિકિત્સા, (4) મિશ્યામતિઓપરંપાખંડીઓની પ્રશંસા, (5) મિથ્યામતિઓ-પપાખંડીઓનો પરિચય અર્થાત સંગ. આ પાંચ દૂષણે ની શ્રઆર્ય કરયાણાગતિ સ્મૃતિગ્રંથ 25 Page #6 -------------------------------------------------------------------------- ________________ Is tostadastosta de destesto sodastada stastestestosteste state astestestestodestoste desto se destado de lostosa sestestostestosteslestestede testeste deste asoslastestosteste સમયકૃત્વને મલિન કરનારાં છે, તેથી એ પાચ દૂષણ સેવવાં નહિ. જીવનમાં આણવાં નહિ. (1) શ્રી તીર્થંકર પરમાત્માઓ રાગદ્વેષ રહિત હોય છે, તેથી તેમને રાજા કે રંક. સમાન જણાય છે. તેઓ ક્યારેય પણ ખોટું બોલતા નથી તથા તેઓશ્રી સર્વજ્ઞ હોય છે. એટલે તેઓ સમગ્ર જગતના પદાર્થોને સંપૂર્ણપણે જાણતા હોવાથી એમણે જણાવેલા તત્ત્વજ્ઞાન અને અન્ય બાબતમાં આપણે શંકા કરવી ન જોઈએ. (2) શ્રી જિનેશ્વર દેવી માતાના ઉદરમાં આવે ત્યારથી મતિજ્ઞાન થતજ્ઞાન, અને અવધિ જ્ઞાનયુક્ત હોય છે. દીક્ષા લે છે ત્યારે તેમને ચોથું મન:પર્યાય જ્ઞાન થાય છે. છતાં તેઓ પિતાને અપૂર્ણ માની જીવને ઉપદેશ આપતા નથી, સર્વજ્ઞ થયા પછી જ ધર્મ કહે છે. એ કારણે એમને કહેલ ધર્મ પૂર્ણ છે, તારક છે, મેક્ષ આપવાની તાકાત ધરાવે છે. તે સિવાયના ધર્મો અપૂર્ણ અને રાગદ્વેષયુક્ત વ્યક્તિઓએ કહેલ હોવાથી તારક બની શકતા નથી, તેથી જૈન ધર્મ સિવાયના ધર્મની અભિલાષા ન કરવી જોઈએ. તેમ સર્વ ધર્મ સરખા માનવા નહિ. એ રીતે કાંક્ષા દોષને સેવ નહિ. (3) શ્રી જિનેશ્વર દેવોએ સર્વજ્ઞ થઈને ધર્મ અને અધર્મનાં ફળ કહ્યાં છે, તેથી ધર્મના ફળમાં સંશય રાખવે નહિ અને મલમલિન શરીરવાળા સાધુઓ કે સાધ્વીઓને જઈ, તેમની દુર્ગછા કરવી નહીં. એ રીતે વિચિકિત્સા દેવ સેવ નહિ. આ રીતે ત્રીજું દૂષણ નિવારવું. (4) મિથ્યામતિઓ-પરપાખંડીઓના ગુણની પ્રશંસા કરવાથી બાળ જ મિથ્યામતિઓના મતમાં ખેંચાઈ જાય છે, જૈન ધર્મથી દૂર થઈ જાય છે. એનું ભયંકર પાપ પ્રશંસા કરનારને લાગે છે અને મિથ્યામતિઓના સંસારમાં રખડાવનાર મતની પુષ્ટિ થાય તે બીજા પણ ઘણું જીવો એ મતમાં ફસાતા જાય. તેથી અન્ય જીના ભલા માટે પણ મિથ્યામતિઓના ગુણની પ્રશંસા ન કરવી જોઈએ. આમ કરીને આ ચોથા દૂષણથી જીવે દૂર રહેવું જોઈએ. (5) મિથ્યામતિઓને-પરપાખંડીઓને પરિચય ન કરે. જે તેમને પરિચય કરતા થવાય તો બાળ જીવે પણ તેમના પરિચયમાં આવવા માંડે અને એમની વચન જાળમાં બંધાઈ જઈ જૈન ધર્મ જેવા તારક ધર્મને ખોઈ બેસે છે. એની પરંપરા ચાલે તેથી મહાન અનર્થ થાય છે. એટલે મિથ્યામતિઓના પરિચયને તજીને પાંચમાં દૂષણથી દૂર રહેવું. અધ્યાત્મવાદથી કફઝ આર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ o . Page #7 -------------------------------------------------------------------------- ________________ sadossosdeedessessessedsefessedeeeeeeeeeSeSess associated discussessomsofesseds) દૂર કરાવવા ઈચ્છનારાઓ અને ભૌતિકવાદ તરફ લઈ જનારાઓને પરિચય પણ તજ જરૂરી છે. એ તજીને ભવ્ય છાએ પાંચમા દુષણથી બચવું. આ રીતે આ પાંચ દૂષણે તજનારાઓમાં સમ્યકત્વ હોય છે અથવા આવે છે અને હોય તો તે નિર્મળ બને છે. 6. આઠ પ્રભાવ (1) પાંચ મહાવ્રતધારી, મહાન ચારિત્ર્યવાન, ગુણવાન રહી વર્તમાન શ્રુતજ્ઞાન-જૈન શાસ્ત્રોના પરમ જ્ઞાતા હોય અને બીજાઓને પણ એ શાસ્ત્રોનું જ્ઞાન, બીજા ચિત્તમાં ચમત્કાર પામે એ રીતનું આપી શકે, શાસ્ત્રોના જ્ઞાનથી જૈન શાસનને પ્રભાવ વધારી શકે તે પ્રાવચનિક નામે પ્રથમ પ્રભાવક જાણવા. (2) જૈન શાસ્ત્રોનું જ્ઞાન મેળવીને મહાન ઉપદેશકની શક્તિ જેમણે પ્રાપ્ત કરી હોય તે બીજા ધર્મકથી પ્રભાવક કહેવાય. જેમ મહારાજા શ્રેણિકના પુત્ર નંદિષેણ મુનિ ઉપદેશક શક્તિથી વેશ્યાને ત્યાં આવનારા સીલંપટ માણસેમાંથી પણ દરાજ દશ દશ માણસને પ્રતિબધી પરમાત્મા મહાવીર દેવ પાસે મેકલી દીક્ષા લેવરાવતા હતા. બાર વર્ષ સુધી દરરોજના દશ દશને પ્રતિબંધી અંતે એક દિવસ નવ મનુષ્ય પ્રતિબોધાયા અને દશમે પ્રતિબધા નહિ, એટલે પિતે દશમા બની પ્રભુ મહાવીર પાસે જઈને દીક્ષા લીધી. એ નંદિષણ મુનિની પેઠે બીજા ધર્મકથી પ્રભાવક જાણવા. (3) જૈન શાસ્ત્રોને અભ્યાસ કરી, તર્કશાસ્ત્રનો પણ ગહન અભ્યાસ કરી, ગમે તેવા તે વખતના વાદ કરનારને જાહેરમાં પરાજ્ય પમાડીને જિન શાસનનો પ્રભાવ વધારે, તે વાદી નામે ત્રીજા પ્રભાવક કહેવાય. જેમ મલ્લવાદીસૂરિએ રાજ દરબારમાં અન્ય જમ્બર વાદીને પરાજય આપીને જૈન શાસનને પ્રભાવ વધાર્યો, તેમ જે વાદ કરીને, પરવાદીને પરાજય આપીને જૈન શાસનનો પ્રભાવ વધારે તે ત્રીજા વાદી પ્રભાવક જાણવા. (4) જૈન શાસ્ત્રના અભ્યાસ કરી જેઓ જ્યોતિષ વગેરે શાસ્ત્રો અને અષ્ટાંગ નિમિત્ત શાસને અભ્યાસ કરી અન્ય ધર્મીઓથી જૈન શાસનને પ્રભાવ ચડિતે સિદ્ધ કરે એવા ભદ્રબાહુ સ્વામીની જેમ જે નિમિત્ત કહે તે ચેથા નૈમિત્તિક પ્રભાવક જાણવા. (5) જૈન શાસનમાં રહી વિશિષ્ટ કોટિનું તપ કરે અને તે પબળથી જૈન શાસનને પ્રભાવ વધારે, તે પાંચમા તપસ્વી પ્રભાવક જાણવા. () જૈન શાસનનાં શાસ્ત્રોને અભ્યાસ કરી, શ્રેષ્ઠ ચારિત્ર પાળતા, વિદ્યાઓને અને અન્ય મંત્રનો વિશેષ કોટિને અભ્યાસ કરી, તે વિદ્યામથી વાસ્વામી અને આર્યરક્ષિત એમ શ્રી આર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ3gઈE Page #8 -------------------------------------------------------------------------- ________________ T8] રોકose Members - dhakhadહકે સૂરિ જેવા આચાર્ય ભગવંતની જેમ જેન શાસનને પ્રભાવ વધારે તે છડું વિદ્યામંત્રબલી પ્રભાવક જાણવા. (7) જૈન શાસ્ત્રનો અભ્યાસ કરી, અંજનાદિ યોગોને સિદ્ધ કરી, તેનાથી જૈન શાસનની પ્રભાવના કરે, તે શ્રી કાલિકાચાર્યની જેમ અંજનાદિ ગસિદ્ધ પ્રભાવક જાણવા. (8) જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરી, સુવિશિષ્ટ કોટિની કવિત્વ શક્તિ કેળવી, વિવિધ પ્રકારનાં કાવ્ય રચી જૈન શાસનને પ્રભાવ વધારે, તે સિદ્ધસેન દિવાકરસૂરિની જેમ જૈન શાસનને પ્રભાવ વધારનાર એવા મહાકવિ પ્રભાવક જાણવા. જ્યારે આવા પ્રભાવક ન થતા હોય ત્યારે મોટા યાત્રાસંઘે કઢાવવા, અને જિન મંદિરે, જિન પ્રતિમાઓ બનાવરાવી અંજનશલાકાઓ કરાવવી, પ્રતિષ્ઠા કરાવવી, ઉજમણુઓ કરાવવાં, જિતેંદ્રભક્તિ ઉત્સવે કરાવવા. આમ જિનશાસનને પ્રભાવ વધારનારાં કાર્યો સતત કરાવતાં રહી જેઓ જૈન શાસનનો પ્રભાવ વધારતા રહે છે, તેઓ પણ પ્રભાવક કહેવાય છે. આવા શાસન પ્રભાવક આચાર્યાદિ મુનિ ભગવંતે ખરેખર અનેક ધન્યવાદને પાત્ર છે. 7. સમયત્વનાં પાંચ ભૂષણ પહેલું ભૂષણ-ધર્મક્રિયાઓમાં કુશળપણું. ત્રણ વખત જિનપૂજા કરવી, દેવ દર્શન, દેવ વંદન કરવાં, સતરભેદી આદિ અનેક પ્રકારની પૂજાઓ ભણાવવી, સામાયિક કરવા, બે ટંક પ્રતિકમણ કરવાં, પર્વ દિવસમાં પૌષધ કરવા, વિવિધ પ્રકારની આરાધના કરવી અને કરાવવી. આ અને આવી બીજી પણ જૈન ધર્મની ક્રિયાઓ કરવી, કરાવવી અને એ કરાવવામાં અત્યંત નિપુણતા, કુશળતા પ્રાપ્ત કરવી, તે સમ્યક્ત્વનું પહેલું ભૂષણ છે. બીજુ ભૂષણ - તીર્થ સેવા. જે તારે તે તીર્થ કહેવાય. તેવા તીર્થની યાત્રા કરવી, કરાવવી; તીર્થસ્વરૂપ એવાં સાધુ અને સાધ્વી, પ્રવચન અને ચતુવિધ જૈન સંઘ તેની સેવા કરવી, કરાવવી; અને જૈન આગમ વગેરે પર પ્રેમ રાખી તેની સેવા કરવી એ તીર્થ સેવારૂપ બીજુ ભૂષણ છે. (3) ત્રીજુ ભૂષણ-જૈન દેવગુરુની ભક્તિ. આ જગતમાં અરિહંત પરમાત્મા જેવા કોઈ તારક દેવ નથી અને એ જિનેશ્વર દેના કહેલા સાધુના માર્ગે ચાલનારા મહાવ્રતધારી જેવા બીજા કોઈ તારક ગુરુઓ નથી, એવી શ્રદ્ધા રાખી, જિનેશ્વર દેનાં દેરાસરો બંધાવી, જિન પ્રતિમાઓનું નિર્માણ કરાવી, પ્રતિષ્ઠા કરાવવી, જિન મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ: જિનાલય માટે જિન પૂજાભકિત માટે ઉપયોગી એવાં કાર્યો કરવાં, ઉપયોગી એવી વસ્તુઓ જિનાલયમાં આપવી. જિન પૂજા અત્યંત ભક્તિપૂર્વક કરવી, બીજાને પૂજા કરવામાં કઈ આર્ય કાયાધગૌતમસ્મૃતિગ્રંથ હિટ Page #9 -------------------------------------------------------------------------- ________________ bastest sta sbastastest dastastaste da ste se da se stabilesteste deste stes sostestestoste destasustadesastestosto dosta de dos destas dasas sodastastes dos dedostele સહાયક થવું વગેરે દેવભકિત કરવી. વળી ગુરુભકિત અન્નપાણી, ઔષધ, વસ્ત્ર, પાત્રાદિ આપીને, વંદન કરીને, તથા ગુરુઓના કહ્યા પ્રમાણે ધર્મકાર્યો કરી આપીને, તથા ગુરુઓનાં મોટાં સામૈયાએથી ગામમાં કે નગરમાં પ્રવેશ કરાવવા, દીક્ષા લેનારાઓને દીક્ષા અપાવવી અને સાધુઓ અને તેમને સહાય કરવી વગેરે કાર્યોથી ગુરુભક્તિ કરવી એ દેવગુરુભક્તિ નામનું સમ્યક્ત્વનું ત્રીજું ભૂષણ છે. (4) ચેાથું ભૂષણ - જૈનધર્મમાં દઢતા. વીતરાગતા અને સર્વજ્ઞતા પ્રાપ્ત કર્યા પછી જિનેશ્વરે દ્વારા કહેવાયેલા જૈન ધર્મ જે તારક ધર્મ આ જગતમાં બીજે કઈ નથી. આ જૈન ધર્મ સામાન્ય આત્માઓને પણ પરમાત્મા બનાવી દેવાની શકિત ધરાવે છે. એવી તાકાત બીજા કેઈ ધર્મોમાં નથી, એવી સત્ય માન્યતાને ધારણ કરી કઈ દેવ, અસુરે કે સત્તાધારી શક્તિશાળી મનુષ્યના જૈન ધર્મથી ચલિત કરવાના બધા પ્રકારના પ્રયત્નોથી પણ જૈન ધર્મમાંથી ચલિત ન થવું તે દઢધર્મના નામનું સમ્યકત્વનું ચોથું ભૂષણ જાણવું. (5) પાંચમું ભૂષણ - જૈન શાસનની પ્રભાવના. જે જે કાર્યોથી જનતા જૈન શાસનની પ્રશંસા કરતી થાય, તેવાં તેવાં ધાર્મિક કાર્યો કરવાં, મહા મહોત્સવ આરંભવા, તેમાં ભાગ લેનારાઓને ભેજન અને પ્રભાવના વગેરે આપી ખૂબ સત્કાર કરે; એવાં બીજા પણ ધર્મકાર્યો કરવાં, તેમાં પણ પ્રભાવનાઓ આપી શાસનને પ્રભાવ વધારે, એ પ્રભાવના નામનું પાંચમું સભ્યત્વનું ભૂષણ જાણવું. સમ્યક્ત્વનાં આ પાંચ ભૂષણોને સમજપૂર્વક જીવનમાં વણી લેનાર આત્મામાં સમ્યક્ત્વ ખૂબ શુભે છે. 8. પાંચ લક્ષણે (1) શમ, (2) સંવેગ, (3) નિર્વેદ, (4) અનુકંપા, (5) આસ્તિકતા. એ પાંચ લક્ષણે જેમાં હોય તેમાં સમ્યકત્વ હોય છે, એમ આ લક્ષણોથી સમજી શકાય. (1) ઉપશમ અથવા શમ લક્ષણના પ્રતાપે જીવને ગમે તેવા અપરાધીનું, મનથી બૂરું કરવાની ભાવના થતી નથી. (2) સવેગ લક્ષણથી જીવને સ્વર્ગનાં અને મનુષ્યલોકનાં ગમે તેવાં મહાન સુખ પણ દુઃખમય લાગે છે. એક મેક્ષસુખ જ તેને ગમે છે. સંસારસુખ તરફ સતત વૈરાગ્ય વધતું રહે છે. આ શ્રી આર્ય કરયાણા ગોમસ્મૃતિગ્રંથ3D * * ' , , ' , ' ' . . . . * . . * * * * .... . * * - - - - - - Page #10 -------------------------------------------------------------------------- ________________ [10] - eee નનનના કારક હકક (3) નિર્વેદ લક્ષણથી જીવને આ ભવ નરક જે કે કેદખાના જે અતિ દુઃખદાયી લાગે છે. પોતે જાણે કેદખાનામાં પડ્યો છે અને આમાંથી હુ કયારે છૂટું, ક્યારે છૂટું ? આ દુઃખ મારાથી સહેવાતું નથી. એથી આ સંસારમાંથી નીકળી સર્વ વિરતિધર સાધુ બનું અને મેક્ષ સાધું, એવી ભાવના નિર્વેદ લક્ષણયુકત જીવની હોય છે. (4) અનુકંપા લક્ષણ દ્રવ્ય અને ભાવથી હોય છે. દ્રવ્યાનુકંપા લક્ષણથી જીવને દુઃખથી પીડાતા જોઈને અન્ન, વસ્ત્ર, દવા જેવી દ્રવ્યરૂપ વસ્તુઓ આપીને તાત્કાલિક દુઃખ ટાળવાની ભાવના થાય છે. વળી ભાવાનુકંપા લક્ષણથી જીવને ધર્મ આરાધના ન કરનારા ચક્રવતીઓ, રાજામહારાજાઓ, શ્રેષ્ઠીઓ અને બીજા પણ એવા બધા જીવોને ધર્મ કર્યા વિના બિચારા આ જીવે અનંતકાળ સુધી અનંત ભ કરતા, અનંત દુખે પામતા અતિશય દુઃખી થઈ જશે, એટલે આવા જીવો ધર્મ પામે એ માટે કંઈક કરી દઉ” એવી ભાવના તેને થાય છે અને ધર્મહીન જીને ધર્મ પમાડવાનું કાર્ય તે યથાશક્તિ (5) આસ્તિતા લક્ષણથી જીવને એમ લાગે છે કે “વીતરાગ અને સર્વજ્ઞ થયા પછી, સંસારનું, ધર્મનું, મોક્ષનું તથા જગતનું સ્વરૂપ જિનેશ્વર દેવે કહે છે, તેથી એમનાં વચને સંપૂર્ણ પણે સત્ય છે. એ વચનેમાં જરા પણ બેટાપણું નથી. એ વચનો ક્યારે પણ બેટાં પુરવાર નહીં થાય.” એ જિન વચન પરને દઢ વિશ્વાસ હોય એ આસ્તિકતા નામનું પાંચમું લક્ષણ જાણવું. આ પાંચ લક્ષણો જેમાં હોય તે આત્માને સમ્યકત્વ હોય જ છે. 9. છ યતના (જયણાઓ) જૈન ધર્મ સિવાયના ધર્મવાળાના ગુરુ તથા દેવો અને બીજા ધર્મવાળાઓએ પોતાના કબજામાં રાખેલી જિનપ્રતિમાઓને પણ (1) વંદન ન કરવું, એટલે બે હાથ જોડી વંદન ન કરવું. (2) નમન ન કરવું, એટલે મસ્તક નમાવી નમન ન કરવું. (3) દાન ન આપવું એટલે તેઓને પાત્ર માની, ગૌરવભક્તિ દેખાડી તેમને જોઈતાં અન્ન, વસ્ત્ર, પાત્રાદિનું દાન ન આપવું. (4) અનુપ્રદાન ન કરવું, એટલે એમને પાત્ર માની, ગૌરવભકિતથી વારંવાર દાન ન આપવું. કુપાત્રને માત્રબુદ્ધિથી દાન આપવાથી અનુકંપાદાન જેટલું પણ ફળ મળતું નથી, પરંતુ કુપાત્રને પોષવાને દોષ લાગે છે. કુપાત્રોને વંદન નમન કરવાથી પણ કુપાત્રોને પોષવાને દોષ લાગે છે. (5) આલાપ ન કરે, એટલે એમની સાથે વણબોલાવ્યા બોલવું નહિં, (6) સંલાપન કરે એટલે તેમને વારંવાર ન બોલાવવું. તેમની સાથે વંદન, નમન, દાન અને બોલવાનું કરવાથી 7) શ્રી આર્ય કલ્યાણગૌતમસ્મૃતિગ્રંથ Page #11 -------------------------------------------------------------------------- ________________ blad.babestude de siste deste destestosteste de foloseste t estostestides destes se stalastastestoste deste stedestestestostestestestestestestestestoster કુદષ્ટિઓને, કુપાત્રોને પોષવાનો દોષ તો લાગે, પરંતુ એમના ઠઠારા અને વચન જાળમાં ફસાઈ જતાં સમ્યક્ત્વ છેવાનો પણ વખત આવી જાય છે. એકને જોઈ બીજા જીવે પણ એ બાજુ જાય છે અને સમ્યક્ત્વ એઈ બેસે છે, તેથી એ છ જયણું પાળવી. કેઈ પ્રસંગે જૈન શાસનના લાભને કારણે કોઈ વખત એ છે જયણમાં અપવાદ સેવા પડે અર્થાત્ એમાં થેડી ઢીલાશ કરવી પડે, તે જૈન શાસનને થતા લાભને કારણે એટલી ઢીલાશથી દોષ લાગતો નથી. એ જયણાઓ સાચવનાર આત્માને સમ્યક્ત્વ હોય છે અથવા પ્રાપ્ત થાય છે અને તે ટકી રહે છે. 10. છ આગાર સમ્યકત્વ અને બીજાં જે વ્રતપશ્ચખાણ જીવ જે જે રીતે સ્વીકારે છે, તે તે રીતે જ બધાં પાળવાં જોઈએ. વ્રત પાળવામાં એવો દઢ રહે કે વ્રત પાળતાં પ્રાણાંત કષ્ટ આવતું હોય, મરણ થવાનો પણ પ્રસંગ આવતું હોય તે તેને ભય છેડી શુદ્ધ વ્રતને પાળે. પરંતુ, સંકટ આવે, ત્યારે વ્રત પાળવા ને એવા દઢ ન રહી શકે, તેમના માટે છે આગારે કહેલા છે. તેમાંથી ન છૂટકે એકાદ આગારનો ઉપયોગ કરાય, તે વ્રતભંગ થત નથી. તે છ આગાર આ પ્રમાણે છે : - (1) રાજાભિગ આગાર : રાજા, મહારાજાએ દબાણ કરે, ત્યારે ન છૂટકે પ્રતિજ્ઞા વિરુદ્ધ કરવું પડે, તે વ્રતભંગ થતો નથી. (2) ગણુભિગ આગાર : ગણ એટલે મનુષ્યને સમુદાય દબાણ કરે, ત્યારે ન છૂટકે પ્રતિજ્ઞા વિરુદ્ધ કરવું પડે, તે બતભંગ થતો નથી. (3) બલાભિગ આગાર: ચેર, કુર માણસ, લુચ્ચા, લફંગા માણસે કે લશ્કર દબાણ કરે ત્યારે, પ્રતિજ્ઞા વિરુદ્ધ ન છૂટકે કરવું પડે, તેથી વ્રતભંગ થતો નથી. (4) દેવાભિગ આગાર : ક્ષેત્રપાળ કે અન્ય દેવદેવીઓ દબાણ કરે, ત્યારે ન છૂટકે પ્રતિજ્ઞા વિરુદ્ધ કરવું પડે, તે વ્રતભંગ થતું નથી. (5) ગુરુનિગ્રહ આગાર : માતા પિતા વગેરે વડીલે દબાણ કરે, ત્યારે પ્રતિજ્ઞા વિરુદ્ધ કરવું પડે, તો તેથી વ્રતભંગ થતું નથી. (6) વૃત્તિ દુર્લભ આગાર : આજીવિકાની અત્યંત મુશ્કેલી ઊભી થાય અથવા બીજી પણ જીવલેણ મહાન મુશ્કેલીઓ આવે, ત્યારે હૃદયમાં દુઃખ ધારણ કરતાં પ્રતિજ્ઞા "વિરુદ્ધ કરવું પડે છે તેથી વ્રતભંગ નથી. માં શ્રી આર્ય કરયાણગૌતમસ્મૃતિગ્રંથ, 3g) Page #12 -------------------------------------------------------------------------- ________________ destestostecodedestesto de testestostesastestosteste dadosastosostosastostessestostestestostecedogledasestestestostestobode sosestestestosteudessastestoste આ રીતે, મુશ્કેલીઓમાં ન છૂટકે આ છ આગામાંથી કેઈ એકાદ આગાર સેવ પડે, તે તેથી વ્રતભંગ થતું નથી, પરંતુ દોષ જરૂર લાગે છે. તેની શુદ્ધિ ગુરુ પાસેથી પ્રાયશ્ચિત લઈને કરી લેવી. વિશુદ્ધ રીતે સમ્યફવના આચારે પાળવાની પ્રતિજ્ઞા લેનારાઓમાં સમ્યકત્વ હોય છે. આ છ આગારે હોંશથી ન સેવનારનું સમ્યક્ત્વ ટકી રહે છે. 11. છ ભાવનાઓ (1) સમ્યકત્વ એ ક્ષફળ આપનાર જૈન ધર્મરૂપ વૃક્ષનું મૂળ છે. એ મૂળ ન હોય તે ધર્મવૃક્ષ બની શકતું નથી. (2) સમ્યક્ત્વ એ મેક્ષમાં પહોંચાડનાર ધર્મરૂપ નગરમાં પ્રવેશ કરવાને દરવાજે છે. એ દરવાજો ન હોય તો ધર્મનગરમાં પ્રવેશ કરી શકાતું નથી. (3) સમ્યકત્વ એ ધર્મરૂપ મહેલને પામે છે. એ પાયે ન હોય તે ધર્મમહેલ બની શકે નહિ અને જે બને તે ટકી શકે નહિ. " (4) સમ્યક્ત્વ એ ધર્મરત્ન, મૂળગુણો અને ઉત્તરગુણરૂ૫ રને, તેને સુરક્ષિત રાખવા માટે ભંડાર છે, જે એ ભંડાર ન હોય તે ક્રોધ, માન, માયા, લેભ, રોગ, દ્વેષ, મોહ, કામ વગેરે ચરે એ ધર્મરત્નોને લૂંટી જાય. તેથી ધર્મરત્નોની રક્ષા માટે સમ્યક્ત્વરૂપ ખજાનાની - ભંડારની જરૂર છે. " (5) સમ્યક્ત્વ એ શમ, દમ આદિ ક્ષસાધક ગુણોને આધાર છે. એ આધાર વિના મોક્ષસાધક ગુણે ટકે નહિ. તેથી એ સમ્યકત્વરૂપ આધારની જરૂર છે. - (6) સભ્યત્વ એ મેક્ષદાતા શ્રુતજ્ઞાન અને સમ્યફ ચારિત્રરૂપી રસને અહીંતહીં ઢળવા ન દેનાર દઢ પાત્ર છે. એ પાત્ર ન હોય તે શ્રુતજ્ઞાન, સંવર, નિર્જરા વગેરે રૂપ અમૃત જેવા રસો રહી શકતા નથી. તેથી સમ્યક્ત્વરૂપ પાત્રની અતિશય જરૂર છે. - આ રીતે વારંવાર આદરપૂર્વક સમ્યકત્વ માટેની આ છ ભાવનાઓ ભાવવામાં આવે, તે સમ્યકત્વનું મહત્ત્વ આત્મામાં દઢ થતું રહે છે અને સમ્યક્ત્વ અત્યંત સ્થિર બને છે અને આત્મિક આનંદની લહેરો ઉછળે છે. 12. છ સ્થાન (1) આત્મા છેઃ જે હાલવાની, ચાલવાની, ખાવાની, પીવાની, હસવાની, રડવાની, કાધની, માનની, માયાની, લેભની, રાગની, શ્રેષની ક્રિયાઓ કરતા દેખાય છે. જે શરીરથી અલગ એ આત્મા અંદર ન હોય, તે આ બધી ક્રિયાઓ કરી શકાય નહિ; કારણ કે, કઈ જ શ્રી આર્ય કયા ગૌતમસ્મૃતિગ્રંથ Page #13 -------------------------------------------------------------------------- ________________ b ad. Ms. ............. ................ ..............selesssssssssssss dogfosofessos/13 જ્યારે અંદરને આત્મા શરીરમાંથી નીકળી જાય છે (મૃત્યુ થાય છે), ત્યાર પછી એ શરીર આવી કઈ ક્રિયા કરી શકતું નથી; તેથી નિશ્ચયથી શરીરમાં રહેનાર આત્મા જે પદાર્થ શરીરથી ભિન્ન છે જ, દૂધ અને પાણીની જેમ શરીરની સાથે એકમેક જેવો થઈને રહેલે આત્મા ઉપરથી, શરીરથી અલગ દેખાતા નથી. પરંતુ દૂધ અને પાણી મળેલાં હોય તેમાં . હંસ જે ચાંચ નાખે તે દૂધ અને પાણી અલગ દેખાઈ આવે છે. તેમ આત્મા અને શરીર પુદગલની અનેક જ્ઞાનની અને જડતાની બાબતે વિચારવારૂપ ચાંચ નાખવાથી આત્મા શરીરથી ભિન્ન છે, એવી સમજ આવે છે. આજે બનેલી વાતને બે ચાર માસ કે બે ચાર વર્ષ કે તેથી વધારે વખત પછી પણ સ્મરણમાં રાખનાર આ શરીર નથી, પણ શરીરમાં રહેલો આત્મા છે. ઊંઘમાં સ્વમ આવે, એ સ્વપને પ્રસંગ મહિનાઓ કે વર્ષો સુધી યાદ રહે. એ યાદ રાખનારો કેણુ છે? આત્મા જ છે. તેથી શરીરથી અલગ, શરીરમાં રહેલે એ આત્મા છે જ. (2) આત્મા નિત્ય છે કે આત્માને કયારે પણ નાશ થતો નથી. આ આત્મા કર્મથી દેવના, મનુષ્યના, તિયચના અને નારકીનાં શરીરને ધારણ કરે છે. આયુષ્ય પૂર્ણ થતાં, એ શરીરમાંથી એ જીવને જવું પડે છે. તેને લેકે “મૃત્યુ” કહે છે. વાસ્તવિક રીતે આત્માનું મૃત્યુ થતું નથી. શરીરથી આમાં છૂટો થાય છે અને બીજા શરીરને ધારણ કરે છે. આત્મા એ જ હોય છે. તે ભિન્ન ભિન્ન શરીર ધારણ કરે છે, એટલે એક સ્વરૂપે નાશ પામે છે અને બીજા સ્વરૂપે ઉત્પન્ન થાય છે. આત્મા પર્યાયથી ભિન્ન ભિન્ન દેડ ધારણ કરતે, બદલાતે કે નાશ પામતે દેખાય છે. દ્રવ્યથી મૂળ સ્વરૂપે આત્મા અચળ, અખંડ, અક્ષય, શાશ્વત, નિત્ય છે. (3) આત્મા કર્મ કર્તા છે : કર્મયુકત આત્મા કર્મથી પ્રાપ્ત થયેલાં મન, વચન અને કાયાના વેગથી, સતત, રાતદિવસ અનેક જાતની પ્રવૃત્તિઓ કરી રહેલ છે. તે શરીરના સંબંધથી ખાય છે, પીએ છે, બેસે છે, સૂએ છે, ફરે છે, રમે છે, વિષયે સેવે છે, ધન સંપત્તિ મેળવવા રાતત પ્રવૃત્તિ કરે છે; કોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, મેહ, રેગ, શેક, રતિ, અતિથી અનેક જાતની પ્રવૃત્તિઓ કરે છે, તેથી આત્મામાં શુભાશુભ કર્માશ્રવ થાય છે. તેનાં શુભાશુભ ફળ આત્માને ભેગવવાં પડે છે. એ કર્મોને કર્તા આત્મા પોતે જ છે. તેથી આત્માને કર્મને કર્તા કહે છે. નિશ્ચયથી આત્મા પિતાના ગુણનો કર્તા છે. (4) આત્મા કમને ભકતા છેઃ આત્માએ પોતે કરેલાં કર્મોના ફળસ્વરૂપે મળતી નરક ગતિ, તિર્યંચ ગતિ, મનુષ્ય ગતિ અને દેવ ગતિને અનેક વાર ભગવેલી છે અને ચારે ધા શ્રી આર્ય કયાામસ્મૃતિ ગ્રંથ Page #14 -------------------------------------------------------------------------- ________________ It losestestostestostestese desesto sto se sesedadlosbestosteste destedesestestestet destestoste deste dostososteslesedostosteste testostestostestedatestestost dastastestost ગતિમાં અનેક પ્રકારનાં સુખદુઃખે પિતે કરેલાં કર્મોના ફળસ્વરૂપે ભગવે છે. આત્મા પોતે કરેલાં કર્મોને પ્રતાપે રાજા બને છે, રંક પણ બને છે. શ્રેષ્ઠી બને છે, ગરીબ પણ બને છે. રેગી બને છે, નીરોગી પણ બને છે. સ્વરૂપવાન બને છે, કદરૂપ પણ બને છે. શોકયુક્ત બને છે, હર્ષયુકત પણ બને છે. નિર્બળ બને છે, બળવાન પણ બને છે. દુઃખ આપનાર કુટુંબીઓ, સંબંધીઓવાળ બને છે, સુખ આપનાર કુટુંબીઓ, સંબંધીઓવાળે પણ બને છે. આ અને આવા બીજા ઘણા પ્રકારે આત્મા સુખદુઃખને ભેગવનાર બને છે. એથી સમજવું કે આત્મા સ્વકૃત કર્મને ભેટતા છે. નિશ્ચયથી આત્મા સ્વગુણનો ભકતા છે. (5) આત્માને મોક્ષ છે. આત્મા પિતે કરેલાં સર્વ કર્મોથી મુક્ત બને તેને મોક્ષ કહેલ છે. એ મેક્ષ અચળ અને અનંત સુખનું સ્થાન છે. મેક્ષમાં મન, વચન અને શરીર હોતાં નથી. તેથી શારીરિક, વાચિક અને માનસિક દુ:ખને મેક્ષમાં અભાવ હોય છે. ફરીથી ત્યાં કર્મ બંધાતાં નથી અને મન, વચન કાયા ત્યાં ક્યારે પણ હેતાં નથી. તેથી ત્યાં સદા સર્વ દુઃખોથી રહિત, સત્ય, અક્ષય, અનંત સુખ છે. આત્મા સર્વ કર્મોથી મુક્ત થાય કે તે જ સમયે આત્મ સ્વભાવ પ્રમાણે ઉર્ધ્વ ગમન કરી ઊંચે ચૌદ રાજલકને અંતે એટલે લેકાંતે પહોંચે છે. એ મોક્ષ સ્થાન છે. ત્યાં સાદિ અનંત કાળ સુધી આત્મા અનંત સુખને ભગવતે રહે છે. એટલે જ સંપૂર્ણ પણે પિતાના જ્ઞાનથી જાણતા સર્વજ્ઞ ભગવંતે કહે છે કે આત્માને મોક્ષ છે. (6) આત્માને મોક્ષ પ્રાપ્ત કરવા માટે ઉપાયે પણ છે : સર્વ દુઃખોથી મુક્ત થવા માટે કેઈ ઉપાયે જ નથી, એવું કોઈએ અજ્ઞાનતાથી બોલવું નહિ. સર્વજ્ઞ ભગવતેએ સર્વ દુઃખોથી મુક્ત થવા માટે સમન્ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યગૂ ચારિત્ર એ રત્નત્રયી સ્વરૂપ મોક્ષ પ્રાપ્ત કરવા, સર્વ દુઃખથી સદાને માટે મુક્ત થવા ઉપાય બતાવ્યા છે, એ સર્વ શ્રેષ્ઠ કેટિના મોક્ષ પ્રાપ્ત કરવાના ઉપાય છે. એ ઉપાયે ઉપયોગ કરી અનંત આત્માઓ મેક્ષ પામ્યા છે, હમણાં એ જ ઉપાથી મોક્ષ પામી રહ્યા છે અને ભવિષ્યમાં એ જ ઉપાથી અનંતાનંત આત્માઓ મોક્ષ પામશે. એકલું જ્ઞાન કે એકલું ચારિત્ર એટલે કે ક્રિયાઓ મેક્ષ આપી શકે નહિ બને સાથે હોય તે મોક્ષ આપી શકે છે. જે જ્ઞાન ન હોય અને ફક્ત સંયમ ક્રિયા કરાય, તો જે વસ્તુ મેળવવા ક્રિયા કરાય, તે - વસ્તુ મેળવી શકાતી નથી. રૂપાનું જ્ઞાન ન હોય અને રૂપું લેવા જાય, તે છીપને પણ રૂપે સમજી લઈ આવે. જ્ઞાન હોય અને ક્રિયા ન કરે તે એ જ્ઞાન પણ ફળ આપી શકતું 9) લવ શ્રી કલ્યાણગમસ્મૃતિગ્રંથ Page #15 -------------------------------------------------------------------------- ________________ ન ળળળળળળseases... sofseases Messageshoolsstolle food is so so sesses >>[11 નથી. પાણીમાં તરવાનું જ્ઞાન હોય, પણ પાણીમાં પડી તરનારે હાથપગ હલાવે નહિ, એટલે તરવાની ક્રિયા કરે નહિં, તો તે ડૂબી જાય છે. તેથી જ્ઞાન અને કિયા અને સાથે હોય તે મોક્ષ મેળવી શકાય છે. એકથી મેક્ષ મેળવી શકાય નહિ. જગલમાં ભયંકર આગ લાગી. ત્યાં એક હષ્ટપુષ્ટ શરીરવાળે આંધળે અને બીજે સારી દૃષ્ટિવાળે પાંગળ એમ બે જણ હતા. તે બન્ને અલગ અલગ રહે, તે આગમાં બળીને ભસ્મીભૂત થઈ જાય એમ હતું. ત્યારે દેખતાએ આંધળાને કહ્યું, “ભાઈ, આપણે બે સાથે મળીને કાંઈ કરીએ તે બચીશું, નહીંતર બળી જઈશું. તેથી તું દેખાતું નથી પણ તારી કાયા મજબૂત છે. હું પગે પાંગળો છું. છતાં મારી નજર બરાબર છે. તું મને તારા ખભા પર બેસાડ અને હું કહું તે રસ્તે ચાલ. તે આપણે બને સુખેથી નજીકના શહેરમાં પહોંચી જઈએ.” આંધળાએ આ વાત સ્વીકારી. પાંગળાને પિતાના સ્કંધ પર બેસાડ્યો અને પાંગળાએ બતાવેલા રસ્તે આંધળે ચાલવા માંડ્યું, તેથી બને શહેરમાં પહોંચી ગયા અને બચી ગયા. એ વાતને જાણીને મેક્ષ પ્રાપ્ત કરવા સમ્યગ જ્ઞાન સહિત સમ્યગુ સંયમક્રિયા કરવી એ મોક્ષને ઉપાય છે. તેને ઉપયોગ કરવાથી મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. એથી મોક્ષ મેળવવા માટેના સમ્યગૂ ઉપાયો પણ જગતમાં વિદ્યમાન છે. એમ સમજવું. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મો કર્યા છે, આત્મા કર્મોને ભક્તા છે, આત્માને મોક્ષ છે અને આત્મા મોક્ષ પ્રાપ્ત કરી શકે તે માટે ઉપાય પણ છે. સમ્યકત્વને સ્થિર રહેવાના આ છે સ્થાનકે કહેલાં છે. એ છ સ્થાનકે ઉપર ઘણું લખી શકાય એટલું છે, પણ અત્રે તે વિસ્તારભયથી લખેલ નથી. આ છ સ્થાનકોને સ્વીકાર જે દર્શનોમાં નથી તે દર્શને અપૂર્ણ છે, અવ્યવસ્થિત માન્યતાવાળાં છે એમ પુરવાર થાય છે. આ છની માન્યતાથી અમુક રીતે અન્ય દશનનું ખંડન એમાં આવી જાય છે. સમ્યકત્વના આ રીતના સડસઠ પ્રકારે સમજી જે જીવનમાં ઉતારે છે, તેનાં રાગ દ્વેષ, ક્રોધ, માન, માયા અને લેભ પાતળાં પડે છે, અને તે આત્માને ઘણે સંસાર કપાઈ જાય છે. તે આત્મા છેડા સમયમાં, ઘેડા ભામાં મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. તેથી ભવ્ય આત્માઓએ સમ્યકત્વના આ સડસઠ પ્રકારનું જ્ઞાન મેળવી જીવનમાં ઉતારવાની ખાસ જરૂર છે. શ્રી આર્ય કાયાપ્રગૉનમસ્મૃતિગ્રંથ કહીએ