________________ It losestestostestostestese desesto sto se sesedadlosbestosteste destedesestestestet destestoste deste dostososteslesedostosteste testostestostestedatestestost dastastestost ગતિમાં અનેક પ્રકારનાં સુખદુઃખે પિતે કરેલાં કર્મોના ફળસ્વરૂપે ભગવે છે. આત્મા પોતે કરેલાં કર્મોને પ્રતાપે રાજા બને છે, રંક પણ બને છે. શ્રેષ્ઠી બને છે, ગરીબ પણ બને છે. રેગી બને છે, નીરોગી પણ બને છે. સ્વરૂપવાન બને છે, કદરૂપ પણ બને છે. શોકયુક્ત બને છે, હર્ષયુકત પણ બને છે. નિર્બળ બને છે, બળવાન પણ બને છે. દુઃખ આપનાર કુટુંબીઓ, સંબંધીઓવાળ બને છે, સુખ આપનાર કુટુંબીઓ, સંબંધીઓવાળે પણ બને છે. આ અને આવા બીજા ઘણા પ્રકારે આત્મા સુખદુઃખને ભેગવનાર બને છે. એથી સમજવું કે આત્મા સ્વકૃત કર્મને ભેટતા છે. નિશ્ચયથી આત્મા સ્વગુણનો ભકતા છે. (5) આત્માને મોક્ષ છે. આત્મા પિતે કરેલાં સર્વ કર્મોથી મુક્ત બને તેને મોક્ષ કહેલ છે. એ મેક્ષ અચળ અને અનંત સુખનું સ્થાન છે. મેક્ષમાં મન, વચન અને શરીર હોતાં નથી. તેથી શારીરિક, વાચિક અને માનસિક દુ:ખને મેક્ષમાં અભાવ હોય છે. ફરીથી ત્યાં કર્મ બંધાતાં નથી અને મન, વચન કાયા ત્યાં ક્યારે પણ હેતાં નથી. તેથી ત્યાં સદા સર્વ દુઃખોથી રહિત, સત્ય, અક્ષય, અનંત સુખ છે. આત્મા સર્વ કર્મોથી મુક્ત થાય કે તે જ સમયે આત્મ સ્વભાવ પ્રમાણે ઉર્ધ્વ ગમન કરી ઊંચે ચૌદ રાજલકને અંતે એટલે લેકાંતે પહોંચે છે. એ મોક્ષ સ્થાન છે. ત્યાં સાદિ અનંત કાળ સુધી આત્મા અનંત સુખને ભગવતે રહે છે. એટલે જ સંપૂર્ણ પણે પિતાના જ્ઞાનથી જાણતા સર્વજ્ઞ ભગવંતે કહે છે કે આત્માને મોક્ષ છે. (6) આત્માને મોક્ષ પ્રાપ્ત કરવા માટે ઉપાયે પણ છે : સર્વ દુઃખોથી મુક્ત થવા માટે કેઈ ઉપાયે જ નથી, એવું કોઈએ અજ્ઞાનતાથી બોલવું નહિ. સર્વજ્ઞ ભગવતેએ સર્વ દુઃખોથી મુક્ત થવા માટે સમન્ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યગૂ ચારિત્ર એ રત્નત્રયી સ્વરૂપ મોક્ષ પ્રાપ્ત કરવા, સર્વ દુઃખથી સદાને માટે મુક્ત થવા ઉપાય બતાવ્યા છે, એ સર્વ શ્રેષ્ઠ કેટિના મોક્ષ પ્રાપ્ત કરવાના ઉપાય છે. એ ઉપાયે ઉપયોગ કરી અનંત આત્માઓ મેક્ષ પામ્યા છે, હમણાં એ જ ઉપાથી મોક્ષ પામી રહ્યા છે અને ભવિષ્યમાં એ જ ઉપાથી અનંતાનંત આત્માઓ મોક્ષ પામશે. એકલું જ્ઞાન કે એકલું ચારિત્ર એટલે કે ક્રિયાઓ મેક્ષ આપી શકે નહિ બને સાથે હોય તે મોક્ષ આપી શકે છે. જે જ્ઞાન ન હોય અને ફક્ત સંયમ ક્રિયા કરાય, તો જે વસ્તુ મેળવવા ક્રિયા કરાય, તે - વસ્તુ મેળવી શકાતી નથી. રૂપાનું જ્ઞાન ન હોય અને રૂપું લેવા જાય, તે છીપને પણ રૂપે સમજી લઈ આવે. જ્ઞાન હોય અને ક્રિયા ન કરે તે એ જ્ઞાન પણ ફળ આપી શકતું 9) લવ શ્રી કલ્યાણગમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org