SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ન ળળળળળળseases... sofseases Messageshoolsstolle food is so so sesses >>[11 નથી. પાણીમાં તરવાનું જ્ઞાન હોય, પણ પાણીમાં પડી તરનારે હાથપગ હલાવે નહિ, એટલે તરવાની ક્રિયા કરે નહિં, તો તે ડૂબી જાય છે. તેથી જ્ઞાન અને કિયા અને સાથે હોય તે મોક્ષ મેળવી શકાય છે. એકથી મેક્ષ મેળવી શકાય નહિ. જગલમાં ભયંકર આગ લાગી. ત્યાં એક હષ્ટપુષ્ટ શરીરવાળે આંધળે અને બીજે સારી દૃષ્ટિવાળે પાંગળ એમ બે જણ હતા. તે બન્ને અલગ અલગ રહે, તે આગમાં બળીને ભસ્મીભૂત થઈ જાય એમ હતું. ત્યારે દેખતાએ આંધળાને કહ્યું, “ભાઈ, આપણે બે સાથે મળીને કાંઈ કરીએ તે બચીશું, નહીંતર બળી જઈશું. તેથી તું દેખાતું નથી પણ તારી કાયા મજબૂત છે. હું પગે પાંગળો છું. છતાં મારી નજર બરાબર છે. તું મને તારા ખભા પર બેસાડ અને હું કહું તે રસ્તે ચાલ. તે આપણે બને સુખેથી નજીકના શહેરમાં પહોંચી જઈએ.” આંધળાએ આ વાત સ્વીકારી. પાંગળાને પિતાના સ્કંધ પર બેસાડ્યો અને પાંગળાએ બતાવેલા રસ્તે આંધળે ચાલવા માંડ્યું, તેથી બને શહેરમાં પહોંચી ગયા અને બચી ગયા. એ વાતને જાણીને મેક્ષ પ્રાપ્ત કરવા સમ્યગ જ્ઞાન સહિત સમ્યગુ સંયમક્રિયા કરવી એ મોક્ષને ઉપાય છે. તેને ઉપયોગ કરવાથી મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. એથી મોક્ષ મેળવવા માટેના સમ્યગૂ ઉપાયો પણ જગતમાં વિદ્યમાન છે. એમ સમજવું. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મો કર્યા છે, આત્મા કર્મોને ભક્તા છે, આત્માને મોક્ષ છે અને આત્મા મોક્ષ પ્રાપ્ત કરી શકે તે માટે ઉપાય પણ છે. સમ્યકત્વને સ્થિર રહેવાના આ છે સ્થાનકે કહેલાં છે. એ છ સ્થાનકે ઉપર ઘણું લખી શકાય એટલું છે, પણ અત્રે તે વિસ્તારભયથી લખેલ નથી. આ છ સ્થાનકોને સ્વીકાર જે દર્શનોમાં નથી તે દર્શને અપૂર્ણ છે, અવ્યવસ્થિત માન્યતાવાળાં છે એમ પુરવાર થાય છે. આ છની માન્યતાથી અમુક રીતે અન્ય દશનનું ખંડન એમાં આવી જાય છે. સમ્યકત્વના આ રીતના સડસઠ પ્રકારે સમજી જે જીવનમાં ઉતારે છે, તેનાં રાગ દ્વેષ, ક્રોધ, માન, માયા અને લેભ પાતળાં પડે છે, અને તે આત્માને ઘણે સંસાર કપાઈ જાય છે. તે આત્મા છેડા સમયમાં, ઘેડા ભામાં મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. તેથી ભવ્ય આત્માઓએ સમ્યકત્વના આ સડસઠ પ્રકારનું જ્ઞાન મેળવી જીવનમાં ઉતારવાની ખાસ જરૂર છે. શ્રી આર્ય કાયાપ્રગૉનમસ્મૃતિગ્રંથ કહીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230136
Book TitleTarak Shree Samyktvana 67 Prakar
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Samyag Darshan
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy