SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ destestostecodedestesto de testestostesastestosteste dadosastosostosastostessestostestestostecedogledasestestestostestobode sosestestestosteudessastestoste આ રીતે, મુશ્કેલીઓમાં ન છૂટકે આ છ આગામાંથી કેઈ એકાદ આગાર સેવ પડે, તે તેથી વ્રતભંગ થતું નથી, પરંતુ દોષ જરૂર લાગે છે. તેની શુદ્ધિ ગુરુ પાસેથી પ્રાયશ્ચિત લઈને કરી લેવી. વિશુદ્ધ રીતે સમ્યફવના આચારે પાળવાની પ્રતિજ્ઞા લેનારાઓમાં સમ્યકત્વ હોય છે. આ છ આગારે હોંશથી ન સેવનારનું સમ્યક્ત્વ ટકી રહે છે. 11. છ ભાવનાઓ (1) સમ્યકત્વ એ ક્ષફળ આપનાર જૈન ધર્મરૂપ વૃક્ષનું મૂળ છે. એ મૂળ ન હોય તે ધર્મવૃક્ષ બની શકતું નથી. (2) સમ્યક્ત્વ એ મેક્ષમાં પહોંચાડનાર ધર્મરૂપ નગરમાં પ્રવેશ કરવાને દરવાજે છે. એ દરવાજો ન હોય તો ધર્મનગરમાં પ્રવેશ કરી શકાતું નથી. (3) સમ્યકત્વ એ ધર્મરૂપ મહેલને પામે છે. એ પાયે ન હોય તે ધર્મમહેલ બની શકે નહિ અને જે બને તે ટકી શકે નહિ. " (4) સમ્યક્ત્વ એ ધર્મરત્ન, મૂળગુણો અને ઉત્તરગુણરૂ૫ રને, તેને સુરક્ષિત રાખવા માટે ભંડાર છે, જે એ ભંડાર ન હોય તે ક્રોધ, માન, માયા, લેભ, રોગ, દ્વેષ, મોહ, કામ વગેરે ચરે એ ધર્મરત્નોને લૂંટી જાય. તેથી ધર્મરત્નોની રક્ષા માટે સમ્યક્ત્વરૂપ ખજાનાની - ભંડારની જરૂર છે. " (5) સમ્યક્ત્વ એ શમ, દમ આદિ ક્ષસાધક ગુણોને આધાર છે. એ આધાર વિના મોક્ષસાધક ગુણે ટકે નહિ. તેથી એ સમ્યકત્વરૂપ આધારની જરૂર છે. - (6) સભ્યત્વ એ મેક્ષદાતા શ્રુતજ્ઞાન અને સમ્યફ ચારિત્રરૂપી રસને અહીંતહીં ઢળવા ન દેનાર દઢ પાત્ર છે. એ પાત્ર ન હોય તે શ્રુતજ્ઞાન, સંવર, નિર્જરા વગેરે રૂપ અમૃત જેવા રસો રહી શકતા નથી. તેથી સમ્યક્ત્વરૂપ પાત્રની અતિશય જરૂર છે. - આ રીતે વારંવાર આદરપૂર્વક સમ્યકત્વ માટેની આ છ ભાવનાઓ ભાવવામાં આવે, તે સમ્યકત્વનું મહત્ત્વ આત્મામાં દઢ થતું રહે છે અને સમ્યક્ત્વ અત્યંત સ્થિર બને છે અને આત્મિક આનંદની લહેરો ઉછળે છે. 12. છ સ્થાન (1) આત્મા છેઃ જે હાલવાની, ચાલવાની, ખાવાની, પીવાની, હસવાની, રડવાની, કાધની, માનની, માયાની, લેભની, રાગની, શ્રેષની ક્રિયાઓ કરતા દેખાય છે. જે શરીરથી અલગ એ આત્મા અંદર ન હોય, તે આ બધી ક્રિયાઓ કરી શકાય નહિ; કારણ કે, કઈ જ શ્રી આર્ય કયા ગૌતમસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230136
Book TitleTarak Shree Samyktvana 67 Prakar
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Samyag Darshan
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy