________________ bastest sta sbastastest dastastaste da ste se da se stabilesteste deste stes sostestestoste destasustadesastestosto dosta de dos destas dasas sodastastes dos dedostele સહાયક થવું વગેરે દેવભકિત કરવી. વળી ગુરુભકિત અન્નપાણી, ઔષધ, વસ્ત્ર, પાત્રાદિ આપીને, વંદન કરીને, તથા ગુરુઓના કહ્યા પ્રમાણે ધર્મકાર્યો કરી આપીને, તથા ગુરુઓનાં મોટાં સામૈયાએથી ગામમાં કે નગરમાં પ્રવેશ કરાવવા, દીક્ષા લેનારાઓને દીક્ષા અપાવવી અને સાધુઓ અને તેમને સહાય કરવી વગેરે કાર્યોથી ગુરુભક્તિ કરવી એ દેવગુરુભક્તિ નામનું સમ્યક્ત્વનું ત્રીજું ભૂષણ છે. (4) ચેાથું ભૂષણ - જૈનધર્મમાં દઢતા. વીતરાગતા અને સર્વજ્ઞતા પ્રાપ્ત કર્યા પછી જિનેશ્વરે દ્વારા કહેવાયેલા જૈન ધર્મ જે તારક ધર્મ આ જગતમાં બીજે કઈ નથી. આ જૈન ધર્મ સામાન્ય આત્માઓને પણ પરમાત્મા બનાવી દેવાની શકિત ધરાવે છે. એવી તાકાત બીજા કેઈ ધર્મોમાં નથી, એવી સત્ય માન્યતાને ધારણ કરી કઈ દેવ, અસુરે કે સત્તાધારી શક્તિશાળી મનુષ્યના જૈન ધર્મથી ચલિત કરવાના બધા પ્રકારના પ્રયત્નોથી પણ જૈન ધર્મમાંથી ચલિત ન થવું તે દઢધર્મના નામનું સમ્યકત્વનું ચોથું ભૂષણ જાણવું. (5) પાંચમું ભૂષણ - જૈન શાસનની પ્રભાવના. જે જે કાર્યોથી જનતા જૈન શાસનની પ્રશંસા કરતી થાય, તેવાં તેવાં ધાર્મિક કાર્યો કરવાં, મહા મહોત્સવ આરંભવા, તેમાં ભાગ લેનારાઓને ભેજન અને પ્રભાવના વગેરે આપી ખૂબ સત્કાર કરે; એવાં બીજા પણ ધર્મકાર્યો કરવાં, તેમાં પણ પ્રભાવનાઓ આપી શાસનને પ્રભાવ વધારે, એ પ્રભાવના નામનું પાંચમું સભ્યત્વનું ભૂષણ જાણવું. સમ્યક્ત્વનાં આ પાંચ ભૂષણોને સમજપૂર્વક જીવનમાં વણી લેનાર આત્મામાં સમ્યક્ત્વ ખૂબ શુભે છે. 8. પાંચ લક્ષણે (1) શમ, (2) સંવેગ, (3) નિર્વેદ, (4) અનુકંપા, (5) આસ્તિકતા. એ પાંચ લક્ષણે જેમાં હોય તેમાં સમ્યકત્વ હોય છે, એમ આ લક્ષણોથી સમજી શકાય. (1) ઉપશમ અથવા શમ લક્ષણના પ્રતાપે જીવને ગમે તેવા અપરાધીનું, મનથી બૂરું કરવાની ભાવના થતી નથી. (2) સવેગ લક્ષણથી જીવને સ્વર્ગનાં અને મનુષ્યલોકનાં ગમે તેવાં મહાન સુખ પણ દુઃખમય લાગે છે. એક મેક્ષસુખ જ તેને ગમે છે. સંસારસુખ તરફ સતત વૈરાગ્ય વધતું રહે છે. આ શ્રી આર્ય કરયાણા ગોમસ્મૃતિગ્રંથ3D * * ' , , ' , ' ' . . . . * . . * * * * .... . * * - - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org