Book Title: Suvarnakshari Kalpasutrani Pratina Antamani Vistrut Prashasti
Author(s): Punyavijay
Publisher: Punyavijayji
Catalog link: https://jainqq.org/explore/230269/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની પ્રતિના અંતમાની વિસ્તૃત પ્રશસ્તિ આ લેખમાં ભાવનગર–શ્રીસંઘના જૈન જ્ઞાનભંડારમાંની સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની પ્રતિનો અને તેના અંતમાં લખાયેલી એક વિસ્તૃત પ્રશસ્તિનો પરિચય આપવામાં આવે છે. એ પ્રતિ અત્યારે ભાવનગર-શ્રી સંધના ભંડારમાં–સુરક્ષિત તે ન કહેવાય પણ,રક્ષિત છે. ભાવનગરમાં શ્રીસંઘનાં દરેક કાર્યો “શેઠ ડોસાભાઈ અભેચંદની પેઢી”ના નામથી ચાલે છે. એટલે પ્રસ્તુત જ્ઞાનભંડાર એ પેઢીના આશ્રય નીચે હોઈ એની કાળજીભરી દેખરેખ પેઢીના પ્રાણ સમા વૃદ્ધ કાર્યકર્તા ધર્માત્મા વિદ્વાન શેઠ કુંવરજી આણંદજી રાખે છે. પ્રસ્તુત પ્રતિ નંબર ડા. ૨૩ નં. ૧૫ છે. એની પત્રસંખ્યા ૯૫ છે. લંબાઈ-પહોળાઈ ૧૪૪ ઈંચની છે. દરેક પાનામાં લીટીઓ કેટલી છે એ ગફલતથી નોંધવું રહી ગયું છે એટલે અત્યારે મને યાદ છે તે પ્રમાણે તેમાં સાત લીટીઓ હોવી જોઈએ. અને દરેક લીટીમાં અક્ષર ૨૮ થી ૩૪ સુધી છે. આખી પ્રતિ બે વિભાગમાં લખાયેલી છે એટલે બે વિભાગ પાડવા માટે વચમાં પણ વેલ છે અને દરેક પાનાની ચમેર પણ વેલ છે. એ વેલ કોઈ કળાના ખાસ નમૂનારૂપ નથી પરંતુ તદ્દન સાદી જ છે. પ્રતિની લિપિ સુંદર છે અને પ્રતિ દેખાવમાં તેમ જ અવસ્થામાં પણ બહુ જ સારી છે. પ્રતિમાં સુવર્ણમય અક્ષર લખવા માટે પાનાની જમીન (Background)લાલ, આસમાની અને જાંબલી એમ ત્રણ રંગથી રંગીન કરવામાં આવી છે, જ્યારે ચિત્ર નીચેની જમીન લાલ જ રાખવામાં આવી છે. ચિત્રોમાં રંગેનું વૈવિધ્ય ખાસ નથી; એમાં મુખ્યત્વે કરીને સોનેરી રંગનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ છતાં ચિત્રો સુંદરતાથી જરાય વેગળાં કે વંચિત નથી. પ્રસ્તુત ચિત્રો કલ્પસૂત્રની હસ્તલિખિત પ્રતિઓમાં સામાન્ય રીતે જે જાતનાં ચિત્રો જોવામાં આવે છે તે જ જાતનાં છે. પ્રતુન પ્રતિને અંગે આટલું જણાવ્યા પછી હવે આપણે એ પ્રતિના અંતમાંની વિસ્તૃત પ્રશસ્તિ જોઈએ. - भुज्जो भुज्जो उवदंसेइ त्ति बेमि ॥ छ ॥ पजोसवणाकप्पो सम्मत्तो ॥ छ ॥ ग्रंथान १२१६ सर्वसंख्या ॥ छ । संवत् १५१७ वर्षे आखाढ सुदि अष्टमी सोमे श्रीअणहिल्लपुरपत्तने । श्री श्री खरतरगच्छे ॥ श्रीजिनचंद्रसरिराज्ये श्रीउपाध्या[य] सिद्धान्तरुचिउद्यमेन लिखितं वाछाकेन ॥ Page #2 -------------------------------------------------------------------------- ________________ २०८ ] ए ८० ॥ आसीदूकेशवंश्येषु थुल्ल शाखा समुद्भवः । मंत्री दुर्लक्षसिंहाख्यः पद्मस्तस्यांगजः पुनः ॥ १ जिणाको जिनभक्तात्मा नोडाकः कृत्यसाधनः । धनी धनपतिते पद्माकस्य सुतास्त्रयः ॥ २ आर्या भार्या जिणाकस्य सती जासलदेविका । वर्जंगः स्मरसिंहच पुत्रद्वयमिदं तयोः ॥ ३ तत्र वजंगजः सर्वसमः समधरोऽजनि । सुतः समरसिंहस्य सालिगः श्लाघनीयधीः ॥ जीवादेवीभवो भाति मेधराजः परः पुनः ॥ ४ नोडाभार्या. नामदेवी होली सुतौ तयो द्वौ । siसा - मल्हसंज्ञौ हर्षाख्यः सोमदत्तश्व ॥ ५ पुत्रिकापंचकं चासीत् गुरुभक्तिपरायणम् । वीमाई च तथा चेली सारू वारू धनाईति ॥ ६ श्रीवत्स - श्रीमन्तौ साधुसदयवत्स - शत्रुशल्यौ च । इति हंसराज हंसल देव्योः पुत्रा भुवि ख्याताः ।। ७ मल्हूभार्या माणिक देवी जाता अमी जगत्ख्याताः । श्रीधर - सुरपति-सु (शु) भकर - सहस्रमल्लाः सुते द्वे च ॥ ८ मांजू - कस्तुराईनाम्न्यौ भार्या [s]स्ति सीधरस्य सती । सिरियादेवी पुत्राश्चत्वारः ख्यातनामानः ॥ e तेषूदयकर्ण - आसकर्ण - श्रीकर्ण - राजमल्लाश्च । छाजी - पूनाईनामतश्च पुत्र्यो तथा जाते ॥ १० रत्नादेवी सुरपतिभार्या शुभकरस्य रंगादे | सद्धर्मकर्मनिरता सइस्नमलस्य सहसादे || ११ राजस्य जाया [s]स्ति रजाई धर्मतत्परा । गुरुगच्छसाधुसाध्वीनां भक्तिव्यक्तिमनोहरा ॥ १२ वहादेवी जाता (जाया) धनपतिसाधोः सुतास्तु चत्वारः । शिवदत्तो नगराजो लबराजो जीवराज इति ॥ १३ जज्ञे [s]थ नगराजस्य तनयः सज्जनाभिधः । तस्यास्त्युदयसिंहाख्यस्तनयो दीप्तिमानति ॥ १४ रत्नाई कुक्षिरत्नानि लपराजस्य सूनवः । सोनपाल - पूनपाल - अमीपालादयोऽद्भुताः ॥ १५ दिल्ली - गूर्जर - मालव- सिंधुषु मरुमंडले च नृपमान्या । मंत्रीपद्मस्य संततिरुदयवती निरुपमा भाति ॥ १६ જ્ઞાનાંજલિ Page #3 -------------------------------------------------------------------------- ________________ સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની પ્રતિના અંતમાની વિસ્તૃત પ્રશસ્તિ अस्याश्च करणीयानि तद्यथा किंच | इतश्र्व ॥ स्थाने स्थाने [s]र्हत्प्रतिष्ठा यात्रा - ऽऽचार्यपदादिषु । उत्सवाश्चक्रिरेऽमीभिः कस्तानन्यः करिष्यति ॥ १७ श्री लोकहिताचार्याः सागरचन्द्रसूरयः । श्रीभावप्रभसूरीन्द्राः श्रीजिनचन्द्रसूरयः ॥ १८ एते श्रीगुरु (र) वो [s] मीभिः स्थापयांचक्रिरे क्रमात् । लक्ष्मसिंह - जिणा साधु- धनपति - स्मरसिंहकैः ॥ १६ युग्मं ॥ देवकार्यं गुरोः कार्यं संघकार्यं स्वकार्यवत् । कुर्वतो धनपत्यादेः प्रशंसामः कियद्वयम् ॥ २० विनयवती शीलवती दानवती सद्विवेक रंगवती । माणिकदेवी मल्हूभार्या जयतीह पुण्यवती ॥ २१ सा ग्रंथलक्षमेकं लेखितपूविण्युदारसच्चरिता । लेखयति स्म सुवर्णाक्षररम्यं कल्पसूत्रमिदम् ॥ २२ वांद्रे कुले श्रीजिनचन्द्रसूरिः सिद्धान्तवेत्ता [s] भयदेवसूरिः । सद्वल्लभः श्रीजिनवल्लभोऽपि युगप्रधानो जिनदत्तसूरिः ॥ २३ भाग्याद्भुतः श्रीजिनचन्द्रसूरिः [ सूरि ]र्बभूवान् जिनपत्यभिख्यः । जिनेश्वरः सूरिरुदारचेताः जिनप्रबोधो दुरितापनेता ॥ २४ सांवेगिकः श्रीजिनचन्द्रसूरिः सूरिर्जिनादिः कुशला वसानः । पद्माश्रितः श्रीजिनपद्मसूरिर्लब्धेनिधानं जिनलब्धिसूरिः ॥ २५ महोपकारी जिनचन्द्रसूरिजिनोदयः सूरिरुदग्रभाग्यः । प्रशान्तमूर्तिजिनराजसूरिर्युगप्रधाना जिनभद्रसूरयः ॥ २६ ततोऽपि च श्रीजिनचन्द्रसूरयः नयोज्ज्वलाः शासति गच्छमात्मनः । तेषामधीनं किल कल्पपुस्तकं माणिक्यदेवी कुरुते स्म भक्तितः ॥ २७ प्रतिवर्षं महाहर्षान्महोत्सवपुरःसरम् । वाच्यमानं चिरं सद्भिर्नन्दतात् कल्पपुस्तकम् ॥ २८ संवत् १५१७ वर्षे श्रीअणहिल्लपुरपत्तने सा० मल्हूभार्यया माणिकदे श्राविकया पुस्तकमिदं लेखितं चिरं नंदतु ॥ छ ॥ कृतिरियं श्रीसिद्धान्त रुचिमहोपाध्यायशिष्य साधुसोमगणेरिति भद्रम् ॥ छ ॥ श्रीशुभं भवतु ॥ कल्याणमस्तु ॥ छ ॥ श्रीः ॥ [ २०८ ઉપર આપેલી વિસ્તૃત પ્રશસ્તિ ઐતિહાસિક હકીકતા કરતાં મંત્રી પદ્મ=પદ્માકના વક્ષો અને ખતર્ગીય સમર્થ આચાર્યાંનાં નામેાથી જ ભરાયેલી છે. એટલે આ આખી પ્રશસ્તિનેા શબ્દશઃ અનુવાદ આપવા કરતાં તેમાંની ખાસ ખાસ હકીકતાનુ તારણ આપવું એ જ વધારે ઉચિત અને સંગત છે એમ માની એ જ અહી આપવામાં આવે છે. ज्ञाना. २७ Page #4 -------------------------------------------------------------------------- ________________ 21 ] નજલિ સૌ પહેલાં આ પ્રશસ્તિના વીસ શ્લોકોમાં મંત્રી પવાકના વંશજોની અને તેમના ધર્મગુરુઓની નામાવલી આપવામાં આવી છે કે જેના વંશમાં થયેલ સા. મહૂની ભાર્યા માણિકદે શ્રાવિકાએ પ્રસ્તુત સચિત્ર સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની સુંદર અને સુશોભિત પ્રતિ લખાવી છે. એ નામાવલી ઉપરથી મંત્રી પદ્મ=પદ્માકનું વંશવૃક્ષ નીચે મુજબનું બની શકે છે: ઊકેશવંશીય સ્થૂલશાખીય-મંત્રી દુલક્ષસિંહ લક્ષ્મસિંહ (3) ધર્મગુરુ લોકહિતાચાર્ય જિણા–ભાય જાસલદેવી ધર્મગુરુ સાગરચંદ્રસૂરિ ધનપતિ–ભાર્યા વલ્હાદેવી ધર્મગુરુ ભાવપ્રભસૂરિ વાગ મરસિંહ=સમરસિંહ ભાર્યા છવાદેવી ધમગુરુ જિનચંદ્રસૂરિ શિવદત્ત નગરાજ લખરાજ જીવરાજ ભાર્યા રત્નાઈ સજજન સમધર ઉદયસિંહ સલિંગ સાલિગ મેઘરાજ સોનપાલ પૂનપાલ અમીપાલ નાપાક* ભાર્યા નામલદેવી ભાર્યા હાલી સામત સા. હાંસા ભાર્યા હંસદેવી સા, મહુ ભાર્યા માણિકદે ભાય રાઈ સ્વર્ણાક્ષરી કલ્પસૂત્ર લેખિકા શ્રીવત્સ શ્રીમન્ત સદ્યવસ શત્રુશલ્ય સીધર=શ્રીધર સુરપતિ શુભકર સહસ્ત્રમલ માંજૂ કરતૂરાઈ ભા. સિરિયાદેવી ભા. રન્નાદેવી ભા. રંગાદે ભા. સહસાદે (પુત્રી) (પુત્રી) " | | સમલ (પુત્ર) છી ઉદયકર્ણ આસકર્ણ શ્રીકણું સજમલ્લ (પુત્રી) છાછ (પુત્રી) પૂનાઈ આ વંશાવલી ઉપરાંત પ્રારંભના વીસ કલેકે માં મંત્રી પદ્મનાં વંશજોના સુકૃતને કઈ ખાસ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, પરંતુ સામાન્ય રીતે એટલું જ કહેવામાં આવ્યું છે કે મંત્રી પદ્મના વંશજો દિલ્હી, ગૂજરાત, માલવા, સિંધ, મારવાડ વગેરે દેશમાં તેમના મૂળ પુરુષોની કારકિર્દીના પ્રતાપે રાજાઓ તરફથી માન પામતા હતા. તેમ જ આ વંશમાં થયેલા વંશજોએ પ્રતિષ્ઠા, યાત્રા તેમ જ આચાર્યપદારોપણ વગેરે પ્રસંગોમાં ઘણું મહત્સવ ઊજવ્યા છે. * નોડાકને ખીભાઈ, ચેલી, સારૂ, વારૂ અને ધનાઈ એ નામની પાંચ પુત્રીઓ પણ હતી, Page #5 -------------------------------------------------------------------------- ________________ સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની પ્રતિના અંતમાની વિસ્તૃત પ્રશસ્તિ [ 211 પ્રશસ્તિના એકવીસ-બાવીસમા શ્લોકોમાં માણેકબાઈ ધર્માત્મા હતી અને તેણે કલ્પસૂત્ર સચિત્ર સુવર્ણાક્ષરી પ્રતિ લખાવી તે પહેલાં એક લાખ શ્લેકપ્રમાણુ ગ્રંથ લંબાવ્યા હતા એમ જણાવ્યું છે. આ પછીના બાકીના શ્લોકોમાં ખરતરગચ્છીય આચાર્યોનાં નામોની પટ્ટાવલી અને છેવટે પ્રસ્તુત સચિત્ર સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની પોથી લખાવીને માણેકબાઈએ જે આચાર્યને—કે જેમનું નામ જિનચંદ્રસૂરિ છે–અધીન કરી છે તે હકીકત જણાવી છે. ખરતરગચ્છીય આચાર્યોનાં નામો આ પ્રમાણે છે: 1 ચંદ્રકુલીય આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિ, 2 તત્પટું આગમન શ્રી અભયદેવાચાર્ય, 3 તત્પટું શ્રી જિનવલભસરિ, 4 તપદે યુગપ્રધાન શ્રી જિનદત્તસૂરિ, 5 તત્પદે શ્રી જિનચંદ્રસૂરિ, ક તપદે શ્રી જિનપતિસૂરિ, 7 તત્પદે શ્રી જિનેશ્વરાચાર્ય, 8 તત્પદે શ્રી જિનપ્રબોધસૂરિ, 9 તટે શ્રી જિનચંદ્રસૂરિ, 10 તત્પ શ્રી જિનકુશલસૂરિ, 11 તપદે શ્રી જિનપવારિ, 12 તત્પરે શ્રી જિનલબ્ધિસૂરિ, 13 તત્પદે શ્રી જિનચંદ્રસૂરિ, 14 ત૫ટે શ્રી જિનદયસૂરિ, 15 તત્પદૃ શ્રી જિનરાજસૂરિ, 16 ત૫ટ્ટ શ્રી જિનભદ્રસૂરિ, 17 ત૫ટે શ્રી જિનચંદ્રસૂરિ, જેમને પ્રસ્તુત કલ્પસૂત્રની સચિત્ર સ્વર્ણાક્ષરી પ્રતિ માણેકબાઈ એ વહોરાવી છે-સાદર અર્પણ કરી છે. પ્રસ્તુત પ્રશસ્તિની શરૂઆતમાં ચેડે ગદ્યમય પ્રશસ્તિ-અંશ છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે પ્રસ્તુત કલ્પસૂત્રની પ્રતિ વિક્રમ સંવત 1517 અષાડ સુદ 8 સેમે અણહિલપુર પાટણમાં, ખરતરગીય આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિના રાજ્યમાં ઉપાધ્યાય શ્રી સિદ્ધાન્તરુચિણિની દેખરેખ નીચે વાછાક નામના લેખકે લખી છે.” અને અંતના ગદ્ય પ્રશસ્તિ અંશમાં “પ્રશસ્તિની રચના ઉપાધ્યાય શ્રી સિદ્ધાન્તરુચિગણિશિષ્ય શ્રી સાધુસમગણિએ કરી છે” એ સૂચવવામાં આવ્યું છે. " ઉપર જણાવવામાં આવ્યું તેમ પ્રસ્તુત પ્રતિને જન્મ પાટણમાં થયું છે અને ત્યાંથી સ્થાનાંતર પામતી પામતી એ અત્યારે ભાવનગરના શ્રીસંઘના જ્ઞાનભંડારમાં સુરક્ષિત રીતે સ્થિર સ્થાન પામી છે. (શ્રી જૈન સત્ય પ્રકાશ, જુલાઈ 1943]