SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની પ્રતિના અંતમાની વિસ્તૃત પ્રશસ્તિ [ 211 પ્રશસ્તિના એકવીસ-બાવીસમા શ્લોકોમાં માણેકબાઈ ધર્માત્મા હતી અને તેણે કલ્પસૂત્ર સચિત્ર સુવર્ણાક્ષરી પ્રતિ લખાવી તે પહેલાં એક લાખ શ્લેકપ્રમાણુ ગ્રંથ લંબાવ્યા હતા એમ જણાવ્યું છે. આ પછીના બાકીના શ્લોકોમાં ખરતરગચ્છીય આચાર્યોનાં નામોની પટ્ટાવલી અને છેવટે પ્રસ્તુત સચિત્ર સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની પોથી લખાવીને માણેકબાઈએ જે આચાર્યને—કે જેમનું નામ જિનચંદ્રસૂરિ છે–અધીન કરી છે તે હકીકત જણાવી છે. ખરતરગચ્છીય આચાર્યોનાં નામો આ પ્રમાણે છે: 1 ચંદ્રકુલીય આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિ, 2 તત્પટું આગમન શ્રી અભયદેવાચાર્ય, 3 તત્પટું શ્રી જિનવલભસરિ, 4 તપદે યુગપ્રધાન શ્રી જિનદત્તસૂરિ, 5 તત્પદે શ્રી જિનચંદ્રસૂરિ, ક તપદે શ્રી જિનપતિસૂરિ, 7 તત્પદે શ્રી જિનેશ્વરાચાર્ય, 8 તત્પદે શ્રી જિનપ્રબોધસૂરિ, 9 તટે શ્રી જિનચંદ્રસૂરિ, 10 તત્પ શ્રી જિનકુશલસૂરિ, 11 તપદે શ્રી જિનપવારિ, 12 તત્પરે શ્રી જિનલબ્ધિસૂરિ, 13 તત્પદે શ્રી જિનચંદ્રસૂરિ, 14 ત૫ટે શ્રી જિનદયસૂરિ, 15 તત્પદૃ શ્રી જિનરાજસૂરિ, 16 ત૫ટ્ટ શ્રી જિનભદ્રસૂરિ, 17 ત૫ટે શ્રી જિનચંદ્રસૂરિ, જેમને પ્રસ્તુત કલ્પસૂત્રની સચિત્ર સ્વર્ણાક્ષરી પ્રતિ માણેકબાઈ એ વહોરાવી છે-સાદર અર્પણ કરી છે. પ્રસ્તુત પ્રશસ્તિની શરૂઆતમાં ચેડે ગદ્યમય પ્રશસ્તિ-અંશ છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે પ્રસ્તુત કલ્પસૂત્રની પ્રતિ વિક્રમ સંવત 1517 અષાડ સુદ 8 સેમે અણહિલપુર પાટણમાં, ખરતરગીય આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિના રાજ્યમાં ઉપાધ્યાય શ્રી સિદ્ધાન્તરુચિણિની દેખરેખ નીચે વાછાક નામના લેખકે લખી છે.” અને અંતના ગદ્ય પ્રશસ્તિ અંશમાં “પ્રશસ્તિની રચના ઉપાધ્યાય શ્રી સિદ્ધાન્તરુચિગણિશિષ્ય શ્રી સાધુસમગણિએ કરી છે” એ સૂચવવામાં આવ્યું છે. " ઉપર જણાવવામાં આવ્યું તેમ પ્રસ્તુત પ્રતિને જન્મ પાટણમાં થયું છે અને ત્યાંથી સ્થાનાંતર પામતી પામતી એ અત્યારે ભાવનગરના શ્રીસંઘના જ્ઞાનભંડારમાં સુરક્ષિત રીતે સ્થિર સ્થાન પામી છે. (શ્રી જૈન સત્ય પ્રકાશ, જુલાઈ 1943] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230269
Book TitleSuvarnakshari Kalpasutrani Pratina Antamani Vistrut Prashasti
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Literature
File Size381 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy