Page #1
--------------------------------------------------------------------------
________________
શાસનપ્રભાવક
આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીના ચારેય શિષ્યના સ્વર્ગવાસ પછી તેમની શિષ્ય પરંપરા આગળ વધી શકી ન હતી. આચાર્યશ્રી સંભૂતિવિજ્ય પછી શિષ્ય પરંપરાને વિસ્તાર શ્રી સ્થૂલિભદ્રથી થ. આચાર્ય શ્રી ભદ્રબાહસ્વામી શ્રુતકેવલી હતા. તેમ જ આગમજ્ઞાનને પ્રજાને હતા. ૪૫ આગમાં છેદ આગમનું મહત્ત્વનું સ્થાન છે. આચારશુદ્ધિ માટે વિભિન્ન પ્રકારનાં પ્રાયશ્ચિત્ત સંબંધી વિધિવિધાન મુખ્યપણે આ સૂત્રોમાં બતાવેલ છે. છેદ નામને પ્રાયશ્ચિત્તના આધારે પ્રાયઃ તેનું નામ છેદસૂત્ર થયેલ છે. (૧) દશા” તસ્કંધ, (૨) બૃહત્કલ્પ, (૩) વ્યવહારશુત, (૪) નિશીથ -આ સાર છેદસૂત્રોની રચના આચાર્ય ભદ્રબાહુસ્વામીની માનવામાં આવી છે.
આચાર્યશ્રી ભદ્રબાહુ ૪૫ વર્ષ સુધી ગૃહસ્થજીવનમાં રહ્યા. તેમને ૧૭ વર્ષ સુધી સામાન્ય અવસ્થાને સાધુપર્યાય હતે અને ૧૪ વર્ષ પર્યત યુગપ્રધાનપદ વહન કર્યાનો સમય હતા. તકેવલી આચાર્ય શ્રી ભદ્રબાહુવાળી વીરનિર્વાણ સં. ૧૭૦માં સ્વર્ગવાસ પામ્યા. ચૌદ પૂર્વની અર્થવાચનાની દષ્ટિએ તેમની સાથે શ્રતકેવલીને વિછેદ થ.
ચરમ ચતુર્દશ પૂર્વધર, કોશાપ્રતિબંધક કામવિજેતા આચાર્યપ્રવર શ્રીમદ્ સ્થૂલિભદ્રસૂરિજી મહારાજ
કામવિજેતા આચાર્ય શ્રી ધૂલિભદ્રજીને શ્વેતાંબર પરંપરામાં અત્યંત ગૌરવમય સ્થાન આપવામાં આવે છે. તેઓ તીર્થકર શ્રી મહાવીર પરમાત્માના શાસનના આડમાં પટ્ટધર હતા. દુષ્કાળને કારણે તૂટતી સુતશંખલાને સુરક્ષિત રાખવાનું શ્રેય આચાર્ય શ્રી સ્થૂલિભદ્રજીની સુતીક્ષણ પ્રતિભાને ફાળે જાય છે.
આચાર્ય સ્થૂલિભદ્રસ્વામીના ગુરુ આચાર્ય સંભૂતિવિજ્ય હતા. મુનિશ્રી ધૂલિભદ્રજીએ આચાર્ય સંભૂતિવિજય પાસેથી ૧૧ અંગનું અધ્યયન કર્યું હતું. બાર વર્ષના દુષ્કાળ પછી ૧૨મા દષ્ટિવાદ અંગનું અધ્યયન આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામી પાસે કર્યું હતું. શ્રી જિનશાસનના સંચાલનને ભાર આચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામી પછી તેમના ઉપર આવ્યા હતા.
આર્ય શૂલિભદ્ર બ્રાહ્મણપુત્ર હતા. તેઓ ગૌતમ ગોત્રના હતા. તેમનો જન્મ રિનિર્વાણ સં. ૧૧૬માં પાટલીપુત્રમાં થયો હતો. ત્યારે પાટલીપુત્ર મગધની રાજધાની હતું. શ્રી સ્થૂલિભદ્રના પિતાનું નામ શકતાલ અને માતાનું નામ લક્ષ્મી હતું. શકવાલને નવ સંતાન હતાં. સ્થૂલિભદ્ર અને શ્રીયક નામે બે પુત્ર અને યક્ષા, યક્ષદત્તા, ભૂતા, ભૂતદિન્ના, સણા, વેણા અને રેણા નામે સાત પુત્રીઓ હતી. લિભદ્રના પિતા શકહાલ હ્મા નંદ રાજાના મહાઅમાત્ય હતા. તેમના બુદ્ધિકૌશલ્યથી નંદસામ્રાજ્યની યશકીતિ ચારે તરફ ફેલાઈ હતી. સ્થૂલિભદ્રની માતા લક્ષમી. ધર્મપરાયણ, સદાચારસંપન્ન અને શીલાલંકારધારિણી નારીરત્ન હતી. બુદ્ધિશાળી પિતાનાં સંતાન પણ બુદ્ધિસંપન્ન હોય એમાં આશ્ચર્ય નથી. શકહાલનાં બધાં સંતાને બુદ્ધિસંપન્ન હતાં. સાતે પુત્રીઓની તીવ્ર મરણશક્તિ આશ્ચર્યકારક હતી. પહેલી પુત્રી એક વારમાં, બીજી પુત્રી છે
2010_04
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવ તા
૧૦૯
વારમાં, એમ અનુક્રમે સાતમી પુત્રી સાત વારમાં નહિ સાંભળેલે બ્લેક સાંભળીને કસ્થ કરી લેવામાં અને જેવા હોય તેવે જ તત્કાલ એટલી જવામાં સમર્થ હતી.
સ્થૂલિભદ્ર શકડાલના વિદ્યાસ...પન્ન પુત્ર હતા; પણુ તે વ્યવહારદક્ષ, ચતુર અને રાજપદ્ગુ ન હતા. તેને આ શિક્ષણ માટે મંત્રી શકડાલે ગણિકા કાશાને ત્યાં મોકલ્યા. કામકલાથી સથા અણુ સોળ વર્ષના નવયુવાન સ્થૂલિભદ્રનું ભાવુક મન, જ્ઞાનપ્રાપ્તિને બદલે, કેશા ગણિકાના અનુપમ રૂપ ઉપર પૂર્ણપણે મુગ્ધ બની ગયું. સ્થૂલિભદ્રના જીવનથી મ ંત્રી શકડાલને એધપાઠ મળ્યું. પાતાના નાના પુત્ર શ્રીયકને કોઈ ઠેકાણે મેકલવાની ભૂલ ન કરી. રાજતંત્રને મેધ આપવા માટે શકડાલે તેને પોતાની પાસે રાખ્યા, અને રાજ્યસચાલનનું શિક્ષણ આપ્યું. બુદ્ધિન કુશળ શ્રીયક નંદરાજાનુ' પ્રિયપાત્ર અન્યા.
મગધને વિદ્વાન કવીશ્વર વૈયાકરણશિરોમણિ ધિન્નેત્તમ વર ુચિ રાજા નંદના રાજયમાં પેાતાની પ્રતિષ્ઠા સ્થાપવા માટે પ્રયાસ કરી રહ્યો હતે. તે હંમેશાં રાજાની પ્રશંસાના ૧૦૮ શ્લોક રાજસભામાં સંભળાવતા હતા. પણ મહા-અમાત્ય શકડાલ તેની પ્રશ ંસા માટે એક પણ શબ્દ ઉચ્ચારતા ન હતા. શકડાલ મ`ત્રી પ્રશંસા કરે તે જ નાદરાન્ત પુરસ્કાર આપે એમ તે જાણતા હતા. એક વખત વરુચિએ એક યોજના વિચારી. તે શકડાલની પત્ની લક્ષ્મીને પોતાની કવિતા સુભળાવવા માંડચો. લક્ષ્મી વિદુષી નારી હતી. વિદ્વાન વરરુચિના કાવ્યમય Àાક સાંભળી લક્ષ્મી પ્રભાવિત થઈ. તેણે વરુચિને કહ્યું કે, “ બ્રાહ્મણપુત્ર ! મારા યોગ્ય કાઈ કાય હોય તે કહે. ” વિદ્વાન વરુચિએ નગ્ન થઈ ને કહ્યું કે, “ ભગિની ! મહા-અમાત્ય શકડાલ મારા શ્વ્લોકાની રાજા સમક્ષ પ્રશંસા કરે તેવું કરે.' એમ કહી વરુચિ પાતાના ઘેર ગયા.
*
મતંત્રીપત્નીએ એક દિવસ અવસર જોઇ મત્રીશ્વરને કહ્યું કે, “ આપ વરુચિના શ્ર્લોકાની રાજા સમક્ષ પ્રશંસા અવશ્ય કરો. ’વિવેકી અને દી દર્શી મંત્રીશ્વરની ઇચ્છા ન હતી પરંતુ પત્નીના કહેવાથી પાતાના વિચાર બદલ્યા. ત્રીજે દિવસે વરરુચિ જ્યારે નોંદરાજા સામે શ્લોકે મેલી રહ્યો હતા ત્યારે શકડાલ મંત્રીએ કહ્યું- અન્ને મુવિતમ્ ! '' શકડાલના શબ્દો સાંભળી રાન્ત નન્દે વરચિ સામે કૃપાષ્ટિથી જોયું. તે દિવસથી વિદ્વાન વરરુચિને ૧૦૮ શ્લોકોના બદલામાં ૧૦૮ સુવર્ણ મુદ્રાઓને! પુરસ્કાર મળવા લાગ્યા. પેાતાનીયેાજના સફળ થવાથી વરુચિ અતિ પ્રસન્ન થયા. પ્રતિદિન ૧૦૮ સુવર્ણ મુદ્રા રાજા નદ દ્વારા પુરસ્કારરૂપે વરુચિને અપાતી જોઈ મહા-અમાત્ય કડાલ ચિતાગ્રસ્ત થયે.. રાજ્યનું કુંચાલન અથી થાય છે, અર્થાતંત્રની ઉપેક્ષા કરનાર કોઈ રાજય શક્તિમાન થઈ શકતુ નથી. અય પર વિચારવિમર્શ કરી એક વખત મહાઅમાત્યે રાત પાસે નિવેદન કર્યું કે- રાજન્ ! વરુચિને પ્રતિદિન ૧૦૮ સુવર્ણમહારા શા માટે પુરસ્કારરૂપે આપા છે ? ”
રાજ નદે કહ્યું કે- તમે
પ્રશંસા કરી તેથી વરરુચિને આ દાન આપવામાં આવે છે. અમારે જે એ આપવાનું હોત તે શરૂઆતથી જ આપ્યું હોત. ” કાલે નમ્ર બની કહ્યું કે, “ રાજન્ ! એ આપની કૃપા છે.
મે
એટલુ' જ સન્માન આપ્યુ. હતુ. મે' શ્ચેટકોની પ્રશંસા
. 2010_04
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૧૦
શાસનપ્રભાવક કરી હતી, વરચિન વિદ્વત્તાની નહિ. વરરુચિ જે શ્લેક બેલે છે તે પિતાની રચના નથી.” તે સાંભળી નંદ રાજાએ પૂછયું કે–“મંત્રીશ્વર! એ કેમ બની શકે?” પિતાના કથનની ભૂમિકા મજબૂત કરતાં મંત્રીશ્વરે કહ્યું કે—“વરચિ જે શ્લેક બોલે છે તે મારી સાતે પુત્રીઓ પાસેથી તમે તત્કાલ સાંભળી શકે છે.” મંત્રીએ આગળ વધીને કહ્યું કે—“તમારે આદેશ મળશે કે તરત જ આપની સમક્ષ આ વાત સાબિત કરીશ.” મંત્રીશ્વરની આ વાત સાંભળી રાજા આશ્ચર્ય પામ્યું.
બીજે દિવસે મંત્રીએ રાજાની નજીક પડદા પાછળ પોતાની સાત પુત્રીઓને બેસાડવાની વ્યવસ્થા કરી. પંડિત વરરુચિ હંમેશ મુજબ ૧૦૮ કે બધે. તે શ્લેક યક્ષા વગેરે બહેને કમસર તે પ્રમાણે જ બોલી ગઈ. મંત્રી શકુડાલને પોતાના કાર્યમાં સફળતા મળી. મહાઅમાત્યની જનાએ નંદ રાજાની દૃષ્ટિમાં વરચિનું મહત્વ ક્ષીણ કરી નાખ્યું. વિદ્વાન વરરુચિ રાજાને કે પાત્ર બન્યું. તે દિવસથી તેને મળતો ૧૦૮ સુવર્ણમુદ્રાને પુરસ્કાર બંધ થઈ ગયે. વરરુચિના મનમાં મહામંત્રી પ્રત્યે બદલો લેવાની ભાવના જાગી. લેકસમુદાય ઉપર પિતાનો પ્રભાવ સ્થાપિત કરવા કપટપૂર્વક તે ગંગા પાસેથી ધનરાશિ પ્રાપ્ત કરવા લાગે. સવારમાં કેડ સમાણા પાણીમાં ઊભા રહી વિદ્વાન વરરુચિ ગંગાની સ્તુતિ કરતે અને એ જ વખતે લેકેની ભીડ સામે ગંગાના પ્રવાહમાંથી એક હાથ બહાર આવતા હતા અને ચંદ્રપ્રયાગથી ૧૦૮ સુવર્ણ મુદ્રાઓની થેલી વરરુચિને આપતે હતે. આ બધી બેઠવણી વરરુચિ દ્વારા રાત્રિના સમયે કરવામાં આવતી હતી. તે રાત્રિના સમયે ગંગામાં યંત્ર સ્થાપન કરતા હતા. તેની સાથે ૧૦૮ નામહોરોની થેલી પણ રાખી દેતા હતા. સવારે કેડ સુધી પાણીમાં ઊભા રહી લેકસમુદાયની સામે ગંગાને સ્તુતિપાઠ કરતો તે વખતે પગથી યંત્રને દબાવત અને દબાવવાની સાથે યંત્ર દ્વારા સુવર્ણમુદ્રાઓની થેલી વરરુચિ સામે પાણીમાં બહાર આવતી. થેલી લઈને તે પગનું દબાણ ઢીલું કરતા તેથી યંત્ર પાણીમાં અદૃશ્ય થઈ જતું. કદષ્ટિમાં વરરુચિ ઉપર ગંગાની કૃપા આશ્ચર્યજનક થઈ. નગરમાં આ અપૂર્વ દાનની વાત ફેલાઈ. એક દિવસ આ વાત રાજાના કાન સુધી પહોંચી. મંત્રણ સમયે રાજા નંદે પકડાલને કહ્યું કે—“અમાત્ય! ગંગાદેવી પ્રસન્ન થઈને વરરુચિને ૧૦૮ સુવર્ણમુદ્રાનું દાન કરી રહી છે. ઘટનાની સચ્ચાઈ જાણવા આવતી કાલે સવારે એ જોવા માટે હું ઈચ્છા રાખું છું.”
મંત્રીએ રાજના આદેશને આદર કર્યો. નંદ રાજા ગંગાતટ પર પધાસ્વાના છે એ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ. અમાત્ય આ રહસ્યમય ઘટનાની પૃષ્ઠભૂમિ સારી રીતે જાણી લેવા ઈચ્છતા હતા. રાત્રિના સમયે મંત્રીના આદેશથી એક ચતુર ગુપ્તચર ગંગાતટ પર પહોંચી ગયે. વૃક્ષની પાછળ પક્ષીની જેમ અંગ સંકેચી બેસી ગયે. તેણે વરરુચિની કાર્યવાહી જેઈ ત્રિના નીરવ વાતાવરણમાં ધીમી ગતિએ ચાલતે વરરુચિ આવે. પાણીની અંદર કઈ વસ્તુ મૂકીને ચાલે ગયે. વરરુચિના ચાલ્યા ગયા બાદ ગુપ્તચરે પાણીમાં પ્રવેશ કરી તે વૃત્તાંતની પૂર્ણ જાણકારી મેળવી લીધી અને યંત્રની અંદર થોડા સમય પહેલાં મૂકેલી ૧૦૮ સુવર્ણમુદ્રાની થેલી લઈ મંત્રી શકડાલ પાસે આવી ગયે; અને વરરુચિની રહસ્યમય ઘટનાને ભેદ શુકડાલ પાસે ખુલે કર્યો
2010_04
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવંતા
૧૧૧
બીજા દિવસે સવારે રાજપરિવાર સાથે નંદ રાજા ગંગાતટે આવ્યેા. હજારા નગરજના પણ આ વિસ્મયજનક છ્ય જોવા આવ્યાં હતાં. વરુચિએ ઘણા જ ઉલ્લાસપૂર્વક ગંગાની સ્તુતિ કરી. અને પગ યંત્ર ઉપર દબાવ્યા. ગંગાનું પાણી એક હાથ ઉપર આવ્યું ને નીચે પડ્યું, પણ તેમાંથી વરરુચિને એક પણ સુવણુ મુદ્રા મળી નિહ. આ ઘટનાથી તે અત્યંત લજ્જિત થયા. કડાલ મંત્રીએ આગળ આવીને કહ્યું કે- બ્રાહ્મણપુત્ર ! તમારી ૧૦૮ સુવર્ણ મુદ્રાની રાશિ આ રહી, જે તમે સત્રે જાતે યંત્રની અંદર ગંગામાં મૂકી ગયા હતા. દુનિયાની આંખેામાં કેટલેક સમય ધૂળ નાંખી શકાય છે, હુંમેશ માટે નહિ. ’
_cc
ગગાદાનના શુભેદ ભૂલી જવાથી નાગરિક જનામાં વિદ્વાન વરુચિની ભયંકર અપકીતિ થ. શકડાલ મ`ત્રી દ્વારા વરચને બીજી વાર પરાજય થયે.. આથી વરરુચિના મનમાં તેને બદલે લેવાની આગ પ્રજવલિત થઈ. કયારેક નાના શત્રુ પણ મહાવિનાશનું કારણ અને છે. વિદ્વાન વરુચિ શકડાલના વિનાશના ઉપાય શેાધવા લાગ્યા. શકડાલ મંત્રી પોતાના પુત્ર શ્રીયકના વિવાહ વખતે રાજાનંદનુ પેાતાના આંગણામાં વિશેષ સન્માન કરવા ઇચ્છતા હતા. તે માટે રાજસન્માનને ચેગ્ય અલકારી, શસ્ત્રાસ્ત્રો આદિ ગુપ્તપણે તૈયાર કરાવતા હતા. શુભ ભાવનાથી કરવામાં આવતા મ`ત્રી શકડાલના આ પ્રયત્ન વરુચિની વૈરભાવનાને સાકાર કરવામાં પ્રલ નિમિત્ત બન્યું. શકડાલની દાસી પાસેથી વિદ્વાન વરુચિને આ ભેદ જાણવા મળ્યું. તેણે વિચાર કર્યાં કે, શકડાલને બદલે લેવાને આ ઉત્તમ અવસર છે. તેણે બાળકોને લાડુ આપી ઉત્સાહિત કર્યાં અને સ્થાને સ્થાને નીચેના બ્લેક બાળકે પાસે ખેલાવવા લાગ્યા : “તુ હોક ન વિચાળારૂ લં રાયકાજી કરે સરૂ નવું ૫૩માધિનુરિયોનિ સ્ક્વેસર્ ।।—શકડાલ જે કામ કરી રહ્યા છે તે લેાક જાણતા નથી. રાજા નદને મારીને શકડાલ શ્રીયકને રાજસિંહાસન પર બેસાડશે. ”
બાળકોને વરુચિએ આ શ્ર્લોક કસ્થ કરાવ્યો અને લાડુને લાલે ખળકો એ શ્લોક દરેક સ્થાને મેલવા લાગ્યાં. સ્ત્રીઓને પણ વાર'વાર ઉચ્ચારાતા આ શ્ર્લોકને સાંભળી આ શ્ર્લોક કંડસ્થ થઇ ગયા. કેટલીક વખત બહુ કહેવાયેલી ખાટી વાત પણ સાચી હાય તેમ લાગે છે, આ ઘટનામાં પણ તેમ બન્યું. બાળકો અને સ્ત્રીએનાં મુખેથી ગવાતા આ શ્લોકના ધ્વનિએ રાજા નંદના કાન સુધી પહોંચ્યા. તેના મનમાં વિચારાનું ઘમસાણ ચાલ્યું. મગધેશ્વરે વિચાયું કે, શકડાલ કચારેય એવું કરી શકે નિહ. પણ બીજી જ ક્ષણે રાજાના વિચારો બદલાયા; તે વિચારવા લાગ્યા કે, માયાની મરીચિકા પોતાનું રૂપ બતાવી મનુષ્યને ભાન ભુલાવે છે. મંત્રી હોય કે રાજકુમાર હોય, કોઈ ના અત્યધિક વિશ્વાસ કરવા યેાગ્ય નથી. જ્યારે બુદ્ધિ તેને પ્રેરણા આપી રહી હતી કે, એક વખત આ વાતની તપાસ કરવી જોઇ એ. રાજા ન`દને આદેશ મળવાથી ગુપ્તચર મ`ત્રીના ઘરે પહોંચ્યા અને પોતાના લક્ષિત ભેદ્રની જાણકારી મેળવી પાછે . રાજા નને તેણે જે આંખે જોયું તે કહ્યું. મહા-અમાત્ય માટે મેતની ઘંટડી વાગવા લાગી. જે મંત્રી ઉપર રાજાને પૂર્ણ વિશ્વાસ હતે તે જ મત્રી રાજાને શકાસ્પદ થયા. શકડાલ સત્ય માર્ગે ચાલતે હોવા છતાં તેમના તરફનુ વલણ બદલાયું. મંત્રીના ઘરે તૈયાર થતી યુદ્ધને યોગ્ય સામગ્રીએ નંદરાજાના મનને સંપૂર્ણ પણે અદલી નાખ્યું.
2010_04
Page #5
--------------------------------------------------------------------------
________________
*
પ્રાત:કાલીન કાર્યોથી પરવારી મંત્રી શકડાલ રાજસભામાં પહોંચ્યા. નમસ્કાર કરતી વખતે રાજાની મુખમુદ્રા અવળી જોઇ મહામત્રી ચિંતાના સાગરમાં ડૂબી ગયા. તે જાણતા હતા કે રાજાના કાપનું પરિણામ કેટલું ભય કર હોય છે ! તેમની નજર સામે પોતાના પરિવારના સમસ્તપણે વિનાશ ભયંકર રૂપે તરવરવા લાગ્યા. આ અપકીર્તિથી બચવા માટે અને સમસ્ત પરિવારને વિનાશમાંથી બચાવી લેવા માટે તેમને પાતાના પ્રાણના ત્યાગ કરવા સિવાય બીજો માર્ગ ધ્યાનમાં ન આવ્યા. તેમણે પાતાના ઘેર આવી પુત્ર શ્રીયકને કહ્યું કે, “ વત્સ ! કાઇક ચાડિયાના પ્રયત્નથી આપણા પરિવાર માટે સંકટના સમય ઉપસ્થિત થયેા છે. આપણને બધાને મેાતના ઘાટે ઉતારવાનો રાજકીય આદેશ ગમે તે ક્ષણે આવી શકે તેમ છે. પિરવારની રક્ષા અને યશ નિષ્કલંક રાખવા માટે મારા જીવનનુ અલિદાન આવશ્યક છે. એ કા હે પુત્ર! તારે જ કરવું પડશે. આથી હું જ્યારે રાજાના ચરણામાં નમસ્કાર કરું તે જ વખતે તારે નિશ્ચલ બની તીક્ષ્ણ તલવારથી મારે શિરચ્છેદ કરવા પડશે. આવા સમયે પ્રાણના મેહ તે અદ્રદર્શિતાનુ પરિણામ સાબિત થશે ! ' પિતાની વાત સાંભળી શ્રીયક સ્તબ્ધ બની ગયા. ઘેાડી વાર વિચાર કરી તે એલ્કે
શાસનપ્રભાવન
કે
*
પિતાજી ! પિતૃહત્યાનું આ નીચ કા મારાથી કેવી રીતે સંભવી શકે ? ” પુત્રની દુ લતાનુ સમાધાન કરતાં શકડાલે કહ્યું કે— હે વત્સ ! હું નમન કરતી વખતે મેમાં તાલપુર વિષ રાખીશ. તેથી તું પિતૃહત્યાના દોષને ભાગીદાર થઈશ નહિ.” રાજભયથી ત્રસ્ત પિતાની સામે શ્રીયકને પિતાના આ કઠેર આદેશ અન્યમનસ્ક ભાવથી સ્વીકારવા પડ્યો.
*
પિતાપુત્ર અને રાજસભામાં આવ્યા. રાજનીતિકુશળ મંત્રી શકડાલ મસ્તક નમાવી રાજૂ નંદને પ્રણામ કરવા લાગ્યા; ત્યારે બુદ્ધિમાન શ્રીયકે પિતાના નમન કરવા ચેાગ્ય મસ્તકને શસ્ત્રપ્રહારથી ધડથી જુદું કરી નાખ્યું. આ ઘટનાએ એક જ ક્ષણમાં રાન્ત નંદના વિચારોમાં ઊથલ-પાથલ મચાવી દીધી. શ્રીયકની સામે પોતાનાં રક્તનેત્રથી જોતાં રાજા નંદે કહ્યું કેવત્સ ! તેં આ શું કર્યું ? ” શ્રીયકે નિર્ભીક સ્વરોમાં કહ્યું કે—“ રાજન્ ! આપની દૃષ્ટિમાં જે રાજદ્રોહી દેખાય તે ભલે પિતા હાય, તે પણ નદના મંત્રીપરિવાર તેને સહન કરી શકતા નથી. ’’ શ્રીયકની રાજપરિવાર પ્રત્યેની અતૂટ શ્રદ્ધા જોઇ નંદની પાસે મહા-અમાત્ય શંકડાલની અતૂટ રાજભક્તિનું ચિત્ર ઉપસ્થિત થયું. રાજ્યની સુરક્ષા માટે તેણે કરેલી સેવાએ રાજા નદના મસ્તકમાં તરવરવા લાગી. અતીતનું વમાનમાં પરિવર્તન થઈ શકતું નથી. સુદક્ષ મ ́ત્રીને ખાઇ દેવાથી રાજાનું મન ભારે ખિન્ન થઈ ગયુ. મહા-અમાત્ય શકડાલના રાજસન્માન સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યેા.
વત્સ !
“ મહેશ !
મહામ`ત્રી શકડાલની ઔવ દૈહિક ક્રિયા કર્યા પછી રાન્ત નઅે શ્રીયકને કહ્યું કે તમે સ` વ્યાપારસહિત મત્રીમુદ્રાને ગ્રહણ કરે. ' ત્યારે શ્રીયકે નમ્ર સ્વરે કહ્યું કેમારા પિતાતુલ્ય વડીલ ભ્રાતા કશા ગણિકાને ત્યાં નિવાસ કરી રહ્યા છે. તેમણે આજે ભાગે ભાગવવામાં બાર બાર વર્ષે વિતાવ્યાં છે. તે જ ખરેખર આ પદને યોગ્ય છે.”
રાજાનંદનુ નિમંત્રણ સ્થૂલિભદ્ર પાસે પહોંચ્યું. તેણે પિતૃહત્યાને સઘળે વૃત્તાંત જાણ્યા. રાજાની આજ્ઞાથી સ્થૂલિભદ્રે પ્રથમ વાર કોશાના પ્રાસાદમાંથી બહાર પગ મૂકયો. તે મસ્ત ચાલથી
/2010/04
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવ તા
113
ચાલતા રાજા નંદ સમક્ષ ઉપસ્થિત થયે. તેનું તેજસ્વી કપાળ સૂના પ્રકાશને પણ પ્રતિહત કરી રહ્યું હતું. તેની મનેારમ આકૃતિ સન્ની ષ્ટિને તેની તરફ આકર્ષી રહી હતી. રાજા નંદ દ્વારા તેને મહા-અમાત્યપદને અલ'કૃત કરવાના આદેશ મળ્યું. તે રાજાના આદેશ પર વિચાર વિમ કરવા અશેકિયાટિકામાં ગયે!. વૃક્ષ નીચે બેસી વિચારવા લાગ્યું કે, “ ઉચ્ચમાં ઉચ્ચ સ્થાન પર પ્રતિષ્ઠિત અને રાજ્યનું સ્વયં સ`ચાલન કરનાર એવા રાજપુરુષને સ`પ્રકારે રાજ્યને સમર્પિત થવા છતાં પણ છિદ્રાન્વેષી પશ્ન લેક તેમના માર્ગમાં ઉપદ્રવ કરવા તત્પર થતા હોય છે, તેથી તેને સુખનો અનુભવ કાંથી થાય ? '' સ્થૂલિભદ્રની સમક્ષ ભૂતકાળનુ ચિત્ર દેખાવા લાગ્યુ . શ્રીયકના લગ્નપ્રસંગે રાન્ત નંદનું સન્માન કરવા માટે તૈયાર કરવામાં આવેલ છત્ર, ચામર, વિવિધ શસ્ત્ર આદિ સામગ્રીની સૂચના પામીને વરિચ દ્વારા કરાયેલ ષડ્યંત્ર, નોંદરાજાના શકડાલ મ`ત્રી પર રાજ્ય છીનવી લેવાના સંદેહ, રાન્તની દૃષ્ટિમાં સમગ્ર મંત્રી પરિવારના નાશ કરવાનું સ્વરૂપ, લઘુભ્રાતા શ્રીયક દ્વારા નંદરાજાની સામે તેમના વિશ્વાસુ મત્રીની હત્યા, આદિ વિવિધ પ્રસ ંગની સ્મૃતિથી સ્થૂલિભદ્ર ક'પાયમાન થયા. સ ́સારની અસારતા સ્પષ્ટ થઈ, તેમને પરમ વૈરાગ્ય થયે અને સંયમમાગ અંગીકાર કરવાના નિ ય કરી, કેશને લેચ કરી, સાધુમુદ્રામાં થૂલિભદ્ર
રાજાનંદની સભામાં આવી પહોંચ્યા.
રાજાએ પૂછ્યું, “ આરોષિતમ્ ? ( વિચારી લીધું ? ) ”
સ્થૂલિભદ્રજીએ કહ્યું, “ ત્રાવિતમ્ । ( હા, લેાચ ક લીધા. ) ''
શ્રી સ્થૂલિભદ્રના વિચારે જાણી પ્રજાજનો અવાક થઈ ગયા. શ્રીયકે પણ તેમને પાતાના વિચાર બદલવા આગ્રહ કર્યાં. પરંતુ શ્રી સ્થૂલિભદ્ર પાતાના વિચારામાં મક્કમ હતા. તે પરિજનોને ત્યાગ કરી, ધીરગંભીર મુદ્રામાં અજ્ઞાત દિશા તરફ આગળ વધ્યા. કદાચ, તે કોશા ગણિકાને ભવન તેા નથી જઇ રહ્યા ને? તે જોવા માટે મગધનરેશે પોતાના એ ગુપ્તચરને તેમની પાછળ મોકલ્યા. ગુપ્તચરાએ આવીને કહ્યું કે, “ તેઓ તે ગામ બહાર અટવી તરફ જતી કેડીએ ચાલ્યા ગયા છે. રસ્તામાં ગણિકાના ભવન તરફ જવાની ગલી આવી તે તે તરફ નજર પણ નાંખી નથી. વળી ગામ બહાર એક ઉકરડા પાસે કૂતરાનું મૃતક પડયું હતું અને તેની માથુ ફાડી નાંખે તેવી દુર્ગંધ આવતી હતી, તે છતાં તેમણે ન તે પાતાની ચાલ ઝડપી કરી કે ન તે માં આગળ કપડું રાખ્યું. એ જ ધીર અને શાંત ગતિથી તેઓ આગળ વધ્યા. જ્યારે અમે એ દુર્ગાંમ રસ્તે આગળ ન જઈ શકયા ત્યારે પાછા ફર્યાં. આ સાંભળીને રાજાને પેાતાની માન્યતા માટે પશ્ચાત્તાપ થયે. નગરજનોને કેટલાય દિવસ સુધી સ્થૂલિભદ્રની સ્મૃતિ સતાવતી રહી. અમાત્યપદા ભાર શ્રીયક ઉપર આવ્યેા. મગધનરેશ જે બહુમાન મહાન અનુભવી, રાજનીતિકુશળ, અગત વિશ્વાસપાત્ર, રાજભક્ત, પ્રજાવત્સલ, મહા-અમાત્ય શકડાલને આપતા, તે જ સન્માન શ્રીયકને આપવા લાગ્યા. મહા-અમાત્ય શ્રીયકના સમર્થ વ્યક્તિત્વથી રાજ્યનું સંચાલન સારી રીતે ચાલી રહ્યું હતું. પરંતુ મહા-અમાન્ય શંકડાલના અભાવમાં રાજા નીંદના હૃદયમાં ઘણુ દુઃખ હતું. એક દિવસ શેકસ'તપ્ત મુદ્રામાં મગધનરેશે શ્રીયકની સામે સભામાં મંત્રીના ગુણાનું
'
શ્ર. ૬૫
2010_04
Page #7
--------------------------------------------------------------------------
________________
૧૧૪
શાસનપ્રભાવક સ્મરણ કરતાં કહ્યું કે –“ભક્તિમાન, શક્તિમાન, મહામતિ, મહાઅમાત્ય શાકડાલ ઇન્દ્રના મંત્રી બૃહસ્પતિની જેમ મારા મહામંત્રી હતા. દૈવયોગે તે આવી રીતે મૃત્યુ પામ્યા. આજે હું શું કરું? તેના વિના હું મારી સભાને શૂન્ય હોય એમ માનું છું.” નંદ રાજાના આ શબ્દોએ સર્વ સભાસદોને મોહથી વિહ્વળ કર્યા
- જ્યારે આ બાજુ, સ્થૂલિભદ્રની વિરહવ્યથાથી કશા પણ ઉદાસ રહેવા લાગી. તે આદિ કરવા લાગી. મહાઅમાત્ય શ્રીય રાજકાર્યમાં વ્યસ્ત હોવા છતાં ગણિકા કોશાને ધેય આપવા માટે તેની પાસે જતે ગણિકા કેશા મંત્રી શ્રીયક પાસેથી સાત્વિક બોધ પ્રાપ્ત કરીને આશ્વાસન પામી દિવસે પસાર કરતી હતી.
વરરુચિની કપટપૂર્ણ નિતિ સર્વની સામે સ્પષ્ટ થઈ ગઈ હતી. શકહાલના મૃત્યુ પછી વરરુચિ સ્વછંદવિહારી થઈને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી રહ્યો હતો. ઉપકેશના ભવનમાં તેનું નિર્વિઘ આવાગમન શરૂ થઈ ગયું હતું. ખરાબ કાર્યનું પરિણામ અંતે અકલ્યાણકર જ આવે છે. મદિરાપાનના અતિસેવનથી વરરુચિનું દુઃખદ મરણ થયું.
સંસારવિરક્ત અમાત્યપુત્ર સ્થૂલિભદ્રનાં ગતિશીલ ચરણે આચાર્ય સંભૂતિવિજ્ય પાસે પોંચ્યા. તેમની પાસે વિરનિર્વાણ સં. ૧૪૬માં દીક્ષા લીધી. મુનિજીવનમાં પ્રવેશ પામી યૂલિભદ્રજી સર્વના પ્રીતિપાત્ર બન્યા. તે વખતે તેમની વય ૩૦ વર્ષની હતી. આચાર્ય શ્રી સંભૂતિવિજયની મુનિમંડળીમાં શ્રી સ્થૂલિભદ્ર મુનિ વિનયવાન, ગુણવાન અને બુદ્ધિમાન મુનિ હતા. તેમણે આચાર્ય શ્રી સંભૂતિવિજય પાસે આગમ સાહિત્યનું ગભર અધ્યયન કર્યું.
એક વખત વિનયવાન–ગુણવાન શ્રી સ્થૂલિભદ્ર મુનિએ પૂર્વપરિચિત કેશા ગણિકાના હિતની દષ્ટિથી તેના ભવનમાં ચાતુર્માસ કરવાની ઈચ્છા ગુરુ સમક્ષ વ્યક્ત કરી. આચાર્યશ્રી સંભૂતિવિજયે “તથાસ્તુ” કહી સ્વીકૃતિ આપી. શ્રી સ્થૂલિભદ્ર મુનિ પિતાના સંકલ્પિત લક્ષ્ય તરફ ચાલ્યા. તેઓ કેશાની એ ચિત્રશાળામાં પહોંચ્યા કે જ્યાં તેમણે પહેલાં બાર વર્ષ વિષયોમાં પસાર કર્યા હતાં. કોશાએ શ્રી સ્થૂલિભદ્ર મુનિનું સ્વાગત કર્યું. શ્રી સ્થૂલિભદ્રમુનિએ ચિત્રશાળામાં ચાતુર્માસ કરવાની અનુજ્ઞા માગી. કેશી બોલી કે “પ્રાણનાથ! આજે આપના આગમનથી હું ધન્ય બની. આ ચિત્રશાળા આપની જ છે આપ હર્ષ પૂર્વક તેમાં નિવાસ કરે.”
ગણિકા કેશાની અનુજ્ઞાથી ચિત્રશાળામાં મુનિ યૂલિભદ્રના ચાતુર્માસને પ્રારંભ થયે. લેકેની દષ્ટિમાં જે કામસ્થલ હતું તે ધર્મ સ્થલ બની ગયું. કોશા ધૂલિભદ્રમુનિ માટે પ્રતિદિન ષટ્રસ ભેજન તૈયાર કરતી હતી. મૂલ્યવાન આભૂષણે પહેરી તેમની સામે આવતી હતી. વિવિધ ભાવોની રચના કરીને તેમની સામે નૃત્ય કરતી હતી. પૂર્વના ભોગોને યાદ કરાવી તેમને મુગ્ધ બનાવવા પ્રયત્ન કરતી હતી. પરંતુ શ્રી સ્કૂલિભદ્રમુનિ પિતાનાં વ્રતમાં હિમાલયની જેમ અચલ હતા. તેમની મુખમુદ્રા પર બ્રહ્મચર્યનું તેજ ચમકતું હતું. કેશાનાં કામબાણ નિષ્ફળ નીવડ્યાં. તે શ્રી સ્થૂલિભદ્રમુનિની સંયમસાધના સામે નમી પડી અને એક દિવસ મસ્તક નમાવી કહેવા લાગી કે-- “હે મુનિવર ! મને ધિક્કારે છે. મેં આપને આપના વ્રતથી ચલાયમાન કરવા માટે જે જે
2010_04
Page #8
--------------------------------------------------------------------------
________________ શ્રમણભાવતી 115 પ્રયત્ન કર્યો તે માટે મને ક્ષમા કરે.” શ્રી સ્કૂલિભદ્ર મુનિએ કશાને ધર્મોપદેશ આપ્યો. અધ્યાત્મને મર્મ સમજાવ્યું. કશા પણ જીવન-વિજ્ઞાનનું રહસ્ય સમજી વ્રતધારિણી શ્રાવિકા બની અને જીવનભર સંકપિતા બ્રહ્મચર્યવ્રતને સ્વીકાર કર્યો. ચાતુર્માસ પૂર્ણ થયું. સ્થૂલિભદ્રમુનિ કટમાં પાર ઊતર્યા. તેઓ આચાર્ય સંભૂતિવિજય પાસે પહોંચ્યા. આચાર્ય સંભૂતિવિજય સાત-આઠ ડગલા સામે ગયા. “મહાદુષ્કરકારક!' સંબોધન કરી કામવિજેતા સ્થૂલિભદ્રજીનું સન્માન કર્યું. આચાર્ય સંભૂતિવિજય પછી એ યુગનું મહત્ત્વપૂર્ણ કાર્ય આગમવાચનાનું હતું. બાર વર્ષના દુષ્કાળના કારણે મૃતની ધારા છિન્નભિન્ન થઈ ગઈ હતી. તેનું સંકલન કરવા માટે પાટલીપુત્રમાં શ્રમણ સંઘ ભેગો થયે. તેમાં શ્રી સ્થૂલિભદ્રની ઉપસ્થિતિમાં 11 અંગોનું સંકલન સારી રીતે થયું. આગમજ્ઞાનના વિશાળ ભંડાર સ્વરૂપ “દષ્ટિવાદ” (૧૨મું અંગ) કેઈને યાદ ન હતું. દષ્ટિવાદની અનુપલબ્ધિએ સર્વને ચિંતિત કર્યા. આચાર્ય સ્થૂલિભદ્રમાં અસાધારણ ક્ષમતા હતી. જ્ઞાનસાગરની આ મહાન ક્ષતિ દૂર કરવા માટે તેઓશ્રી સંઘના નિર્ણય મુજબ નેપાળમાં શ્રી ભદ્રબાહુ સ્વામી પાસે ગયા. ત્યાં રહી ચૌદપૂર્વની જ્ઞાનરાશિને અત્યંત ધર્યની સાથે ગ્રહણ કરી અને શ્રતધારાનું રક્ષણ કર્યું. આચાર્ય ભદ્રબાહુ પાસેથી દસ પૂર્વ અર્થ સાથે ગ્રહણ કર્યા જ્યારે છેલ્લા ચાર પર્વની પાઠ–વાચના તેમને મળી. વીરનિર્વાણ સં. 160 આસપાસ આ સર્વ પ્રથમ મહત્વપૂર્ણ વાચના હતી. શ્રીભદ્રબાહસ્વામી પછી વિરનિર્વાણ સં. 160 માં તેમણે આચાર્યપદ તેમ જ શ્રીસંઘનું નેતૃત્વ સ્વીકાર્યું અને વિવિધ પ્રકારે શાસનપ્રભાવના કરી. શ્રમણ સંઘમાં આ મહાગિરિ અને આર્ય સુહસ્તિ જેવા પ્રભાવક આચાર્યો તેમના મુખ્ય શિષ્ય હતા. આચાર્ય શ્રી સ્કૂલિભદ્ર 30 વર્ષ સુધી ગૃહસ્થ જીવનમાં રહી, લગભગ 70 વર્ષના ચરિત્રકાળમાં ૪પ વર્ષ કુશળતાથી આચાર્યપદ સંભાળી, વૈભારગિરિ ઉપર 15 દિવસ અનશન સ્વીકારી વીરનિર્વાણ સં. ર૧પમાં સ્વર્ગવાસ પામ્યા. એમના સ્વર્ગવાસ સાથે જ છેલ્લા ચાર પનું જ્ઞાન વિરછેદ પામ્યું. દશ પૂર્વધર, વિશુદ્ધતમ શ્રમણાચારપાલક, જિનકલ્પતુલ્ય કઠિનતમ સાધનાના સાધક આચાર્યશ્રી આર્ય મહાગિરિસૂરિજી મહારાજ આચાર્યશ્રી આર્ય મહાગિરિસૂરિ જૈન શ્વેતાંબર પરંપરાના યુગપ્રધાનાચાર્ય હતા. મહાબુદ્ધિવાન, પરમ ત્યાગી અને નિરતિચાર સંયમના સાધક હતા. જિનકલ્પતુલ્ય સાધનાના વિશિષ્ટ સાધક હતા. તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર સ્વામીના શાસનમાં પટ્ટપરંપરામાં તેમને ક્રમ નવમો છે. આર્ય મહાગિરિજીના ગુરુ આચાર્ય શૂલિભદ્રજી હતા. આચાર્ય સ્થૂલિભદ્રજી આચાર્ય સંભૂતિવિજયના શિષ્ય હતા, અને આચાર્ય ભદ્રબાહુ સ્વામીના ઉત્તરાધિકારી હતા. આર્ય મહાગિરિને પિતાના ગુરુ શ્રી લિભદ્રજીને ઉત્તરાધિકાર પ્રાપ્ત થયે હતે. 2010_04