________________
૧૧૪
શાસનપ્રભાવક સ્મરણ કરતાં કહ્યું કે –“ભક્તિમાન, શક્તિમાન, મહામતિ, મહાઅમાત્ય શાકડાલ ઇન્દ્રના મંત્રી બૃહસ્પતિની જેમ મારા મહામંત્રી હતા. દૈવયોગે તે આવી રીતે મૃત્યુ પામ્યા. આજે હું શું કરું? તેના વિના હું મારી સભાને શૂન્ય હોય એમ માનું છું.” નંદ રાજાના આ શબ્દોએ સર્વ સભાસદોને મોહથી વિહ્વળ કર્યા
- જ્યારે આ બાજુ, સ્થૂલિભદ્રની વિરહવ્યથાથી કશા પણ ઉદાસ રહેવા લાગી. તે આદિ કરવા લાગી. મહાઅમાત્ય શ્રીય રાજકાર્યમાં વ્યસ્ત હોવા છતાં ગણિકા કોશાને ધેય આપવા માટે તેની પાસે જતે ગણિકા કેશા મંત્રી શ્રીયક પાસેથી સાત્વિક બોધ પ્રાપ્ત કરીને આશ્વાસન પામી દિવસે પસાર કરતી હતી.
વરરુચિની કપટપૂર્ણ નિતિ સર્વની સામે સ્પષ્ટ થઈ ગઈ હતી. શકહાલના મૃત્યુ પછી વરરુચિ સ્વછંદવિહારી થઈને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી રહ્યો હતો. ઉપકેશના ભવનમાં તેનું નિર્વિઘ આવાગમન શરૂ થઈ ગયું હતું. ખરાબ કાર્યનું પરિણામ અંતે અકલ્યાણકર જ આવે છે. મદિરાપાનના અતિસેવનથી વરરુચિનું દુઃખદ મરણ થયું.
સંસારવિરક્ત અમાત્યપુત્ર સ્થૂલિભદ્રનાં ગતિશીલ ચરણે આચાર્ય સંભૂતિવિજ્ય પાસે પોંચ્યા. તેમની પાસે વિરનિર્વાણ સં. ૧૪૬માં દીક્ષા લીધી. મુનિજીવનમાં પ્રવેશ પામી યૂલિભદ્રજી સર્વના પ્રીતિપાત્ર બન્યા. તે વખતે તેમની વય ૩૦ વર્ષની હતી. આચાર્ય શ્રી સંભૂતિવિજયની મુનિમંડળીમાં શ્રી સ્થૂલિભદ્ર મુનિ વિનયવાન, ગુણવાન અને બુદ્ધિમાન મુનિ હતા. તેમણે આચાર્ય શ્રી સંભૂતિવિજય પાસે આગમ સાહિત્યનું ગભર અધ્યયન કર્યું.
એક વખત વિનયવાન–ગુણવાન શ્રી સ્થૂલિભદ્ર મુનિએ પૂર્વપરિચિત કેશા ગણિકાના હિતની દષ્ટિથી તેના ભવનમાં ચાતુર્માસ કરવાની ઈચ્છા ગુરુ સમક્ષ વ્યક્ત કરી. આચાર્યશ્રી સંભૂતિવિજયે “તથાસ્તુ” કહી સ્વીકૃતિ આપી. શ્રી સ્થૂલિભદ્ર મુનિ પિતાના સંકલ્પિત લક્ષ્ય તરફ ચાલ્યા. તેઓ કેશાની એ ચિત્રશાળામાં પહોંચ્યા કે જ્યાં તેમણે પહેલાં બાર વર્ષ વિષયોમાં પસાર કર્યા હતાં. કોશાએ શ્રી સ્થૂલિભદ્ર મુનિનું સ્વાગત કર્યું. શ્રી સ્થૂલિભદ્રમુનિએ ચિત્રશાળામાં ચાતુર્માસ કરવાની અનુજ્ઞા માગી. કેશી બોલી કે “પ્રાણનાથ! આજે આપના આગમનથી હું ધન્ય બની. આ ચિત્રશાળા આપની જ છે આપ હર્ષ પૂર્વક તેમાં નિવાસ કરે.”
ગણિકા કેશાની અનુજ્ઞાથી ચિત્રશાળામાં મુનિ યૂલિભદ્રના ચાતુર્માસને પ્રારંભ થયે. લેકેની દષ્ટિમાં જે કામસ્થલ હતું તે ધર્મ સ્થલ બની ગયું. કોશા ધૂલિભદ્રમુનિ માટે પ્રતિદિન ષટ્રસ ભેજન તૈયાર કરતી હતી. મૂલ્યવાન આભૂષણે પહેરી તેમની સામે આવતી હતી. વિવિધ ભાવોની રચના કરીને તેમની સામે નૃત્ય કરતી હતી. પૂર્વના ભોગોને યાદ કરાવી તેમને મુગ્ધ બનાવવા પ્રયત્ન કરતી હતી. પરંતુ શ્રી સ્કૂલિભદ્રમુનિ પિતાનાં વ્રતમાં હિમાલયની જેમ અચલ હતા. તેમની મુખમુદ્રા પર બ્રહ્મચર્યનું તેજ ચમકતું હતું. કેશાનાં કામબાણ નિષ્ફળ નીવડ્યાં. તે શ્રી સ્થૂલિભદ્રમુનિની સંયમસાધના સામે નમી પડી અને એક દિવસ મસ્તક નમાવી કહેવા લાગી કે-- “હે મુનિવર ! મને ધિક્કારે છે. મેં આપને આપના વ્રતથી ચલાયમાન કરવા માટે જે જે
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org