Book Title: Sthulibhadrasuri Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 1
________________ શાસનપ્રભાવક આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીના ચારેય શિષ્યના સ્વર્ગવાસ પછી તેમની શિષ્ય પરંપરા આગળ વધી શકી ન હતી. આચાર્યશ્રી સંભૂતિવિજ્ય પછી શિષ્ય પરંપરાને વિસ્તાર શ્રી સ્થૂલિભદ્રથી થ. આચાર્ય શ્રી ભદ્રબાહસ્વામી શ્રુતકેવલી હતા. તેમ જ આગમજ્ઞાનને પ્રજાને હતા. ૪૫ આગમાં છેદ આગમનું મહત્ત્વનું સ્થાન છે. આચારશુદ્ધિ માટે વિભિન્ન પ્રકારનાં પ્રાયશ્ચિત્ત સંબંધી વિધિવિધાન મુખ્યપણે આ સૂત્રોમાં બતાવેલ છે. છેદ નામને પ્રાયશ્ચિત્તના આધારે પ્રાયઃ તેનું નામ છેદસૂત્ર થયેલ છે. (૧) દશા” તસ્કંધ, (૨) બૃહત્કલ્પ, (૩) વ્યવહારશુત, (૪) નિશીથ -આ સાર છેદસૂત્રોની રચના આચાર્ય ભદ્રબાહુસ્વામીની માનવામાં આવી છે. આચાર્યશ્રી ભદ્રબાહુ ૪૫ વર્ષ સુધી ગૃહસ્થજીવનમાં રહ્યા. તેમને ૧૭ વર્ષ સુધી સામાન્ય અવસ્થાને સાધુપર્યાય હતે અને ૧૪ વર્ષ પર્યત યુગપ્રધાનપદ વહન કર્યાનો સમય હતા. તકેવલી આચાર્ય શ્રી ભદ્રબાહુવાળી વીરનિર્વાણ સં. ૧૭૦માં સ્વર્ગવાસ પામ્યા. ચૌદ પૂર્વની અર્થવાચનાની દષ્ટિએ તેમની સાથે શ્રતકેવલીને વિછેદ થ. ચરમ ચતુર્દશ પૂર્વધર, કોશાપ્રતિબંધક કામવિજેતા આચાર્યપ્રવર શ્રીમદ્ સ્થૂલિભદ્રસૂરિજી મહારાજ કામવિજેતા આચાર્ય શ્રી ધૂલિભદ્રજીને શ્વેતાંબર પરંપરામાં અત્યંત ગૌરવમય સ્થાન આપવામાં આવે છે. તેઓ તીર્થકર શ્રી મહાવીર પરમાત્માના શાસનના આડમાં પટ્ટધર હતા. દુષ્કાળને કારણે તૂટતી સુતશંખલાને સુરક્ષિત રાખવાનું શ્રેય આચાર્ય શ્રી સ્થૂલિભદ્રજીની સુતીક્ષણ પ્રતિભાને ફાળે જાય છે. આચાર્ય સ્થૂલિભદ્રસ્વામીના ગુરુ આચાર્ય સંભૂતિવિજ્ય હતા. મુનિશ્રી ધૂલિભદ્રજીએ આચાર્ય સંભૂતિવિજય પાસેથી ૧૧ અંગનું અધ્યયન કર્યું હતું. બાર વર્ષના દુષ્કાળ પછી ૧૨મા દષ્ટિવાદ અંગનું અધ્યયન આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામી પાસે કર્યું હતું. શ્રી જિનશાસનના સંચાલનને ભાર આચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામી પછી તેમના ઉપર આવ્યા હતા. આર્ય શૂલિભદ્ર બ્રાહ્મણપુત્ર હતા. તેઓ ગૌતમ ગોત્રના હતા. તેમનો જન્મ રિનિર્વાણ સં. ૧૧૬માં પાટલીપુત્રમાં થયો હતો. ત્યારે પાટલીપુત્ર મગધની રાજધાની હતું. શ્રી સ્થૂલિભદ્રના પિતાનું નામ શકતાલ અને માતાનું નામ લક્ષ્મી હતું. શકવાલને નવ સંતાન હતાં. સ્થૂલિભદ્ર અને શ્રીયક નામે બે પુત્ર અને યક્ષા, યક્ષદત્તા, ભૂતા, ભૂતદિન્ના, સણા, વેણા અને રેણા નામે સાત પુત્રીઓ હતી. લિભદ્રના પિતા શકહાલ હ્મા નંદ રાજાના મહાઅમાત્ય હતા. તેમના બુદ્ધિકૌશલ્યથી નંદસામ્રાજ્યની યશકીતિ ચારે તરફ ફેલાઈ હતી. સ્થૂલિભદ્રની માતા લક્ષમી. ધર્મપરાયણ, સદાચારસંપન્ન અને શીલાલંકારધારિણી નારીરત્ન હતી. બુદ્ધિશાળી પિતાનાં સંતાન પણ બુદ્ધિસંપન્ન હોય એમાં આશ્ચર્ય નથી. શકહાલનાં બધાં સંતાને બુદ્ધિસંપન્ન હતાં. સાતે પુત્રીઓની તીવ્ર મરણશક્તિ આશ્ચર્યકારક હતી. પહેલી પુત્રી એક વારમાં, બીજી પુત્રી છે Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8