SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભાવતી 115 પ્રયત્ન કર્યો તે માટે મને ક્ષમા કરે.” શ્રી સ્કૂલિભદ્ર મુનિએ કશાને ધર્મોપદેશ આપ્યો. અધ્યાત્મને મર્મ સમજાવ્યું. કશા પણ જીવન-વિજ્ઞાનનું રહસ્ય સમજી વ્રતધારિણી શ્રાવિકા બની અને જીવનભર સંકપિતા બ્રહ્મચર્યવ્રતને સ્વીકાર કર્યો. ચાતુર્માસ પૂર્ણ થયું. સ્થૂલિભદ્રમુનિ કટમાં પાર ઊતર્યા. તેઓ આચાર્ય સંભૂતિવિજય પાસે પહોંચ્યા. આચાર્ય સંભૂતિવિજય સાત-આઠ ડગલા સામે ગયા. “મહાદુષ્કરકારક!' સંબોધન કરી કામવિજેતા સ્થૂલિભદ્રજીનું સન્માન કર્યું. આચાર્ય સંભૂતિવિજય પછી એ યુગનું મહત્ત્વપૂર્ણ કાર્ય આગમવાચનાનું હતું. બાર વર્ષના દુષ્કાળના કારણે મૃતની ધારા છિન્નભિન્ન થઈ ગઈ હતી. તેનું સંકલન કરવા માટે પાટલીપુત્રમાં શ્રમણ સંઘ ભેગો થયે. તેમાં શ્રી સ્થૂલિભદ્રની ઉપસ્થિતિમાં 11 અંગોનું સંકલન સારી રીતે થયું. આગમજ્ઞાનના વિશાળ ભંડાર સ્વરૂપ “દષ્ટિવાદ” (૧૨મું અંગ) કેઈને યાદ ન હતું. દષ્ટિવાદની અનુપલબ્ધિએ સર્વને ચિંતિત કર્યા. આચાર્ય સ્થૂલિભદ્રમાં અસાધારણ ક્ષમતા હતી. જ્ઞાનસાગરની આ મહાન ક્ષતિ દૂર કરવા માટે તેઓશ્રી સંઘના નિર્ણય મુજબ નેપાળમાં શ્રી ભદ્રબાહુ સ્વામી પાસે ગયા. ત્યાં રહી ચૌદપૂર્વની જ્ઞાનરાશિને અત્યંત ધર્યની સાથે ગ્રહણ કરી અને શ્રતધારાનું રક્ષણ કર્યું. આચાર્ય ભદ્રબાહુ પાસેથી દસ પૂર્વ અર્થ સાથે ગ્રહણ કર્યા જ્યારે છેલ્લા ચાર પર્વની પાઠ–વાચના તેમને મળી. વીરનિર્વાણ સં. 160 આસપાસ આ સર્વ પ્રથમ મહત્વપૂર્ણ વાચના હતી. શ્રીભદ્રબાહસ્વામી પછી વિરનિર્વાણ સં. 160 માં તેમણે આચાર્યપદ તેમ જ શ્રીસંઘનું નેતૃત્વ સ્વીકાર્યું અને વિવિધ પ્રકારે શાસનપ્રભાવના કરી. શ્રમણ સંઘમાં આ મહાગિરિ અને આર્ય સુહસ્તિ જેવા પ્રભાવક આચાર્યો તેમના મુખ્ય શિષ્ય હતા. આચાર્ય શ્રી સ્કૂલિભદ્ર 30 વર્ષ સુધી ગૃહસ્થ જીવનમાં રહી, લગભગ 70 વર્ષના ચરિત્રકાળમાં ૪પ વર્ષ કુશળતાથી આચાર્યપદ સંભાળી, વૈભારગિરિ ઉપર 15 દિવસ અનશન સ્વીકારી વીરનિર્વાણ સં. ર૧પમાં સ્વર્ગવાસ પામ્યા. એમના સ્વર્ગવાસ સાથે જ છેલ્લા ચાર પનું જ્ઞાન વિરછેદ પામ્યું. દશ પૂર્વધર, વિશુદ્ધતમ શ્રમણાચારપાલક, જિનકલ્પતુલ્ય કઠિનતમ સાધનાના સાધક આચાર્યશ્રી આર્ય મહાગિરિસૂરિજી મહારાજ આચાર્યશ્રી આર્ય મહાગિરિસૂરિ જૈન શ્વેતાંબર પરંપરાના યુગપ્રધાનાચાર્ય હતા. મહાબુદ્ધિવાન, પરમ ત્યાગી અને નિરતિચાર સંયમના સાધક હતા. જિનકલ્પતુલ્ય સાધનાના વિશિષ્ટ સાધક હતા. તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર સ્વામીના શાસનમાં પટ્ટપરંપરામાં તેમને ક્રમ નવમો છે. આર્ય મહાગિરિજીના ગુરુ આચાર્ય શૂલિભદ્રજી હતા. આચાર્ય સ્થૂલિભદ્રજી આચાર્ય સંભૂતિવિજયના શિષ્ય હતા, અને આચાર્ય ભદ્રબાહુ સ્વામીના ઉત્તરાધિકારી હતા. આર્ય મહાગિરિને પિતાના ગુરુ શ્રી લિભદ્રજીને ઉત્તરાધિકાર પ્રાપ્ત થયે હતે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249058
Book TitleSthulibhadrasuri
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages8
LanguageGujarati
ClassificationArticle & Story
File Size228 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy