SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવ તા 113 ચાલતા રાજા નંદ સમક્ષ ઉપસ્થિત થયે. તેનું તેજસ્વી કપાળ સૂના પ્રકાશને પણ પ્રતિહત કરી રહ્યું હતું. તેની મનેારમ આકૃતિ સન્ની ષ્ટિને તેની તરફ આકર્ષી રહી હતી. રાજા નંદ દ્વારા તેને મહા-અમાત્યપદને અલ'કૃત કરવાના આદેશ મળ્યું. તે રાજાના આદેશ પર વિચાર વિમ કરવા અશેકિયાટિકામાં ગયે!. વૃક્ષ નીચે બેસી વિચારવા લાગ્યું કે, “ ઉચ્ચમાં ઉચ્ચ સ્થાન પર પ્રતિષ્ઠિત અને રાજ્યનું સ્વયં સ`ચાલન કરનાર એવા રાજપુરુષને સ`પ્રકારે રાજ્યને સમર્પિત થવા છતાં પણ છિદ્રાન્વેષી પશ્ન લેક તેમના માર્ગમાં ઉપદ્રવ કરવા તત્પર થતા હોય છે, તેથી તેને સુખનો અનુભવ કાંથી થાય ? '' સ્થૂલિભદ્રની સમક્ષ ભૂતકાળનુ ચિત્ર દેખાવા લાગ્યુ . શ્રીયકના લગ્નપ્રસંગે રાન્ત નંદનું સન્માન કરવા માટે તૈયાર કરવામાં આવેલ છત્ર, ચામર, વિવિધ શસ્ત્ર આદિ સામગ્રીની સૂચના પામીને વરિચ દ્વારા કરાયેલ ષડ્યંત્ર, નોંદરાજાના શકડાલ મ`ત્રી પર રાજ્ય છીનવી લેવાના સંદેહ, રાન્તની દૃષ્ટિમાં સમગ્ર મંત્રી પરિવારના નાશ કરવાનું સ્વરૂપ, લઘુભ્રાતા શ્રીયક દ્વારા નંદરાજાની સામે તેમના વિશ્વાસુ મત્રીની હત્યા, આદિ વિવિધ પ્રસ ંગની સ્મૃતિથી સ્થૂલિભદ્ર ક'પાયમાન થયા. સ ́સારની અસારતા સ્પષ્ટ થઈ, તેમને પરમ વૈરાગ્ય થયે અને સંયમમાગ અંગીકાર કરવાના નિ ય કરી, કેશને લેચ કરી, સાધુમુદ્રામાં થૂલિભદ્ર રાજાનંદની સભામાં આવી પહોંચ્યા. રાજાએ પૂછ્યું, “ આરોષિતમ્ ? ( વિચારી લીધું ? ) ” સ્થૂલિભદ્રજીએ કહ્યું, “ ત્રાવિતમ્ । ( હા, લેાચ ક લીધા. ) '' શ્રી સ્થૂલિભદ્રના વિચારે જાણી પ્રજાજનો અવાક થઈ ગયા. શ્રીયકે પણ તેમને પાતાના વિચાર બદલવા આગ્રહ કર્યાં. પરંતુ શ્રી સ્થૂલિભદ્ર પાતાના વિચારામાં મક્કમ હતા. તે પરિજનોને ત્યાગ કરી, ધીરગંભીર મુદ્રામાં અજ્ઞાત દિશા તરફ આગળ વધ્યા. કદાચ, તે કોશા ગણિકાને ભવન તેા નથી જઇ રહ્યા ને? તે જોવા માટે મગધનરેશે પોતાના એ ગુપ્તચરને તેમની પાછળ મોકલ્યા. ગુપ્તચરાએ આવીને કહ્યું કે, “ તેઓ તે ગામ બહાર અટવી તરફ જતી કેડીએ ચાલ્યા ગયા છે. રસ્તામાં ગણિકાના ભવન તરફ જવાની ગલી આવી તે તે તરફ નજર પણ નાંખી નથી. વળી ગામ બહાર એક ઉકરડા પાસે કૂતરાનું મૃતક પડયું હતું અને તેની માથુ ફાડી નાંખે તેવી દુર્ગંધ આવતી હતી, તે છતાં તેમણે ન તે પાતાની ચાલ ઝડપી કરી કે ન તે માં આગળ કપડું રાખ્યું. એ જ ધીર અને શાંત ગતિથી તેઓ આગળ વધ્યા. જ્યારે અમે એ દુર્ગાંમ રસ્તે આગળ ન જઈ શકયા ત્યારે પાછા ફર્યાં. આ સાંભળીને રાજાને પેાતાની માન્યતા માટે પશ્ચાત્તાપ થયે. નગરજનોને કેટલાય દિવસ સુધી સ્થૂલિભદ્રની સ્મૃતિ સતાવતી રહી. અમાત્યપદા ભાર શ્રીયક ઉપર આવ્યેા. મગધનરેશ જે બહુમાન મહાન અનુભવી, રાજનીતિકુશળ, અગત વિશ્વાસપાત્ર, રાજભક્ત, પ્રજાવત્સલ, મહા-અમાત્ય શકડાલને આપતા, તે જ સન્માન શ્રીયકને આપવા લાગ્યા. મહા-અમાત્ય શ્રીયકના સમર્થ વ્યક્તિત્વથી રાજ્યનું સંચાલન સારી રીતે ચાલી રહ્યું હતું. પરંતુ મહા-અમાન્ય શંકડાલના અભાવમાં રાજા નીંદના હૃદયમાં ઘણુ દુઃખ હતું. એક દિવસ શેકસ'તપ્ત મુદ્રામાં મગધનરેશે શ્રીયકની સામે સભામાં મંત્રીના ગુણાનું ' શ્ર. ૬૫ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249058
Book TitleSthulibhadrasuri
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages8
LanguageGujarati
ClassificationArticle & Story
File Size228 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy