________________
૧૧૦
શાસનપ્રભાવક કરી હતી, વરચિન વિદ્વત્તાની નહિ. વરરુચિ જે શ્લેક બેલે છે તે પિતાની રચના નથી.” તે સાંભળી નંદ રાજાએ પૂછયું કે–“મંત્રીશ્વર! એ કેમ બની શકે?” પિતાના કથનની ભૂમિકા મજબૂત કરતાં મંત્રીશ્વરે કહ્યું કે—“વરચિ જે શ્લેક બોલે છે તે મારી સાતે પુત્રીઓ પાસેથી તમે તત્કાલ સાંભળી શકે છે.” મંત્રીએ આગળ વધીને કહ્યું કે—“તમારે આદેશ મળશે કે તરત જ આપની સમક્ષ આ વાત સાબિત કરીશ.” મંત્રીશ્વરની આ વાત સાંભળી રાજા આશ્ચર્ય પામ્યું.
બીજે દિવસે મંત્રીએ રાજાની નજીક પડદા પાછળ પોતાની સાત પુત્રીઓને બેસાડવાની વ્યવસ્થા કરી. પંડિત વરરુચિ હંમેશ મુજબ ૧૦૮ કે બધે. તે શ્લેક યક્ષા વગેરે બહેને કમસર તે પ્રમાણે જ બોલી ગઈ. મંત્રી શકુડાલને પોતાના કાર્યમાં સફળતા મળી. મહાઅમાત્યની જનાએ નંદ રાજાની દૃષ્ટિમાં વરચિનું મહત્વ ક્ષીણ કરી નાખ્યું. વિદ્વાન વરરુચિ રાજાને કે પાત્ર બન્યું. તે દિવસથી તેને મળતો ૧૦૮ સુવર્ણમુદ્રાને પુરસ્કાર બંધ થઈ ગયે. વરરુચિના મનમાં મહામંત્રી પ્રત્યે બદલો લેવાની ભાવના જાગી. લેકસમુદાય ઉપર પિતાનો પ્રભાવ સ્થાપિત કરવા કપટપૂર્વક તે ગંગા પાસેથી ધનરાશિ પ્રાપ્ત કરવા લાગે. સવારમાં કેડ સમાણા પાણીમાં ઊભા રહી વિદ્વાન વરરુચિ ગંગાની સ્તુતિ કરતે અને એ જ વખતે લેકેની ભીડ સામે ગંગાના પ્રવાહમાંથી એક હાથ બહાર આવતા હતા અને ચંદ્રપ્રયાગથી ૧૦૮ સુવર્ણ મુદ્રાઓની થેલી વરરુચિને આપતે હતે. આ બધી બેઠવણી વરરુચિ દ્વારા રાત્રિના સમયે કરવામાં આવતી હતી. તે રાત્રિના સમયે ગંગામાં યંત્ર સ્થાપન કરતા હતા. તેની સાથે ૧૦૮ નામહોરોની થેલી પણ રાખી દેતા હતા. સવારે કેડ સુધી પાણીમાં ઊભા રહી લેકસમુદાયની સામે ગંગાને સ્તુતિપાઠ કરતો તે વખતે પગથી યંત્રને દબાવત અને દબાવવાની સાથે યંત્ર દ્વારા સુવર્ણમુદ્રાઓની થેલી વરરુચિ સામે પાણીમાં બહાર આવતી. થેલી લઈને તે પગનું દબાણ ઢીલું કરતા તેથી યંત્ર પાણીમાં અદૃશ્ય થઈ જતું. કદષ્ટિમાં વરરુચિ ઉપર ગંગાની કૃપા આશ્ચર્યજનક થઈ. નગરમાં આ અપૂર્વ દાનની વાત ફેલાઈ. એક દિવસ આ વાત રાજાના કાન સુધી પહોંચી. મંત્રણ સમયે રાજા નંદે પકડાલને કહ્યું કે—“અમાત્ય! ગંગાદેવી પ્રસન્ન થઈને વરરુચિને ૧૦૮ સુવર્ણમુદ્રાનું દાન કરી રહી છે. ઘટનાની સચ્ચાઈ જાણવા આવતી કાલે સવારે એ જોવા માટે હું ઈચ્છા રાખું છું.”
મંત્રીએ રાજના આદેશને આદર કર્યો. નંદ રાજા ગંગાતટ પર પધાસ્વાના છે એ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ. અમાત્ય આ રહસ્યમય ઘટનાની પૃષ્ઠભૂમિ સારી રીતે જાણી લેવા ઈચ્છતા હતા. રાત્રિના સમયે મંત્રીના આદેશથી એક ચતુર ગુપ્તચર ગંગાતટ પર પહોંચી ગયે. વૃક્ષની પાછળ પક્ષીની જેમ અંગ સંકેચી બેસી ગયે. તેણે વરરુચિની કાર્યવાહી જેઈ ત્રિના નીરવ વાતાવરણમાં ધીમી ગતિએ ચાલતે વરરુચિ આવે. પાણીની અંદર કઈ વસ્તુ મૂકીને ચાલે ગયે. વરરુચિના ચાલ્યા ગયા બાદ ગુપ્તચરે પાણીમાં પ્રવેશ કરી તે વૃત્તાંતની પૂર્ણ જાણકારી મેળવી લીધી અને યંત્રની અંદર થોડા સમય પહેલાં મૂકેલી ૧૦૮ સુવર્ણમુદ્રાની થેલી લઈ મંત્રી શકડાલ પાસે આવી ગયે; અને વરરુચિની રહસ્યમય ઘટનાને ભેદ શુકડાલ પાસે ખુલે કર્યો
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org