Page #1
--------------------------------------------------------------------------
________________
સિદ્ધહેમશબ્દાનુશાસન અને મલયગિરિશબ્દાનુશાસન
જયદેવભાઈ શુકલ
ભારતીય શાસ્ત્રીય વાલ્મયનાં ઉદ્દગમ અને વિકાસમાં વ્યાકરણશાસ્ત્રનું અસાધારણ મહત્વ છે. છન્દ શાસ્ત્ર, જ્યોતિષ, અર્થશાસ્ત્ર અને બીજ શાસ્ત્રોનો વિકાસ તે તે સમયની સામાજિક સ્થિતિના સંદર્ભમાં થયેલો છે; પરંતુ વ્યાકરણશાસ્ત્રને વિકાસ પ્રાચીન ભારતીય વાલ્મયના પ્રવાહને અનુસરે છે. વ્યાકરણશાસ્ત્રનો ઉદ્દભવ વૈદિક વાયની પરંપરામાં બ્રાહ્મણગ્રંથના યુગમાં ઈ. પૂ. ૮૦૦ ની આસપાસથી શરૂ થશે અને ઈ. સ. પૂર્વે ૧પ૦ સુધી તેને સતત વિકાસ થતો રહ્યો. ત્યાર પછીનાં લગભગ સત્તર વર્ષો સુધી આ શાસ્ત્રને વિવિધ રૂપે અભ્યાસ થતો રહ્યો. ધ્વનિ, વ્યાકરણ અને અર્થવિચારની શાખાઓના અસંખ્ય ગ્રન્થમાં તે નવપલ્લવિત થયો. આ ગ્રન્થમાં પ્રાપ્ત થતાં સૂક્ષ્મ અન્વેષણ, વિસ્તાર અને વૈજ્ઞાનિક અન્વેષણપદ્ધતિ જગતના શાસ્ત્રીય નામયમાં અન્યત્ર જેવા મળતાં નથી.
યાસ્ક પૂર્વેના અને પાણિનિપૂર્વેના લગભગ ત્રીસ જેટલા વયાકરણના અને તેમના મતાના ઉલલેખ નિરૂક્તમાં, ઋવેદપ્રાતિશાખ્યોમાં અને અષ્ટાધ્યાયીમાં પ્રાપ્ત થાય છે. આ બધા આચાર્યોના સ્વતંત્ર અને સંપૂર્ણ વ્યાકરણગ્રંથ અર્થાત્ સૂત્ર, ધાતુ, ગણ, ઉણદિ અને લિંગાનુશાસન એવાં પાંચ અંગોને સમાવતા ગ્રંથ હશે કે કેમ તે સ્પષ્ટ થતું નથી. પરંતુ આ આચાર્યોએ દવનિ, વ્યાકરણ, અર્થવિચાર, વ્યુત્પત્તિ અને પરિભાષા વિષે જે મહત્ત્વનાં વિધાને કર્યા હતાં તે અદ્યાપિ સચવાઈ રહ્યાં છે. આવા આચાર્યોમાં શૌનક, શાકટાયન, ઔદુમ્બરાયણ, ગાગ્ય અને આપિશાલિના સંપૂર્ણ ગ્રંથે હતા તે નિર્વિવાદ છે.
બ્રાહ્મણગ્રંથેના યુગમાં વ્યાકરણચર્ચાનું સ્વરૂપ વિસ્તૃત હતું. તે ચર્ચામાં વેદોની જુદી જુદી શાખાઓના વનિઓ, મત્રોનાં ઉચ્ચારણે અને તેમની વિશિષ્ટતાઓ, વૈદિક પ્રયોગની ભાષા પ્રયોગોના સંદર્ભમાં વિલક્ષણતાઓ તેમ જ ભાષાપ્રયોગોની સૂક્ષ્મતાઓ અંગેનાં ચિન્તનેને સમાવેશ થતો હતો. કાળક્રમે વૈદિક પ્રયોગો અને ભાષા પ્રયોગોની ચર્ચાઓ બે વિભાગમાં વિભક્ત બની. એક વિભાગ શિક્ષા અને પ્રાતિશાખ્ય રૂપે અવતાર પામ્ય અને બીજે વિભાગ શબ્દપારાયણ અર્થાત્ શબ્દાનુશાસન રૂપે જાણીતા બન્યો.
ઈસુપૂર્વેની ટ્રી અને પાંચમી સદીમાં વ્યાકરણચર્ચાનું જે વિશાળ રૂપ પ્રકટ થયું તેમાં બે મહાવૈયાકરને ફાળે મહત્ત્વનો છે. એક હતા. આપિશલિ અને બીજા હતાપાણિનિ, વ્યાકરણના પ્રાચીન ઉલેખોમાં આપિશલિના વિધાનો જે સંદર્ભો મળે છે તેમના ઉપરથી સ્પષ્ટ થાય છે કે આપિશાલિની વ્યાકરણ પરંપરા સત્ર, ધાતુ, ગણ, ઉણુદિ, લિંગાનુશાસન અને પરિભાષારૂપે પૂર્ણ હેવી જોઈએ. છૂટાછવાયા ઉલ્લેખ સિવાય આ પરંપરા વિષે કશી વિશેષ માહિતી પ્રાપ્ત થતી નથી.
Page #2
--------------------------------------------------------------------------
________________
જયદેવભાઈ શુકલ
૩૩ ઈસુપૂર્વેની છઠ્ઠી અને પાંચમી સદીમાં વ્યાકરણચર્ચાનું જે વિશાળ રૂપ પ્રગટ થયું તેમાં બે મહાવૈયાકરણનો ફાળે મહત્ત્વનું છે. એક હતા આપિશલિ અને બીજા હતા પાણિનિ. વ્યાકરણના પ્રાચીન ઉલેખોમાં આપિશનિના વિધાનોના જે સંદર્ભો મળે છે તેમના ઉપરથી સ્પષ્ટ થાય છે કે આપિશાલિની વ્યાકરણપરંપરા સૂત્ર, ધાતુ, ગણ, ઉણાદિ, લિંગાનુશાસન અને પરિભાષારૂપે પૂર્ણ હેવી જોઈએ. છુટાછવાયા ઉલેખ સિવાય આ પરંપરા વિષે કશી વિશેષ માહિતી પ્રાપ્ત થતી નથી.
ઈસુની પૂર્વે ૫૦૦ની આસપાસ થયેલા આચાર્ય પાણિનિની વ્યાકરણ પરંપરામાં સૂત્રસમૂહરૂપે અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ પ્રાપ્ત થાય છે. ધાતુ પાઠ અને ગણપાઠ તેનાં સહાયક અંગો છે. તેમની વ્યવસ્થાને ઉપયોગી કેટલીક પરિભાષાઓ પાણિનિએ સૂત્રરૂપે રજૂ કરી છે. કેઈક ઉણાદિસૂત્રસમૂહ તેમના દયાનમાં હશે તેમ કહી શકાય. અષ્ટાધ્યાયીમાં પ્રાપ્ત થતા લિંગના નિયમોમાં લિંગાનુશાસન સમાઈ જાય છે. ૩૯૮૩ સૂત્રોને આ ગ્રંથ બત્રીસ પાદ અને આઠ અધ્યાયમાં વિભક્ત છે. આ સૂત્રોમાંથી ૧૨૪૫ સૂત્ર ઉપર કાત્યાયને વાર્તિકે રહ્યાં છે અને ૧૨૨૮ સુત્રો ઉપર પતંજલિએ ભાષ્ય રચ્યું છે.
પાણિનિએ પ્રબોધેલી વ્યવસ્થા, વિશાળ પ્રદેશ ઉપર બોલાતી સંસ્કૃત ભાષાનાં શબ્દરૂપોની સિદ્ધિ માટે રચેલા નિયમો, એ નિયમોને પરસ્પર અન્વય અને એ નિયમો ઉપરથી કાળક્રમે સધાયેલા કેટલાક પ્રસિદ્ધ ભાષાવૈજ્ઞાનિક સિદ્ધાંતોએ પાણિનિની કીર્તિને જગતમાં પ્રસરાવી છે. જીવન, જગત અને વાડ્મયમાં સર્વત્ર તર્કયુક્ત અને નિયમબદ્ધ વ્યવસ્થા નિહાળનારી પાશ્ચાત્ય વિવેચનપદ્ધતિને અનુસરનારા કેટલાક અર્વાચીન પાણિનીયો પાણિનિની વ્યવસ્થામાં ક્ષતિઓ નિહાળે છે અને પાણિનીય ગ્રંથમાં અનેક સુધારા વધારા થયા હોવાની માન્યતામાં રાચે છે.
બ્રાહ્મણ પરંપરાનું સમગ્ર સંસ્કૃત વાડ્મય પાણિનિના નિયમોનું દઢપણે અનુસરણ કરે છે. ઈસુની પહેલી સદી પછી જૈન પરંપરાને પોતાના આગવા વ્યાકરણ વાડ્મયની ખોટ સાલવા લાગી. બૌદ્ધ પરંપરાને આવી ખોટ સાલતી ન હતી. બુદ્ધઘેષ અને બીજા બૌદ્ધ લેખકે પાણિનીય સૂત્રોને છૂટથી ઉપયોગ કરતા હતા. તેમ છતાં ઈસુની ચોથી સદીમાં થયેલા આચાર્ય ચન્દ્રને લઘુ, વિસ્પષ્ટ અને સંપૂર્ણ વ્યાકરણની આવશ્યકતા લાગતાં તેમણે વ્યાકરણને ચાન્દ્રસૂત્ર નામે સૂત્રગ્રન્થ ર. અષ્ટાધ્યાયી ઉપરથી જ તૈયાર થયેલો આ વ્યાકરણગ્રંથ સ્પષ્ટતા, લાધવ અને સરળતા સિવાય બીજા કશાં વિશિષ્ટ લક્ષણે ધરાવતું નથી. ઈસુની આઠમી સદીમાં થયેલા ધર્મદાસે ૨ચેલી ચાન્દ્રવૃત્તિમાં કાશિકાને સાવંત ઉપયોગ થયો છે.
બૌદ્ધ અને જૈન પરંપરાઓ અષ્ટાધ્યાયમાં મળતા વૈદિક પ્રયોગો અંગેના અને સ્વરપ્રક્રિયા અંગેના સૂત્રનિયમોનો ત્યાગ કરે છે, પરંતુ પાણિનિએ આપેલાં અને પ્રકૃતિ પ્રત્યય કાર્યમાં ઉપયોગી વેદિક ઉદાહરણે અને યજ્ઞસંદર્ભવાળાં ઉદાહરણોને તે સાચવી રાખે છે.
બ્રાહ્મણ પરંપરાની જેમ જૈન વ્યાકરણ પરંપરાએ પોતાના પ્રાચીન આચાર્યોના ઉલલેખો કર્યા છે. જૈનેન્દ્ર વ્યાકરણ, શ્રીદત્ત (૧-૪-૩૪), યશોભદ્ર (૨-૧-૯૯), ભૂતબલિ (૩-૪-૮૩), પ્રભાચન્દ્ર (૪-૩-૧૮૦), સિદ્ધસેન (૫-૧-૭) અને સમન્તભદ્ર (૫-૪-૧૪૦) જેવા આચાર્યોનો ઉલ્લેખ કરે છે. આવી રીતે શાકટાયન વ્યાકરણ પણ આર્યવજ (૧-૨-૧૩), ઈન્દ્ર (૧-૨-૩૭) અને સિદ્ધનન્દી (૨-૧-૨૨૯) જેવા પ્રાચીન વૈયાકરણેને ઉલેખ કરે છે. જૈનેન્દ્ર અને શાકટાયનમાં ને ધેલા પૂર્વા, ચાર્યો પાણિનિમાં નથી અને પાણિનિએ નાંધેલા પૂર્વાચાર્યો જૈનેન્દ્ર અને શાકટાયનમાં નથી.
જૈન વ્યાકરણ પરંપરામાં સૌથી પ્રાચીન ગ્રંથ ઈસુની છઠ્ઠી સદીમાં થયેલા આચાર્ય દેવનન્દી
Page #3
--------------------------------------------------------------------------
________________
૩૪
સિદ્ધહેમશબ્દાનુશાસન અને મલયગિરિશબ્દાનુશાસન કૃત જૈનેન્દ્ર શબ્દાનુશાસન છે. પાંચ અધ્યાય, વીસ પાદ અને ત્રણ હજાર અડસઠ સૂત્રોવાળા આ ગ્રંથમાં સૂત્ર, ધાતુ, ઉણદિ અને ગણપાઠ પ્રાપ્ત થાય છે. આ વ્યાકરણમાં પ્રત્યાહારોને સ્વીકાર થયો છે તેથી તેમાં પ્રત્યાહાર સૂત્રો હેવાં જોઈએ પરંતુ અભયનન્દીની મહાવૃત્તિમાં પણ તે મળતાં નથી.
જૈનેન્દ્ર વ્યાકરણમાં પાણિનિ, કાત્યાયન, પતંજલિ અને ચન્દ્રને યથેચ્છ ઉપયોગ થયો છે. તેવી જ રીતે ઈસુની આઠમી સદીમાં થયેલા આચાર્ય અભયનન્દીની જૈનેન્દ્ર સૂત્રો ઉપરની મહાવૃત્તિમાં કાશિકા, ન્યાસ અને ચાન્દ્રવૃત્તિનો મનભર ઉપયોગ થયો છે.
બૌદ્ધ અને જૈન વ્યાકરણ પરંપરાઓ ઉપરનું પાણિનિનું ઋણ કેટલું સાદ્યન્ત છે તેને માટે એક ઉદાહરણ બસ થશે. પાણિનિના સૂત્રનિયમ અનવરને સ્ત્રી (૩. ૨. ૨૧) પ્રમાણે ગઈકાલના પ્રસંગને જણાવવા માટે હ્યસ્તન ભૂતકાળ વપરાય છે. આ સૂત્ર ઉપરનું વાર્તિક પરોક્ષે ૨ વિજ્ઞાને
જુનવિષા જણાવે છે કે આ પ્રસંગ લોકપ્રસિદ્ધ હેય અને પ્રયકતાએ પોતે જે ન હોય પરંતુ તેનું દર્શન તેને માટે સંભવિત હેાય ત્યારે પણ આ જ કાળ વપરાય છે. આ નિયમનાં બે ઉદાહરણ પતંજલિએ આપ્યાં છે; જાથાનઃ સાતમા અને અથવા માધ્યમિwIFા આ ઉદાહરણોમાં અધ્યાની પાસેના પ્રાચીન નગર સાકેત ઉપરના અને ચિતોડ પાસેની માધ્યમિકા નગરી ઉપરના મીન્ડરના વિજયને ઉલેખ છે. આનાં અનુકરણે ચાન્દ્રવૃત્તિમાં બનાસકળ દૂiાના (૧. ૨. ૮૧), જૈનેન્દ્ર-મહાવૃત્તિમાં જળઘેરા મથામ્ (૨. ૨. ૯૨), શાકટાયન અમોઘવૃત્તિમાં વ ધારે અપાતીની (૪. ૩. ૨૦૮), સિદ્ધહેમચન્દ્રમાં - સિદ્ધાને અવન્તીના (૫. ૨. ૨૮) અને મલયગિરિમાં જાતીન કુમારપાત્ર . (કૃદન્ત ૩. ૨૩) એવાં મળે છે.
જેને શબ્દાનુશાસન પછીની બીજી જૈન વ્યાકરણ પરંપરા શાકટાયન વ્યાકરણ પરંપરા છે. રાષ્ટ્રકૂટ અમોઘવર્ષ પહેલાના અર્થાત ઈસવીસનના નવમા સૈકાના ઉત્તરાર્ધમાં થયેલા અને પાલ્યકીર્તિ એવું નામાંતર પામેલા શાકટાયને સત્રપાઠ રો અને સૂત્રપાઠ ઉપર અમોધવૃત્તિની પણ તેમણે રચના કરી. તેમણે ગણપાઠ, ધાતુપાઠ, ઉણદિપાઠ, પરિભાષાપાઠ અને લિંગાનુશાસન પણ રચ્યાં. - દક્ષિણના કદંબ રાજાઓની અમીદષ્ટિ પામેલી અને પાછળથી દક્ષિણની દિગંબર જૈન પરં. પરાએ અપનાવેલી યાપનીય પરંપરામાં આ શાકટાયન આચાર્યની પ્રસિદ્ધિ છે. શાકટાયનસૂત્રમાં અને અમાધવૃત્તિમાં કાશિકા, ચાન્દ્રવૃત્તિ અને ન્યાસનું પૂરેપૂરું અનુસરણ જોવા મળે છે. વ્યાખ્યાનને વિસ્તાર અને વિપુલ ઉદાહરણે અમેઘવૃત્તિની વિશિષ્ટતા છે.
પાણિનીચ વ્યાકરણપરંપરા પછીની આ બધી વ્યાકરણપરંપરાઓ મુનિત્રયે પ્રવર્તાવેલા સિદ્ધાન્તમાં કશું ઉમેરો કરતી નથી. તેમનામાં પ્રાચીન કે નવીન ભાષાપ્રયોગોના વિશિષ્ટ ઉલ્લેખ મળતા નથી. સમકાલીન સાહિત્ય સાથે તેમને ઝાઝે સંબંધ નથી અને આવા સાહિત્યના અનુલક્યમાં તેમનાં વિધાનમાં પણ કશા ફેરફાર જોવા મળતા નથી. હેમચંદ્રાચાર્યનું સિદ્ધહેમ શબ્દાનુશાસન આમાં અપવાદ છે. સૂત્રનિયમને નવેસરથી રજૂ કરાતે ક્રમ, સંજ્ઞાઓમાં મનગમતા ફેરફારો અને વિધાનલાધવમાં એમને મોલિક્તાનાં દર્શન થાય છે. આવી સ્પષ્ટ મર્યાદાઓ હોવા છતાં પાણિનીય પરંપરાના મુનિત્રયનાં વચનને તેમણે બરાબર સાચવી રાખ્યાં છે. અષ્ટાધ્યાયીની સ્વરદિકી પ્રક્રિયાના ત્યાગ સિવાય તેમણે બીજુ કશું ગુમાવવાનું ઇષ્ટ માન્યું નથી. પરિણામે પાણિનીય પરંપરાનાં સૂત્રવાર્તિકભાષ્યકથનોના પાઠશોધન માટે આ વ્યાકરણગ્રંથે ઉપયોગી છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
જયદેવભાઈ શુકલ
૩૫
જૈન પર પરાના વ્યાકરણગ્રંથેની આવી ઉપચાગિતાના સંદર્ભ માં સિદ્ધહેમ વ્યાકરણનું ઘણું મહત્ત્વ છે. અષ્ટાધ્યાયીનાં સૂત્રેાના, કાત્યાયનનાં વાર્ત્તિ કાને અને પતંજલિનાં ભાષ્યવયાના સૌથી વધારે ઉપયાગ હેમચન્દ્રાચાર્યે કર્યા છે. આ ઉપરાંત ઈસુની દુસમી સદી સુધીમાં થયેલા લગભગ બધા મહત્ત્વના વૈયાકરણેા, ચન્દ્ર, ભર્તૃહરિ, ન્યાસકાર, મૈત્રેયરક્ષિત અને કૈયટનાં વિધાાને પણ તેમણે પેાતાના વ્યાકરણુત્ર થામાં સમાવ્યાં છે.
સાલકી રાજવી સિદ્ધરાજ જયસિંહની ઇચ્છાથી હેમચન્દ્રાચાયે સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનની રચના કરી. આ કાર્ય તેમણે ઈ. સ. ૧૧૪૩માં પૂરું કર્યું. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતની પ્રશસ્તિમાં
આના નિર્દેશ મળે છે.
पूर्व पूर्वज सिद्धराजनृपतेर्भक्तिस्पृशो याचया । साङ्ग व्याकरणं सुवृत्तिसुगमं चक्रुर्भवन्तः पुरा ॥
સિદ્ધહેમને અ ંતે પણ આવા જ નિર્દેશ છે,
तेनातिविस्तृतदुरागमविप्रकीर्णशब्दानुशासनसमूह कदर्शितेन ।
अभ्यर्थिता निश्वमं विधिवद् व्यधत्त शब्दानुशासनमिद मुनिहेमचन्द्रः ॥
આઠ અધ્યાય અને ૪૬૮૫ સૂત્રાવાળા આ સૂત્રગ્રંથમાં પહેલા સાત અધ્યાયેાનાં ૩૫૬૬ સૂત્રામાં સંસ્કૃત ભાષાના વ્યાકરણની ચર્ચા છે, પહેલા અધ્યાયમાં સંજ્ઞા, સધિ અને નામ, ખીા અધ્યાયમાં નામ, કારક, ત્વષ્ણુત્વ અને સ્ત્રીપ્રત્યય, ત્રીજા અધ્યાયમાં સમાસ અને આખ્યાત, ચાથા અધ્યાયમાં આખ્યાત, પાંચમા અધ્યાયમાં કૃદન્ત અને છઠ્ઠા અને સાતમા અધ્યાયમાં તદ્દિતની ચર્ચા કરવામાં આવી છે. દરેક અધ્યાયને અંતે એકેક ચાલુકચ ર!જાની પ્રશસ્તિ છે. સિદ્ધહેમશબ્દાનુશાસનમાં વ્યાકરણનાં બધાં અંગો, સૂત્ર, ગણુ, ધાતુ, ઉણાદિ અને લિંગાનુશાસન પ્રાપ્ત થાય છે. ગણપાઠને બૃહદ્વ્રુત્તિમાં સમાવવામાં આવ્યા છે.
સૂત્રપાઠ ઉપર હેમચન્દ્રાચાયૅ` લઘુ, મધ્યમ અને બૃહદ્ એમ ત્રણ વૃત્તિઓ રચી છે. બૃત્તિ અર્થાત્ તત્ત્વપ્રકાશિકા ઉપર શબ્દમહા વન્યાસ અર્થાત્ બૃહન્યાસ નામની અત્યંત વિસ્તૃત ટીકા પ્રાપ્ત થાય છે. ન્યાસની રચના ઉપર પતંજલિના મહાભાષ્યની અને જિતેન્દ્રષુદ્ધિના ન્યાસની ગાઢ અસર છે. આપણને પ્રાપ્ત થતા ન્યાસમાં પહેલા અધ્યાયના પહેલા પાદ અપૂણૅ અને ત્રીજો તથા ચેથા પાદ, ખીજા અધ્યાયના ચાર પાદ, ત્રીજા અધ્યાયના ચેાથે પાદ અને સાતમા અધ્યાયને ત્રીજો પાદ એટલા મળે છે. ન્યાસમાં હેમચન્દ્રાચાર્યની પહેલાંના અનેક વ્યાકરણગ્રંથાનાં અવતરણા મળે છે, સ્પષ્ટતા, વિસ્તાર અને સૂક્ષ્મતાની દૃષ્ટિએ બ્રાહ્મવૃંતર વ્યાકરણ-પરંપરામાં આ પ્રથાનું સૌથી વધારે મહત્ત્વ છે.
સિદ્ધહેમશબ્દાનુશાસનની ખ્યાતિ હેમચન્દ્રાચાર્યના સમયમાં જ ઘણી વિસ્તરી હતી. પછીના સમયમાં બધા જૈન ગ્રંથકારા આ વ્યાકરણના ઉપયાગ કરતા હતા. તેમ છતાં કેટલાક સ્વતંત્ર વ્યાકરણગ્રંથા રચવાનું કામ યંત્રતંત્ર ચાલુ હતુ.. જૈન વ્યાકરણગ્રંથામાં વિ. સ’. ૧૦૮૦માં રચાયેલા બુદ્ધિસાગર વ્યાકરણતા ઉલ્લેખ કરવા જોઈએ. તે હેમચન્દ્રની પૂર્વે રચાયું હતું.
મલયગિરિના વ્યાકરણના હસ્તપ્રતામાં મુષ્ટિવ્યાકરણના નામથી ઉલ્લેખ કરવામાં આવે છે. ઈ. સ. ૧૧૭૭ની અર્થાત્ સેાલંકી રાજવી કુમારપાલના સમયની આ રચના છે. નવાગમ વૃત્તિકાર તરીકે મલગિરિ જાણીતા છે. આગમવૃત્તિઓની રચના પહેલાં તેમણે આ શબ્દાનુશાસનની રચના
Page #5
--------------------------------------------------------------------------
________________
સિદ્ધહેમશબ્દાનુશાસન અને મલયગિરિશબ્દાનુશાસન કરી હતી. મલયગિરિ ચાન્દ્ર અને શાકટાયનને ઉલેખ કરે છે. હૈમવ્યાકરણની તેમાં ઘણી અસર હેવા છતાં હેમચન્દ્રને તેમાં ઉલ્લેખ નથી. કતત્રની યોજના પ્રમાણે તેણે સંધિ, નામ, આખ્યાત, કૃદન્ત અને તદ્ધિત એવા વિભાગો પાડયા છે. પિતાની ગ્રંથરચનામાં પોતાના વ્યાકરણને જ ઉપયોગ કરો એવી મહેચ્છા પૂર્ણ કરવા મલયગિરિનું વ્યાકરણ રચાયું છે. જૈન વ્યાકરણમાં મલયગિરિના શબ્દાનુશાસનનું મહત્વે પ્રમાણમાં ઓછું છે.
ઉપર જણાવ્યું તેમ જૈન ગ્રંથકારોમાં પોતાની પરંપરાનાં વ્યાકરણના અભ્યાસ અને તેમનો જ ઉપયોગ કરવાનું સ્પષ્ટ વલણ નજરે ચઢે છે. જૈન સાધુઓ અને વિદ્વાને આ અંગે હમેશાં ઉત્સાહી રહ્યા છે. દિવંગત પંડિત બેચરદાસજી આનું ઉત્તમ ઉદાહરણ છે.
પંડિતજીએ નાની વયથી જ સિદ્ધહેમશબ્દાનુશાસનને અભ્યાસ શરૂ કર્યો હતો અને આજીવન ચાલુ રાખ્યો હતો. સિદ્ધહેમપરંપરાના લગભગ બધા ગ્રંથને તમને અભ્યાસ સંક્રમ હતો. સમગ્ર હૈમસૂત્રપાઠ તેમના જિહવાગે હતા અને હૈમવ્યાકરણુસૂત્રોને તેઓ વારંવાર ઉલલેખ કરતા હતા. ગુજરાતનું પ્રધાન વ્યાકરણ નામના તેમના લેખમાં તેમણે સિદ્ધહેમશબ્દાનુશાસનને વિસ્તૃત પરિચય કરાવ્યું છે. ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિ અંગેના, મુંબઈ યુનિવર્સિટીના આશ્રયે તેમણે આપેલાં વ્યાખ્યાનોમાં સિદ્ધહેમના પ્રાકૃત વ્યાકરણના તેમના અભ્યાસની સ્પષ્ટ છાપ દેખાઈ આવે છે.
પંડિતજીના વ્યાકરણવિષયક પાંડિત્યનો પરિચય તેમના મલયગિરિકૃત શબ્દાનુશાસનના શાસ્ત્રીય સંપાદન (અમદાવાદ, ૧૯૬૭) ઉપરથી મળે છે. તેરમા સૈકાની તાડપત્રીય હસ્તપ્રત અને પૂનાની હસ્તપત્ર ઉપરથી તેમણે આ સંપાદનકાર્ય કર્યું છે. હસ્તપ્રતો ઉપરથી ગ્રંથ સંપાદન કરનારા સંશોધકોને હસ્તપ્રતોની કેટલીક વિશિષ્ટતાઓ–સળંગ લખાણ, લેખનની વ્યક્તિનિક પદ્ધતિ અને વિરામચિહ્નોના લગભગ અભાવને કારણે સૂત્ર, વૃત્તિ, ઉદાહરણે અને પ્રત્યુદાહરણને જુદાં તારવીને વ્યવસ્થિતરૂપે મૂકવાનું મુશ્કેલ બને છે. વ્યાકરણશાસ્ત્રમાં સૂત્રોનાં એકસરખાં વૃત્તિ, વ્યાખ્યાન, ઉદાહરણ અને પ્રત્યુદાહરણની પરંપરા પતંજલિના સમયથી પ્રચલિત છે અને ઈસવી સનના અઢારમાં સૈકા સુધીના બધા વૃત્તિગ્રંથમાં તે પ્રાપ્ત થાય છે. આવી સ્થિતિ જૈન વ્યાકરણપરંપરામાં પણ હોય તે સ્વાભાવિક છે. કાશિકા, ચાન્દ્રવૃત્તિ અને ન્યાસમાંની પરંપરા જૈનેન્દ્ર, શાકટાયન અને હેમચન્દ્રમાં દઢ બનીને મલયગિરિ સુધી પહોંચી છે. તેથી મલયગિરિના પાઠને વ્યવસ્થિત કરવામાં આ પરંપરા મદદરૂપ બને છે. તેની સાથે સાથે સંપાદક પાસેથી આ પરંપરાના પૂરેપૂરી જ્ઞાનની અપેક્ષા પણ રહે છે. પંડિતજીએ આવી અપેક્ષા પૂરી કરી છે. કાશિકાકાર, જૈનેન્દ્ર, શાકટાયન અને હેમચન્દ્રના ગ્રંથે તપાસીને તેમાંના વિધાનોની મલયગિરિનાં વિધાને સાથે તુલના કરીને સૂત્રા, વૃત્તિ અને ઉદાહરણને વ્યવસ્થિત રીતે રજુ કરવાનું મુશ્કેલ કાર્ય પંડિતજીએ સફળતાથી પાર પાડયું છે. હસ્તપ્રતોમાં વારંવાર પ્રાપ્ત થતા નાના કે મેટા ગ્રંથપાતાનું પુનઃસંધાન અને પુનનિર્માણ કરવું પડે છે. પંડિતજીએ નાના ગ્રંથપાતોનું પુનનિર્માણ અને પુનઃસંધાન કર્યું છે, અને તેમને યોગ્ય સંદર્ભોમાં ગોઠવીને ગ્રંથની સળંગસૂત્રતા જાળવી છે.
મલયગિરિના તેમના સંપાદનની પાદટીપ ઉપરથી પંડિતજીના સંપાદનકાર્યની બરાબર સ્પષ્ટતા થાય છે. કેટલાંક ઉદાહરણ જોઈશું. (૧) મૂળ પાઠમાં આવશ્યક સ્પષ્ટતા થાય તે માટે તેમણે વ્યાખ્યાન અને વૃત્તિ રજુ કર્યા છેઃ (24) वृत्तौ “स्थानगुणप्रमाणादीनां आसत्त्या" इत्यत्र 'आदि' शब्दनिदेशेन 'अर्थेन'
રૂલ્યા સંગ્રાહ્ય તસ્ય ૨ ૩M પૃ. ૪ પાદટીપ ૪
Page #6
--------------------------------------------------------------------------
________________
યદેવભાઈ શુકલ
३७
(આ) અત્ર ‘ચિત્રનુ' કૃતિ તેઃ 'વોધને દુવિધાયસૂત્ર વળેન ગોષ નિર્જન પ્રતિજ્ઞતિ સાર્થક્પૃ. ૧૫ પાટીપ ૧
(૨) હસ્તપ્રતના દોષ દર્શાવી શુદ્ધ પાઠની ચર્ચા તેમણે કરી છે.
(અ) સન્ધિપાદમાં સુત્ર 7 ચે | L | ના ઉદાહરણ મા અ ંગે ચર્ચા કરતાં તેમણે જણાવ્યું છે કે અત્રે જોવિ પાઠઃ તિતઃ વિતે વા જિવિધ્વમારાતઃ | પૃ. ૭ પાટીપ ૫ આ) આખ્યાનપાદમાં સૂત્ર ૩૧ મેઃ ફ્ઃ । ના ઉદાહરણ ચત્તુરત્ર' સત્ત્વમીથઃ । તે બદલે અમેત્તિ અને શાકટાયનચિન્તામણિના પાઠ ચઃસ્ત્રને શુદ્ધ પાઠ સમજવા એમ તેમણે દર્શાવ્યું છે. અત્ર માત્રવૃત્તિચિન્તામળ્યે પાટે ‘યઃ સ્વં’ તિપાઠઃ ષિત. શુશ્ર મવેત્ । પૃ. ૧૭૯ પાટીપ ૧
*
(૩) મલયગિરિનુ` કાશિકા, શાકટાયન અને સિદ્ધહેમનુ' અનુસરણ ાણીતું છે. તરત જ યાનમાં આવે એવાં અનેક ઉદાહરણા તેમણે રજૂ કર્યા છે. કાશિકાનાં બધાં ઉદાહરણા તરફ તેમણે આપણું ધ્યાન દોર્યુ છે. નમૂના રૂપે પૃ. ૭, પા. ટી. ર; પૃ. ૧૦, પા. ટી. ૧; પૃ. ૧૬, પાદટીપ ૧; પૃ. ૨૦, પાટી૫ ૧; પૃ. ૮૪, પાદટીપ ૧; પૃ. ૯૨, પાદટીપ ૩ ને રજૂ કરી શકાય.
(૪) સૂત્ર અને વૃત્તિની સરખામણી કરતાં કેટલેક ઠેકાણે મલયગિરિની ક્ષતિ તરફ પડિતજી આપણું ધ્યાન દોરે છે.
(અ) સંધિ પ્રકરણના પાંચમા પાદના ૨૬મા સૂત્રની વૃત્તિમાં સૂકારને આદેશ થાય છે એમ મલયગિરિએ જણાવ્યું છે. અહી' આદેશ નહિ પરંતુ આગમ શબ્દ હેવા જોઈએ એવા પડિતજીનેા મત છે
(આ) નામ પ્રકરણના આઠમાં પાદના ૨૮મા સૂત્ર ઉપરની વૃત્તિમાં બાળમના બદલે ગમનાત્ ( અર્થાત્ જ્ઞાનસ્યાત્ ) હોવું જોઈએ.
( ૪ ) આખ્યાત પ્રકરણના નવમાં પાદના ૩૭મા સૂત્ર ઉપરની વૃત્તિમાં કુષિ અસમાનસ્યને બદલે બત્તિ સમાનસ્ય એવા પાઠ હેાવા જોઈએ.
(ઈ) આખ્યાત પ્રકરણના દસમાં પાદના ૪૦મા સૂત્ર ઉપરની વૃત્તિમાં તઃ। ઋતન્ત્રાન્ એવાં એ ઉદાહરણાને બદલે અશ્રુત અને અન્નથા: એવુ વૈકલ્પિક રૂપ હેવું જોઈએ. (૫) મલગિરિના સૂત્રપાઠમાં પ્રાપ્ત ન થતાં પરંતુ વૃત્તિમાં નિર્દિષ્ટ એવાં સૂત્રો તરફ પંડિતજીએ આપણું ધ્યાન દોર્યું છે.
(અ) નામ પ્રકરણના બીજા પાદના પાંચમા સૂત્ર બ્રૂ-યજ્ઞનરનોઃ । વિષે પડિતજી જણાવે છે કે આ સૂત્ર હસ્તપ્રતામાં નથી પરંતુ વૃત્તિમાંની ચર્ચા ઉપરથી તેનું અસ્તિત્વ સિદ્ધ થાય છે.
(આ) નામ પ્રકરણના ત્રીજા પાકનું પંદરમું સૂત્ર નિ ીર્ઘ: । હસ્તપ્રતામાં મળતું નથી પરંતુ આ સૂત્ર પછીના સત્તરમા અને એગણીસમા સૂત્ર ઉપરની વૃત્તિમાં તેના નિર્દે શ મળે છે તેથી તે આવશ્યક છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
સિદ્ધહેમશબ્દાનુશાસન અને મલયગિશિબ્દાનુશાસન
પંડિતજીની આવી સૂમેક્ષિકાનાં અનેક ઉદાહરણા આપી શકાય વ્યાકરણના પ્રાચીન અને અપ્રસિદ્ધ ગ્રંથાનાં શાસ્ત્રીય સ`પાદતેમાં મલગિરિના શબ્દાનુશાસનનું આ સ`પાદન મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ સંપાદનની ખીજી ત્રણ વિશિષ્ટતાએ તરફ આપણું ધ્યાન જાય છે—એક છે આ પુસ્તકની વિસ્તૃત પ્રસ્તાવના; બીજી વિશિષ્ટતા છે તેને તે પડિતજીએ આપેલાં તુલનાત્મક પરિશિષ્ટા અને ત્રીજી વિશિષ્ટતા છે વ્યાકરણુસૂત્રસૂચિ.
૩.
પ્રસ્તાવનામાં પ`ડિત એ અનેક ઉપયાગી બામતાની ચર્ચા કરી છે. હસ્તપ્રતાના પાઠની શુદ્ધિ, ગ્રંથપાતનું પુનનિર્માણુ, પ્રાચીન વૈયાકરણાના કાર્ય સાથે તુલના કરીને શુદ્ધ પાને નિશ્ચય, આવી બધી પ્રાથમિક આવશ્યકતાએ પડિતજીએ પૂરી કરી છે. જૈન વૈયાકરણાના સક્ષેપમાં ઉલ્લેખ કરીને મલયગિરિનાં જીવન, સમય અને કૃતિઓની ચર્યાં તેમણે કરી છે. પ્રબધામાં મલયગિરિના નામ માત્રના ઉલ્લેખ હાવાથી શબ્દાનુશ!સનમાં પ્રાપ્ત થતા અને આપણે જેનેા અગાઉ નિર્દેશ કર્યો છે તે ઉદાહરણ બત્ છાતીનું ગુમાવાજ: । ઉપરથી મલયગિરિને કુમારપાલના સમકાલિક ઠરાવીને તથા કુમારપાલના વિજયા અંગે જ઼ર્ણ લેખાના આધાર લઈને બારમા સૈકાના ઉત્તરાર્ધમાં કુમારપાલ અને મલગિરિના સમયના નિશ્ચય તેમણે કર્યાં છે. ૫ડિતજીએ મલયગિરિના સંન્યાસ, જૈનધમ દીક્ષા અને તેના ગચ્છ વિષે પણ ચર્ચા કરી છે.
મલયગિરિએ તેમની આગમવૃત્તિઓમાં વાપરેલા અને સૌંસ્કૃત રૂપાન્તર કરીને રજૂ કરેલા કેટલાક સ્થાનિક શબ્દો વિષે પડિતજીએ ચર્ચા કરી છે અને આ શાનાં પ્રચારસ્થાન સૌરાષ્ટ્રમાં હાઈને મલગિરિના સૌરાષ્ટ્રનિવાસની પણુ તેમણે કલ્પના કરી છે.
પ્રસ્તાવનામાં મલયગિરિની, નવ આગમેા ઉપરની વૃત્તિઓની વ્યાખ્યાનપદ્ધતિની પણ વિસ્તૃત ચર્ચા પડિતજીએ કરી છે. વૃત્તિઓમાં વ્યાકરણુકા માટે મલગિરિએ પેાતાના શબ્દાનુશાસનના જ ઉપયાગ કર્યાં છે તે પંડિતજીએ વિગતા આપીને દર્શાવ્યું છે.
ચાન્દ્ર અને શાકટાયન પર પરાઓને સમક્ષ રાખીને રચાયેલા મલગિરિના શબ્દાનુશાસનની યેાજના, વિષયનિર્દેશ અને નિરુપણપદ્ધતિને પંડિતજીએ સમજાવ્યાં છે. આ બે પરંપરાથી જુદા પડીને મૌલિકતા દર્શાવવાના મલયગિરિના પ્રયત્નને પણ પંડિતજીએ સમજાવ્યા છે. એક તરફ શાકદ્રાયન સાથે અને ખીજી તરફ સિદ્ધહેમ સાથે મલયગિરિના શબ્દનુશાસનની તુલના કરીને તેના ઉપરના આ પ્રાચીન જૈન વ્યાકરણ પર પરાના ઋણુને તેમણે વિસ્તારથી દર્શાવ્યું છે. અ`તે પંડિતજીએ કલ્પના કરી છે કે મલયગિરિએ કાઈક પ્રાકૃત વ્યાકરણ પણ રચ્યું. હાવાતા સંભવ છે.
પતિજીની વ્યાકરણ વિષયક વિદ્વત્તા અને પરિશ્રમને નિર્દેશ ગ્રન્થાતે મળતાં દસ પરિશિષ્ટોમાંથી મળે છે.
પ્રથમ અને અતિવિસ્તૃત પરિશિષ્ટમાં તેમણે મલયગિરિ, શાકટાયત, હેમચન્દ્ર, જૈતેન્દ્ર, કાતન્ત્ર, ચાન્દ્ર અને પાણિનિનાં સૂત્રાની સૂચિ, ધણા પરિશ્રમ લઈને રજૂ કરી છે. પંડિતજીએ સૂત્રાક્ષરીને બદલે સૂત્રાંકા આપ્યા છે. એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ આ પરિશિષ્ટને સૂત્રાક્ષરા અને અટ્ઠા સાથે સ્વતંત્ર પુસ્તક તરીકે છપાવશે તેા વ્યાકરણના અભ્યાસીએતે એક મહત્ત્વનુ` સાધન સહજપ્રાપ્ત બનશે,
ખીજા પરિશિષ્ટમાં મલયગિરિનાં સૂત્રોની અકારાદિ અનુક્રમથી સૂચિ આપવામાં આવી છે, ત્રીજુ` પરિશિષ્ટ પ`ડિતજીના અથાક પરિશ્રમના ઉત્તમ નમૂનો છે. મલયગિરિએ પોતાના શબ્દાનુ શાસનનાં સૂત્રોને તેમની પેાતાની નવાગમ વૃત્તિઓમાં કાં કાં ઉપયાગ કર્યાં છે તેની સૂચિ આ
Page #8
--------------------------------------------------------------------------
________________
જયદેવભાઈ શુકલ
૩૯
પરિશિષ્ટમાં આપવામાં આવી છે. વૃત્તિમાં વ્યાકરણનિષ્ઠ ચર્ચાના સંદર્ભમાં મલયગિરિએ કરેલા નિયમવિધાનને તેમણે સૂત્ર તરીકે શોધવાના પ્રયાસ કર્યાં છે. આ પ્રયાસ માટે તેમણે પાણિનિ, ચન્દ્ર, શાકઢાયન અને હેમચન્દ્રના કાર્યની પણ મદદ લીધી છે. આને પરિણામે કેટલીકવાર શબ્દાનુ શાસનમાં ન મળતા પણુ વૃત્તિની વ્યાકરણુચર્ચામાં સૂચવાયેલા કાઈક સૂત્રનિયમન તેમણે સમુદ્દાર કર્યા છે.
પરિશિષ્ટા ૪, ૫, ૬ અને ૭માં ઉણુાદિસૂત્રનાં વૃત્તિસ્થલા, પ્રાકૃતવ્યાકરણ સત્રાનાં વ્રુત્તિસ્થલા, વાતિ કે અને પરિભાષ સૂત્રોની સૂચિ આપવામાં આવી છે. મલયગિરિના શબ્દાનુશાસનમાં ઉણુાદિસૂત્રો પ્રાપ્ત થતાં ન હેાવાથી વૃત્તિસ્થળા ઉપરથી તેમના અસ્તિત્વની કલ્પના પ`ડિતજીએ કરી છે. એવી જ રીતે પ્રાકૃતવ્યાકરણનાં સૂત્રો અંગેની કલ્પના કરવામાં આવી છે. આઠમા પરિશિષ્ટમાં શબ્દનુશાસનમાં પ્રાપ્ત થતાં પદ્યોની અકારાદિ ક્રમથી સૂચિ આપવામાં આવી છે. આ બધાં પદ્મોનાં સંદર્ભ સ્થળા અગાઉ સૂત્ર અને વૃત્તિના પાઠમાં દર્શાવવામાં આવ્યાં છે. નવમા પરિશિષ્ટમાં સૂત્રવૃત્તિમાં પ્રાપ્ત થતાં પરંતુ સૂત્રો તરીકે પ્રાપ્ત ન થતાં સૂત્રોની સૂચિ આપવામાં આવી છે અને દશમા પરિશિષ્ટમાં વિશેષનામેાની સૂચિ પ્રાપ્ત થાય છે.
મલયગિરિશબ્દાનુશાસનનું પંડિતજીનું શાસ્ત્રીય સ ંપાદન તેમના સૂક્ષ્મ વ્યાકરણઅભ્યાસ અને સંશાધનનું દ્યોતક છે.
સિદ્ધહેમશબ્દાનુશાસનનેા પંડિતજીના અભ્યાસ આજીવન અને અનન્ય હતા. શબ્દાનુશાસનનાં બધાં જ સૂત્રો અને અનેક સૂત્રો ઉપરની વૃત્તિ તેમને જિવાત્રે હતાં એટલું જ નહિ પરંતુ હૈમ ધાતુપાઠના ૨૨૦૦ ધાતુ તેમને તેમના કાશીના યશા વિજય પાઠશાળામાંના અભ્યાસકાળથી જિાગ્રે હતાં. આ ધાતુપાઠની તે રાજ આવૃત્તિ કરી જતા.
તેમના આ શબ્દાનુશાસનના સૂક્ષ્મ અભ્યાસનુ સુફળ, ગ્રંથનિર્માણ એડે ઈ. સ. ૧૯૭૮ અને ૧૯૮૧માં પ્રસિદ્ધ કરેલ સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનનેા લઘુવૃત્તિ-સસૂત્ર ગુજરાતી અનુવાદ છે. આ ગ્રંથના સંસ્કૃત વ્યાકરણના વિભાગને અધ્યાય ૧ થી ૪ના એક ખંડમાં અને અધ્યાય ૫ થી ૭ના ખીજા ખંડમાં એમ બે ખંડમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. પડિતજીના જણાવ્યા પ્રમાણે આ મે ખંડે। શબ્દાનુશાસનનાં મૂળ સૂત્રો અને લઘુવૃત્તિના અનુવાદ રૂપે છે. ખીજા ખંડને અ ંતે હૈમધાતુપાર્ટને ધાત્વ સાથે આપવામાં આવ્યા છે. તેમણે જણાવ્યુ` છે કે આ પુસ્તકમાં વિવેચનનુ વિશેષ સ્થાન નથી અને સમગ્ર પુસ્તક વિવેચન રૂપે નથી.
અનુવાદની યાજના પ`ડિતજીએ લઘુત્તિના પાઠ પ્રમાણે કરી છે, તેથી દબાવ્યઃ । (૫. ૨. ૯૩) સૂત્રથી સૂચવાતા અને ગૃહવૃત્તિમાં સ્થાન પામેલા ૧૦૦૬ સૂત્રોવાળા ઉણાદિ પ્રકરણના વિભાગને, તે લઘુવૃત્તિમાં ન હેાવાથી આ પુસ્તામાં સામેલ કર્યાં નથી.
પ્રથમ ખંડના પહેલા ચાર અધ્યાયેાની વિષયયાજના એમના પ્રથમ ખડના પ્રાસ્તાવિક વક્તવ્યમાં તેમણે આપી છે. પહેલાં ત્રણ સૂત્રોમાં હેમચન્દ્રાચાય ના શાસ્ત્રીય અભિગમ ધાર્મિક પર પરાથી કેવા મુક્ત હતા તે પડિતજીએ દર્શાવ્યું છે. અમ્ । સૂત્ર ભારતીય દેત્રિમૂર્તિ અને નિર્વાણુનું વાચક છે; તે રીતે આ શબ્દાનુશાસન એકદેશીય નહિ પણ સાવ દેશીય ગણાય, ખીજ સૂત્ર સિદ્ધિ: ચાર્વાહાત્ । માં ઉલ્લેખાયેલા સ્યાદ્વાદ સિદ્ધાન્તના વિચાર પ્રમાણે તેમણે શબ્દને તેની લોકપ્રસિદ્
Page #9
--------------------------------------------------------------------------
________________ સિદ્ધહેમશબ્દાનુશાસન અને મલયગિર્શિદાનુશાસન સ્થિતિમાં નિત્ય અને વ્યાકરણકાર્ય વખતે અનિત્ય માન્ય છે. વાક્યપદીયના કથન રાજુ ચોમેોિપવર્ગ . (ર. 233 અ) માં આ વિચાર પ્રાપ્ત થાય છે. પહેલાં ત્રણ સૂત્રો અંગે સ્પષ્ટતા કર્યા પછી પંડિતજીએ પહેલા ચાર અધ્યાયોને વિષયવિભાગ વિગત દર્શાવ્યા છે. વિષયવિભાગ દર્શાવતી વખતે પંડિતજીએ કેટલીક સાદી પરંતુ વ્યાકરણના અભ્યાસીને અન્યત્ર દુર્લભ બાબતો અંગે સ્પષ્ટતા કરી છે, જેમ કે વ્યંજન સંધિ, નામના પ્રકાર, વિભક્તિઓના અર્થો અને તેમના ઉપયોગ, સમાસમાં અને તદ્ધિતાન્ત પ્રયોગોમાં થતા અર્થના ફેરફારો પંડિતજીના સ્વભાવની સરળતા અને સ્પષ્ટ કથન તેમના આ ગ્રંથમાંના વ્યાખ્યાનમાં ઊતરી આવ્યાં છે. સંજ્ઞાપ્રકરણનાં સૂત્રોમાં પ્રાપ્ત થતી સંજ્ઞાઓ - સ્થાન, આસ્થ પ્રયત્ન, વગેરેને તેમણે સરળતાથી સમજાવ્યા છે. તમામ સંસ્કૃત પારિભાષિક શબ્દો અને ઉદાહરણોના અર્થો અને વ્યાખ્યાન તેમણે આપ્યાં છે. પરિણામે હેમશબ્દાનુશાસનમાં પ્રાપ્ત થતાં સંસકૃત ઉદાહરણોને આત્મસાત કરવાથી અભ્યાસીને શબ્દભંડોળરૂપી ખાને ખૂબ વધી જાય છે. ગણુને બોધ કરાવનારાં સૂત્ર સ્વરડચયમ્ (1.1.30) અને રાડસા (૧.૧.૩૧)ને સમજાવતી વખતે સ્વરાદિગણના તેમજ ચાદિગણના બધા શબ્દોને તેમના અર્થો સાથે તેમણે રજૂ કર્યા છે. બ્રહવૃત્તિ કે ન્યાસમાં પ્રાપ્ત થતી વિશેષ ચર્ચા તેમણે ગ્રંથવિસ્તારમયથી રજૂ કરી નથી. પ્રથમ અધ્યાયના પ્રથમ પાટનાં સૂત્રોના હેમચન્ટે આપેલા ક્રમમાં તેમણે ફેરફાર સૂચવ્યો છે, કારણ કે સંજ્ઞાઓના ઉપયોગ પહેલાં તે તે સંજ્ઞાઓનું વિધાન કરવું જોઈએ એવું તેમનું માનવું છે. શબ્દાનુશાસનના બીજ ખંડને અંતે હૈમધાતુપાઠના બધા ધાતુઓને તેમના અર્થો સાથે દર્શાવ્યા છે. આ અત્યંત આવકાર્ય છે. બીજી વ્યાકરણ પરંપરાઓના ધાતુપાઠોને પણ આવી રીતે અથવા લઘુ પુસ્તિકાઓ રૂપે પ્રકાશિત કરવા જોઈએ. વ્યાકરણશાસ્ત્ર જેવા કઠિન વિષયને, ગુરુની મદદ વિના અભ્યાસ, આ બે ગ્રંથેથી થઈ શકે છે. પંડિતજીના આ બે ગ્રંથે ઉપરથી હેમશબ્દાનુશાસનના વિશેષ અભ્યાસ અંગે ઉત્સાહ પ્રાપ્ત થાય છે. આ અંગે એક-બે બાબતો સૂચવવાની ઈચ્છા થાય છે. (1) બહવૃત્તિ અને ન્યાસમાં એવા અસંખ્ય શબ્દો મળે છે જે પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં પ્રાપ્ત થતા નથી. ઈસુની દસમી સદી પછીના જૈન સંસ્કૃત સાહિત્યમાં મળતા આવા શબ્દને ગુજરાતી અથવા અંગ્રેજી અનુવાદ સાથે કેષ પ્રસિદ્ધ થ જોઈએ. (2) બહવૃત્તિઓ અને ન્યાસે પ્રાચીન વૈયાકરણના જે ઉલ્લેખો સાચવી રાખ્યા છે તેમની વ્યવસ્થિત સૂચિ થવી જોઈએ. (3) હેમચન્દ્રાચાર્યની બહવૃત્તિને ગુજરાતી અનુવાદ થ જોઈએ અને એમાં ન્યાસને આવશ્યક ઉપયોગ થવો જોઈએ. હેમશબ્દાનુશાસનમાં પ્રાપ્ત થતા વિસ્પષ્ટ અને સંપૂર્ણ વ્યાકરણને આદર્શ પંડિતજીના અનુવાદ ગ્રંથમાંથી બરાબર સ્પષ્ટ થાય છે એ આનંદની બાબત છે,