SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ જયદેવભાઈ શુકલ ૩૩ ઈસુપૂર્વેની છઠ્ઠી અને પાંચમી સદીમાં વ્યાકરણચર્ચાનું જે વિશાળ રૂપ પ્રગટ થયું તેમાં બે મહાવૈયાકરણનો ફાળે મહત્ત્વનું છે. એક હતા આપિશલિ અને બીજા હતા પાણિનિ. વ્યાકરણના પ્રાચીન ઉલેખોમાં આપિશનિના વિધાનોના જે સંદર્ભો મળે છે તેમના ઉપરથી સ્પષ્ટ થાય છે કે આપિશાલિની વ્યાકરણપરંપરા સૂત્ર, ધાતુ, ગણ, ઉણાદિ, લિંગાનુશાસન અને પરિભાષારૂપે પૂર્ણ હેવી જોઈએ. છુટાછવાયા ઉલેખ સિવાય આ પરંપરા વિષે કશી વિશેષ માહિતી પ્રાપ્ત થતી નથી. ઈસુની પૂર્વે ૫૦૦ની આસપાસ થયેલા આચાર્ય પાણિનિની વ્યાકરણ પરંપરામાં સૂત્રસમૂહરૂપે અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ પ્રાપ્ત થાય છે. ધાતુ પાઠ અને ગણપાઠ તેનાં સહાયક અંગો છે. તેમની વ્યવસ્થાને ઉપયોગી કેટલીક પરિભાષાઓ પાણિનિએ સૂત્રરૂપે રજૂ કરી છે. કેઈક ઉણાદિસૂત્રસમૂહ તેમના દયાનમાં હશે તેમ કહી શકાય. અષ્ટાધ્યાયીમાં પ્રાપ્ત થતા લિંગના નિયમોમાં લિંગાનુશાસન સમાઈ જાય છે. ૩૯૮૩ સૂત્રોને આ ગ્રંથ બત્રીસ પાદ અને આઠ અધ્યાયમાં વિભક્ત છે. આ સૂત્રોમાંથી ૧૨૪૫ સૂત્ર ઉપર કાત્યાયને વાર્તિકે રહ્યાં છે અને ૧૨૨૮ સુત્રો ઉપર પતંજલિએ ભાષ્ય રચ્યું છે. પાણિનિએ પ્રબોધેલી વ્યવસ્થા, વિશાળ પ્રદેશ ઉપર બોલાતી સંસ્કૃત ભાષાનાં શબ્દરૂપોની સિદ્ધિ માટે રચેલા નિયમો, એ નિયમોને પરસ્પર અન્વય અને એ નિયમો ઉપરથી કાળક્રમે સધાયેલા કેટલાક પ્રસિદ્ધ ભાષાવૈજ્ઞાનિક સિદ્ધાંતોએ પાણિનિની કીર્તિને જગતમાં પ્રસરાવી છે. જીવન, જગત અને વાડ્મયમાં સર્વત્ર તર્કયુક્ત અને નિયમબદ્ધ વ્યવસ્થા નિહાળનારી પાશ્ચાત્ય વિવેચનપદ્ધતિને અનુસરનારા કેટલાક અર્વાચીન પાણિનીયો પાણિનિની વ્યવસ્થામાં ક્ષતિઓ નિહાળે છે અને પાણિનીય ગ્રંથમાં અનેક સુધારા વધારા થયા હોવાની માન્યતામાં રાચે છે. બ્રાહ્મણ પરંપરાનું સમગ્ર સંસ્કૃત વાડ્મય પાણિનિના નિયમોનું દઢપણે અનુસરણ કરે છે. ઈસુની પહેલી સદી પછી જૈન પરંપરાને પોતાના આગવા વ્યાકરણ વાડ્મયની ખોટ સાલવા લાગી. બૌદ્ધ પરંપરાને આવી ખોટ સાલતી ન હતી. બુદ્ધઘેષ અને બીજા બૌદ્ધ લેખકે પાણિનીય સૂત્રોને છૂટથી ઉપયોગ કરતા હતા. તેમ છતાં ઈસુની ચોથી સદીમાં થયેલા આચાર્ય ચન્દ્રને લઘુ, વિસ્પષ્ટ અને સંપૂર્ણ વ્યાકરણની આવશ્યકતા લાગતાં તેમણે વ્યાકરણને ચાન્દ્રસૂત્ર નામે સૂત્રગ્રન્થ ર. અષ્ટાધ્યાયી ઉપરથી જ તૈયાર થયેલો આ વ્યાકરણગ્રંથ સ્પષ્ટતા, લાધવ અને સરળતા સિવાય બીજા કશાં વિશિષ્ટ લક્ષણે ધરાવતું નથી. ઈસુની આઠમી સદીમાં થયેલા ધર્મદાસે ૨ચેલી ચાન્દ્રવૃત્તિમાં કાશિકાને સાવંત ઉપયોગ થયો છે. બૌદ્ધ અને જૈન પરંપરાઓ અષ્ટાધ્યાયમાં મળતા વૈદિક પ્રયોગો અંગેના અને સ્વરપ્રક્રિયા અંગેના સૂત્રનિયમોનો ત્યાગ કરે છે, પરંતુ પાણિનિએ આપેલાં અને પ્રકૃતિ પ્રત્યય કાર્યમાં ઉપયોગી વેદિક ઉદાહરણે અને યજ્ઞસંદર્ભવાળાં ઉદાહરણોને તે સાચવી રાખે છે. બ્રાહ્મણ પરંપરાની જેમ જૈન વ્યાકરણ પરંપરાએ પોતાના પ્રાચીન આચાર્યોના ઉલલેખો કર્યા છે. જૈનેન્દ્ર વ્યાકરણ, શ્રીદત્ત (૧-૪-૩૪), યશોભદ્ર (૨-૧-૯૯), ભૂતબલિ (૩-૪-૮૩), પ્રભાચન્દ્ર (૪-૩-૧૮૦), સિદ્ધસેન (૫-૧-૭) અને સમન્તભદ્ર (૫-૪-૧૪૦) જેવા આચાર્યોનો ઉલ્લેખ કરે છે. આવી રીતે શાકટાયન વ્યાકરણ પણ આર્યવજ (૧-૨-૧૩), ઈન્દ્ર (૧-૨-૩૭) અને સિદ્ધનન્દી (૨-૧-૨૨૯) જેવા પ્રાચીન વૈયાકરણેને ઉલેખ કરે છે. જૈનેન્દ્ર અને શાકટાયનમાં ને ધેલા પૂર્વા, ચાર્યો પાણિનિમાં નથી અને પાણિનિએ નાંધેલા પૂર્વાચાર્યો જૈનેન્દ્ર અને શાકટાયનમાં નથી. જૈન વ્યાકરણ પરંપરામાં સૌથી પ્રાચીન ગ્રંથ ઈસુની છઠ્ઠી સદીમાં થયેલા આચાર્ય દેવનન્દી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230265
Book TitleSiddhahem Shabdanushasan ane Malaygirishabdanushasan
Original Sutra AuthorN/A
AuthorJaydev M Shukla
PublisherZ_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Publication Year1987
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Grammar
File Size786 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy