________________
જયદેવભાઈ શુકલ
૩૫
જૈન પર પરાના વ્યાકરણગ્રંથેની આવી ઉપચાગિતાના સંદર્ભ માં સિદ્ધહેમ વ્યાકરણનું ઘણું મહત્ત્વ છે. અષ્ટાધ્યાયીનાં સૂત્રેાના, કાત્યાયનનાં વાર્ત્તિ કાને અને પતંજલિનાં ભાષ્યવયાના સૌથી વધારે ઉપયાગ હેમચન્દ્રાચાર્યે કર્યા છે. આ ઉપરાંત ઈસુની દુસમી સદી સુધીમાં થયેલા લગભગ બધા મહત્ત્વના વૈયાકરણેા, ચન્દ્ર, ભર્તૃહરિ, ન્યાસકાર, મૈત્રેયરક્ષિત અને કૈયટનાં વિધાાને પણ તેમણે પેાતાના વ્યાકરણુત્ર થામાં સમાવ્યાં છે.
સાલકી રાજવી સિદ્ધરાજ જયસિંહની ઇચ્છાથી હેમચન્દ્રાચાયે સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનની રચના કરી. આ કાર્ય તેમણે ઈ. સ. ૧૧૪૩માં પૂરું કર્યું. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતની પ્રશસ્તિમાં
આના નિર્દેશ મળે છે.
पूर्व पूर्वज सिद्धराजनृपतेर्भक्तिस्पृशो याचया । साङ्ग व्याकरणं सुवृत्तिसुगमं चक्रुर्भवन्तः पुरा ॥
સિદ્ધહેમને અ ંતે પણ આવા જ નિર્દેશ છે,
तेनातिविस्तृतदुरागमविप्रकीर्णशब्दानुशासनसमूह कदर्शितेन ।
अभ्यर्थिता निश्वमं विधिवद् व्यधत्त शब्दानुशासनमिद मुनिहेमचन्द्रः ॥
આઠ અધ્યાય અને ૪૬૮૫ સૂત્રાવાળા આ સૂત્રગ્રંથમાં પહેલા સાત અધ્યાયેાનાં ૩૫૬૬ સૂત્રામાં સંસ્કૃત ભાષાના વ્યાકરણની ચર્ચા છે, પહેલા અધ્યાયમાં સંજ્ઞા, સધિ અને નામ, ખીા અધ્યાયમાં નામ, કારક, ત્વષ્ણુત્વ અને સ્ત્રીપ્રત્યય, ત્રીજા અધ્યાયમાં સમાસ અને આખ્યાત, ચાથા અધ્યાયમાં આખ્યાત, પાંચમા અધ્યાયમાં કૃદન્ત અને છઠ્ઠા અને સાતમા અધ્યાયમાં તદ્દિતની ચર્ચા કરવામાં આવી છે. દરેક અધ્યાયને અંતે એકેક ચાલુકચ ર!જાની પ્રશસ્તિ છે. સિદ્ધહેમશબ્દાનુશાસનમાં વ્યાકરણનાં બધાં અંગો, સૂત્ર, ગણુ, ધાતુ, ઉણાદિ અને લિંગાનુશાસન પ્રાપ્ત થાય છે. ગણપાઠને બૃહદ્વ્રુત્તિમાં સમાવવામાં આવ્યા છે.
સૂત્રપાઠ ઉપર હેમચન્દ્રાચાયૅ` લઘુ, મધ્યમ અને બૃહદ્ એમ ત્રણ વૃત્તિઓ રચી છે. બૃત્તિ અર્થાત્ તત્ત્વપ્રકાશિકા ઉપર શબ્દમહા વન્યાસ અર્થાત્ બૃહન્યાસ નામની અત્યંત વિસ્તૃત ટીકા પ્રાપ્ત થાય છે. ન્યાસની રચના ઉપર પતંજલિના મહાભાષ્યની અને જિતેન્દ્રષુદ્ધિના ન્યાસની ગાઢ અસર છે. આપણને પ્રાપ્ત થતા ન્યાસમાં પહેલા અધ્યાયના પહેલા પાદ અપૂણૅ અને ત્રીજો તથા ચેથા પાદ, ખીજા અધ્યાયના ચાર પાદ, ત્રીજા અધ્યાયના ચેાથે પાદ અને સાતમા અધ્યાયને ત્રીજો પાદ એટલા મળે છે. ન્યાસમાં હેમચન્દ્રાચાર્યની પહેલાંના અનેક વ્યાકરણગ્રંથાનાં અવતરણા મળે છે, સ્પષ્ટતા, વિસ્તાર અને સૂક્ષ્મતાની દૃષ્ટિએ બ્રાહ્મવૃંતર વ્યાકરણ-પરંપરામાં આ પ્રથાનું સૌથી વધારે મહત્ત્વ છે.
સિદ્ધહેમશબ્દાનુશાસનની ખ્યાતિ હેમચન્દ્રાચાર્યના સમયમાં જ ઘણી વિસ્તરી હતી. પછીના સમયમાં બધા જૈન ગ્રંથકારા આ વ્યાકરણના ઉપયાગ કરતા હતા. તેમ છતાં કેટલાક સ્વતંત્ર વ્યાકરણગ્રંથા રચવાનું કામ યંત્રતંત્ર ચાલુ હતુ.. જૈન વ્યાકરણગ્રંથામાં વિ. સ’. ૧૦૮૦માં રચાયેલા બુદ્ધિસાગર વ્યાકરણતા ઉલ્લેખ કરવા જોઈએ. તે હેમચન્દ્રની પૂર્વે રચાયું હતું.
Jain Education International
મલયગિરિના વ્યાકરણના હસ્તપ્રતામાં મુષ્ટિવ્યાકરણના નામથી ઉલ્લેખ કરવામાં આવે છે. ઈ. સ. ૧૧૭૭ની અર્થાત્ સેાલંકી રાજવી કુમારપાલના સમયની આ રચના છે. નવાગમ વૃત્તિકાર તરીકે મલગિરિ જાણીતા છે. આગમવૃત્તિઓની રચના પહેલાં તેમણે આ શબ્દાનુશાસનની રચના
For Private & Personal Use Only
www.jainelibrary.org