SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધહેમશબ્દાનુશાસન અને મલયગિર્શિદાનુશાસન સ્થિતિમાં નિત્ય અને વ્યાકરણકાર્ય વખતે અનિત્ય માન્ય છે. વાક્યપદીયના કથન રાજુ ચોમેોિપવર્ગ . (ર. 233 અ) માં આ વિચાર પ્રાપ્ત થાય છે. પહેલાં ત્રણ સૂત્રો અંગે સ્પષ્ટતા કર્યા પછી પંડિતજીએ પહેલા ચાર અધ્યાયોને વિષયવિભાગ વિગત દર્શાવ્યા છે. વિષયવિભાગ દર્શાવતી વખતે પંડિતજીએ કેટલીક સાદી પરંતુ વ્યાકરણના અભ્યાસીને અન્યત્ર દુર્લભ બાબતો અંગે સ્પષ્ટતા કરી છે, જેમ કે વ્યંજન સંધિ, નામના પ્રકાર, વિભક્તિઓના અર્થો અને તેમના ઉપયોગ, સમાસમાં અને તદ્ધિતાન્ત પ્રયોગોમાં થતા અર્થના ફેરફારો પંડિતજીના સ્વભાવની સરળતા અને સ્પષ્ટ કથન તેમના આ ગ્રંથમાંના વ્યાખ્યાનમાં ઊતરી આવ્યાં છે. સંજ્ઞાપ્રકરણનાં સૂત્રોમાં પ્રાપ્ત થતી સંજ્ઞાઓ - સ્થાન, આસ્થ પ્રયત્ન, વગેરેને તેમણે સરળતાથી સમજાવ્યા છે. તમામ સંસ્કૃત પારિભાષિક શબ્દો અને ઉદાહરણોના અર્થો અને વ્યાખ્યાન તેમણે આપ્યાં છે. પરિણામે હેમશબ્દાનુશાસનમાં પ્રાપ્ત થતાં સંસકૃત ઉદાહરણોને આત્મસાત કરવાથી અભ્યાસીને શબ્દભંડોળરૂપી ખાને ખૂબ વધી જાય છે. ગણુને બોધ કરાવનારાં સૂત્ર સ્વરડચયમ્ (1.1.30) અને રાડસા (૧.૧.૩૧)ને સમજાવતી વખતે સ્વરાદિગણના તેમજ ચાદિગણના બધા શબ્દોને તેમના અર્થો સાથે તેમણે રજૂ કર્યા છે. બ્રહવૃત્તિ કે ન્યાસમાં પ્રાપ્ત થતી વિશેષ ચર્ચા તેમણે ગ્રંથવિસ્તારમયથી રજૂ કરી નથી. પ્રથમ અધ્યાયના પ્રથમ પાટનાં સૂત્રોના હેમચન્ટે આપેલા ક્રમમાં તેમણે ફેરફાર સૂચવ્યો છે, કારણ કે સંજ્ઞાઓના ઉપયોગ પહેલાં તે તે સંજ્ઞાઓનું વિધાન કરવું જોઈએ એવું તેમનું માનવું છે. શબ્દાનુશાસનના બીજ ખંડને અંતે હૈમધાતુપાઠના બધા ધાતુઓને તેમના અર્થો સાથે દર્શાવ્યા છે. આ અત્યંત આવકાર્ય છે. બીજી વ્યાકરણ પરંપરાઓના ધાતુપાઠોને પણ આવી રીતે અથવા લઘુ પુસ્તિકાઓ રૂપે પ્રકાશિત કરવા જોઈએ. વ્યાકરણશાસ્ત્ર જેવા કઠિન વિષયને, ગુરુની મદદ વિના અભ્યાસ, આ બે ગ્રંથેથી થઈ શકે છે. પંડિતજીના આ બે ગ્રંથે ઉપરથી હેમશબ્દાનુશાસનના વિશેષ અભ્યાસ અંગે ઉત્સાહ પ્રાપ્ત થાય છે. આ અંગે એક-બે બાબતો સૂચવવાની ઈચ્છા થાય છે. (1) બહવૃત્તિ અને ન્યાસમાં એવા અસંખ્ય શબ્દો મળે છે જે પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં પ્રાપ્ત થતા નથી. ઈસુની દસમી સદી પછીના જૈન સંસ્કૃત સાહિત્યમાં મળતા આવા શબ્દને ગુજરાતી અથવા અંગ્રેજી અનુવાદ સાથે કેષ પ્રસિદ્ધ થ જોઈએ. (2) બહવૃત્તિઓ અને ન્યાસે પ્રાચીન વૈયાકરણના જે ઉલ્લેખો સાચવી રાખ્યા છે તેમની વ્યવસ્થિત સૂચિ થવી જોઈએ. (3) હેમચન્દ્રાચાર્યની બહવૃત્તિને ગુજરાતી અનુવાદ થ જોઈએ અને એમાં ન્યાસને આવશ્યક ઉપયોગ થવો જોઈએ. હેમશબ્દાનુશાસનમાં પ્રાપ્ત થતા વિસ્પષ્ટ અને સંપૂર્ણ વ્યાકરણને આદર્શ પંડિતજીના અનુવાદ ગ્રંથમાંથી બરાબર સ્પષ્ટ થાય છે એ આનંદની બાબત છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230265
Book TitleSiddhahem Shabdanushasan ane Malaygirishabdanushasan
Original Sutra AuthorN/A
AuthorJaydev M Shukla
PublisherZ_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Publication Year1987
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Grammar
File Size786 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy