Page #1
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિપર્વ
[૩૨]
માત્ર મનુષ્યનો જ નહિ, પણ પશુપંખી વગેરે કોઈ પણ પ્રાણીને જીવનવ્યવહાર અને જીવનધર્મ નિહાળીએ તે વ્યક્તિ અને સમષ્ટિ વચ્ચે શે અને કે સંબંધ છે તે ધ્યાનમાં આવ્યા વિના નહિ જ રહે. સ્થૂળ દૃષ્ટિએ જોતાં દરેક વ્યક્તિ સ્વપર્યાપ્ત કે પિતાનામાં જ પૂર્ણ ભાસે છે. ઉપર ઉપરથી જોતાં આપણને એમ લાગે છે કે દરેક પ્રાણી કે વ્યક્તિની આત્મકથા એ માત્ર તેના જ જીવનની કથા છે, કેમકે તે તેના જીવનના પ્રારંભથી શરૂ થાય છે અને તેના જીવના અંત સાથે જ તે અંત પામે છે. પરંતુ જે આપણે સૂક્ષ્મ અને તાત્ત્વિક દષ્ટિએ નિરીક્ષણ કરીએ તે આપણને તરત જ જણાશે કે કોઈપણ વ્યક્તિનો જીવનપ્રવાહ માત્ર વ્યક્તિ-મર્યાદિત છે જ નહિ. કેમકે તે તેના પૂર્વ કાલીને અને સમકાલીન સમાજનાં અનેક જીવનવહેણોથી રચાય છે અને સમૃદ્ધ થાય છે. કઈ પણ મનુષ્ય પિતાના પૂર્વકાલીન અને સમકાલીન માનવસમાજ તેમ જ ઇતર પ્રાણીજગતના સંબંધો અને તેથી ઉત્પન્ન થતા સંસ્કારેને પિતાનામાંથી બાદ કરે છે તે માત્ર શૂન્ય બની રહે અને તેનામાં કશી જ જીવનશક્તિ શેષ ન રહે. પૂર્વ કાળને પેઢીઉતાર અને સંસ્કાર-વારસો એ જ પ્રત્યેક વ્યક્તિના જીવનધારણ અને જીવનવિકાસની નક્કર ભૂમિકા છે; અને એ જ ભૂમિકા સમકાલીન સમાજ સાથેના વ્યક્તિના સારા કે નરસા સંબંધોથી વિશેષતા પામે છે અને તે ભાવિ સમાજના ઘડતરમાં સારું કે નરસે ફાળો આપવાની શક્તિ અનિવાર્યપણે કેળવે છે. આટલા ઉપરથી સ્પષ્ટ થશે કે વ્યક્તિ અને સમાજનો સંબંધ એ પુષ્પ અને તેની સુવાસને સંબંધ જેવો અવિભાજ્ય છે. ગુણદોષ વિચાર
* પ્રાણીવર્ગમાં માત્ર માનવજાતિ જ એવી છે કે જે અતિ લાંબા કાળના સંસ્કારવારસાની રક્ષા કરવા ઉપરાંત તેમાં તે ધાર્યા પ્રમાણે ફેરફાર અને સુધારેવધારો કરી શકે. વળી તે ભાવિ પેઢીને આશીર્વાદ કે શાપરૂપ નીવડે એવી સામગ્રી પણ થઇ શકે. જે સદગુણો કે જે વ્યક્તિમાં દેખાય છે કે વ્યક્તિગત મનાય છે તે ખરી રીતે સમાજસાપેક્ષ હોઈ તે તે સમાજના ગુણદોષનું પ્રતિ
Page #2
--------------------------------------------------------------------------
________________
પિ
[ ૪૮૩
ખિબ માત્ર છે. કાઈ પણ વ્યક્તિ રુચિપૂર્વક પોતામાં સદ્ગુણ કેળવવા અને વિકસાવવા માગે તે તે જીવનની દિશાને સમાજથી સાવ વિમુખ બનાવી કદી સદ્ગુણુ સાધી શકે જ નહિ. સદ્ગુણને અર્થ જ એ છે કે ગમે તેવી અથડામણે અને ગમે તેવા સંધર્ષ વચ્ચે પણ બીજા પ્રત્યેનું વલણ મધુર જ બનાવી રાખવું, તેમાં કડવાશ આવવા ન દેવી, માણસ સાવ એકલા હેય તે તેની વૃત્તિની મધુરતા કે કટુતાની કસોટી થઈ જ ન શકે અને તે પેતે પણ એમ નક્કી ન કરી શકે કે જેતે તે સદ્ગુણ માની રહ્યો છે તે વખત આવતાં સદ્ગુણ જ સિદ્ધ થશે. એ જ નિયમ દોષને પણ લાગુ પડે છે. કાઈ ક્તિ ક્રૂરતા, લાભ કે ભાગવૃત્તિમાં રસ ધરાવતી હોય અને તે સમાજથી સાવ છૂટી પડે તે તે કદી પોતાની નવી રસવૃત્તિને તૃપ્ત કરી શકશે નહિ. સત્ય ખેલવુ અને આચરવું એ સદ્ગુણ છે અને અસત્યાચરણમાં દોષ છે, પણ જો મનુષ્ય એકલે હાય તા તે સત્ય કે અસત્યનું આચરણ કેવી રીતે અને કેાના પ્રત્યે કરે ? તેથી એ નિઃશંકપણે ફલિત થાય છે કે ઇતર જગત સાથેના માણસના સંબંધમાં જ ગુણદોષની વૃદ્ધિ કે હાનિની શક્યાશક્યતા સમાયેલી છે.
મહાન પુરુષ
પૃથ્વીના પટના કોઈ પણ ભાગ ઉપર કયારેય પણ થઈ ગયેલ અને અત્યારે વર્તમાન એવા બહાન પુરુષોની જીવનકથા એટલે સંક્ષેપમાં કહીએ તે તેમને તેમની આસપાસના જગત પ્રત્યેનો દૃષ્ટિકણુ અને જીવનવ્યવહાર. જે રીતે ભગવાન મહાવીરે વારસામાં મળેલ સંસ્કારાને ઇતર જગત પ્રત્યેના પેાતાના અશ્રુત્વમય અને વિશાળ દ્રષ્ટિકાણ વડે તેમ જ કામળ અને મધુર આચરણથી ઉદ્દાત્ત બનાવ્યા અને તેના પરિણામે માનવજાતિના અભ્યુલ્ય અને નિઃશ્રેયસની દૃષ્ટિએ કાલાબાધિત મૂળભૂત સિદ્ધાંતો ઇતર યગંબરાની પેઠે પ્રરૂપ્યા, તે જ સૂચવે છે કે તેમને જીવનહંતુ વ્યક્તિ અને સમાજના સબંધને કલ્યાણમય બનાવવાના હતા. તેમણે જેમ સમાજના આશ્રયથી સ્વપુરુષાર્થ દ્વારા સદ્ગુણ વિકસાવવાની કળા સિદ્ધ કરી હતી, તેમ તેમણે પોતાના એ સદ્ગુણ-ઉપાર્જનની મૃતાતા સમાજના ક્ષેમમાં જ માની હતી.
પવિત્ર અષ્ઠાહ્નિકા
દીદિષ્ટ મહિષઓએ યુગ યુગના નવ સમાજને દીવાદાંડીરૂપ અને એવા ઉદ્દેશથી વર્ષાવાસનું એક અઠવાડિયું એવી રીતે યોજ્યુ છે કે તેમાં આપણે ભગવાન મહાવીરની પુણ્યકથા સાંભળવા અને તેના મમ ઉપર વિચાર કરવા પૂરો અવકાશ મેળવી શકીએ. ભગવાને પોતાની કાર સાધના દ્વારા જે સત્યો
Page #3
--------------------------------------------------------------------------
________________
૪૮૪ ]
દર્શન અને ચિંતન
અનુભવ્યા હતા અને તેમણે પાતે જ જે સત્યાને સમકાલીન સામાજિક પરિસ્થિતિ સુધારવા અમલમાં મૂકયાં હતાં અને લેાકા એ પ્રમાણે જીવન ધડે એ હેતુથી જે સત્યાના સમથ પ્રચાર કર્યાં હતા, તે સત્ય સક્ષેપમાં ત્રણ છે :
(૧) બીજાના દુઃખને પોતાનું દુઃખ લેખી જીવનવ્યવહાર ધડવા, જેથી જીવનમાં સુખશીલતા અને વિષમતાના હિંસક તો પ્રવેશ ન પામે. ( ૨ ) પોતાની સુખસગવડને, સમાજના હિત અર્થે, પૂર્ણ ભાગ આપવા, જેથી પરિગ્રહ બંધન મટી લોકોપકારમાં પરિણમે. (૭) સતત જાગૃતિ અને જીવનનું અંતરનિરીક્ષણ કરતા રહેવું જેથી અજ્ઞાન કે નબળાઈ ને કારણે પ્રવેશ પામતા દોષાની ચોકી કરી શકાય અને આત્મપુરુષાથ માં એટ ન આવે.
આત્મવચના
ભગવાનની જીવનકથા સાંભળવી અને તેનું સ્થૂળ અને ખાર્થે અનુકરણ કરવું એ એક વાત છે; અને તેના હાર્દને સમજી યથાશક્તિ તેને પોતાના સમયની પરિસ્થિતિ સુધારવા ઉપયાગ કરવા એ જુદી વાત છે. એ ખરું છે કે નાનામેટા બધા જ ભાવુક જૈન ઓછામાં ઓછું પશુસણના દિવસોમાં તો મહાવીરને પગલે ચાલી નાનુંમોટું તપ આચરે છે અને અન્યના દુઃખને પેાતાનું લેખવાના પ્રતીકરૂપે નાનુંમોટું પગલું ભરે છે. એ પણ સાચુ' છે કે દરેક ધાર્મિક જૈન પોતાની ઉદારતાના ખીજાના હિત અર્થે કાંઈ ને કાંઈ ઉપયાગ કરે છે. તેમ જ એ પણ સત્ય છે કે વધારે નહિ તે પશુસણના દિવસેામાં નિત્ય અને તેમ નહિ તા છેવટે સંવત્સરીને દિવસે અવશ્યમેવ બધા જ નાનામોટા ગૃહસ્થ અને ત્યાગી પ્રતિક્રમણ કરી સૌની સાથે મૈત્રીભાવ દર્શાવતા કહે છે કે અમારે કાઈની સાથે વૈવિરાધ નથી. આ બધું છતાં આપણે જૈન સમાજની આંતરિક સ્થિતિને તટસ્થપણે અભ્યાસ કરીએ, રાષ્ટ્રમાં અને સમગ્ર માનવસમાજમાં તેનું શું સ્થાન છે એના વિચાર કરીએ, તે આપણને જણાયા વિના નહિ રહે કે આપણે મહાવીરના સિદ્ધાંતના બાહ્ય ખાખાના જ આચરણમાં ધર્મનું વાસ્તવિક પાલન માની આત્મવચના કરીએ છીએ, તપ, વ્રત, નિયમ, જ્ઞાન અને પ્રભાવના આદિ દ્વારા ચોથા આરેા વર્ષોંની કે તેના ઉદ્યોતની જે કુંકુમપત્રિકાએ અરસપરસ સંધાને લખવામાં આવે છે, તેનું પાકળપણું આપણે તે જ ગૃહસ્થ અને સાધુસંધાના જીવન જીવવાના માપદંડ દ્વારા સરળતાથી જાણી શકીએ છીએ.
ઉકેલ માગતી સમસ્યાએ
પશુસણ જેવું ધર્મ પવ, જે ખરી રીતે આત્મશુદ્ધિનું પર્વ છે, તેમાં
Page #4
--------------------------------------------------------------------------
________________
શુદ્રિપર્વ
૪૮૫ સમાજ પ્રવેશ કરી રહ્યો છે. જૈન સમાજ એ શિષ્ટ સમાજેમને એક છે. રાષ્ટ્રીય અને માનવસંસ્કૃતિમાં અહિંસાના કટ્ટર અનુગામી તરીકે તેને મોભે છે. તેને કેટલાયે સુસંસ્કારે પેઢીઉતાર અનાયાસે પ્રાપ્ત થયા છે. તેથી આત્મશુદ્ધિનું પર્વ ઊજવવા ઉત્સુક એ જૈન સમાજ પાસે થોડી પણ તાત્કાલિક સમસ્યાના ઉકેલની કોઈ આશા રાખે તે તે જરાયે અસ્થાને નથી. ખરી રીતે સમાજના જીવિત ધર્માત્માઓની તે તેના ઉકેલની દિશામાં વધારેમાં વધારે પ્રયત્ન કરો એ સ્વયંસિદ્ધ ફરજ બની રહે છે, કેમકે સમાજગત મુખ્ય લાલો અને દોષોનું નિવારણ કર્યા સિવાય યુગાનુરૂપ સામાજિક પ્રતિક્રમણ અગર આત્મશુદ્ધિ કદી શક્ય જ નથી. આવી સમસ્યાઓ મુખ્યપણે આપણું સામે ત્રણ છેઃ (૧) તંગી અને ગરીબી, (૨) કાળાબજાર, અને (૩) અસ્પૃશ્યતા. તંગી અને ગરીબી
આ સમસ્યાઓના ઉકેલની એક ચાવી ગુરુવર્ગના જીવન પરિવર્તનમાં રહેલી છે. આખા દેશમાં વ્યાપકરૂપે વર્તતી તંગી અને ગરીબીને અનુભવ એક પણ જૈન ત્યાગીને થયે હેય એવો દાખલ અદ્યાપિ જાણમાં નથી. તેથી ઊલટું શ્રાવકોમાં એવા કેઈ વિરલ મળી આવવાના કે જેમણે એ તંગી અને ગરીબીને ઐચ્છિક અનુભવ કરે છે અને જેઓ મૂંગી સેવા આપી રહ્યા છે. આપણે જોઈએ છીએ કે દરેક ફિરકાના ત્યાગી ગુરુઓ ત્યાં જ રહેવું અને જીવન ગાળવું પસંદ કરે છે કે જ્યાં પૂરેપૂરી સુખસગવડ પ્રાપ્ત થતી હોય. પરદુઃખે દુઃખી થવાના સિદ્ધાંત ઉપર જે જીવનચર્યા સ્વીકારેલી તે જ જીવનચર્યાને આદર્શ માની ઘરબાર છોડી ભેખ લેનાર ભિક્ષુગણ જે સાદગી, સહિષ્ણુતા અને ઐચ્છિક વાસ્તવિક ગરીબીમાં કૃતાર્થતા માનવાને બદલે સુખસગવડમાં જ ત્યાગ માનવાની ભૂલ કરે તો તે કદી બીજા પર નૈતિક વજન પાડી શકે નહિ. ગમે તેટલી હામાં હા ભણવા છતાં અનુયાયી ભક્તો મનમાં તે જાણતા જ હોય છે કે આ ગુરુવર્ગને કશી તંગી અને ગરીબીને સાચે અનુભવ છે. જ નહિ. એમ જાણવા છતાં ભક્તો પણ એક અથવા બીજા કારણે ગુરુવર્ગની બધી જ અસ્વાભાવિક, ખર્ચાળ અને વધારે પડતી જરૂરિયાત પૂરી પાડતા રહે છે અને ત્યાગને પોષણ આપ્યાન સતિષ કેળવે છે. આ એક ગુરુ અને ભકતની ત્યાગ વિશેની માન્યતાનું દુક્ર છે. એ દુક્રના દેષનું નિવારણ કર્યા સિવાયનું પ્રતિક્રમણ તે નથી જીવનશુદ્ધિ કે નથી શુદ્ધિપર્વની સાચી ઉજવણીનું મુખ્ય અંગ. ક્યાં તે અચ્છિક અગવડ વહોરી લેનાર ભગવાનની જીવનકથા અને ક્યાં અચ્છિક સુખસગવડની શોધમાં પડેલ ગુરુવર્ગનું
Page #5
--------------------------------------------------------------------------
________________
૪૮૬ ].
દર્શન અને ચિંતન એ કથાવાચન અને ભકતનું એ કથાશ્રવણ ! આ અંતર બનતા પ્રયત્ન નિવારવું એમાં જ પજુસણ પર્વોની શુદ્ધિ છે. કાળાબજાર
જૈન પરંપરામાં ધર્મપ્રાપ્તિની પ્રાથમિક શરત પ્રમાણે જે છત્રીસ ભાગનુસારી ગુણ બતાવ્યા છે તેમાં ન્યાયપૂર્વક ધનોપાર્જન કરવું એ પ્રથમ અને મુખ્ય ગુણ મનાયેલ છે. યુદ્ધ દરમ્યાન સર્વત્ર ચાલતાં કાળાબજારમાં જૈન વ્યાપારીઓને હાથ નાનોસુનો નથી. કેટલાક નિખાલસ જૈન ભાઈઓએ એ વાતને જાહેરપણે સ્વીકાર પણ કરે છે. જેલમાં પડ્યા પડ્યા પણ રાષ્ટ્રપુરુષોને કાળાબજારની જાણ થયેલી અને મુક્ત થતાં જ તેઓ બધાએ એકી અવાજે કાળાંબજારનાં કૃત્યને ધુતકાર્યું છે. તેમ છતાં અત્યાર લગીમાં કોઈ પણ ફિરકાના એક પણ જૈન ગુરુએ કાળાબજારની ચોરી વિરુદ્ધ સામાન્ય પણે પણ અવાજ ઉઠાવ્યો હોય એવું જાણવામાં આવ્યું નથી. શું એ ગુરુઓ કાળાબજારની કમાણીને અન્યાયોપાર્જિત છે એમ નથી માનતા ? અને જે. માનતા હોય તો તે વિરુદ્ધ અવાજ ઉઠાવતા કેમ કરે છે? આ પ્રશ્નનો ઉત્તર આપણને તેમની સુખસગવડની વૃત્તિ અને તે સગવડ પૂરી પાડનાર ભક્તોને રાજી રાખવાની મને વૃત્તિમાંથી મળે છે. જેની પાસેથી ન્યાય-અન્યાયના વિવેકની દોરવણીની આશા રાખી શકાય તે જ ગુરુવર્ગ જે અંતર્મુખ થઈ જીવનવિચાર ન કરે તો તેઓ ભાવ-પ્રતિક્રમણ દ્વારા શુદ્ધિપર્વને સાચી રીતે ઊજવે છે એમ કેણું કહી શકશે? આ માટેનો અહિંસક સરળ ઉપાય ભગવાન મહાવીરે પિતાના જીવનથી જ દર્શાવ્યો છે અને તે એ કે ગમે તેવી અગવડમાં જીવનને આનંદ માણે, પણ લૂંટ અને ચોરીના ધનથી મળતી કઈ પણ જાતની સગવડ લેવાને સદંતર વિચાર ત્યજવો. જે એક પણ ગુરુ આ દિશામાં ગ્ય પગલું ભરશે તે સાચે જ તે પજુસણ પર્વને અજવાળશે; એટલું જ નહિ, પણ તે જૈન સમાજના ભા અને વારસાને દિપાવશે. પિતાને મળતી દોષમૂલક સગવડ સ્વીકારવામાં અસહગ એ ગમે તેવા લેબી અને લાલચુ વ્યાપારીઓની ન્યાયવૃત્તિ જાગૃત કરવાને રામબાણ ઉપાય છે. પેઢીઓ થયાં ચેરીને ધંધો કરતી અને ચેરી તેમ જ પરાક્રમ વિનાના જીવનને નમાલું સમજતી ધારાળા જેવી મોટી કમની એ વૃત્તિમાં એકલા રવિશંકર મહારાજની તપસ્યાએ પલટે આણે તે દીર્ધતપસ્વીના વારસદારની યથાર્થ તપસ્યા કાળાબજારની વૃત્તિ પર થોડો પણ કાબૂ ન મેળવે એ કદી માની શકાય નહિ. જરૂર હોય તે તે એટલી જ છે કે કોઈ એકાદ સૂરિ આર્ય મહાગિરિનું અનુકરણ કરી આર્ય સુહસ્તિને પગલે ચાલતા આજના સુખશીલ અને રાંક મનના
Page #6
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિપર્વ
[ ૪૮૭ મુનિગણને યોગ્ય રસ્તે વાળે. તેથી આપણે આશા રાખીએ કે ગુરુવર્ગ વરા, અર્ચા–પ્રભાવના અને શાસ્ત્રોની પૂજા ઉપર ભાર આપે છે તે કરતાં વધારે ભાર કાળાબજારની ચોરીના મૂળગત દોષ નિવારવા તરફ આપે. આથી તેઓ એવી ચોરીને ભોગ બનતા લેકેના મૌને આશીર્વાદ પણ મેળવશે અને પિતાના અનુયાયીઓને કમાણુની હરીફાઈની અવિચારી પાપજાળમાં પડતાં અંશત: પણ બચાવી શકશે. યુદ્ધજન્ય પરિસ્થિતિને વધારેમાં વધારે લાભ લેવાની હરીફાઈના વાતાવરણમાં અર્થવૃત્તિથી ટેવાયેલો જેન વ્યાપારી કાળાબજારમાં લેભનું સંવરણ કરી ન શકે એવી દલીલ કરનારે પણ વિચારવાનું રહ્યું કે ખરે ટાંકણે જ અન્યાય લાલચેનો સામનો કરે એમાં જ ધર્મવૃત્તિ–-સતપુરુષાર્થ છે. સંતતિને અન્યાયપાર્જિત ધનને વારસે સપનાર પિતા વારસામાં માત્ર ધન જ નથી આપતું, પણ તે ધન કરતયે અતિ સૂમ એવી અન્યાયવૃત્તિ પણ વારસામાં આપે છે. ધનનો વારસે નાશ પામશે, ત્યારે પણ એ અન્યાય—દુર્બદ્ધિના સંસ્કાર પેઢીઉતાર સંતતિમાં ચાલુ રહેશે. એટલે કાળાબજાર કરનાર એકંદર કુટુંબ અને સંતતિનું તે એકાન્ત અહિત જ કરે છે. અન્યાવ્ય ધનમાં ઊછરેલી અને તાલીમ પામેલી સંતતિ કદી લાંબો વખત તેજસ્વી રહી શકે નહિ. ચેરીના ધનની ગાદી ઉપર બેસનાર કદી ધર્મારાધન કરી શકે નહિ. તેથી પસણુની આરાધના કરવા ઈચ્છનાર વ્યાપારીવર્ગે પણ કાળાબજારના કૃત્યનું પ્રતિક્રમણ પ્રથમ કરી તે પછી જ પરંપરાગત પ્રતિક્રમણની સાર્થકતા લેખવી જોઈએ.
અસ્પૃશ્યતા
અસ્પૃશ્યતાની બાબતમાં બુદ્ધ અને મહાવીરે વૈદિક પરંપરા વિરુદ્ધ ભારે સાહસપૂર્વક અંદેલન શરૂ કરેલું. એ આંદોલનનાં મૂળો એટલે સુધી ઊંડાં ગયાં કે તે બન્ને મહાત્માઓની પછી પણ એ દિશામાં અનેક સંતોએ અનેકવિધ પ્રયત્ન કર્યા. મહાવીર પછી લગભગ ૧૫૦૦ વર્ષે દક્ષિણ હિંદુસ્તાનના વૈષ્ણવ સંત આળવારોએ અસ્પૃશ્યતાનું કલંક ટાળવા પુરુષાર્થ કર્યો. ત્યારબાદ રામાનંદ, કબીર અને નાનક વગેરેએ પણ પ્રયત્ન કર્યો, પરંતુ સૌથી છેલ્લો અને સર્વદેશીય પ્રયત્ન મહાત્માજીનો અને તેને લીધે કોગ્રેસને છે. અહિંસા જૈન પરંપરાનો મુખ્ય સિદ્ધાંત છે. ગાંધીજીએ નાનામાં તમામ ક્ષેત્રોમાં અહિંસાને પ્રયોગ સૌથી પહેલાં જ શરૂ કર્યો છે. અહિંસાતત્વ માત્ર ધાર્મિક ક્ષેત્ર પૂરતું જ ન રહેતાં તે સમાજ, અર્થકારણ અને રાજકારણના પ્રદેશ સુધી વિસ્તર્યું છે. એની સમજ, વ્યાખ્યા અને પ્રયોગના પ્રકારે ભૂતકાળને
Page #7
--------------------------------------------------------------------------
________________ 288 ] દર્શન અને ચિંતન સંસ્કારમાંથી વિકાસ પામ્યા હોવા છતાં સાવ અપૂર્વ છે. જૈન પરંપરાને તે અનાયાસે પિતાના પ્રાણભૂત સિદ્ધાંતને વિસ્તારનાર, વિશદ કરનાર અને તેની વિશ્વભરમાં પ્રતિષ્ઠા કરનાર એવા સંત મળી આવ્યા છે, તે કાંઈ જે તે લાભ ન કહેવાય. આપણે પોતે અહિંસાને બહલાવી લોકપ્રિય કરી ન શકીએ અને કઈ બીજે જીવને જોખમે તે કામ કરે તો તેને પિતાનો કરતાં પાછા પડીએ તે તેનાથી વધારે વિનિપાત બીજે કયે હૈઈ શકે? મહાવીરે તે અહિંસાના વિચારમાંથી જ અસ્પૃશ્યતાને ધર્મપ્રદેશ પૂરત વિરોધ કરેલ. ગાંધીજીએ તે જ અહિંસાના આધારે અસ્પૃશ્યતાને સર્વ ક્ષેત્રમાં વિરોધ કર્યો છે અને તે ખૂબ સફળ પણ થઈ રહ્યો છે. સનાતન ધર્મના બહુમત અને બીજાં બળો સામે જેને અસ્પૃશ્યતાના વિરોધની બાબતમાં ટક્કર ઝીલી શક્યા ન હતા. તેમને એ સાચા સિદ્ધાંતની બાબતમાં પણ વ્યવહારદષ્ટિએ વૈદિક પરંપરા સામે હાર ખાવી પડી હતી. પરંતુ સત્ય લાબે વખત દબાવ્યું દબાતું નથી, એટલે અસ્પૃશ્યતાના પાપનિવારનું પરમ સત્ય આજે પૂરી પ્રતિષ્ઠા પામી રહ્યું છે. ગાંધીજી અને કેગ્રેિસ જ નહિ, પણ પ્રાચીન કાળના કટ્ટર વેદિકેને અનેક બ્રાહ્મણ વંશજો પણ આ સત્યની પડખે . એટલે બીજી રીતે વિચારીએ તો બુદ્ધ અને મહાવીરનાં વાવેલાં બીજ આજે ફાલ્યાંકૂલ્યાં છે. તેવી દષ્ટિ પામેલા સંખ્યાબંધ જેનો અસ્પૃશ્યતાનિવારણમાં સીધે સાથ આપી પ્રતિક્રમણને સફળ કરી રહ્યાં છે. પાછી પાની કરતા હોય તે તે માત્ર અહિંસાધ્વજધારી ગુરુઓ અને તેમને પગલે ચાલતા રૂઢિચુસ્તો. હવે તેમણે વખત ઓળખ જોઈએ. એક બાજુ તેમને ક્યારેકના પિતાના વિરોધી કટ્ટર વૈદિકનો સાથ છે અને બીજી બાજુ તેમની પોતાની નવી પેઢી તેમની પડખે છે. એટલે અત્યારે અસ્પૃશ્યતાનું કલંક ધોઈ નાખવાની જે સેનેરી તક જૈનોને સાંપડી છે તેને રૂઢ દષ્ટિવાળા નિર્ભયપણે સત્કાર નહિ કરે તે પુનઃ પુનઃ પ્રાયશ્ચિતનું સ્મરણ કરાવતાં પ્રતિક્રમણનાં બધાં સૂત્રો એ માત્ર બકરાના ગળાના આપળ જેવાં અર્થ વિનાનાં થઈ પડશે અને તેઓ યુગ તેમ જ પિતાની જ પેઢી દ્વારા ઉપહાસ પામશે. આપણે આ વર્ષના શુદ્ધિપર્વ પ્રસંગે ઉપરની સમસ્યાઓના ઉકેલ તરફ કદમ ઉઠાવીએ એટલું જ વાંછનીય છે. –પ્રબુદ્ધ જૈન, 1-9-5.