________________
શુદ્રિપર્વ
૪૮૫ સમાજ પ્રવેશ કરી રહ્યો છે. જૈન સમાજ એ શિષ્ટ સમાજેમને એક છે. રાષ્ટ્રીય અને માનવસંસ્કૃતિમાં અહિંસાના કટ્ટર અનુગામી તરીકે તેને મોભે છે. તેને કેટલાયે સુસંસ્કારે પેઢીઉતાર અનાયાસે પ્રાપ્ત થયા છે. તેથી આત્મશુદ્ધિનું પર્વ ઊજવવા ઉત્સુક એ જૈન સમાજ પાસે થોડી પણ તાત્કાલિક સમસ્યાના ઉકેલની કોઈ આશા રાખે તે તે જરાયે અસ્થાને નથી. ખરી રીતે સમાજના જીવિત ધર્માત્માઓની તે તેના ઉકેલની દિશામાં વધારેમાં વધારે પ્રયત્ન કરો એ સ્વયંસિદ્ધ ફરજ બની રહે છે, કેમકે સમાજગત મુખ્ય લાલો અને દોષોનું નિવારણ કર્યા સિવાય યુગાનુરૂપ સામાજિક પ્રતિક્રમણ અગર આત્મશુદ્ધિ કદી શક્ય જ નથી. આવી સમસ્યાઓ મુખ્યપણે આપણું સામે ત્રણ છેઃ (૧) તંગી અને ગરીબી, (૨) કાળાબજાર, અને (૩) અસ્પૃશ્યતા. તંગી અને ગરીબી
આ સમસ્યાઓના ઉકેલની એક ચાવી ગુરુવર્ગના જીવન પરિવર્તનમાં રહેલી છે. આખા દેશમાં વ્યાપકરૂપે વર્તતી તંગી અને ગરીબીને અનુભવ એક પણ જૈન ત્યાગીને થયે હેય એવો દાખલ અદ્યાપિ જાણમાં નથી. તેથી ઊલટું શ્રાવકોમાં એવા કેઈ વિરલ મળી આવવાના કે જેમણે એ તંગી અને ગરીબીને ઐચ્છિક અનુભવ કરે છે અને જેઓ મૂંગી સેવા આપી રહ્યા છે. આપણે જોઈએ છીએ કે દરેક ફિરકાના ત્યાગી ગુરુઓ ત્યાં જ રહેવું અને જીવન ગાળવું પસંદ કરે છે કે જ્યાં પૂરેપૂરી સુખસગવડ પ્રાપ્ત થતી હોય. પરદુઃખે દુઃખી થવાના સિદ્ધાંત ઉપર જે જીવનચર્યા સ્વીકારેલી તે જ જીવનચર્યાને આદર્શ માની ઘરબાર છોડી ભેખ લેનાર ભિક્ષુગણ જે સાદગી, સહિષ્ણુતા અને ઐચ્છિક વાસ્તવિક ગરીબીમાં કૃતાર્થતા માનવાને બદલે સુખસગવડમાં જ ત્યાગ માનવાની ભૂલ કરે તો તે કદી બીજા પર નૈતિક વજન પાડી શકે નહિ. ગમે તેટલી હામાં હા ભણવા છતાં અનુયાયી ભક્તો મનમાં તે જાણતા જ હોય છે કે આ ગુરુવર્ગને કશી તંગી અને ગરીબીને સાચે અનુભવ છે. જ નહિ. એમ જાણવા છતાં ભક્તો પણ એક અથવા બીજા કારણે ગુરુવર્ગની બધી જ અસ્વાભાવિક, ખર્ચાળ અને વધારે પડતી જરૂરિયાત પૂરી પાડતા રહે છે અને ત્યાગને પોષણ આપ્યાન સતિષ કેળવે છે. આ એક ગુરુ અને ભકતની ત્યાગ વિશેની માન્યતાનું દુક્ર છે. એ દુક્રના દેષનું નિવારણ કર્યા સિવાયનું પ્રતિક્રમણ તે નથી જીવનશુદ્ધિ કે નથી શુદ્ધિપર્વની સાચી ઉજવણીનું મુખ્ય અંગ. ક્યાં તે અચ્છિક અગવડ વહોરી લેનાર ભગવાનની જીવનકથા અને ક્યાં અચ્છિક સુખસગવડની શોધમાં પડેલ ગુરુવર્ગનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org